સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 13 February 2015

વેલેન્ટાઇન ડે પર HIV ગ્રસ્ત યુવતીનાં લગ્ન પ્રસ્તાવને સ્વીકારી લગ્ન કર્યા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

વેલેન્ટાઇન ડે પર HIV ગ્રસ્ત યુવતીનાં લગ્ન પ્રસ્તાવને સ્વીકારી લગ્ન કર્યા

કૈસા યે ઇશ્ક હૈ અજબ સા રિસ્ક હૈ

HIV ગ્રસ્ત યુવતીએ અડાજણનાં બાગમાં પ્રેમ પ્રસ્તાવ મૂક્યો - યુવકે પ્રસ્તાવ પાસ કર્યો
(પ્રતિનિધિ દ્વારા)     સુરત, શુક્રવાર
આજના યુગમાં યુવા હૈયા માટે વેલેન્ટાઇન ડે હવે બની ગયો છે. આ ડેની ઉજવણી કરવા માટે પ્રેમી-પંખીડાઓ કે યુવાનો પોતાના પ્રેમનો ઇઝહાર ઉત્સાહિત હોય છે. જોકે, સામાન્ય પ્રેમી યુગલો એક બીજાને પ્રપોઝ કરતા હોય છે. પરંતુ આનાથી અલગ યુવાનોને વિચારતા કરી દેવ એવો પ્રેમનો
કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાંદેરની એચ.આઇ.વી. ગ્રસ્ત પ્રેમીકાએ 'વેલેન્ટાઇન ડે'ના રોજ નોર્મલ પ્રેમીએ કરેલો પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. પ્રેમીપંખીડાઓ પરિવારથી અલગ થઇને લગ્ન કરીને સુખી સંસાર માંડયો છે.
રાંદેર વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય સવિતા (નામ બદલ્યું છે) અને તેના ઘર પાસે રહેતા ૨૭ વર્ષીય કૃણાલ (નામ બદલ્યું છે.) ૫ વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા હતા અને બંને જણા ધીરે ધીરે વાત ચિત કરતા થયા હતા. પણ તેઓ પ્રેમની અભિવ્યક્તિ કરી સકતા ન હતા.
૪ વર્ષ અગાઉ ૧૪ ફેબુ્રઆરીના રોજ 'વેલેન્ટાઇન ડે'ના રોજ અડાજણ વિસ્તારના ગાર્ડનમાં સવિતા અને કૃણાલ ભેગા થયા હતા. ત્યાં સવિતાએ કૃણાલને પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. અને સાથે તેણીએ કહ્યું કે હું એચ.આઇ.વી. ગ્રસ્ત છું. આ સાંભળી કૃણાલ સ્તબ્ધ થઇ ગયો હતો. અને ૫ થી ૧૦ મીનીટ તો કશું બોલ્યો નહી એટલે સવિતાને એવુ લાગ્યુ કે પ્રેમનો પ્રસ્તાવ કૃણાલે સ્વીકાર્યો નહી બાદમાં કૃણાલે હા પાડતા બાગમાં દિલ બાગબાન થઇ ગયુ હતું.
દરમિયાન પ્રેમલગ્ન કરવા માટે એક બીજાના પરિવારને તેઓએ જાણ કરી હતી. પણ સવિતા એચ.આઇ.વી.ગ્રસ્ત હોવાથી કૃણાલના પરિવારજનો લગ્ન માટે ઇન્કાર કર્યો હતો. છતા કૃણાલે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. કૃણાલે પરિવારની મરજી વિરુદ્ધ તેણી સાથે લગ્ન કર્યા હતા. અને માતા-પિતાનું ઘર છોડીને અલગ રહેવા માંડયા હતા. પ્રેમી યુગલો હાલમાં સુખી જીંદગી જીવી રહ્યા છે. તેમને એક સંતાન છે. કૃણાલ પ્રાઇવેટ નોકરી કરી છે. એચ.આઇ.વી.ગ્રસ્ત સવિતા નવી સિવિલ હોસ્પિટલમાં એચ.આર.ટી.સેન્ટરમાં ચેક અપ કરાવવા આવે છે. એવુ એ.આર.ટી.સેન્ટરના ડો.આલાપ મહેતાએ જણાવ્યુ હતું.
વધુમાં ડો.આલાપ મહેતાએ કહ્યું કે સાચો પ્રેમ હોય તો એચ.આઇ.વી, કેન્સર જેવા રોગો ક્યારે તમારા પ્રેમ કે લાગણીઓને ઓછો થવા દેતો નથી. એચ.આઇ.વી. પોઝીટીવ અને નેગેટીવ વ્યક્તિઓ પણ સારી રીતે જીવી રહ્યા છે. અને તેઓ નિયમિત ચેક-અપ કરાવવા નવી સિવિલમાં આવે છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 8 February 2015

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબુ ઃ વધુ ૧૦ મોત

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબુ ઃ વધુ ૧૦ મોત

પ્રથમ વાર એક દિવસમાં ૧૧૭ કેસો નોંધાયા

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો મરણાંક ૮૧, કુલ કેસો ૭૪૪

સ્વાઇન ફ્લૂને નાથવા રાજ્ય આરોગ્ય વિભાગ ફાંફા મારે છે ઃ લોકો ચિંતાતુર
અમદાવાદ , તા.૮
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ બન્યો છે પરિણામે લોકો જાણે ટપોટપ મરી રહ્યાં છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ ચિંતાજનક હદે વધી રહ્યો છે જેથી ખુદ રાજ્ય આરોગ્ય વિભાગ પણ રોગચાળાને નાથવા ફાંફા મારી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રથમવાર એવુ બન્યું છેકે, એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના ૧૧૭ કેસો નોંધાયાં છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂથી ૧૦ દર્દીઓએ જાન ગુમાવ્યાં છે. સ્વાઇન ફ્લૂના વધતાં પ્રકોપને પગલે ગુજરાતભરમાં લોકો ચિંતાતુર બન્યાં છે.
રાજ્ય આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં આજે કુલ ૧૮ જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા હતાં. આખાયે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૪૬ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત સુરતમાં ૧૭ , કચ્છમાં ૧૬ , વડોદરામાં ૮, આણંદમાં ૪ અને ભાવનગરમાં ૪ કેસો નોંધાયા છે. ગાંધીનગર અને ભરૃચમાં ૩-૩ કેસો નોંધાયા હતા. રાજકોટ , જૂનાગઢ , ખેડા , સુરેન્દ્રનગર , મોરબીમાં ૨-૨ કેસો નોંધાયા છે જયારે જામનગર , મહેસાણા , બનાસકાંઠા, દાહોદ , નર્મદા અને અરવલ્લીમાં એક-એક કેસ નોંધાયા હતાં. આમ, એકાદ જિલ્લાને બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂ પ્રસરી ચૂક્યો છે. આજે સ્વાઇન ફ્લૂએ જાણે રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો કેમ કે, ૧૦ દર્દીઓના સ્વાઇન ફ્લૂથી મોત થયાં હતાં જેમાં કચ્છમાં ૨ , અમદાવાદમાં ૨ અને સુરતમાં ૨ દર્દીઓના મોત નિપજ્યાં હતાં. વડોદરા , દાહોદ, નર્મદા અને સુરેન્દ્રનગરમાં ૧-૧ દર્દીના મોત થયાં હતાં. સ્વાઇન ફ્લૂનો મરણઆંક અને કેસોનો આંક વધતાં ખુદ રાજ્ય આરોગ્ય વિભાગ ચિંતિત છે. સ્વાઇન ફ્લૂને કાબૂમાં લેવા રાજ્ય આરોગ્ય વિભાગે ઘણાં પગલાં લીધા હોવાનો દાવો કર્યો તેમ છતાંયે રોગચાળો કાબૂમાં આવી શક્યો નથી. આરોગ્ય વિભાગ જાણે ફાંફા મારી રહ્યું છે. રોજેરોજ સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે જેના પગલે ગુજરાતમાં જાણે લોકોમાં સ્વાઇન ફ્લૂ મેનિયા ઘર કરી રહ્યો છે જેથી ભયનો માહોલ પ્રસર્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો મરણઆંક ૮૧ થયો છે જયારે કુલ કેસોનો આંક ૭૪૪ સુધી પહોંચ્યો છે. આમ,રોજેરોજ વધતાં કેસો વકરતાં જતાં સ્વાઇન ફ્લૂની ગંભીરતાને પ્રદર્શિત કરે છે.
અમદાવાદ સિવિલમાં બે વોર્ડ ફૂલ ઃ  ત્રીજો વોર્ડ શરૃ કરવો પડયો
અમદાવાદમાં જેટગતિએ સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યાં છે. અમદાવાદ સિવિલમાં તો ત્રણેક દિવસ પહેલાં ૬૦ પથારીનો વધુ એક આઇસોલેસન વોર્ડ શરૃ કર્યો હતો પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના પગલે આજે ફરી વધુ એક આઇસોલેસન વોર્ડ શરૃ કરવો પડયો હતો. સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે, છેલ્લા ચારેક દિવસથી સ્વાઇન ફ્લૂની ઓપીડીમાં જ કુલ ૨૦૦ દર્દીઓ નોંધાયા છે. બ આઇસોલેશન વોર્ડમાં કુલ ૧૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે આજે ફરી ૬૦ પથારીનો ત્રીજો આઇસોલેશન વોર્ડ શરૃ કરાયો છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે ૨૨ વેન્ટિલેટર અનામત રખાયાં છે. પાંચ હજાર ટેમિફ્લૂની ટેબલેટો મંગાવાઇ છે. આવતીકાલે સિવિલના દરેક વિભાગ હેડ ઓફ ડિપાર્ટમેન્ટની બેઠક બોલાવાઇ છે જેમાં સ્વાઇન ફ્લૂની સારવાર અંગેની ચર્ચા કરાશે. આજે પણ સિવિલમાં કુલ ૪૪ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા તે પૈકી ૧૦ને દાખલ કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં સ્વાઇન ફલૂની સ્થિતિ
સ્વાઇન ફ્લૂના કુલ કેસો ઃ ૭૪૪
સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક ઃ ૮૧
સારવાર હેઠળ દર્દીઓ ઃ ૨૫૦થી વધુ
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ
સ્વાઇન ફ્લૂના કુલ કેસો ઃ ૨૨૪
સ્વાઇન ફ્લૂનો મરણઆંક ઃ ૨૪
અમદાવાદ સિવિલના ડોકટર પણ સ્વાઇન ફ્લૂની લપેટમાં
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગના એક ડોકટરને પણ સ્વાઇન ફ્લૂના લક્ષણોને આધારે તાકીદે દાખલ કરાયાં છે. જોકે, તબીબોના મતે, હજુ સુધી સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં ડોકટરનો રિપોર્ટ આવવાનો બાકી છે. ડોકટરો પણ સ્વાઇન ફ્લૂના સકંજામાં આવતાં સિવિલમાં ફરજ બજાવતાં ડોકટરો યે હવે સ્વાઇન ફ્લૂની રસી લેવા તૈયાર થયાં છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 6 February 2015

રણમાં ૧૨૦૦૦ વર્ષ જૂનું પાણી ઉછળેલું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

રણમાં ૧૨૦૦૦ વર્ષ જૂનું પાણી ઉછળેલું

- ૨૦૦૧ના ધરતીકંપ વખતે

- હાલનું કચ્છનું રણએ મીઠા પાણીનું સરોવર હતું

કચ્છનું મોટું રણ મીઠા પાણીનું સરોવર હતું. આ  નદીઓના પ્રવાહમાં  વહાણવટું પણ થતું  હતું. કચ્છના રણ કિનારા પર બંદરોના અવશેષો  અને લંગર આ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તથા કચ્છના સાયરા તાલુકા તથા સિંધ વચ્ચે  એક નદી હતી. જે વર્તમાન  રણનો આ પ્રદેશ તે સમયે  લાલ ચોખાની  સમૃધ્ધ ખેતી પ્રદેશ હતો એમ સૂચવે છે. કચ્છમાં ભૂકંપ આવવાના લીધે ભૂસ્તરીય ફેરફાર થયા છે.જ્યારે વાવ -થરાદ તાલુકામાં આવેલું સૂઇગામની આસપાસ રણ છે પરંતુ એક સમય સિંધ પ્રદેશનો ભાગ ગણવામાં આવતો હતો ત્યાં દરિયાઇ ભાગ હતો. ઇ.સ ૨૦૦૧ના ભૂકંપ વખત નડાબેટનો વિસ્તાર ઉપર આવ્યા છે.
કચ્છના મોટા રણમાં વીઘો કોટ, કાજી કા કરાઇ, કરીમ  જેવા પુરાતત્વીય સ્થળો પણ મળી આવ્યા હતા. જ્યારે ૨૦૦૧ના ધરતીકંપ વખતે રણમાં નીકળેલું પાણી જે  ૧૨૦૦૦થી ૮૯૦૦ વર્ષ જૂનું હોવાનો પણ અભ્યાસ થયો છે.૨૦૦૧ના ધરતીકંપ વખતે રણમાં નીકળેલું પાણી એવું સૂચવે છે કે કચ્છનું રણ મીઠા પાણીનું સરોવર હતું. વારેઘડી કચ્છમાં ભૂકંપ આવવાના લીધે ભૂસ્તરીય ફેરફાર પણ થયા છે.  સિંધમાં પાણીની માંગ વધતાં કચ્છ અને સિંધ રાજ્ય વચ્ચે યુધ્ધ થયેલું સિંધમાં પાણીની માંગ વધતાં કચ્છ તથા  સિંધના રાજ્ય વચ્ચે ઇ.સ ૧૭૬૧થી ૧૭૬૪ સુધીમાં યુધ્ધની  પરિસ્થિતિનું સર્જન થયું અને ઝરાનું યુધ્ધ થયું . જેમાં ગુલામ  શાહ કલોરાએ કચ્છના મહારાવને હાર આપી હતી. ત્યાર બાદ કલોરાએ કોરીના વહેણમાં આઠ ફુટ ઉંચો બંધ બાંધી દેતા કચ્છના વિસ્તારોમાં પાણી આવતું બંધ થઇ ગયું હતું.ઇ. સ ૧૮૧૯ના ધરતીકંપમાં કોરી કે નરાના પ્રવાહ આડે  અલ્લાહબંધનો વિસ્તાર  ઉપર ઉઠી આવતાં  આ પ્રવાહ અટકી ગયો  હતો.