સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 14 April 2015

રણમાં કિચનગાર્ડન ઃ ખારાઘોડાના રણમાં અગરિયા શાકભાજી વાવે છે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

રણમાં કિચનગાર્ડન ઃ ખારાઘોડાના રણમાં અગરિયા શાકભાજી વાવે છે

રણમાં ખીલ્યું ગુલાબ પંક્તિ અગરિયાઓએ સાર્થક કરી દેખાડી

૨૦ પરિવારોએ કિચનગાર્ડનમાં મેથી, પાલક, બીટ, ગાજરની વાવણી કરી

સગર્ભા મહિલાઓ માટે કિચનગાર્ડન આશીર્વાદરૃપ બન્યાં
અમદાવાદ , મંગળવાર
રણમાં ખારાશભરી જમીનમાં પીવાના પાણીની સમસ્યા ફેણ માંડીને ઉભી હોય ત્યાં ખેતી કરવી એ અશક્ય છે પણ રણમાં ખિલ્યું ગુલાબ એ પંક્તિને જાણે ખારાઘોડાના રણમાં મીઠું પકવતાં અગરિયાઓ સાર્થક કરી દેખાડી છે. એક અનોખી પધ્ધતિ દ્વારા રણમાં કિચનગાર્ડન બનાવીને અગરિયા પરિવારો આજે લીલાં શાકભાજીની વાવણી કરતાં થયાં છે. આઠ આઠ મહિના સુધી રણમાં રહીને મીઠું પકવતાં અગરિયા કુટુંબો આરોગ્ય, શિક્ષણ સહિતની અનેક સમસ્યા સામે ઝઝુમી રહ્યાં છે ત્યારે રણમાં કિચનગાર્ડનનો પ્રયોગ સફળ થતાં અગરિયા પરિવારો સુકાભઠ્ઠ રણમાં લીલાં અને તાજા શાકભાજીનો સ્વાદ માણી રહ્યાં છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં કિચનગાર્ડન અગરિયાઓની રોજીંદી જરૃરિયાત પુરી પાડી રહ્યાં છે.
સામાન્ય રીતે ઓક્ટોબરના અંતિમ દિવસોથી અગરિયાઓ ખારાઘોડાના રણમાં મીઠું પકવવા પરિવારજનો સાથે જાય છે. રણમાં ૩૦-૪૦ કિમી સુધી અંદરના ભાગે ઝૂંપડાઓમાં રહીને આઠ મહિના સુધી મજૂરીકામ કરે છે. લસણ - ડુંગળીની ચટણી, બાજરાના રોટલા, ઘઉંની રોટલી, કઠોળએ અગરિયાઓનો મુખ્ય ખોરાક છે. રણમાંથી રોજ ૪૦-૫૦ કિમી ચાલીને ગામડામાં જઇને શાકભાજી લાવવી એ ગરીબ કુટુંબોને પોષાતું નથી. લીલાં શાકભાજીના અભાવે સગર્ભા અગરિયા મહિલાઓના ઘણાં પ્રશ્નો સામે આવતાં ગણતર સંસ્થાએ વૈકલ્પિક વ્યવસ્થા વિશે પ્રયાસો હાથ ધર્યાં હતાં.
ગણતર સંસ્થાના ડાયરેક્ટર નિરૃપા શાહે જણાવ્યું કે, મહિલાઓને ગર્ભાવસ્થામાં લીલા શાકભાજીનો મુદ્દો ચિંતાનો વિષય હતો જેથી રણમાં કિચન ગાર્ડનનો વિચાર મનમાં સ્ફુર્યો હતો. નવે. ૨૦૧૪માં એક કિચનગાર્ડન બનાવ્યું ને તે સફળ થતાં આજે ૨૦ પરિવારો કિચનગાર્ડનમાં શાકભાજી ઉગાડી રહ્યાં છે. કિચનગાર્ડનમાં પાલક,મેથી ઉપરાંત બીટ, ગાજર ઉગાડી શાકભાજીનો વપરાશ કરી રહ્યાં છે જેથી ગરીબ પરિવારોની રોજીંદી જરૃરિયાત પૂર્ણ થઇ રહી છે સાથોસાથે મહિલાઓને આરોગ્યનો પ્રશ્ન પણ સંતોષાયો છે. આમ, રણમાં કિચનગાર્ડનમાં અગરિયા પરિવારો માટે આર્શિવાદરૃપ સમાન બન્યાં છે.


વિકિંગ બેડ નામની અનોખી પધ્ધતિથી કિચનગાર્ડન બનાવ્યાં
રણમાં ખારાશભરી જમીન હોવાથી વિકિંગ બેડ પધ્ધતિથી કિચનગાર્ડન બનાવાયાં છે. રણમાં ત્રણ ફુટ પહોળો અને પાંચ ફુટ લાંબો ખાડો ખોદીને તેમાં પ્લાસ્ટિક બિછાવવામાં આવે છે જેમાં કોલસા પાથરવામાં છે.કોલસા ઢંકાઇ જાય તે રીતે કંતાન બિછાવી દેવાય છે તેના પર ખેતી થઇ શકે તેવી માટી પાથરી દેવાય છે. ખાડામાં કોલસા સુધી પાણી પહોંચે તે રીતે એક પાઇપ લગાવાય છે. આ રીતે કિચનગાર્ડન તૈયાર કરાય છે જેના વિકિંગ બેડ પધ્ધતિ કહે છે. કોલસામાં પાણી ભરાતાં કંતાન ભિંજાય છે જેથી તેનો ભેજ માટી સુધી પહોંચે છે અને જનાથી રણમાં ખેતી શક્ય બને છે.


વિશ્વબાઇક સવારે રણમાં કિચનગાર્ડનની ટિપ્સ આપી
રણમાં કિચનગાર્ડનનો કન્સેપ્ટ એક વિશ્વ બાઇક સવારે રજૂ કર્યો હતો. ખારાઘોડાના રણની મુલાકાતે આવેલાં બાઇક સવાર પ્રવિણભાઇ ગણતર સંસ્થાના ડાયરેક્ટર સમક્ષ આ વિચાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આંધ્રપ્રદેશની એક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી કલ્યાણભાઇએ વિકિંગ બેડ પધ્ધતિથી ગાર્ડન વિકસાવવા મદદ કરી હતી. આમ, રણમાં બાઇકસવારની ટિપ્સે રણમાં કિચનગાર્ડન વિકસાવ્યાં હતાં.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment