સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 13 June 2014

રાજા રણછોડને કેસર અને ચંદનનું જેષ્ઠાભિષેક સ્નાન કરાવાયું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

રાજા રણછોડને કેસર અને ચંદનનું જેષ્ઠાભિષેક સ્નાન કરાવાયું

જેઠ સુદ પૂનમના અવસરે

શ્રદ્ધાળુઓએ પવિત્ર જળનું આચમન કર્યું

નડિયાદ, તા. ૧૩
શુક્રવારે જેઠ સુદ પૂનમના અવસરે યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડને કેસર અને ચંદનનું  જેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. પરોઢિયે મંગળા આરતી બાદ જેષ્ઠાભિષેક સ્નાનના આ અમૂલ્ય અવસરે શ્રધ્ધાળુઓના ઉમટેલા મહેરામણે શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સ્નાન વિધિ બાદ શ્રધ્ધાળુઓએ જેષ્ઠાભિષેક સ્નાનના પવિત્ર જળનું આચમન કર્યું હતું. તો અનેક યાત્રાળુઓ બોટલોમાં ભરીને આ જળને પોતાના ઘરે પણ લઈ ગયા હતા. જય રણછોડ માખણચોરના જયનાદ સાથે આજે મંદિર પરિસર સતત ગૂંજતું રહ્યું હતું.
જેઠ સુદ પૂર્ણિમાએ ડાકોરમાં જેષ્ઠાભિષેક સ્નાનનો ખૂબ મહિમા હોવાથી ગુરૃવારની રાતથી જ શ્રધ્ધાળુઓએ મંદિર પાસે આવેલી રેલીંગ અને આગળના માર્ગો પર જમાવટ કરી દીધી હતી. વહેલી સવારે મંગળા આરતીના દર્શન માટે શ્રધ્ધાળુઓએ ધસારો મચાવ્યો હતો. થોડી જ વારમાં કુમકુમના તિલક સાથે શ્રીજીને જેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે  ઘંટનાદ સાથે ડાકોરના ઠાકોરને સુગંધીવાળા અત્તર લગાવી કેસર અને ચંદનના જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ અમૂલ્ય અવસરે મંદિરમાં દર્શનનો લ્હાવો લેવા માટે દૂર દૂરથી શ્રધ્ધાળુઓનો મહેરામણ ઉમટયો હતો.
સ્નાના કરાવેલા જળનું આચમન કરવા  માટે યાત્રિકોએ પડાપડી મચાવી હતી. અમદાવાદ, વડોદરા તથા સૂરત વગેરે સ્થળોથી આવતા ઘણાં યાત્રિકો દર વર્ષે જેઠની પૂનમે જેષ્ઠાભિષેક સ્નાનના દર્શનનો લ્હાવો લઈ આ પવિત્ર જળને બોટલોમાં પ્રસાદીરૃપે પોતાના ઘરે પણ લઈ જાય છે. જયાં પરિવારના સભ્યો અને બીજા સ્નેહીજનોને તે પ્રસાદીરૃપે આપતા હોય છે. દર વર્ષની જેમ આજે પણ અનેક શ્રધ્ધાળુઓ શ્રીજીને સ્નાન કરાવેલ પવિત્ર જળને પ્રસાદીરૃપે પોતાના ઘરે પણ લઈ ગયા હતા.
જેઠની પૂનમે શ્રીજીને મુગટ અને બંસરી સહિતના અન્ય આભૂષણોનો સુંદર  શણગાર સજવામાં આવ્યો હતો. સવારથી રાત સુધી વિવિધ ભોગની સાથે બપોરના સમયે  ગરમીમાં ઠંડક માટે શ્રીજીને ચંદનના લેપ કરવામાં આવ્યા હતા.
શુક્રવારે પૂનમ નિમિત્તે રાત્રે દર્શન બંધ થતા સુધી યાત્રિકોનો ધસારો ચાલુ રહ્યો હતો. સંધોમાં આવેલા યાત્રિકોએ મંદિરના શિખર પર ધજા ચઢાવી હતી. પૂનમ નિમિત્તે ડાકોરમાં આજે લોકમેળો ભરાયો હતો.

જેષ્ઠાભિષેક સ્નાનની પૂર્વસંધ્યાએ જળયાત્રા નીકળી
નડિયાદ, તા. ૧૩
ડાકોર મંદિરમાં શુક્રવારે જેષ્ઠાભિષેક સ્નાની પૂર્વ સંધ્યાએ જળજાત્રા નીકળી હતી. વર્ષમાં એકવાર નીકળતી આ જળજાત્રાનો પણ ખૂબ મહિમા છે. વાજતે ગાજતે નીકળેલી આ યાત્રા દરમ્યાન મંદિરના કૂવામાંથી જળ ભરવામાં આવ્યા હતા.
 શુક્રવારે જેષ્ઠાભિષેક સ્નાન માટે ઉપયોગમાં લેવાયેલા જળમાં આગલા દિવસે જળજાત્રા દરમ્યાન ભરવામાં આવેલા જળનો પણ ઉપયોગ કરાયો હતો. દર વર્ષે આ પરંપરા મુજબ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment