સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 24 February 2014

પૃથ્વી પર અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતા રોગો ક્યા?

Chaurasi Samaj Kadva Patidar

Gujarat Samachar News

પૃથ્વી પર અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતા રોગો ક્યા?

મમીઓ રોગીષ્ઠ ન બને એ માટે તેના પર કેમિકલ પ્રોસેસ થતી હતી

પ્રાચીન કાળમાં માનવીઓને કેવા રોગો થતાં હતાં?


અમદાવાદ, ફેબ્રુઆરી 20, 2014

પ્રાચીન કાળમાં કેવા કેવા રોગો પ્રવર્તતા હતા તે આપણે કેટલું જાણીએ છીએ? એક વિજ્ઞાની બ્રિટેનની ડહૉમ યુનિવર્સિટીના ડો. ચાર્લ્ટોટ રોર્બટ્સ 'રોગોની પૂરાતત્વ વિજ્ઞાન' (ધી આર્કાઇલોજી ઓફ ડીસીઝ) નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તેણે જણાવ્યું છે કે પૂરાતન માનવીના નમૂનાઓનાં 'ડીએનએ'નું પૃથ્થકરણ કરવાથી આપણને જે રોગો પૂરાતત્વકાળથી અસર કરે છે તેનું મૂળ અને ઈતિહાસ આપે છે.

ડૉ. ગાર્થ સન્ડેમે એક નિબંધ લખ્યો છે. દશ સૌથી જુના જાણીતા રોગ (ટેન ઓલ્ડેસ્ટ નોન ડીસીઝીઝ) તેમાં તેણે લખ્યું છે કે આવા અભ્યાસમાં જે રોગો બહારના પરિબળોને કારણે થાય છે તે અને જે રોગો વય આધારિત શારીરિક બિનકાર્યશીલતા આવે છે જે જન્મજાત હોય છે. જેવાં કે સંધિવા, વાઇ વગેરે આવે છે. પહેલા પ્રકારમાં વ્યસન, પોઇઝનીંગ અને ચેપ આવે છે. પુરાતનકાળમાં આવા રોગો પ્રચલિત હોવાની જાણકારી પુરાતત્વીય ખોદકામ કરતાં મળી આવતાં કંકાલો અને મમીના હાડકાની અસ્વાભાવિકતા દ્વારા અને તેમાં રહેલ 'ડીએનએ'ના નમૂનામાંથી મળે છે. આપણે જાણીએ છીએ કે માનવશરીર કોષોનું બનેલું છે. દરેક કોષનાં કેન્દ્રમાં ડીએનએ હોય છે. ડીએનએ જે તે માનવીના તમામ આનુવાંશિક લક્ષણો હોય છે. આ ડીએનએનું પૃથ્થકરણ કરવાથી પૂરાતન માનવીમાં રહેલા રોગની માહિતી મળે છે. આમ મૃતમાનવી પણ ઘણી વાતો કહે છે.

આમ બે રીતે કરેલા પૃથ્થકરણ પરથી અને પ્રાચીન ગ્રંથો પરથી જાણવા મળે છે કે દશ રોગો એવા છે જે માનવજાતના સૌથી જૂના રોગો છે. આ રોગો કયા કયા છે? ક્ષય (ટીબી), રક્તપિત, કોલેરા, શીતલા, હડકવા, મેલેરિયા, ન્યુમોનિયા, ટ્રકોમા (આંખમાં થતા ખીલ - પાંપણમાં વારેવારે થતો ચેપ, ઈન્ફલ્યુએન્ઝા, ઓરી અને બ્લેક પ્લાક (દાંત પર થતી કાળી છારી), વેદો, બાઇબલ, ગ્રીસનો ઈતિહાસ, પૂર્વના દેશોના ઈતિહાસ અને મુખના રોગોનો ઈતિહાસના ગ્રંથોમાંથી આ વિગતો મળી છે. ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના ઋગ્વેદમાં ક્ષયરોગ અને રક્તપિતનો સંદર્ભ છે, ઈજીપ્તમાં ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના ગ્રંથ 'એબર્સ પેપીરસ'માં રક્તપિતનો ઉલ્લેખ છે. ઈ.સ. પૂર્વે ૪૩૦નો ગ્રીસના થુસીડાઇઝ્ડમાં પ્લેગનો ઉલ્લેખ છે. બાઇબલમાં રક્તપિતની વાત છે અને રોમનો મેલેરિયા વર્ણવે છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ના આદિવાસીઓના કંકાલ બતાવે છે કે તેમની આંખોની આસપાસ ખોપરીમાં વિક્ષત જોવા મળે છે તે ટ્રકોમાના કારણે હોઇ શકે.

આ ઉપરાંત ૯૦૦૦ વર્ષ જુના માતા અને બાળકના હાડકાના જીવારમોના પૃથ્થકરણ પરથી જાણવા મળે છે કે તેમને ક્ષયરોગનો (ટીબી)નો ચેપ લાગ્યો હોવો જોઇએ. તેનાથી પણ જુના એટલે કે ૫૦,૦૦૦ વર્ષ જુના તુર્કીના નમૂના પણ ક્ષયરોગ સૂચવે છે. એવું લાગે છે ક્ષયરોગનો રોગાણું માઇકો બેક્ટિરિયમ ટયુબરકુલોસિસ (એમટીબી) માણસજાતનો સૌથી જુનો ચેપ હોવો જોઇએ.
ક્ષયરોગના રોગાણ 'એમટીબી'માં ઘણું વિભેદ જોવા મળે છે. તેની ૨૫૯ જેટલી વિવિધતાઓ આજે આપણે જાણીએ છીએ. તજજ્ઞાના મતે આજની વિવિધતાઓનું મૂળ પૂર્વજ જાતિ 'માઇકોબેસ્ટેરિયમ પ્રોટો ટયુબરકુલોસિસ' છે. તેમાંથી આજના બેકટેરિયાનો ઉદભવ થયો છે. ઉપરોક્ત બેકટેરિયાની પૂર્વજ જાતિ ત્રીસ લાખ વર્ષો જૂની હોઇ શકે છે. સંશોધકોના જૂથે ૨૫૯ વિભેદ (જેમના મૂળ ડીએનએમાં સ્હેજ સ્હેજ વિકૃતિ હોય છે) સમગ્ર દુનિયામાંથી એકત્ર કરી તેમના ડીએનએ ક્રમ એકત્ર કર્યા અને બતાવ્યું કે તેમનામાં વિવિધતા લગભગ ૭૦૦૦૦ વર્ષો પહેલ ઉદભવી છે. આ સમયે અર્વાચીન માનવીએ આફ્રિકામાંથી હિજરત કરી હતી. આ અર્વાચીન માનવી એટલે આપણી જાતિ કેવી રીતે અને ક્યારે અસ્તિત્વમાં આવી.

આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર સુક્ષ્મજીવોથી માંડી હાથી જેવા અને માનવી જેવા જીવોની જાતિઓ અસ્તિત્વમાં આવ્યા છે. આ જાતિઓ અલગ અલગ ઉત્પત્તિ પામી નથી. પરંતુ તેમનો ઉદ્વિકાસ થયો છે. તે પ્રક્રિયાને ઉત્ક્રાંતિ કહે છે. જીવોના વર્ગીકરણમાં એક કુળ (ફેમીલી) હોમીનિડી કહેવાય છે. તેને માનવવંશ અથવા માનવકુળ કહે છે. હોમોનિડીના બે ફાંટા છે. એક ફાટામાં 'હોમો' પ્રજાતિ આવે છે અને બીજામાં 'ઓસ્ટ્રેલોપિથેમ્સ' અને 'પરા-થ્રોપસ' આવે છે. આ બીજા પ્રકારની પ્રજાતિને 'કપિ-માનવ' પણ કહે છે. હોમો પ્રજાતિને માનવપ્રજાતિ કહે છે.
પ્રથમ હોમોપ્રજાતિની પહેલી જાતિ 'હોમોહેબિલિસ' (દક્ષ માનવ)ની ૨૦ લાખ વર્ષો પહેલા આફ્રિકામાં ઉત્ક્રાંતિ થઇ હતી. ત્યારબાદ દસ લાખ ચોસઠ હજાર લાખ પૂર્વેથી ચાર લાખ વર્ષ પૂર્વેના ગાળામાં 'હોમોઈરેકટસ'ની ઉત્ક્રાંતિ થઇ. તે ટટ્ટાર ચાલતા હતા તેનું દિમાગ મોટું હતું અને અગ્નિનો ઉપયોગ જાણતા હતા. તે પછી આજથી અઢી લાખ વર્ષો પૂર્વે હોમોસેપિયન્સ 'પ્રાયેસિપિયન્સ'ની જાતિની ઉત્ક્રાંતિ થઇ તેના એક લાખ પચ્ચીસ હજાર વર્ષો પૂર્વે બે ફાંટા પડયા. એક 'હોમોસેપિયન્સ નીયન્ડર થાલેન્સીસ'' અને બીજો 'હોમોસેપિયન્સ સેપિયન્સ' છે. આ બીજા પ્રકારને પાત્ર 'હોમોસેપિયન્સ' એટલે કે મેધાવી માનવી અથવા અર્વાચીન માનવી કહે છે. તે પૂર્વ આફ્રિકામાં વસતા હતા. ૭૦૦૦૦ હજાર વર્ષો પૂર્વે તેમણે આફ્રિકા ખંડમાંથી હિજરત કરી અને દુનિયામાં પ્રસર્યા. માનવીનો ઉત્ક્રાંતિ પથ અને ક્ષયરોગના બેકટેરિયાના ઉત્ક્રાંતિ પથમાં નોંધપાત્ર સરખાપણું જોવા મળે છે. આપણે જોઇ શકીએ છીએ ક્ષયરોગના બેકટેરિયા (એમટીબી)નું વૈવિધ્ય નોંધપાત્ર રીતે માનવની વસ્તી વિસ્તરતી ગઇ તેમ વધતું ચાલ્યું.

૨૦૧૩ના વર્ષની શરૃઆતમાં વૈજ્ઞાનિકોએ ૧૩૭ મમી (મસાલાની મદદથી સાચવી રાખેલા શબ)ના સીટી સ્કેન પ્રસિધ્ધ કર્યા. તે પ્રાચીન ઈજીપ્શીયનનો અને પેરૃવિએનોના મમી, દક્ષિણ-પશ્ચિમ અમેરિકાના પ્યુઅબ્લો અન્સ અને ઓલઈયુશિયન ટાપુઓના ઉનાન્ગન શિકાર માટે રઝળતી અને એકઠો કટતી જાતિના લોકોના મમીનો તેમાં સમાવેશ થાય છે. તેમાંના ૩૪ ટકામાં 'ઓથેરોસ્ક્લેરોસિસ'ના ચિહ્નો જોવા મળ્યા છે. આ એવો રોગ છે જેમાં હૃદયની ધમનીમાં ચરબી જામી જાય છે. જેમાં મોટા ભાગે કોલેસ્ટરોલ હોય છે. તેના કારણે હાર્ટ એટેક આવી શકે છે અથવા તો પક્ષઘાતનો હુમલો થઇ શકે છે. વળી દરેક જૂથના મમીમાં આ સ્થિતિ જોવા મળી શકે છે. યુનિવર્સિટી ઓફ ઝુરિચના સ્વીસ મમી પ્રોજેક્ટના અધ્યક્ષે પણ પુખ્ત વયનાના નમૂનાઓમાં ૩૦થી ૫૦ ટકામાં આ સ્થિતિ જોવા મળે છે. આ તારણ સૂચવે છે કે આજે ઓથેરોસ્કલેરોસિસ જોવા મળે છે તે આધુનિક જીવન પધ્ધતિ જેવી કે વધારે પડતું ખાવું, ચરબીવાળો ખોરાક લેવો, બેઠાડુ જીવન જેવા કારણો કરતા જનીનીય (જીનેટીક) કારણો છે જે દુનિયામાં લગભગ બધે જ જીવતાં માનવીઓમાં હાજર હોવા જોઇએ. કોઇક દિવસે આ જનીનોની ઓળખ હૃદયરોગની નવી દવાની શોધ પ્રતિ દોરી જશે.

ક્ષયરોગ (ટીબી) આજે પણ દર વર્ષે ૧૪ લાખ લોકોને મોતને ઘાટ ઉતારે છે. સંશોધકો મમીના ડીએનએ ક્રમ અને સીટી સ્કેનનો ઉપયોગ એ જાણવા માટે કરી રહ્યા છે કે કેવી પરિસ્થિતિમાં ક્ષયરોગ વૃધ્ધિ પામે છે અને તેનો ઉપચાર કેવી રીતે કરવો તે જાણવા માંગે છે. ડીએનએ એક દ્વિસર્પિલ આકારનો મહાઅણુ છે. તે આપણા શરીરના કોષોમાં મધ્યમાં હોય છે. આપણા 'જીવનની કિતાબ' જેવો છે. આ કિતાબ 'વાક્યો' અથવા 'ફકરા'ની બનેલી છે. તેને જનીન કહે છે. તે દરેક 'વાક્ય' અથવા 'ફકરા' મૂળાક્ષરોની હારમાળા હોય છે. તેને બેઇઝ કહે છે. જનીન આપણા આનુવાંશિક લક્ષણો છે. આ આનુવાંશિક લક્ષણો મૂળાક્ષરોના ક્રમના આધારે નક્કી થાય છે. આમ આખા ડીએનએમાં આવેલા જનીનોમાંના મૂળાક્ષરોના ક્રમ આનુવાંશિક લક્ષણો આપે છે. તે આપણા શરીરનો વિકાસ થાય તે દરમ્યાન આપણી આંખો કેવી થશે? આપણી ઊંચાઇ કેટલી થશે? આપણી ચામડીનો રંગ કેવો થશે? આપણને અમુક વયે કેન્સર થશે કે હૃદયરોગનો હુમલો આવશે? તે મહિતી તેમાં હોય છે. આ વિગતો ડીએનએ ક્રમ રૃપે રહેલ છે. આ ક્રમ બદલાય એટલે કે જનીનવિકૃતિ થાય તો લક્ષણ બદલાય જાય છે.
મેસન યુનિવર્સિટીના જીવશાસ્ત્રીય નૃવંશશાસ્ત્રી સૂચવે છે કે કેટલાક તજજ્ઞાો વિચારે છે તેથી ઉલ્ટુ યુરોપિયનો અમેરિકામાં જીવલેણ ક્ષયરોગ (ટીબી)ને ખાસ કરીને લાવ્યા હશે. તેની પ્રાથમિક ડેટા અણસાર આપે છે કે થેરવિયનના અવશેષો દશમી સદીના છે. પેરૃવિયનને ક્ષયરોગના બેકટેરિયા 'માઇકોબેકટેરિયમ ટયુબરકુુલોસીસ'નો ચેપ લાગ્યો હોવો જોઇએ અથવા બિલકુલ જુદી જાતિનો 'માઇકો બેકટેરિયમ કાન્સાઇ'નો ચેપ લાગ્યો હોવો જોઇએ. આ ચેપ વધારે હળવો હોવો જોઇએ. અને ઘણાં અભ્યાસોએ બતાવ્યું છે કે મધ્ય અમેરિકનોના યુરોપીયનના સંપર્ક પહેલાના મૃતદેહોમાં ભાગ્યે જ ક્ષયરોગના ચિહ્નો બતાવે છ.

ઉપરોક્ત નૃવંશશાસ્ત્રીય એ પરિકલ્પના સાથે સંમતિનો સૂર પૂરાવે છે. તે જણાવે છે કે 'માઇકો બેકટેરિયમ ટયુબરકુલોસિસ' બેકટેરિયા લોહની હાજરીમાં અતિવૃધ્ધિ પામે છે. અને મધ્ય અમેરિકનો ઓછા લોહવાળો ખોરાક ખાતા હતા. જો તે સાચું હોય તો એવી નવી દવા સૂચવે છે કે જે 'માઇકો બેકટેરિયમ ટયુબરકુલોસિસ'ની વૃધ્ધિને રોકે છે.
અન્ય વૈજ્ઞાાનિકોએ ડીએનએ ક્રમનો ઉપયોગ 'ચાગાઝ ડીસીઝ'ની જાણકારી મેળવવા કર્યો. તે આદિજીવ એને પ્રોટોઝુઆ કહે છે તેનાથી થાય છે. તે પરજીવી (પેરાસાઇટ) છે. તેનું નામ 'ટ્રાયપાનોસોમા ક્રુઝિ' છે. રેડુવિઇડ નામની જીવાત થાય છે. તેને પાંખો હોય છે અને જેના મુખના ભાગ ખુંચી જવાની અને ચૂસી લેવાની રચના ધરાવે છે. તેમાં ઉપરોક્ત ટ્રાયપાનોસોમા ક્રુઝિ પેરાસાઇટ તરીકે હોય છે. તે રેડુવિઇડ જીવાત મળમાં હોય છે. રાત્રે તે ચામડી પરની ઈજાઓ અને ઉઝરડાના અને નાક અને મુખમાંની મૃદુ આંતરિક પેશીઓના સંપર્કમાં આવે છે. તેના કરડવાથી એલર્જીના ચિહનો જોવા મળે છે. લાલ ચાંભા પડવા, મોળ ચઢવી, અને હૃદયના ધબકારા વધી જવા જેવા ચિહનો જોવા મળે છે. રેડુવિઇડ જીવાતમાંથી ટ્રાયોનોસોમા ક્રુઝિ પેરાસાઇટ માણસમાં પ્રસરે છે. આ પેરાસાઇટ હૃદયના સ્નાયુઓ અને કેન્દ્રિય ચેતા તંત્રમાં હોય તો ગંભીર શોથ પડે છે અને ઈજા થાય તો ઘાતક નીવડી શકે છે. આ રોગ ગરીબ ગામડાના વિસ્તારોમાં જોવા મળે છે. તેનાથી હાર્ટ ફેઇલ થઇ શકે છે અને પાચનતંત્રના અવયવોમાં સોજો આવે છે. આ પેરાસાઇટ અંદાજે એક કરોડ લોકોમાં જોવા મળેલ છે. તેમાંના મોટા ભાગના લેટિન અમેરિકામાં હોય છે. તે બીજા વિસ્તારોમાં ફેલાતો જોવા મળે છે. કેટલાક વિચારે છે કે પેરાસાઇટના જુદા જુદા પ્રકારો જુદી જુદી રીતે અસર કરે છે તેથી રિયો ડી જાનેરોના ઓસ્વાલ્ડો ક્રુઝ ફાઉન્ડેશનના બે તજજ્ઞાોએ ૨૦૦૮માં જણાવ્યું કે બ્રાઝીલમાં ૫૬૦ વર્ષ જુના મમીકૃત શરીરમાં મોટા આંતરડાના મોટા નીચેના ભાગ (કોલોન)માં ટ્રાયપાનોસોમા ક્રુઝિ શોધ્યા ત્યારે તેઓએ સંભવતઃ અગત્યની શોધ કરી હતી. તે પહેલાં તેઓએ આ પેરેસાઇટને ૪૦૦૦થી ૭૦૦૦ પહેલાંના હાડકામાં મળ્યા હતા. જુદા જુદા નમૂનાના પેરેસાઇટના ડીએનએને સરખાવીને તેની ઉત્ક્રાંતિ અને તેના ફેલાવા વિશે વધારે જાણી શકીએ અને કદાચ તેના ઉપચાર પર અસર પાડી શકીએ. અત્યારે તેનો કોઇ ઠોસ ઉપચાર નથી.
પાલીયો પેથોલીજીસ્ટો હવે એમઆરઆઇ (મેગ્નેટીક રીઝોન્સ ઈમેજીંગ)નો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ટેકનીક પાણીમાંથી સંકેતો પારખે છે. સૂકાઇ ગયેલા મમી આ ટેકનીક માટે ઉત્તમ નથી. પરંતુ એમઆરઆઇ મૃદુ પેશીઓના વધારે સારા પ્રતિબિંબ મેળવી શકે. વધુમાં એમઆરઆઇમાંથી સીટી સ્કેનની જેમ રેડિયેશન નીકળતું નથી તેથી ડીએનએના નમૂનાને હાનિ પહોંચવાની શક્યતા નથી.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 17 February 2014

તલાટીની ૧૫૦૦ જગ્યા માટે પરીક્ષા આપવા ૬.૫૦ લાખ ઉમેદવારોનો ધસારો :- તલાટીની નોકરી માટે ૧.૪૩ કરોડ સાથે દલાલ પકડાયો :- ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો. :- બે પ્રશ્નોમાં ખોટા વિકલ્પોને લીધે ઉમેદવારો મુંઝાયા :- પરીક્ષા સ્થળમાં ભૂલને લીધે પરીક્ષામાં બેસવા ન મળતા ૧૫૦થી વધુ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો :- પેપર ફુટયાની ને કોપી કેસની અફવા વચ્ચે મહેસૂલ વિભાગ દ્વારા યોજાયેલી પરીક્ષામાં જિલ્લા કલેક્ટરો, નોડલ ઓફિસરોની દોડધામ

Chaurasi Samaj Kadva Patidar


તલાટીની ૧૫૦૦ જગ્યા માટે પરીક્ષા આપવા ૬.૫૦ લાખ ઉમેદવારોનો ધસારો

પેપર ફુટયાની ને કોપી કેસની અફવા વચ્ચે

મહેસૂલ વિભાગ દ્વારા યોજાયેલી પરીક્ષામાં જિલ્લા કલેક્ટરો, નોડલ ઓફિસરોની દોડધામ


અમદાવાદ,રવિવાર
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આજે ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવાઈ હતી.જેમાં  ૧૫૦૦ જેટલી જગ્યા માટે નોંધાયેલા ૮,૪૯,૦૦૦ ઉમેદવારોથી ૭૫ ટકા જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સમગ્ર ગુજરાતના તમામ જીલ્લાઓના ૨૬૯૧ સેન્ટરો પર આ પરીક્ષા લેવાઈ હતી.અમદાવાદ સહીતના એક -બે શહેરોના છૂટા છવાયા બનાવોને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પુરી થઈ હતી.
તલાટીની આ પરીક્ષાએ મહેસૂલ વિભાગ સહીત સરકારને એક દિવસ માટે દોડતી કરી દીધી હતી.કારણે કે તલાટીની પરીક્ષા માટે પ્રથમવાર સાડા આઠ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હોઈ ગેરરીતિ અને અવ્યવસ્થાને લઈને સરકાર પણ ચિંતિત હતી.તેમજ પેપર ફૂટયું અને કોપી કેસ થયો હોવાની અનેક અફવાઓને લઈને વિભાગના અધિકારો પણ સતત સ્ટેન્ટ ડુ રહ્યા હતા.
રાજ્યની વિવિધ જિલ્લાઓની ૧૫૦૦ જેટલી તલાટીની જગ્યા માટે આજે ઐતિહાસિક એવી પરીક્ષા યોજાઈ હતી.જેમાં નોંધાયેલા ૮,૪૯,૦૦૦ ઉમેદવારોમાંથી ૭૫ ટકા જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.રાજ્યના વિવિધ જીલ્લાઓમાં નાનાથી માંડી મોટા તમામ શહેરોમાં શાળા,કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ સેન્ટરો રાખવામા આવ્યા હતા અને કુલ ૨૬૯૧ સેન્ટરો પરથી પરીક્ષા લેવાઈ હતી.અમદાવાદ તેમજ ગાંધીનગર સહિતના એક બે શહેરોમાં ઉમેદવારોને પરીક્ષા સ્થળની ભૂલને લીધે પરીક્ષા બેસવા ન મળતા હોબાળો મચી જવા પામ્યો હોવાની ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ હતી.
કુલ ૧૦૦ માર્કસની ઓબ્જેક્ટીવ ટાઈપની આ પરીક્ષા બપોરે ૧૨ વાગે શરૃ થઈ હતી અને ૧ વાગ્યા સુધી ચાલી હતી.માત્ર એક કલાકની આ પરીક્ષા માટે  છેલ્લા અનેક દિવસોથી રાજ્યના મહેસૂલ વિભાગ સહીત તમામ જીલ્લા કલેકટરોને સ્ટેન્ડ ટુ રાખવામા આવ્યા હતા અને આ પરીક્ષા માટે ખાસ સ્ટેટ લેવલની કમીટી પણ રચવામા આવી હતી.ઉપરાતં તમામ જીલ્લા કક્ષાએ કલેકટર હેઠળ નોડલ ઓફીસરો તથા અધિક કલેકટરોને ફરજ પર રાખવામા આવ્યા હતા અને સંવેદનશિલ પરીક્ષા કેન્દ્રોની અલગ યાદી તૈયાર કરીનેઆ કેન્દ્રો પર ખાસ સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જ્યારે મોટા ભાગના શહેરોના મોટા ભાગના કેન્દ્રોમાં સીસીટીવી કેમરા હોઈ ક્યાંય પણ ગેરરીતિ કે કોપી કેસના બનાવ જોવા મળ્યા નથી. અમદાવાદ શહેરમાં ઈસ્ટ અને વેસ્ટ ઝોન એમ બે ઝોનમાં ૨૭૯ કેન્દ્રો પરીક્ષા લેવાઈ હતી.જેમાં નોંધાયેલા ૧,૦૬,૦૨૨ ઉમેદવારોમાંથી ઈસ્ટ ઝોનમાં ૪૦,૨૭૪ અને વેસ્ટ ઝોનમાં ૫૩૦૦૬ ઉમેદવારો સહીત ૯૩૨૮૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે ૧૨,૭૪૨ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. મેહસૂલ વિભાગના જણાવ્યા અનુસાર  હવે આગામી એક સપ્તાહમાં પરીણામ પણ જાહેર કરી દેવાશે તેમ વિભાગે જણાવ્યું હતું.

પરીક્ષા સ્થળમાં ભૂલને લીધે
પરીક્ષામાં બેસવા ન મળતા ૧૫૦થી વધુ ઉમેદવારોએ  હોબાળો મચાવ્યો

અમદાવાદ શહેરમાં તમામ સ્કૂલો,કોલેજો અને ગુજરાત યુનિવર્સિટી સહીતના ૨૭૯ કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી.જેમાં ઈસનપુરના એક કેન્દ્રમાં ૧૫૦ જેટલા ઉમેદવારોએ પરીક્ષા સ્થળમાં ભૂલને લઈને પરીક્ષા આપવા ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં સહજાનંદ કેમ્પસ ખાતે યુનિવર્સલ કોલેજની મુખ્ય ઓફીસ આવેલી છે. જ્યારે યુનિવર્સલ કોલેજ કલોલ નજીક ભોયણ ખાતે આવેલી છે.આ સેન્ટરમાં ૯૩૦ ઉમેદવારોને પરીક્ષા માટે વ્યવસ્થા ફાળવાઈ હતી.અહીંં ફાળવાયેલા ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ પરથી જ્યારે કોલ લેટર ડાઉનલોડ કર્યા ત્યારે તેમા ઈસનપુરનું સરનામું હતું પરંતુ આ અંગે મહેસૂલ વિભાગની પરીક્ષા કમીટીને માલૂમ તથા ફરીથી  નવા સરનામા સાથેના નવા કોલલેટર મૂકી દેવાયા હતા અને તમામ ઉમેદવારોને બલ્કમા નવા એડ્રેસ મેસેજ કરી દીધા હોવાનું મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.પરંતુ ૯૩૦ ઉમેદવારોમાંથી ૬૫૬ જેટલા ઉમેદવારો જ નવા કોલલેટર અને નવા સરનામા સાથે ભોયણની યુનિવર્સિલ કોલેજ સેન્ટર પર પહોંચ્યા હતા જ્યારે બાકીના ૧૫૦થી વધુ ઉમેદવારો જૂના સરનામે ઈસનપુર ખાતેના સેન્ટરે પહોંચી ગયા હતા.પરંતુ આ તમામ ઉમેદવારોને પ્રશ્નપત્રો અને ઓએમઆર શીટ મુખ્ય સેન્ટર પર પહોંચી ગયા હોઈ અહીં તેમને બેસવા દેવાયા ન હતા જેને પગલે ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેઓને અહીં જ પરીક્ષા આપવા દેવાની માંગણી કરી હતી.જો કે મહેસૂલ વિભાગનું કહેવું હતું કે આટલા બધા ઉમેદવારોને એક સાથે સમાવવા શક્ય ન હતા અને આ ઉમેદવારોએ તેમને મોકલેલલા નવા સરનામાંના મેસેજ જ જોયા ન હતા.જેથી આવી ભૂલ થઈ છે.


બે પ્રશ્નોમાં ખોટા વિકલ્પોને લીધે ઉમેદવારો મુંઝાયા
આજે લેવાયેલી તલાટીની પરીક્ષામાં કુલ ૧૦૦ માર્કસના પેપરમાં સી કેટેગરીના એક પેપરમાં બે માર્કસની ભૂલ હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. ઉમેદવારોને જણાવ્યા પ્રમાણે જુદા જુદા બે પ્રશ્નોમાં અપાયેલા વિકલ્પો ખોટા હતા.જેને લીધે તેઓ મુંઝાયા હતા. ઉમેદાવારોનું કહેવુ હતું કે જે જવાબ તેઓને સાચા લાગતા હતા તે જવાબનો વિકલ્પ હતો જ નહી. આ પ્રશ્નો બે માર્કસના હતા.

ચાર ઉમેદવારો માટે ખાસ '૦' નંબરનું સેન્ટર
તલાટીની પરીક્ષા માટે ઓજસ વેબસાઈટ પર કોલલેટર મુકવામા આવ્યા હતા જેને ડાઉનલોડ કરીને ઉમેદવારોએ સેન્ટર પર આવવાનું હતું પરંતુ અમદાવાદ જીલ્લામાં ૪ જેટલા ઉમેદવારોને આ કોલલેટર ડાઉનલોડ ન થઈ શકતા તેઓ સીધા મેહસૂલ વિભાગ ખાતે સચિવ પાસે પહોંચી ગયા હતા અને જેથી તેઓને પરીક્ષા એક દિવસ પહેલા મેન્યુઅલ એટલે કે હાથેથી લખેલા કોલલેટર આપવામા આવ્યા હતા અને તેઓ  માટે અમદાવાદની એ.જી.ટીચર્સ હાઈસ્કૂલ ખાતે ૦ નંબરનું એક સેન્ટર અલગથી ફાળવવું પડયું હતું.જ્યાં તેઓએ પરીક્ષા આપીહતી.

તલાટીની નોકરી માટે ૧.૪૩ કરોડ સાથે દલાલ પકડાયો

- ૧૫૦૦ તલાટીની ભરતી માટે ૮ લાખ ઉમેદવારોની અરજી


ડો. કલ્યાણસિંહ ચંપાવત ભાજપનો કાર્યકર ઃ મોડી રાત્રે પોલીસનો દરોડો એક ઉમેદવાર દીઠ દસ લાખ રૃપિયા ઉઘરાવતો હતો
ગાંધીનગર, તા.૧૬
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલી તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે લે ભાગુ ટોળકીઓ ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા પડાવી રહી છે ત્યારે ગાંધીનગર પોલીસે ગઈકાલે રાત્રે ઓપરેશન પાર પાડી ગાંધીનગરમાં સ્માર્ટ એકેડમી નામની સંસ્થાના સંચાલક અને ભાજપના કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવતને ૧.૪૩ કરોડ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી દસ-દસ લાખ રૃપિયા ઉઘરાવ્યા હતા. તેની સાથે રહેલા એક અમદાવાદના એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. એક બાજુ સરકારી ભરતીમાં કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવામાં આવતી હોવાની સરકાર વાતો કરી રહી છે ત્યારે ભાજપનું સભ્ય પદ ધરાવતો આ શખ્સ જ ઉમેદવારો પાસેથી ઉઘરાણાં કરતો ઝડપાઈ જતાં ભાજપમાં પણ સોંપો પડી ગયો છે.
સરકારી નોકરી મેળવવાનો હાલ યુવાનોમાં ક્રેઝ પેદા થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીઓમાં લેભાગુ ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે અને ઉમેદવારો પાસેથી લાખો રૃપિયાના ઉઘરાણાં કરતી હોય છે. હાલમાં તલાટીની ૧પ૦૦ જેટલી જગ્યાઓ માટે મહેસુલ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવી રહી અને તેની આજે લેખીત પરીક્ષા પણ હતી. ત્યારે ગઈ રાત્રીએ ગાંધીનગર એલસીબી અને એસઓજીએ ખાનગી ઓપરેશન પાર પાડીને ભાજપના કાર્યકરને ૧.૪૩ કરોડ રૃપિયા જેટલી રકમ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબીના પીએસઆઈ એચ.કે.સોલંકીને બાતમી મળી હતી કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તલાટીની જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવનાર છે જે પેટે ગાંધીનગરના સે-પ/સી પ્લોટ નં.૯૧૫/રમાં સ્માર્ટ એકેડમી અને પર્સનાલીટી ડેવલપમેન્ટ નામની સંસ્થા ચલાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવત આ પરિક્ષામાં અરજી કરનાર ઉમેદવારોને વિશ્વાસમાં લઈ પરીક્ષામાં પાસ કરાવી સરકારી નોકરી આપવાની બાંહેધરી આપી રૃપિયા ઉઘરાવી રહયો છે. જેથી આ બાતમીના આધારે એસઓજી પીઆઈ જે.ડી.બ્રહ્મભટ્ટ સહિતની ટીમે આ મકાનમાં દરોડો પાડતાં કલ્યાણસિંહ મુલસિંહ ચંપાવત તથા અમદાવાદમાં આંબાવાડી ખાતે વિરામ ફ્લેટ બી/રમાં રહેતો નિસલ ઉમેદભાઈ શાહ ઝડપાઈ ગયા હતા. આ મકાનમાંથી પોલીસને બિનહિસાબી રૃા.૧,૪૩,૯૦,૨૯૦ ની રોકડ તથા પાંચ નંગ મોબાઈલ મળી આવ્યા હતા. તેમજ ૮૮ જેટલા ઓનલાઈન પ્રવેશ પત્રોની નકલ મળી હતી. તેમજ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ અંગે ગાંધીનગર ડીવાયએસપી જે.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, કલ્યાણસિંહ ચંપાવત દરેક ઉમેદવાર પાસેથી દસ લાખ રૃપીયા વસુલતો અને તેમને નોકરી આપવાની બાંહેધરી આપતો હતો. અત્યાર સુધીની તપાસમાં આ બે વ્યક્તિઓના જ નામ બહાર આવ્યા છે. ચંપાવતે કેટલા કેટલા ઉમેદવારો પાસેથી રૃપિયા ઉઘરાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે તેમજ ગઈકાલે રાત્રીએ પોલીસે દરોડો પાડયો ત્યારે એક ઉમેદવાર દસ લાખ લઈને આવ્યો હતો તે પણ કબ્જે લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે સાંજે પોલીસે કલ્યાણસિંહ ચંપાવત તેમજ નિસલ શાહને ગાંધીનગર કોર્ટમાં રજૂ  કરતાં કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપ્યા છે. તો ગાંધીનગર મહાનગર ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ધરાવતાં કલ્યાણસિંહ ચંપાવત ભાજપના ક્ષત્રિય મોરચામાં પણ સક્રિય હોવાનું  બહાર આવ્યું છે. જેના કારણે ભાજપના ખેમામાં પણ ભારે સોંપો જોવા મળી રહયો છે.

રૃપિયા ગણવા માટે મશીન પણ ખરીદયું!
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવતાં કલ્યાણસિંહ ચંપાવતની સ્માર્ટ એકેડમીમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર પોલીસે દરોડો પાડયો ત્યારે ૧.૪૩ લાખ રૃપિયાની રોકડ રકમ સાથે પોલીસને રૃપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું.
છેલ્લા અઠવાડીયાથી રૃપિયા ઉઘરાવતા ચંપાવતને રૃપિયા ગણવાનો સમય ના હોવાથી મશીન મારફતે રૃપિયા ગણતાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મશીન પણ કબ્જે લીધું છે.

ચંપાવતનું સચિવાલય કનેકશન પણ તપાસાશે
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે લાખો રૃપિયા ઉઘરાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધા છે ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપીનો સચિવાલયમાં કોઈ કનેકશન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ચંપાવતની ડાયરી અને મોબાઈલ ઉપર થયેલી વાતચીતના આધારે પોલીસ અન્ય કોણ કોણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે તેની તપાસ કરી રહી છે.

સીએમના સલાહકાર તરીકેની ઓળખ આપનાર
ડો. ચંપાવતે મોદીની સભાનું સંચાલન પણ કર્યું હતું!
ભાજપમાંથી ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટ માટે ટિકિટ માંગી હતીઃ સરકારી યોજનાઓના નામકરણનો પણ દાવો

ગાંધીનગર,તા.૧૬
ભાજપના કાર્યકર અને સરકારમાં ઉપર સુધી પહોંચ હોવાનો દાવો કરીને તલાટીના ઉમેદવારો પાસેથી લાખ્ખો રૃપિયા શેરવી લેનાર ડો.કલ્યાણસિંહ ચંપાવત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સલાહકાર હોવાની પોતાની ઓળખ આપતો હતો. એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણી વખતે ડો.ચંપાવતે ગાંધીનગર ઉત્તરની બેઠક માટે ભાજપમાં ટીકીટની પણ માંગણી કરી હતી. તે વખતે ગાંધીનગર જિલ્લામાં મોદીની સભાનું સંચાલન પણ ડો.ચંપાવત કરતો હતો. તો સરકારની વિવિધ યોજનાઓના નામાભિધાન પણ પોતે કર્યા હોવાનો  પણ તે દાવો કરતો હતો.
સરકારી નોકરીમાં પાસ કરાવીને સારી જગ્યાએ પોસ્ટીંગ અપાવવાની ગેરંટી આપી ઉમેદવારો સાથે લાખ્ખો રૃપિયાની છેતરપીંડી કરનાર ગાંધીનગરનો ડો.કલ્યાણસિંહ ચંપાવત અત્યારે તો પોલીસની ઝપટમાં આવી ગયો છે પણ ગાંધીનગર સહિત રાજ્યના ઘણા શહેરોમાં સ્માર્ટ એકેડમી ચલાવનાર અને ભાજપનો કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવત એક સમય સરકારનો ખાસ હોવાનો દાવો કરતો હતો. સરકારની વાંચે ગુજરાત,રમશે ગુજરાત તેમજ જીતશે ગુજરાત જેવી યોજનાઓના નામકરણ તેણે જ કર્યા હોવાનો તે દાવો કરતો હતો.
એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણી વખતે ગાંધીનગર જિલ્લામાં જ્યાં જ્યાં મોદીની સભા હોય ત્યાં તે પહોંચી જતો હતો. તો ગાંધીનગર શહેરમાં મળેલી મોદીની સભા વખતે તો ડો.કલ્યાણસિંહે મોદીની હાજરીમાં જ સંચાલન પણ કર્યું હતું. તે જ વખતે એટલે કે, વિધાનસભાની ચૂંટણી વખતે ડો.કલ્યાણસિંહે ગાંધીનગર ઉત્તર તેમજ હિંમ્મતનગરની સીટ પર ભાજપ તરફથી લડવા માટે પ્રયત્નો પણ કર્યા હતા.આ માટે તેણે મોદી સુધી તેનો બાયોડેટા પણ મોકલાવ્યો હતો. આમ, બજારમાં મોદીનો ખાસ હોવાનો દાવો કરીને ઉમેદવારોને છેતરતા ડો.કલ્યાણસિંહને પોલીસે તો કોઇ પણ શરમ વગર પકડી જ પાડયો છે. ત્યારે પોતાના આ પ્રાથમિક  કાર્યકરને શુ ભાજપ સસ્પેન્ડ કરશે તે તો જોવુ જ રહ્યું !

ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.
                   ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા ચાલે છે. આ રીતે પાસ કરવા માટે પૈસા માગે છે. કોઈએ પૈસા આપવા નહિ અને જો આપેલા હોય તો પાછા લઈ લેવા. જો ન આપે તો તેનિ ડિટેલ ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   જો કોઈને આ અફવા સાચી છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   આ રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રસટાચાર કરશે. આ તલાટીની પરીક્ષા માટે લગભગ 12 લાખ લોકો પરિક્ષા આપવાના છે. માત્ર 1500 જગિયા છે.

ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,

નોઘ -  આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.

આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.


Source :-http://gujaratsamachar.com,  

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

૧૫૦૦ જગ્યાઓ માટે રૂ. ૧.૪૩ કરોડ રોકડાનો તોડ : 'CMનો સલાહકાર છું' - :- ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો. :- તલાટીની પરીક્ષા, ઠેરઠેર ટ્રાફિક ચક્કાજામૃ :- ચંપાવતે ૨૫ વર્ષથી હાટડી ખોલી હતી

Chaurasi Samaj Kadva Patidar


૧૫૦૦ જગ્યાઓ માટે રૂ. ૧.૪૩ કરોડ રોકડાનો તોડ : 'CMનો સલાહકાર છું'


૧૫૦૦ જગ્યાઓ માટે રૂ. ૧.૪૩ કરોડ રોકડાનો તોડ :  'CMનો સલાહકાર છું'
તલાટીની નોકરીની લાલચ આપી કરોડોની ઠગાઈનું  કૌભાંડ પકડાયું
પર્દાફાશઃ  કૌભાંડી કલ્યાણસિંહ પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા
ગાંધીનગર એઓજી-એલસીબીની ટીમે રેડ પાડી બેની ધરપકડ કરી


ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રેવન્યુ તલાટીની ૧૫૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેની પરીક્ષા રવિવારે રાજ્યભરમાં લેવામાં આવી હતી. ત્યારે રેવન્યુ તલાટીની આ પરીક્ષામાં પાસ કરાવી દેવાનાં બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપીયા ઉઘરાવતા ગાંધીનગર શહેરનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કર્યા છે.

રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વચ્ચે સરકારી નોકરી મેળવવા ઉમેદવારો ગમે તે કરી છુટવા તૈયાર હોય છે. જેનો લાભ લઇને જ્યારે જ્યારે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે ત્યારે કેટલાક લેભાગુ તત્વો ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવાનાં બહાને લાખો રૂપીયા ખંખેરતા હોય છે. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો છેતરપીડીનો ભોગ બનતા હોય છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ



તલાટીની પરીક્ષા, ઠેરઠેર ટ્રાફિક ચક્કાજામૃ

 

અમદાવાદ, તા. ૧૬
તલાટીની પરિક્ષા આપવા માટે સવારે ૧૦ વાગ્યાથી લોકો વાલીઓ સાથે પરિક્ષા કેન્દ્રો પર જવા માટે નીકળ્યા હતા જેના કારણે રજાનો દિવસ હોવાછતાં ગુજરાત યુનિર્વિસટી રોડ સહીત શહેરના વિવિધ વિસ્તારોમાં આ સમય દરમિયાન ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ સમયે એવું લાગતુ હતું કે આખુ શહેર જાણે પરિક્ષામય બની ગયું છે. ઉલ્લેખનીય છે રાજ્યભરમાં તલાટીની ભરતી પરિક્ષાના રવિવારે લેવાઇ હતી. જેમાં રાજ્યમાં ૧૨ લાખ અને શહેરમાં ૧ લાખ ઉમેદવારોએ તલાટીની પરિક્ષા શાંતિમય વાતાવરણમાં આપી હતી.

  • રવિવાર છતાં ટ્રાફિક પોલીસને ભારે કસરત કરવી પડી
ઘણાં સમયથી તલાટીની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મહેસુલ વિભાગે પરિક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૨૫૦ જેટલાં સેન્ટરો પર ૧ લાખ ઉમેદવારો હતા. બોર્ડની પરિક્ષાને તો વાર છે પરંતુ આજે તલાટી ભરતી પરિક્ષાને લીધે સવારથી જ લોકોની ભીડ રસ્તા પર નજર આવતી હતી. કોઇ અગમ્ય કારણોસર પરિક્ષાના સમયે સેન્ટર પહોંચી ન શકાય તો ? એવા ભય સાથે લોકો સવારે ૧૦ વાગ્યાથી જ ઘરેથી નીકળી ગયા હતા. સામાન્ય રીતે રવિવારે રસ્તા પર સવારે ૧૧ વાગે ટ્રાફીકની સમસ્યા સર્જાતી નથી હોતી આથી ટ્રાફીક પોલીસ પણ આરામમાં હોય છે. આવા સંજોગોમાં અચાનક સાડા દસ અને અગિયાર વાગ્યા સુધીમાં ગુજરાત યુનિવર્સીટી રોડ પર એલડી એન્જીનીયરીંગ કોલેજની આસપાસ તેમજ જીટીયુ તરફના રસ્તે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જોકે, ટ્રાફીક પોલીસે સમયસર પહોંચીને ટ્રાફીક હળવો કર્યો હતો અને પરિક્ષાર્થીઓ સેન્ટરો પર પહોંચી ગયા હતા. અમદાવાદ શહેર અને જીલ્લાના ૨૫૦ સેન્ટરોમાં શાંતિમય વાતાવરણમાં પરિક્ષા લેવાઈ હતી.
સુપરવાઈઝરોની અજ્ઞાનતાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી
ગાંધીનગર, દહેગામ :
તલાટી બનવા ગાંધીનગર જિલ્લામાંથી ૩૭,પ૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રશ્નપત્ર એક કલાકનું હતું. જોકે, સુપરવાઈઝરો પાસે પુરતી માહિતી ન હોવાથી આન્સર સીટ પર લખાતાં નંબર સહિત અનેક મુદ્દે ભારે વિવાદ થયા હતા. ઉમેદવારોના પર્સ બિલ્ડીંગ બહાર મુકી આવવાનું કહેવાતાં બોલાચાલી થઈ હતી. ઉમેદવારોના મતે પેપર આપવાના સમય સિવાય અન્ય સમયમાં કરવાની કામગીરી ચાલુ પેપર દરમ્યાન કરવામાં આવતાં સમયનો બગાડ થતાં વિદ્યાર્થીઓએ તૈયારી કરી હોવા છતાં પેપર સારી રીતે લખી શક્યા ન હતા. પરિક્ષાના પગલે એસટી તંત્ર દ્વારા ખાસ વધારાની બસો મુકવામાં આવી હતી.

ચંપાવતે ૨૫ વર્ષથી હાટડી ખોલી હતી





અમદાવાદ, તા ૧૬
' તમને હું તલાટી બનાવી દઇશ, પણ થોડો ખર્ચ કરવો પડશે લ્લ! પોલીસે ઊભો કરેલો નોકરીવાંચ્છુ ઉમેદવારને કલ્યાણસિંહ ચંપાવત પાસે મોકલ્યો ત્યારે તેમને આ કહ્યા હતા. ક્લાસીસના નામે બેખોફ હાટડી ચલાવતા કલ્યાણસિંહને પરિક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલી ચેનલમાં કોઇ સંપર્ક છે કે નહીં ? કે પછી તે માત્ર લોકોને ઉલ્લુ બનાવીને પોતાની મહેનતથી પાસ થતાં લોકોના પૈસાથી જલસા કરતો હતો ? આ બંને મુદ્દાને નજર સમક્ષ રાખીને ગાંધીનગર પોલીસ તપાસ કરી રહી છે.
  • ' તમને તલાટી બનાવી દઇશ પણ થોડો ખર્ચ કરવો પડશે'
  • નોકરીવાંચ્છુને બાટલીમાં ઉતારવા રાજ્યભરમાં ડઝન દલાલો રાખ્યા હતા
 ચીફ ઓફીસરની જીપીએસસી દ્વારા લેવાયેલી પરિક્ષામાં પેપર ફુટવાની ઘટનામાં ક્રાઇમ બ્રાંચને જીપીએસસીના જવાબદારો સુધી તપાસનો રેલો લઇ ગઇ છે. ત્યારે કલ્યાણસિંહ ચંપાવતના કૌભાંડનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. બંને ઘટનાને સાથે રાખીને જોઇએ તો નોકરીવાંચ્છુ ઉમેદવારો પાસેથી લાખો ઉઘરાવીને ગાંધીનગરમાં ચાલતી ભ્રષ્ટાચારની ચેનલના મૂળીયા ઊંડા હોવાનું જણાય છે. પોલીસે બોગસ ઉમેદવારને મોકલ્યો ત્યારે કલ્યાણસિંહ ચંપાવત બિન્દાસ કહેતો હતો કે મેં તો ઘણાં લોકોને નોકરીએ ચડાવી દીધા અને એટલે જ મને લોકો માને છે. પોતાના સચિવાલય પર પ્રભાવ અંગે પણ જાતજાતની વાતો કરી હતી. પોલીસ મોડીરાત્રે તેની હાટડી પર છાપો માર્યો ત્યારે તે ત્યાં હાજર હતો. રવિવારે તલાટીની પરિક્ષા હતી અને લોકો રીતસર બેંકમાં પૈસા ભરવા આવતા હોય તે રીતે પૈસા લઇને તેમની પાસે જમા કરાવવા આવતાં હતા. આ પ્રક્રિયા જ દર્શાવી રહી છે કે કલ્યાણસિંહ ચંપાવત પરિક્ષા પદ્ધતિની ચેનલમાં કોઇને કોઇ સ્થળે સંપર્ક ધરાવતો હોવો જોઇએ.
પાંચ પ્રશ્નો અનુત્તર
- કલ્યાણસિંહને ખરેખર તલાટી ભરતીમાં સામેલ અધિકારીઓ સાથે ગોઠવણ છે ?
- જો એમ નથી લોકો તેમને આટલી મોટી રકમ શા માટે આપી જતાં હતા ?
- ૨૫ વર્ષથી હાટડી ચલાવતા હતા એટલે ભ્રષ્ટાચારની ચેનલ અવિરત ચાલતી હતી ?
- ભાજપના ચુંટણી ફંડની પણ વાત કરતો હતો તેમાં કેટલી સચ્ચાઇ ?
- અત્યારસુધી માત્ર પોલીસ જ નહીં અન્ય વિભાગોને પણ કેમ કૌભાંડ ધ્યાનમાં ન આવ્યું ?
મોબાઇલ કબજે લેવાયો
કલ્યાણસિંહ જે રીતે પરિક્ષાના આગલા દિવસે નોકરીવાંચ્છુ પાસેથી પૈસા ઉઘરાવતો હતો તે જોઇને પોલીસને કૌભાંડના મૂળ ઉંડા હોવાનો શક છે પોલીસે તેનો મોબાઇલ પણ કબજે લીધો છે.
નોટો ગણવાનું મશીન મળ્યું
કલ્યાણસિંહ ચંપાવત પૈસા ગણી શકતો ન હતો તેટલા વેગથી લોકો પૈસા આપવા આવતાં હતા. તેણે પોતાની ઓફીસમાં પૈસા ગણવા મશીન રાખ્યું હતું. પોલીસે ૧,૪૪ કરોડ કબજે કર્યા હતા. પોલીસને શક છે કે ભુતકાળમાં પણ તેણે આ રીતે મોટી રકમોનો વહીવટ કર્યો હોવો જોઇએ.








ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.
                   ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા ચાલે છે. આ રીતે પાસ કરવા માટે પૈસા માગે છે. કોઈએ પૈસા આપવા નહિ અને જો આપેલા હોય તો પાછા લઈ લેવા. જો ન આપે તો તેનિ ડિટેલ ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   જો કોઈને આ અફવા સાચી છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   આ રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રસટાચાર કરશે. આ તલાટીની પરીક્ષા માટે લગભગ 12 લાખ લોકો પરિક્ષા આપવાના છે. માત્ર 1500 જગિયા છે.

ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,

નોઘ -  આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.

આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.


Source :-http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, 

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 13 February 2014

Goverment Job Teacher (हिंदी माध्यम, English Medium, ગુજરાતી માધ્યમ,)

Chaurasi Samaj Kadva Patidar

Goverment Job Teacher (हिंदी माध्यम, English Medium, ગુજરાતી માધ્યમ,) - See more at: http://gayatriemploysolution.blogspot.in/2014/02/goverment-job-teacher-english-medium.html#sthash.GJWcV0Cl.dpuf
Goverment Job Teacher (हिंदी माध्यम, English Medium, ગુજરાતી માધ્યમ,) - See more at: http://gayatriemploysolution.blogspot.in/2014/02/goverment-job-teacher-english-medium.html#sthash.GJWcV0Cl.dpuf
Goverment Job Teacher (हिंदी माध्यम, English Medium, ગુજરાતી માધ્યમ,)



Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  
GSSSB/201314/27Progress Assistant/Computer/Investigator18/02/2014 23:59:001001800 233 5500
GSSSB/201314/28Statistics Assistant18/02/2014 23:59:001001800 233 5500
GSSSB/201314/29Planning Assistant (ST Backlog)18/02/2014 23:59:0001800 233 5500
GSSSB/201314/30Work Assistant (ST Backlog) 18/02/2014 23:59:0001800 233 5500
GSSSB/201314/31Tracer (Road and Building Department) (ST Backlog) 18/02/2014 23:59:0001800 233 5500
GSSSB/201314/32Tracer (Irrigation Department) (ST Backlog)18/02/2014 23:59:0001800 233 5500
GF/201314/1Fisheries Assistant [Statistics] - [Class-III]21/02/2014 23:59:00100079-23253738
COH/201314/1Staff Nurse (Class - III) for Commissioner Health, Medical Services and Medical Education20/02/2014 23:59:003001800 233 5500, 079-23220789
GPSC/201314/115Director, Gujarat Educational Service, Class-I (Administrative Branch) 28/02/2014 13:00:001001800 233 5500, 079 - 25507737
GPSC/201314/116Gujarat Educational Service, Class-II (Administrative Branch)28/02/2014 13:00:001001800 233 5500, 079 - 25507737
GPSC/201314/117Junior Assistant Electrical Inspector, Class II28/02/2014 13:00:001001800 233 5500, 079 - 25507737
GPSC/201314/118Assistant Inspector of Motor Vehicles Class III28/02/2014 13:00:001001800 233 5500, 079 - 25507737
GPSC/201314/119Assistant Public Prosecutor Class II28/02/2014 13:00:001001800 233 5500, 079 - 25507737
GPSC/201314/120Assistant Engineer Electrical Class II28/02/2014 13:00:001001800 233 5500, 079 - 25507737
DAH/201314/2Live Stock Inspector27/02/2014 23:59:00100079-23256232
GSHSEB/201314/111ગુજરાતી માધ્યમ-TAT for Head Master આચાર્ય 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/115ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Gujarati) માધ્યમિક શિક્ષક (ગુજરાતી)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/119ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Maths or Science) માધ્યમિક શિક્ષક (ગણિત / વિજ્ઞાન)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/120ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Social Science) માધ્યમિક શિક્ષક(સામાજીક વિજ્ઞાન ) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/121ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Physical Education) માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/122ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Computer) માધ્યમિક શિક્ષક13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/123ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Drawing) માધ્યમિક શિક્ષક (ચિત્ર ) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/125ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Agriculture) માધ્યમિક શિક્ષક (કૃષિ ) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/151ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Gujarati) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગુજરાતી)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/155ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Maths) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગણિત)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/156ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Biology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (જીવવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/157ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Chemistry) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (રસાયણશાસ્ત્ર) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/158ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Physics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૌતિકવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/159ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Accounts Commerce) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (નામાના મૂળતત્વો અને વાણિજ્ય વ્યવસ્થા) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/160ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Psychology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (મનોવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/161ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Economics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (અર્થશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/162ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Statistics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (આંકડાશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/163ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Geography) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૂગોળ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/164ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Sociology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (સમાજશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/165ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Philosophy) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (તત્વજ્ઞાન)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/166ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Physical Education) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/168ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (SPCC) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (એસ.પી.સી.સી) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/211English Medium-TAT for Head Master આચાર્ય 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/216English Medium-TAT for Secondary Teacher (English) માધ્યમિક શિક્ષક (અંગ્રેજી)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/219English Medium-TAT for Secondary Teacher (Maths or Science) માધ્યમિક શિક્ષક (ગણિત / વિજ્ઞાન)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/220English Medium-TAT for Secondary Teacher (Social Science) માધ્યમિક શિક્ષક(સામાજીક વિજ્ઞાન ) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/221English Medium-TAT for Secondary Teacher (Physical Education) માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/222English Medium-TAT for Secondary Teacher (Computer) માધ્યમિક શિક્ષક13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/223English Medium-TAT for Secondary Teacher (Drawing) માધ્યમિક શિક્ષક (ચિત્ર ) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/252English Medium-TAT for Higher Secondary Teacher (English) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (અગ્રેજી)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/255English Medium-TAT for Higher Secondary Teacher (Maths) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગણિત)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/256English Medium-TAT for Higher Secondary Teacher (Biology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (જીવવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/257English Medium-TAT for Higher Secondary Teacher (Chemistry) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (રસાયણશાસ્ત્ર) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/258English Medium-TAT for Higher Secondary Teacher (Physics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૌતિકવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/259English Medium-TAT for Higher Secondary Teacher (Accounts Commerce) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (નામાના મૂળતત્વો અને વાણિજ્ય વ્યવસ્થા) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/260English Medium-TAT for Higher Secondary Teacher (Psychology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (મનોવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/261English Medium-TAT for Higher Secondary Teacher (Economics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (અર્થશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/262English Medium-TAT for Higher Secondary Teacher (Statistics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (આંકડાશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/263English Medium-TAT for Higher Secondary Teacher (Geography) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૂગોળ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/264English Medium-TAT for Higher Secondary Teacher (Sociology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (સમાજશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/265English Medium-TAT for Higher Secondary Teacher (Philosophy) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (તત્વજ્ઞાન)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/266English Medium-TAT for Higher Secondary Teacher (Physical Education) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/268English Medium-TAT for Higher Secondary Teacher (SPCC) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (એસ.પી.સી.સી) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/311हिंदी माध्यम-TAT for Head Master આચાર્ય 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/317हिंदी माध्यम-TAT for Secondary Teacher (Hindi) માધ્યમિક શિક્ષક (હિન્દી) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/318हिंदी माध्यम-TAT for Secondary Teacher (Sanskrit) માધ્યમિક શિક્ષક (સંસ્કૃત)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/319हिंदी माध्यम-TAT for Secondary Teacher (Maths or Science) માધ્યમિક શિક્ષક (ગણિત / વિજ્ઞાન)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/320हिंदी माध्यम-TAT for Secondary Teacher (Social Science) માધ્યમિક શિક્ષક(સામાજીક વિજ્ઞાન ) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/321हिंदी माध्यम-TAT for Secondary Teacher (Physical Education) માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/322हिंदी माध्यम-TAT for Secondary Teacher (Computer) માધ્યમિક શિક્ષક13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/323हिंदी माध्यम-TAT for Secondary Teacher (Drawing) માધ્યમિક શિક્ષક (ચિત્ર ) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/353हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Hindi) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (हिंदी)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/354हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Sanskrit) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (સંસ્કૃત)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/355हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Maths) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગણિત)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/356हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Biology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (જીવવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/357हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Chemistry) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (રસાયણશાસ્ત્ર) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/358हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Physics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૌતિકવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/359हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Accounts Commerce) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (નામાના મૂળતત્વો અને વાણિજ્ય વ્યવસ્થા) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/360हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Psychology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (મનોવિજ્ઞાન) 13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/361हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Economics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (અર્થશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/362हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Statistics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (આંકડાશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/363हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Geography) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૂગોળ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/364हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Sociology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (સમાજશાસ્ત્ર)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/365हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Philosophy) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (તત્વજ્ઞાન)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/366हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Physical Education) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)13/03/2014 23:59:003001800 233 5500
GSHSEB/201314/368हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (SPCC) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (એસ.પી.સી.સી) 13/03/2014 23:59:003001800 233 5500

Source :-http://ojas.guj.nic.in/AdvtList.aspx?type=curr
ttp://www.gayatrisolutiongroup.com/,   http://gayatrisolutiongroup.blogspot.in/,
Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/