સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com, Mobile 9429893515, 8511604165(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 26 November 2014

વડોદરાની યુવતિએ ફેસબુક પર પોતાને વેચાવા મુકી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

વડોદરાની યુવતિએ ફેસબુક પર પોતાને વેચાવા મુકી

ભારત કી બેટી કે પાસ એક હી ચીજ બાકી રહી હે

ગરીબીના કારણે બિમાર મા બાપની સારવાર થતી નથી અને ઘરમા ખાવાનુ ખુટી પડયુ હોવાથી આવુ પગલુ લીધુ હોવાની યુવતિની કેફીયત
પ્રતિનિધિદ્વારા)  વડોદરા,બુધવાર
શહેરની એક યુવતિએ આજે ફેસબુક પર 'મે(યુવતિનુ નામ) બીકાઉ હું, અપને મા-બાપ કે લીયે.' એવુ સ્ટેટમેન્ટ પોતાના ફોટો અને મોબાઇલ નંબર સાથે અપડેટ કરીને મદદની માંગ કરી હતી. સાથે એવુ પણ લખ્યુ હતું કે હું ભારતની પુત્રી છુ અને દારૃણ ગરીબીમા કોઇ સહાયતા નહી મળતા મારે આ પગલુ ભરવુ પડયુ છે.
મુળ મધ્ય પ્રદેશની પણ છેલ્લા ૧૫ વર્ષી વડોદરામા વૃદ્ધ માતા પિતા સાથે રહેતી આશરે ૪૦ વર્ષની યુવતિએ આવુ પગલુ કેમ ભર્યુ તેવુ જાણવાના પ્રયત્નો સાથે યુવતિનુ સંપર્ક કરતા તેણે કહ્યુ કે આજે સવારે જ્યારે ઘરમા બચેલો એક વાટકો લોટ પણ ખુટી ગયો અને ખાવા માટે કશુ રહ્યુ નહી ત્યારે મારી સહનશક્તિ ખુટી ગઇ અને મજબુર થઇને મારે આ પગલુ ભરવુ પડયુ.
યુવતિએ આખી વાત સમજાવતા કહ્યુ કે હું કલાલીમા આવેલા સરકારી આવાશમા રહું છુ. પિતા ભોપાલ પાસેના ગામડામા ખેત મજુર હતા. ૧૫ વર્ષ પહેલા પિતા કામની શોધમા વડોદરા આવ્યા અને અહી છુટક મજુરી મળી રહેતા હુ અને મારી માતા પણ અહી આવ્યા. શરૃઆતમા તો કામ મળતુ હોવાથી પરીવારનુ ગુજરાન ચાલતુ હતુ. તેવામા માતાને લકવો થતા પથારીવશ થઇ ગઇ એટલે કમાવવા માટે મે મોડેલિંગ કરવાનુ શરૃઆત કરી. થોડાક ગુજરાતી ફિલ્મોમા પણ કામ કર્યુ પણ ત્યા શોષણ થવા લાગતા હું ફેક્ટરીઓમા છુટક મજુરી કરવા લાગી હતી.
અમે જે સરકારી આવાસમા રહીએ છીએ ત્યાં સરકાર પાણીની સુવિધા આપતી નથી એટલે ૩ કિ.મી.દૂરથી પાણી લાવવુ પડે છે. એક મહિના પહેલા પિતા પાણી ભરીને આવતા હતા. અમે ત્રીજા માળ પર રહીએ છીએ. એટલે પગથીયા પરથી લપસી જતા તેમનો પગ ભાંગી ગયો. જો કે સરકારી હોસ્પિટલમા સારવાર કરાવીને પાટો બાંધ્યો છે પણ હવે તે પથારીવસ થઇ જતાં આખો દિવસ મારે જ માતા પિતાની સેવા કરવી પડે છે. એટલે કમાવાવાળુ અમારા ઘરમા કોઇ રહ્યુ નથી. માતા પિતાની સારવાર તો જેમ તેમ કરીને સરકારી હોસ્પિટલમા થઇ જાય છે પણ બે ટાઇમ ખાવાનુ મળતુ નથી. કેટલાક દિવસોથી અમે ભુખ્યા છીએ. કોઇ મદદ આપવા તૈયાર નથી એટલે મે આજે મજબુર થઇને ફેસબુક પર લખી નાખ્યુ કે મારે મારા માબાપની સેવા કરવા મારી પાસે કશુ બચ્યુ નથી એટલે ભારતની બેટી પાસે એક જ ચીજ બચી છે, પોતાને વેચી દેવાની માટે સંપર્ક કરે.

શંકા ઉપજાવે તેવુ કારણ
ઘરમા ખાવાનુ નથી છતા મોબાઇલમા ઇન્ટરનેટનો ખર્ચો કેમ પોશાય છે  
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,બુધવાર
ફેસબુક સ્ટેટમેન્ટ સાથે યુવતિએ પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો છે. આજે દિવસ દરમિયાન કેટલા ફોન આવ્યા અને તે શું જવાબ આપ્યો તેનો જવાબ યુવતિએ ગોળ ગોળ આપ્યો હતો કે મે આજે કોઇ ફોન રિસિવ કર્યા નથી અને જે વ્યક્તિ મારી સંપુર્ણ જવાબદારી લેશે તેની પાસે જ હું વેચાઇશ. પછી જ્યારે એવો સવાલ પુછાયો કે ઘરમા ખાવાના પૈસા નથી તો મોબાઇમા ફેસબુક વાપરવામા માટે ઇન્ટરનેટના પૈસા ક્યાથી આવે છે ? તેનો એવો જવાબ આપ્યો  હતો કે લોકો ચાર્જ કરાવી દે છે તો હું ફેસબુક વાપરૃ છું.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 25 November 2014

બાળકોમાં મેદસ્વીપણાનું પ્રમાણ વધીને ચિંતાજનક ૨૫ ટકાએ પહોંચ્યું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

બાળકોમાં મેદસ્વીપણાનું પ્રમાણ વધીને ચિંતાજનક ૨૫ ટકાએ પહોંચ્યું

આજે વર્લ્ડ એન્ટિ ઓબેસિટી ડે

આઉટડોર ગેમ્સ રમવાનું ઓછું પ્રમાણ,જીવનશૈલી, ફાસ્ટફૂડને કારણે બાળકોમાં મેદસ્વીપણાન

અમદાવાદ, મંગળવાર
ગુજરાતીઓ માટે કહેવામાં આવે છે કે તેમની પાસે નાણાને ડબલ કરવાની ફાવટ હોય છે. નાણા ઉપરાંત ગુજરાતીઓમાં અન્ય કોઇ બાબતને 'ડબલ' કરવાની ફાવટ હોય તો તે પેટની ચરબીનું થર છે. થોડા સમય અગાઉ કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર ૪૦થી ૪૫ ટકા ગુજરાતીઓ મેદસ્વી છે. આ સર્વેક્ષણમાં વધુ ચિંતાની વાત એ આવી છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ વધીને ૨૫ ટકાએ પહોંચી ગયું છે. આવતીકાલે 'વર્લ્ડ એન્ટિ ઓબેસિટી ડે' છે ત્યારે સામે આવેલા આ આંકડા સ્વાસ્થ અંગે જાગૃતિ લાવવા ચોક્કસ એલાર્મ સમાન છે.  બાળકોમાં વધી રહેલા મેદસ્વીપણાના પ્રમાણ માટે તબીબોએ લાઇફસ્ટાઇલને જવાબદાર ઠેરવી છે. તબીબોના મતે આજે ખાસ કરીને શહેરના બાળકોમાં આઉટડોર ગેમ્સ રમવાનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. મોટાભાગના બાળકોની જીવનશૈલી એવી જ બનાવી દેવામાં આવી છે કે તે શાળા-ટયૂશનથી ઘરે આવ્યા બાદ ટેલિવિઝન કે વીડિયોગેમ સામે બેસી જાય છે. આ ઉપરાંત બાળકો પૌષ્ટિક આહાર કરતા જીભના ચટકા માટે ફાસ્ટ ફૂડ ઉપર જ પસંદગી ઉતારે છે. આ પરિસ્થિતિમાં વાલિઓની જવાબદારી વધી જાય છે, તેમણે પોતાનું બાળક આઉટડોર ગેમ્સ પાછળ પૂરતો સમય ફાળવે અને યોગ્ય ખોરાક આરોગે તેની દરકાર રાખવી જોઇએ.
થોડા સમય અગાઉ સેન્ટ્રલ બ્યૂરો ઓફ હેલ્થ ઇન્ટેલિજન્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શાળામાં અભ્યાસ કરતા અમદાવાદના ૧૩ ટકા બાળકો ડાયાબિટિસથી પરેશાન છે. સૌથી વધુ બાળકો ડાયાબિટિસનો સામનો કરી રહ્યા હોય તેવા શહેરમાં ચેન્નાઇ, બેંગલોર બાદ અમદાવાદ ત્રીજા સ્થાને છે. ડાયાબિટિસનું પ્રમાણ વધારવામાં મેદસ્વીપણું મુખ્ય પરિબળ છે. સરકારી શાળા કરતા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મેદસ્વીપણાનું પ્રમાણ વધારે હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે. આ માટે એવું કારણ આવ્યું છે કે ખાનગીશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા-પિતા છૂટા હાથે પોકેટ મની આપે છે. જેનો ઉપયોગ આ વિદ્યાર્થીઓ ફાસ્ટફૂડ ઝાપટવા માટે કરતા હોય છે.

મહિલાઓમાં મેદસ્વીપણાનું પ્રમાણ વધારે
ગયા વર્ષે એક જાણીતી સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર અમદાવાદની વસ્તીમાંથી ૧૬ ટકા મહિલા અને ૧૨ ટકા પુરુષ મેદસ્વી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ દેશમાં સરેરાશ ૧૧ ટકા મહિલા અને ૮ ટકા પુરુષ મેદસ્વી છે. આ ઉપરાંત અમદાવાદમાંથી ૧૨ ટકા વ્યક્તિઓનું બોડી માસ ઇન્ડેક્સ ૫૦થી વધુ જોવા મળ્યું હતું. આ સર્વેક્ષણ દિલ્હી, લુધિયાણા, જયપુર, મુંબઇ, કોલકાતા, નાગપુર જેવા શહેરમાં હાથ ધરાયું હતું. આ સર્વેક્ષણ અનુસાર ૨૦થી ૫૦ વર્ષની ઉંમરમાં મેદસ્વીપણાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

મેદસ્વીપણાને કારણે વર્ષે ૩૪ લાખનાં મૃત્યુ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અહેવાલ અનુસાર વિશ્વભરમાંથી વર્ષે ૩૪ લાખ લોકોનું મેદસ્વીપણા-વધુ પડતા વજનને કારણે મૃત્યુ થાય છે. અમેરિકામાં પાંચમાંથી ૧ વ્યક્તિના મૃત્યુ પાછળ મેદસ્વીપણું જવાબદાર છે. વધુ ચોંકાવનારી વિગત એવી સામે આવી છે કે દરે વર્ષે મેદસ્વીપણું ઘટાડવા, ડાયાબિટિસ-હૃદયની બિમારી, અમુક પ્રકારના કેન્સરની સારવાર માટે વિશ્વભરમાંથી ૨ ટ્રિલિયન ડોલરનો ખર્ચ થતો હોય છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

સ્માર્ટફોન-એન્ડ્રોઇડ મોબાઈલમાં બેટરી બચાવવા જાણી લો આ TOP-11 સ્માર્ટ EASY ટીપ્સ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

સ્માર્ટફોન-એન્ડ્રોઇડ મોબાઈલમાં બેટરી બચાવવા જાણી લો આ TOP-11 સ્માર્ટ EASY ટીપ્સ

- એક પછી એક નવા મોબાઈલ આવે છે પણ બેટરીની સમસ્યા યથાવત

અમદાવાદ, તા 25 નવેમ્બર, 2014

ટેકનોલોજી જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ તેમ મોબાઈલમાં બેટરીની સમસ્યાઓ વધતી જાય છે. મોબાઈલમાં ખાસ કરીને સ્માર્ટફોનમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળે છે, બેટરીની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા આટલું કરો :

* જરૂર ન હોય ત્યારે મોબાઇલમાં વાઇફાઇ અને બ્લૂટૂથ બંધ રાખો. આ બંને ચાલુ હોય ત્યારે નેટવર્ક સિગ્નલ શોધ્યા કરે છે જેના કારણે બેટરી વધુ વપરાય છે.

* બેટરી માટે સૌથી જરૂરી છે તમામ એપ્લિકેશનમાં એનિમેશન ઓફ કરી દો. સ્ટાઇલ ઘટી જશે પરંતુ તેનાથી બેટરી લાઇફ વધી જશે. આ માટે Settings-Developer Options-Drawing માં જઈ તમામ એનિમેશન ઓફ કરી દો અથવા Animation Scale ઓછા કરી દો

* જો બેટરી સાવ ઓછી હોય અને ફોન ગમે ત્યારે સ્વીચઓફ થવાની સ્થિતિમાં હોય તો Mobile Data Off કરી શકાય, આ સ્થિતિમાં તમે ઇન્ટરનેટનો ઉપયોગ નહીં કરી શકો પરંતુ ફોનની બેટરી વધુ ચાલશે.

* Settings-Locations Servicesમાં જઈ બધા જ બોક્સમાં ટિક માર્ક હટાવી દો. લોકેશન ટ્રેક કરવામાં વધુ બેટરી વપરાય છે. જરૂર હોય ત્યારે જ મેપનો ઉપયોગ કરો.

* સ્ક્રીનની બ્રાઇટનેશ હંમેશા ઓછી રાખો

* સ્ક્રીન ટાઇમ આઉટ ઓછું રહેવાથી થોડી જ સેકન્ડોમાં સ્ક્રીન બંધ થઈ જાય છે, જેથી બેટરી ઓછી વપરાય છે.

* કેમેરા અને વીડિયોનો ઉપયોગ જરૂર ન હોય તો ન કરો. આ બંનેમાં ફોનની બેટરી ખૂબ વપરાય છે.

* ફોનમાં રિંગટોન રાખો, વાઇબ્રેશનથી ફોનને લોડ પડે છે. આ માટે Settings-Sound and Display-PhoneVibrateમાં જઈ ટીકમાર્ક હટાવી દો.

* લાઇવ વોલપેપર ન રખો. સ્ટીલ ઇમેજને વોલપેપર તરીકે મૂકો.

* વિજેટ્સ સામાન્ય કરતા મોટી સાઇઝના આઇકોન ધરાવે છે, આથી તેઓ વધુ સ્ક્રીન રોકે છે. જેમ કે ગૂગલનું વેધર વિજેટ્સ વધુ બેટરી ખાય છે.

* બે એન્ટિવાયરસનો ઉપયોગ ન કરો.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 24 November 2014

રામપાલના આશ્રમમાંથી વધુ કેટલાક શસ્ત્રો અને દારૃગોળો મળી આવ્યાં

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

રામપાલના આશ્રમમાંથી વધુ કેટલાક શસ્ત્રો અને દારૃગોળો મળી આવ્યાં

૧૨ એકરમાં પથરાયેલા આશ્રમમાં હજી થોડા દિવસ સર્ચ ઓપરેશન ચાલુ રહેશેઃ પોલીસ

(પી.ટી.આઇ.)    બરવાલા, તા. ૨૩
તાજેતરમાં ધરપકડ કરાયેલા બની બેઠેલા સંત રામપાલના આશ્રમમાંથી પોલીસની ખાસ તપાસ ટીમ (સીટ)ને કેટલાક વધુ શસ્ત્રો અને દારૃગોળો મળી આવ્યા છે.
તપાસ દરમિયાન પોલીસને રામપાલ જે રૃમમાં બેસીને તેમના અનુયાયીઓને સંબોધન કરતા હતા બરાબર તેની નીચેના રૃમની અલમારીમાંથી ૭.૬૨ કેલીબરની પિસ્તોલ અને ત્રણ ખાલી મેગેઝીન, એક ૩૨ બોરની રિવોલ્વર અને તેના ૧૩ જીવતા કાર્ટીઝ, પાંચ પેટ્રોલ બોમ્બ, પાંચ ડોલ સળગી ઉઠે તેવું પ્રવાહી ૫૦૦૦ લાઠીઓ, ૫૨ હેલમેટ્સ, એસીબી બોટોલ, ૧૫૦ કાળા રંગના કમાન્ડો ડ્રેસ, ૩૮ કમાન્ડોના ગળે વિટવાના ગલપટ્ટા, ૧૦૦૦ નાની લખોટીઓ અને ૫૦ મોબાઇલ ફોન મળી આવ્યા છે.
રામપાલનો આશ્રમ ૧૨ એકરમાં પથરાયેલો છે અને પોલીસ તેમાં શસ્ત્રો સહિતની વિવિધ બિનકાયદેસર ચીજવસ્તુઓ અંગે સઘન તપાસ કરી રહી છે. જેમાં ગઇકાલે બુલેટપ્રુફ જેકેટો, રોકડ નાણાં, શસ્ત્રો વગેરે મળ્યું હતુ. આજે પણ કેટલાક શસ્ત્રો મળ્યા છે. પોલીસે કહ્યું છે કે આ આશ્રમ વિશાળ વિસ્તારમાં પથરાયેલો હોવાથી હજી વધુ કેટલાક દિવસ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 23 November 2014

કાશ્મીરમાં ચૂંટણી પૂર્વે શસ્ત્રોનો મોટો જથ્થો હાથ લાગ્યો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

કાશ્મીરમાં ચૂંટણી પૂર્વે શસ્ત્રોનો મોટો જથ્થો હાથ લાગ્યો

૧૮ એ.કે. રાઇફલો, ૨૩ હેન્ડ ગ્રેનેડ અને રોકેટ લોન્ચર્સ મળતા તંત્ર સાબદું

(પી.ટી.આઈ.)    શ્રીનગર, તા. ૨૩
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સરહદ (એલઓસી) નજીક જંગલમાંથી સેનાએ તાજેતરનો સૌથી મોટો ગણી શકાય તેવો શસ્ત્ર પુરવઠો જપ્ત કર્યો હતો.
 સેનાએ ૧૮ એ.કે. ૪૭ રાઇફલો, પાંચ પિસ્તોલો, ત્રાસવાદીઓને છુપાવાના એક અડ્ડામાંથી ઝડપી લીધી હતી. કાશ્મીરમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે. આ અંગે સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે સેનાએ રાજ્યમાં ચોરીછુપીથી શસ્ત્રો લાવવાના પ્રયાસને સરહદે જ નિષ્ફળ બનાવ્યો હતો. કેરન સેક્ટરમાં શસ્ત્રોના જથ્થાને આંતરીને ઝડપી લેવાયો હતો. તેમણે શસ્ત્રોની સંખ્યાની માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં શસ્ત્રો શોધી કાઢવાની કામગીરી હજી શરૃ છે. તેવી જ એક ઘટનામાં સેનાએ બારામુલ્લા જિલ્લાના હાજીબાલ વિસ્તારમાંથી દારૃગોળાનો જથ્થો ઝડપ્યો હતો. જેમાં બે મેગેઝીન અને પાંચ રાઉન્ડ સાથે એક સ્નિયર રાઈફલ, પાંચ ગોળીઓ સાથે બે પિસ્તોલ, બે અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર અને ૨૭ ગ્રેનેડને ઝડપી લેવાયા હતાં. તે ઉપરાંત ૧૮ હેન્ડ ગ્રેનેડ, છ રોકેટ પ્રોજેકટાઇલ ગન્સ (આર.પી.જી.) બે ડિસ્પોઝેબલ રોકેટ લોંચર્સ, બે રેડિયોસેટ અને બે મોર્ટાર બોંબ ઝડપી લેવાયા છે.
આ શસ્ત્ર પુરવઠો જમ્મુ કાશ્મીરમાં પાંચ તબક્કે ચૂંટણી યોજવાને બે દિવસની વાર છે. ત્યારે હાથ લાગ્યો છે. બે દિવસ પછી કાશ્મીરમાં ૧૫ બેઠકોની પ્રથમ તબક્કાની ચૂંટણી ચાલુ થશે. જેમાં ખીણ વિસ્તારની પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 21 November 2014

અમદાવાદ: ધોળે દિવસે ફાયરીંગ કરી 75 લાખની લુંટનો આ EXCLUSIVE VIDEO

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમદાવાદ: ધોળે દિવસે ફાયરીંગ કરી 75 લાખની લુંટનો આ EXCLUSIVE VIDEO

- ચાંદલોડિયામાં આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટ ચલાવી

- 5 લૂંટારુઓ 1 રાઉન્ડ ફાયરિંગ કરી રોકડા 75 લાખ લુંટી ફરાર

અમદાવાદ, તા 21 નવેમ્બર, 2014

અમદાવાદ શહેરમાં થોડા મહિનાઓ અગાઉ જ એક સોની વેપારીને રસ્તા વચ્ચે આંતરી ધોળા દિવસે ગોળી મારી લુંટ થઇ હતી, જેમાં વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફરી એકવાર અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ પાસે આજે સવારે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર 5 લુંટારુઓએ ફાયરિંગ કરીને 75 લાખની દિલધડક લૂંટ ચલાવી હતી. આ 5 જેટલા લૂંટારુઓએ આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ પર ફાયરિંગ કરી પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં આંગડિયા પેઢીનો એક કર્મચારી ઘાયલ થતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ સનસનીખેજ ઘટનાની જાણ થતા સોલા પોલીસ, ક્રાઈમબ્રાંચની ટીમ સહિતના અમદાવાદ પોલીસદળના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લૂંટનો ભોગ બનનારા કર્મચારીઓ ગાંધી રોડ પર ઝવેરીવાડમાં આવેલ ગણેશ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ છે, જેના માલિક ડી.સી. પટેલ છે.

ધોળા દિવસે બનેલી લૂંટની આ ઘટના ચાંદલોડિયામાં સોપાન શરણ ફ્લેટના ગેટ પાસે બની હતી, જેમાં લૂંટ માટે આવેલા 5 લૂંટારુઓમાં એક લુંટારાએ હેલ્મેટ પહેરી રાખ્યું હતુ. હાલ આ સમગ્ર ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને લૂંટારુઓને ઝડપી લેવા માટે અધિકારીઓએ ચક્રો ગતિમાન કર્યા છે.
                                                                  Click Here to Show Video