સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 12 April 2015

ગુજરાત પર આભ ફાટયું ઃ ભર ઉનાળે વાવાઝોડા સાથે કરા વર્ષા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાત પર આભ ફાટયું ઃ ભર ઉનાળે વાવાઝોડા સાથે કરા વર્ષા

અમદાવાદ,ગાંધીનગર,ખેડા, વડોદરા, અમરેલી જિલ્લામાં કરા સાથે તોફાની વરસાદઃ હજુપણ બે

અમદાવાદ,રવિવાર
ગુજરાતભરમાં ઉનાળે ચોમાસાનો મોહાલ સર્જાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીને બદલે કરા સાથે વાવાઝોડું અને વરસાદ થતાં વાતાવરણમાં ચોમાસાની ઠંડક વ્યાપી ગઇ છે. આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડર સ્ટૉર્મે અફડાતફડી સર્જી દીધી હતી. ગગનભેદી ગર્જનાઓ સાથે વાવાઝોડું અને કરા સાથે વરસાદ તૂટી પડયો હતો.સંખ્યાબંધ વૃક્ષો, હોર્ડિંગ તૂટી પડયા હતા અને છાપરાઓ પણ ઉડયા હતા. હવામાનખાતાની આગાહી જણાવે છે કે ૧૪મી સુધી અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ થંડર સ્ટૉર્મ ચાલુ રહેશે.
ગુજરાતમાં આજે સવારે દરિયાઇ સપાટીથી ૦.૯ કિ.મિ.ના સ્તરે અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયું હતું અને તેની સાથે વરસાદી ભેજ પણ વ્યાપેલો હતો. બપોર પછી વાતાવરણ બદલાયું હતું અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં કલાકના ૬૦ થી ૮૦ કિ.મિ.ની ઝડપે આંચકા સાથે પવન ફુૂંકાયો હતો. ગાજવીજ સાથે વરસાદ અને કરા પડયા હતા. અમદાવાદ,ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં ઠાસરા, બાયડ,વિજયનગર, વડોદરા જિલ્લામાં કરજણ, પાદરા, સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વાવોઝોડું ફૂકાયું હતું અને કરા સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો. રાજકોટ, ગોંડલ, ધોરકાજી, જેતપુર વગેરે શહેરોમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. બાયડ તાલુકાના એક ગામમાં છાપરા ઉડવાના કારણે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. અન્ય કોઇ સ્થળે જાનહાનિ થઇ હોવાના સમાચાર નથી.
અમદાવાદ શહેરમાં આજે સમી સાંજે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ ગયું હતું. આંચકા સાથે જોરદાર પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ તૂટી પડયો હતો અને તેની સાથે સાથે કરા પણ પડયા હતા. લગભગ અડધો કલાક સુધી તૂટી પડેલા વરસાદ શહેરની પાણી પાણી કરી દીધું હતું. થોડાક વિરામ બાદ ફરીથી આકાશમાં વાદળો ધસી આવ્યા હતા અને વરસાદનું બીજ જોરદાર ઝાપટું તૂટી પડયું હતું. જો કે આ વરસાદ સર્વત્ર ન હતો. જ્યાં ડિપ્રેશન ઉદ્દભવ્યું ત્યાં તોફાની વરસાદ તૂટી પડયો હતો. હાંસોલ-સરદારનગર, એરપોર્ટ વિસ્તાર તથા શહેરનો કોટ વિસ્તાર, નદીપારનો એલિસબ્રીજથી વેજલપુર સુધીનો વિસ્તાર પાણીથી તરબોળ બની ગયો હતો અને જનજીવન તહસનહસ થઇ ગયું હતું. જો કેટલાક વિસ્તારમાં માત્ર છાંટા જ પડયા હોઇ વરસાદમાં પલળીને કોરા વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું. જો કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી.
અમદાવાદ શહેરમાં ૧૯ મિ.મિ. એટલે કે પોણા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ગાંધીનગરમાં પણ કરા સાથે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડા સાથે પડેલા વરસાદથી ઝાડ અને હોર્ડિંગ તૂટી પડવાની ઘટનાઓ બની હતી.
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વાવોઝાડા સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં વિજયનગર તાલુકા અને બાયડ તાલુકાનો સમાવેશ થાય છે. બાયડ તાલુકાના એક ગામમાં વાવાઝોડાના કારણે છાપરાં ઉડયા હતા અને એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.
ખેડા જિલ્લામાં ઠાસરા, ગળતેશ્વરમાં પણ કરા સાથે વરસાદ પડયો હતો અને વાવાઝોડું ફુંકાયું હતું. વડોદરા જિલ્લામાં પાદરા અને ડેસર તાલુકામાં ભારે વરસાદ સાથે કરા પડયા હતા. પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિત વિવિધ ગામોમાં પણ સાંજે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો.
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં વાડિયા અને બગસરામાં વાવાવઝોડુ અને કરા સાથે વરસાદ પડયો હતો. વડિયા ગામમાં ૧૦૦ વર્ષ જુનો લીમડો ધરાશયી થયો હતો. આઇટીઆઇ બિલ્ડિંગના છાપરા પણ ઉડયા હતા. વાવાઝોડાના કારણે વીજળી પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. લિલિયા તથા રાજુલા તાલુકામાં પણ સાંજે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. જાફરાબાદ તાલુકાના ગામોમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો. સરેરાશ એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરમાં હળવો વરસાદ પડયો હતો જ્યારે વાંકાનેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. આ ઉપરાંત જેતપુર, ધોરાજી અને ગોંડલમાં પણ ભારે વરસાદ થયો હતો.
ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પાલિતાણા, સોનગઢ, ગારિયાધાર, ઘોઘા, તળાજા,શિહોરમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડયા હતા. અંદાજે અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદે ચોમાસાનો માહોલ સર્જ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લાની પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તારમાં વાવાઝોડું અને કરા સાથે વરસાદ પડયો હતો. વૃક્ષો ધરાશયી થયા હતા અને કાચા મકાનો અને ઝુંપડાઓના છાપરાં ઉડયા હતા. માંગરોળ, માંડવી, ઉચ્છલ, વ્યારા, સોનગઢ, કાકરાપારમા વાવાઝોડું ફૂંકાવા સાથે વરસાદ પડયો હતો. સુરત શહેરમાં પણ સમી સાંજે હવામાન પલટાયું હતું અને વરસાદની ઠંડક છવાઇ હતી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment