સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 10 October 2014

13 વર્ષની એલીસા મંગળ પહોંચનારી પહેલી વ્યક્તિ બનશે?

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News

13 વર્ષની એલીસા મંગળ પહોંચનારી પહેલી વ્યક્તિ બનશે?

એલિસાને નાસા અવકાશયાત્રી બનવાની તાલીમ આપી રહી છે

જો બધુ બરાબર ચાલશે તો 20 વર્ષમાં એલિસા મંગળ પર પહોંચશે


અમદાવાદ, ઓક્ટોબર 10, 2014
અમેરિકાની એલિસા કાર્સન નામની 13 વર્ષની બાળકી આજકાલ અમેરિકામાં સેલિબ્રિટી બની છે. એ મંગળ પર પહોંચનારી પ્રથમ વ્યક્તિ બને એવી સંભાવના છે. અને સંભાવના વળી કોઈ સામાન્ય વ્યક્તિએ નહી પણ ખુદ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ રજુ કરી છે.
એલિસાને મંગળ પર જવાની ઈચ્છા છે, તો વળી તેનામાં અવકાશયાત્રી બની શકાય એવા કેટલાક લક્ષણો પણ છે. એ વિજ્ઞાન ભણે છે અને અંગ્રેજી ઉપરાંત સ્પેનિશ, ફ્રેંચ, ચાઈનીઝ તથા તુર્કીશ ભાષાઓ જાણે છે. પોતાનો અભ્યાસ પણ એ વિવિધ ચાર ભાષામાં કરે છે. એલિસાની ઈચ્છાશક્તિ અને આવડત જોઈને નાસાએ તેને તાલીમ માટે પસંદ કરી છે અને અત્યારે એલિસા નાસાના વિવિધ કેન્દ્રોમાં તાલીમ લઈ રહી છે.
એલિસા 3 વર્ષની હતી ત્યારથી જ તેને અવકાશયાત્રી બનવુ હતું. તેણે નાસાની પાસપોર્ટ એક્ઝામ પાસ કરી છે. અને એવી તે એકમાત્ર વ્યક્તિ છે. હવે તે નાસાના અમેરિકામાં આવેલા તમામ 14 કેન્દ્રોમાં જઈ શકે છે. નાસામાં તે બ્લુબેરી નામથી જાણીતી છે. નાસાની સત્તાવાર વેબસાઈટ પર પણ એલિસાનું પેેજ બ્લુબેરી નામે જ ક્રિએટ થયું છે. હવે તે વિવિધ ટીવી કાર્યક્રમોમાં આવતી રહે છે અને અમેરિકાના વિવિધ અખબારો-સામયિકોમાં પણ તેના લેખો પ્રગટ થતાં રહે છે.
2011થી નાસાએ સ્પેસ શટલ લોન્ચિંગ કાર્યક્રમ બંધ કરી દીધો છે. પરંતુ એલિસા તે પહેલા જ 3 સ્પેસ શટલ લોન્ચિંગની સાક્ષી રહી ચૂકી છે. મંગળયાત્રા યોજવા માટે સ્થપાયેલી માર્સ વન નામની ખાનગી સંસ્થાએ પણ એલિસાને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી છે.
ચંદ્ર પર પગલાં પાડી દીધા પછી કાળા માથાના માનવીનો ઉદ્દેશ મંગળ હોય એ સ્વાભાવિક છે. વળી પૃથ્વીનો કઝિન હોય અેમ મંગળ અને પૃથ્વી વચ્ચે કેટલુંક સામ્ય છે. મંગળ પર અનેક યાનો પહોંચ્યા છે અેટલે કદાચ મંગળ સુધીનો પ્રવાસ એવડી મોટી સમસ્યા નથી. મોટી સમસ્યા તો મંગળ પર પહોંચ્યા પછી ત્યાંના વિષમ વાતાવરણમાં ટકી રહેવાની છે. એ સમસ્યાનો ઉકેલ મળી જશે એ સાથે જ મંગળયાત્રાઓ શરૃ થઈ જશે. અલબત્ત, તો પણ હજુ એકાદ દાયકા સુધી તો મંગળયાત્રા શક્ય લાગતી નથી.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment