Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Chaurasi Samaj Kadva Patidar
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
Gujarat Samachar News
પાક નિષ્ફળ જતાં બેહાલ ખેડૂતનો દિલ્હીમાં ગળાફાંસો'આપ', ભાજપ, કોંગ્રેસ રાજકીય પક્ષોનું જગતના તાતની લાશ પર રાજકારણકેજરીવાલ સહિતના પક્ષના નેતાઓ, પોલીસ તમાશો જોતા રહ્યા![]() ![]()
મૃતક ગજેન્દ્રસિંહે સૂસાઇડ નોટમાં
લખ્યું હતું કે માવઠામાં પાક નિષ્ફળ જતાં પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો છે.
મારે ત્રણ બાળકો છે, હવે હું શું કરું ?
જમીન ખરડાના વિરોધમાં 'આપ'એ યોજેલી રેલીની ઘટના ૨૦૦ કરોડના ખર્ચે વિદેશ પ્રવાસો કરતા અને ૬ કરોડની મર્સીડિસમાં ફરતા નેતાઓને ખેડૂતની ગરીબી-બેહાલીનો અંદાજ નથી
ઘટના બાદ પણ કેજરીવાલે રેલીને સંબોધવાનું ચાલુ રાખતાં કોંગ્રેસ-ભાજપે પસ્તાળ પાડી ઃ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, રાજનાથનો તપાસનો આદેશ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૨ જમીન સંપાદન ખરડાના વિરોધમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આજે રાજધાની દિલ્હીના જંતરમંતર ખાતે આયોજીત રેલીમાં રાજસ્થાનથી આવેલા એક ખેડૂતે દિલ્હીના મુખ્યપ્રધાન અને 'આપ'ના વડા અરવિંદ કેજરીવાલ સહિત સંખ્યાબંધ લોકોની નજર સામે ઝાડ પર ચડીને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી હતી. બીજી તરફ આ ઘટના બાદ પણ કેજરીવાલે રેલીને સંબોધવાનું ચાલુ રાખતાં કોંગ્રેસ-ભાજપે તેમના પર પસ્તાળ પાડી હતી. સામા પક્ષે 'આપ'એ ખેડૂતને નહીં બચાવવા બદલ દિલ્હી પોલીસ પર દોષનો ટોપલો ઢોળતાં જણાવ્યું હતું કે પોલીસકર્મીઓ ખેડૂતનો જીવ બચાવવાના બદલ મૂક પ્રેક્ષક બની રહ્યા હતા. નજર સામે એક ખેડૂતે આપઘાત કરી લીધો એ ઘટનાનો મલાજો જાળવવાના બદલે રાજકારણીઓએ લાશ પર પણ રાજકારણ રમવાની ફીદરત છોડી નથી. મૃતક ખેડૂતની ઓળખ રાજસ્થાનના દૌસાના નાંગલ ઝામરવાડા ગામના ગજેન્દ્રસિંહ તરીકે થઇ હતી. તે રેલીના સ્થળે બપોરે બે વાગ્યાની આસપાસ લીમડાના એક ઝાડ પર ચડી ગયો હતો અને તાજેતરના માવઠાથી થયેલી ખેડૂતોની અવદશાને લઇને સૂત્રોચ્ચાર કર્યા બાદ તેણે પોતાનો ઘમચો ગળામાં વીંટાળીને તેનો એક છેડો ઝાડની ડાળી સાથે બાંધી ફાંસો ખાધો હતો. રેલીમાં હાજર કેટલાક લોકો તેને ઝાડ પરથી નીચે ઉતાર્યા બાદ નજીકની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત હાલતમાં લવાયેલો ઘોષિત કર્યો હતો. ધરતીપુત્રના આપઘાતની આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે ગજેન્દ્રના મોતથી તેઓ અને આખો દેશ દુઃખી છે. ગૃહપ્રધાન રાજનાથસિંહે દિલ્હીના પોલીસ કમિશનર સાથે વાત કરી હતી અને સમગ્ર મામલે તપાસનો આદેશ કર્યો હતો. ગજેન્દ્ર પાસેથી હિન્દી લખાણવાળી એક ચબરખી પણ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે તે ત્રણ સંતાનોનો પિતા છે અને તાજેતરમાં થયેલા માવઠાથી પાક નિષ્ફળ જતાં તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હાલ તે બેકાર છે. 'જય જવાન, જય કિસાન, જય રાજસ્થાન' સાથે તેણે લખાણ પૂરું કર્યું હતું. ચબરખીમાં તેણે તેના પરિવારના બે ફોન નંબર પણ લખ્યા હતા. નેતાઓએ ધરતીપુત્રના મોતનો મલાજો પણ ન જાળવ્યો કેજરીવાલની ભૂલ એટલી કે ખેડૂતને બચાવવા ઝાડ પર ન ચડયા ઃ 'આપ' મોદી, કેજરીવાલ સામે FIRની કોંગ્રેસની માગ
ભાજપે ખેડૂતના આપઘાતની ઘટના પછી પણ રેલીને સંબોધવા બદલ કેજરીવાલને ઝાટક્યા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૨ દિલ્હીના જંતરમંતર ખાતે 'આપ'ની રેલીમાં ખેડૂતે ગળાફાંસો ખાઇને જીવ ગુમાવ્યો હોવા છતાં રાજકીય પક્ષો તેના મોતનો મલાજો જાળવી શક્યા નથી અને આવી ગંભીર તથા દુઃખદ ઘટના મુદ્દે પણ રાજકારણ ખેલવામાંથી, એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ કરવામાંથી ઊંચા આવતા નથી. 'આપ'ના આશુતોષે કેજરીવાલની રેલીમાં રાજસ્થાનના ખેડૂત ગજેન્દ્રસિંહના આપઘાતની દુઃખદ ઘટનાને લઇને પણ ટીખળ કરતા એમ કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલની ભૂલ એટલી કે તેઓ ખેડૂતને બચાવવા ઝાડ પર ન ચડયા. ફરી ક્યારેય આવી ઘટના બનશે તો પોલીસ કમિશનર પોતે ઝાડ પર ચડીને ખેડૂતને બચાવી લેશે તેવી હું આશા વ્યક્ત કરું છું.' બીજી તરફ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેજરીવાલને જવાબદાર ગણાવી બન્ને વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની માગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું હતું કે, 'ખેડૂતના આપઘાતનો બનાવ દિલ્હીના મુખ્યપ્રધાન અને કેન્દ્ર સરકારના અન્ડરમાં આવતી દિલ્હી પોલીસની હાજરીમાં બન્યો છે. વડાપ્રધાને તેને રોકવા કંઇ ન કર્યું હોઇ આ બનાવ માટે બીજું કોણ જવાબદાર ગણાય?' દરમિયાન, ભાજપે ખેડૂતના આપઘાતની ઘટના પછી પણ રેલીને સંબોધવાનું ચાલુ રાખવા બદલ કેજરીવાલની ઝાટકણી કાઢી હતી. ભાજપ પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું કે, 'આપ'ના નેતાઓને મારો સવાલ છે કે કોઇની જિંદગી વધુ મહત્ત્વની છે કે રાજકારણ મહત્ત્વનું છે? કંઇક બનવાની તમારી ઘેલછા વધુ મહત્ત્વની છે કે મરવા જતા માણસને બચાવવો મહત્ત્વનું છે? ભાજપશાસિત રાજસ્થાનનાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ તેમના રાજ્યના ખેડૂતના આપઘાતની ઘટનાને દુઃખદ ગણાવી તેના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જમીન સંપાદન બિલ મંજૂર કરવામાં ઉતાવળ કરી મોદી ખેડૂતોને નુકસાન કરી ધનિકો માટે સરકાર ચલાવે છે ઃ કેજરીવાલ (પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૨ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મોદી ધનિકો માટે જ સરકાર ચલાવે છે અને જમીન સંપાદન બિલમાં બિનજરૃરી ઉતાવળ કરી ખેડૂતોને નુકસાન કરે છે. જે ખેડૂતોના મત લઈ સત્તા મેળવી તેમને જ આ સરકારે દગો કર્યો ઃ કેજરીવાલ દિલ્હીમાં ખેડૂત રેલીને સંબોધન કરતાં કેજરીવાલે સત્તા પર આવ્યા બાદ પ્રથમ વાર મોદી સરકાર વિરૃદ્ધ મોરચો ખોલ્યો છે. જે ખેડૂતોના મત મેળવી સત્તા પર આવ્યા છે તે ખેડૂતોને જ મોદીએ દગો કર્યો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે એક વર્ષના ગાળામાં જ મોદી સરકારે ખેડૂતોનો વિશ્વાસ ગુમાવ્યો છે. નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂત વિરોધી છે અને ઉદ્યોગપતિઓ અને ધનિકો માટે જ છે. |
Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment