સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 12 February 2015

રાજકોટનાં કોઠારિયામાં વિવાદ બાદ અંતે હટાવાતુ 'નમો-મંદિર'

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

રાજકોટનાં કોઠારિયામાં વિવાદ બાદ અંતે હટાવાતુ 'નમો-મંદિર'

સરકારી ખરાબાની જગ્યામાં દબાણ કરાયું હતું

તાલુકા મામલતદાર તંત્રની હાજરીમાં દેરીનું બાંધકામ અને શેડ પણ હટાવાયા

રાજકોટ, ગુરૃવાર
રાજકોટ નજીક કોઠારિયામાં રણુંજા મંદિરથી આગળનાં ભાગે સરકારી ખરાબાની જગ્યામાં મોદી ભક્તોએ બનાવેલું 'નમો મંદિર' ભારે વાદ-વિવાદ અને ખૂદ વડાપ્રધાને ટ્વીટ કરી નારાજગી વ્યક્ત કર્યા બાદ આયોજકોએ જાતે જ હટાવી લીધું હતું. આશરે ૧૦૦ ચોરસ વાર જેટલી સરકારી જગ્યા દબાવી વાંસથી શેડ ઉભો કરી, મધ્યે દેરી બનાવી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ મૂકવામાં આવી હતી, આ 'નમો મંદિર'નું રવિવારે વિધિવત્ ઉદ્ધાટન પણ થવાનું હતું. પરંતુ એ પહેલા જ આખો મામલો બહાર આવતા તાલુકા મામલતદાર તંત્રની હાજરીમાં આયોજકો દ્વારા 'નમો મંદિર' હટાવી જગ્યા ખૂલ્લી કરી દેવામાં આવી હતી.
ખૂદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી નારાજગી વ્યકત કર્યા બાદ આયોજકોએ જાતે હટાવી લીધી મોદીની મૂર્તિ
૩૦૦ જેટલા સભ્યો ધરાવતા ઓમ ગુ્રપ દ્વારા 'નમો મંદિર'નું બે મહિના પૂર્વે નિર્માણ કરવામાં આવ્યું હતું. ગુ્રપનાં જયેશ લાઠીયાએ જણાવ્યું હતું કે, આમ તો છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી અર્થાત નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી આ સ્થળે નરેન્દ્ર મોદીનો ફોટો મૂકી પૂજા કરવામાં આવે છે. પરંતુ બે માસ પૂર્વે અહીં નાનકડી દેરી બનાવી રૃા ૧.૭૦ લાખનાં ખર્ચે બનાવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ મૂકવામાં આવી હતી. દેરી, મૂર્તિ અને ફરતે શેડ વિ. પાછળ અંદાજે ચારથી પાંચ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
મોદી પ્રત્યે પ્રેમ અને આસ્થા ભાવ હોવાનાં કારણે ગુ્રપ દ્વારા મંદિર બનાવાયું હોવાનું કહી જયેશભાઈએ કહ્યું હતું કે, મૂળ તો અહીં રહેતા શંકરભાઈ નામનાં વ્યક્તિ દ્વારા નમોનાં ફોટાની પૂજા કરવામાં આવતી હતી. બાદમાં ઓમ ગુ્રપ પણ આ કાર્યમાં જોડાયું હતું. જો કે, મંદિર બનાવ્યાની બાબત વડાપ્રધાન મોદીને પસંદ ન પડતા અમે દેરીમાંથી મોદીની મૂર્તિ હટાવી લીધી છે.
નોંધનીય છે કે, આ મામલો બહાર આવતા ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કર્યું હતું કે, 'આપણી સંસ્કૃતિ આ પ્રકારનાં મંદિરો બનાવવાની શીખ આપતી નથી. મારા નામનું મંદિર એ બાબત દુઃખદ આંચકાજનક છે. ભારતની મહાન સંસ્કૃતિની વિરૃધ્ધ છે. સમય અને શક્તિનો ઉપયોગ મંદિર નિર્માણને બદલે આપણું સ્વપ્ન 'ક્લિન ઈન્ડિયા' સાકાર કરવામાં કરવો જોઈએ.'
દરમ્યાન, 'નમો મંદિર' સરકારી ખરાબાની જગ્યામાં બન્યું હોવાની જાણ થતાં કોંગ્રેસનાં લિગલ સેલ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, જે તે વખતે ઓમ ગુ્રપ દ્વારા ભારત માતાનાં મંદિરનાં નિર્માણ માટે આ જગ્યા માંગવામાં આવી હતી. જેનાં પર ઓમ ગુ્રપનાં સંચાલકોએ ગેરકાયદે મોદી મંદિરનું નિર્માણ કર્યું છે, સરકારી જમીનમાં દબાણ અંગે ગ્રામ પંચાયત, તલાટી મંત્રી, મામલતદારને ખબર હોવા છતાં આંખ આડા કાન કર્યાં હોઈ જવાબદારો સામે પગલાં લેવામાં આવે, ઓમ ગુ્રપનાં જયેશભાઈએ પણ મંદિર નિર્માણ માટે ગ્રામ પંચાયતની મંજુરી મેળવ્યા બાદ જ કામગીરી કર્યાનું જણાવ્યું હતું.
દરમ્યાન દેવસ્થાન પાંખ, સૌરાષ્ટ્ર પ્રદેશનાં પ્રમુખ ડી.એમ. ગોસાઈએ પણ નમો મંદિરનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારનું મંદિર બનાવી ધર્મ, ધર્મસ્થાનોની પરંપરા તથા સંસ્કૃતિનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે.
જો કે, આ આખો મામલો બહાર આવ્યા બાદ સ્થળ તપાસ કરનારા તાલુકા મામલતદાર વલવાઈએ જણાવ્યું હતું કે, સરકારી ખરાબાની જગ્યામાં કોઈ પણ બાંધકામ થઈ ન શકે. કોઠારિયા ગ્રા.પં. દ્વારા પણ આવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયોજકો દ્વારા મોદી મંદિર જાતે જ હટાવી લેવામાં આવ્યું છે. જો કે, ઓમ ગુ્રપનાં જયેશભાઈએ જણાવ્યું હતું કે, મંદિરમાંથી મોદીની મૂર્તિ અમે હટાવી નાખી છે. દેરી તથા શેડ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં.

મંદિર પાસે ઓરડીનાં દબાણ અંગે તંત્ર દ્વારા નોટિસ અપાશે
રાજકોટ, ગુરૃવાર
કોઠારિયા પાસે 'નમો મંદિર' જયાં બન્યું તેની બાજૂમાં જ શંકરભાઈ નામનાં વ્યક્તિએ સરકારી ખરાબાની જ જગ્યામાં ઓરડી બનાવી લીધી હોય તે બાબતે નોટિસ આપી ઓરડીનું દબાણ દૂર કરવામાં આવશે તેમ, તાલુકા મામલતદારે જણાવ્યું હતું.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment