સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 8 February 2015

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબુ ઃ વધુ ૧૦ મોત

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબુ ઃ વધુ ૧૦ મોત

પ્રથમ વાર એક દિવસમાં ૧૧૭ કેસો નોંધાયા

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો મરણાંક ૮૧, કુલ કેસો ૭૪૪

સ્વાઇન ફ્લૂને નાથવા રાજ્ય આરોગ્ય વિભાગ ફાંફા મારે છે ઃ લોકો ચિંતાતુર
અમદાવાદ , તા.૮
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ બન્યો છે પરિણામે લોકો જાણે ટપોટપ મરી રહ્યાં છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ ચિંતાજનક હદે વધી રહ્યો છે જેથી ખુદ રાજ્ય આરોગ્ય વિભાગ પણ રોગચાળાને નાથવા ફાંફા મારી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રથમવાર એવુ બન્યું છેકે, એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના ૧૧૭ કેસો નોંધાયાં છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂથી ૧૦ દર્દીઓએ જાન ગુમાવ્યાં છે. સ્વાઇન ફ્લૂના વધતાં પ્રકોપને પગલે ગુજરાતભરમાં લોકો ચિંતાતુર બન્યાં છે.
રાજ્ય આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં આજે કુલ ૧૮ જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા હતાં. આખાયે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૪૬ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત સુરતમાં ૧૭ , કચ્છમાં ૧૬ , વડોદરામાં ૮, આણંદમાં ૪ અને ભાવનગરમાં ૪ કેસો નોંધાયા છે. ગાંધીનગર અને ભરૃચમાં ૩-૩ કેસો નોંધાયા હતા. રાજકોટ , જૂનાગઢ , ખેડા , સુરેન્દ્રનગર , મોરબીમાં ૨-૨ કેસો નોંધાયા છે જયારે જામનગર , મહેસાણા , બનાસકાંઠા, દાહોદ , નર્મદા અને અરવલ્લીમાં એક-એક કેસ નોંધાયા હતાં. આમ, એકાદ જિલ્લાને બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂ પ્રસરી ચૂક્યો છે. આજે સ્વાઇન ફ્લૂએ જાણે રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો કેમ કે, ૧૦ દર્દીઓના સ્વાઇન ફ્લૂથી મોત થયાં હતાં જેમાં કચ્છમાં ૨ , અમદાવાદમાં ૨ અને સુરતમાં ૨ દર્દીઓના મોત નિપજ્યાં હતાં. વડોદરા , દાહોદ, નર્મદા અને સુરેન્દ્રનગરમાં ૧-૧ દર્દીના મોત થયાં હતાં. સ્વાઇન ફ્લૂનો મરણઆંક અને કેસોનો આંક વધતાં ખુદ રાજ્ય આરોગ્ય વિભાગ ચિંતિત છે. સ્વાઇન ફ્લૂને કાબૂમાં લેવા રાજ્ય આરોગ્ય વિભાગે ઘણાં પગલાં લીધા હોવાનો દાવો કર્યો તેમ છતાંયે રોગચાળો કાબૂમાં આવી શક્યો નથી. આરોગ્ય વિભાગ જાણે ફાંફા મારી રહ્યું છે. રોજેરોજ સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે જેના પગલે ગુજરાતમાં જાણે લોકોમાં સ્વાઇન ફ્લૂ મેનિયા ઘર કરી રહ્યો છે જેથી ભયનો માહોલ પ્રસર્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો મરણઆંક ૮૧ થયો છે જયારે કુલ કેસોનો આંક ૭૪૪ સુધી પહોંચ્યો છે. આમ,રોજેરોજ વધતાં કેસો વકરતાં જતાં સ્વાઇન ફ્લૂની ગંભીરતાને પ્રદર્શિત કરે છે.
અમદાવાદ સિવિલમાં બે વોર્ડ ફૂલ ઃ  ત્રીજો વોર્ડ શરૃ કરવો પડયો
અમદાવાદમાં જેટગતિએ સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યાં છે. અમદાવાદ સિવિલમાં તો ત્રણેક દિવસ પહેલાં ૬૦ પથારીનો વધુ એક આઇસોલેસન વોર્ડ શરૃ કર્યો હતો પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના પગલે આજે ફરી વધુ એક આઇસોલેસન વોર્ડ શરૃ કરવો પડયો હતો. સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે, છેલ્લા ચારેક દિવસથી સ્વાઇન ફ્લૂની ઓપીડીમાં જ કુલ ૨૦૦ દર્દીઓ નોંધાયા છે. બ આઇસોલેશન વોર્ડમાં કુલ ૧૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે આજે ફરી ૬૦ પથારીનો ત્રીજો આઇસોલેશન વોર્ડ શરૃ કરાયો છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે ૨૨ વેન્ટિલેટર અનામત રખાયાં છે. પાંચ હજાર ટેમિફ્લૂની ટેબલેટો મંગાવાઇ છે. આવતીકાલે સિવિલના દરેક વિભાગ હેડ ઓફ ડિપાર્ટમેન્ટની બેઠક બોલાવાઇ છે જેમાં સ્વાઇન ફ્લૂની સારવાર અંગેની ચર્ચા કરાશે. આજે પણ સિવિલમાં કુલ ૪૪ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા તે પૈકી ૧૦ને દાખલ કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં સ્વાઇન ફલૂની સ્થિતિ
સ્વાઇન ફ્લૂના કુલ કેસો ઃ ૭૪૪
સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક ઃ ૮૧
સારવાર હેઠળ દર્દીઓ ઃ ૨૫૦થી વધુ
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ
સ્વાઇન ફ્લૂના કુલ કેસો ઃ ૨૨૪
સ્વાઇન ફ્લૂનો મરણઆંક ઃ ૨૪
અમદાવાદ સિવિલના ડોકટર પણ સ્વાઇન ફ્લૂની લપેટમાં
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગના એક ડોકટરને પણ સ્વાઇન ફ્લૂના લક્ષણોને આધારે તાકીદે દાખલ કરાયાં છે. જોકે, તબીબોના મતે, હજુ સુધી સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં ડોકટરનો રિપોર્ટ આવવાનો બાકી છે. ડોકટરો પણ સ્વાઇન ફ્લૂના સકંજામાં આવતાં સિવિલમાં ફરજ બજાવતાં ડોકટરો યે હવે સ્વાઇન ફ્લૂની રસી લેવા તૈયાર થયાં છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment