સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 8 April 2015

આવું ટેન્ડર મેં જોયું નથી ઃ હાઈકોર્ટ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

આવું ટેન્ડર મેં જોયું નથી ઃ હાઈકોર્ટ

કોન્ટ્રાક્ટરોના હિતમાં જાહેર તિજોરીને નુકસાન

પાછલા બારણે ખાનગીમાં બદલાતી ટેન્ડરોની શરતો


કોન્ટ્રાક્ટરોના હિતમાં જાહેર તિજોરીને નુકસાન ઃ આવું ટેન્ડર મેં જોયું નથી ઃ હાઈકોર્ટ
 
કોર્પોરેશને આ મામલે દલીલો કરવા એડવોકેટ જનરલને ઉતારવા પડયા ઃ ત્રણ કલાક ચાલેલી દલીલો બાદ ચુકાદો અનામત
અમદાવાદ, બુધવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એએમટીએસના ૧૧૮૫ બસ સ્ટેન્ડ પર હોર્ડિગ્સ લગાવવા માટે આપેલા કોન્ટ્રાકટમાં કોન્ટ્રાકટ મંજુર થયા બાદ શરતો બદલી આપી ૬૦ ફુટના બદલે ૧૨૦ ફુટનું હોર્ડિગ્સ લગાવવાની મંજુરી આપવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશનમા એકટીંગ ચીફ જસ્ટિસ વી.એમ. સહાય અને જસ્ટિસ આર.પી. ઢોલરીયાની ખંડપીઠે કોર્પોરેશનની આંકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આશરે ત્રણ કલાક ચાલેલી દલીલોમાં કોર્ટે કહ્યું હતું કે કોન્ટ્રાકટર પાસેથી એક પણ વધારાનો પૈસો લીધા વગર ટેન્ડર મંજુર થયા બાદ કોન્ટ્રાકટરને સાઈઝ વધારી આપીને લોકોને બેવકુફ બનાવવામાં આવ્યા છે. લાંબી દલીલોના અંતે કોર્ટે આ મુદ્દે ચુકાદો અનામત રાખ્યો છે.
એએમટીએસના નવા બનેલા બસ સ્ટેન્ડ પર હોર્ડિગ્સના કોન્ટારકટ અંગેની પીટીશનની સુનાવણી નિકળતા એક તબક્કે હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે આ એટલો ગંભીર મામલો છે કે આ મામલે સીબીઆઈ તપાસના આદેશો પણ આપી શકાય છે. સવારના ભાગમાં સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે ટેન્ડરનો ઓરિજનલ ડ્રાફટ માંગતા સુનાવણી બપોર બાદ મુલત્વી કરાઈ હતી અને તાત્કાલીક તમામ ફાઈલો કોર્ટ પર મંગાવાઈ હતી અને કોર્પોરેશનના અધિકારીઓ પણ કોર્ટમાં હાજર થઈ ગયા હતાં. જસ્ટિસ વી.એમ. સહાયે કહ્યું હતું કે 'હું જજ બન્યો ત્યારથી મારા આખા કાર્યકાળમાં ટેન્ડરનો આવો કેસ પહેલો જોયો છે.'કોર્પોરેશને સિનિયર કાઉન્સીલ તરીકે એડવોકેટ જનરલને દલીલો માટે બોલાવ્યા હતાં. કોર્ટે એક તબક્કે મ્યુનિસપલ કમિશનરને પણ હાજર રાખવાનું વલણ અપનાવ્યું હતું પરંતુ કોર્ટને જણાવાયું હતું કે આ નિર્ણય એએમટીએસ કમિટીએ લીધેલો છે. જો કે આમ છતાં કોર્ટે નોંધ્યું હતું કે કોર્પોરેશને કર્યો તેવો ગંદો ઓર્ડર કયારેય જોયો નથી. આ આખા મામલાની હકીકત એવી છે કે કોર્પોરેશને ૨૦૧૪માં એએમટીએસના બસ સ્ટેન્ડ પર હોર્ડિગ્સ લગાવવા માટે હેત ગ્રાફિક્સનું ટેન્ડર મંજુર કર્યુ હતું. જેમાં બસ સ્ટેન્ડની ભીત પર ત્રણ અને બનને  સાઈડમો કીઓસ્ક લગાવવાની મંજુરી હતી જયારે બસ સ્ટેન્ડની ઉપરની બાજુ ૧૫ બાય ૪ એટલે કે ૬૦ ફુટનું હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવી હતી. જેના બદલામાં કોન્ટ્રાકટરે કોર્પોરેશનને દર વર્ષે ૨.૭૫ કરોડની ફી આપવાની હતી. બાદમાં એક વર્ષ બાદ અચાનક બસ સ્ટેન્ડની ભીત અને સાઈડમાં હોર્ડિગ્સ લગાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી અને ઉપરની બાજુ ૨૦ બાય ૬નું એટલે કે સીધું ડબલ સાઈઝનું હોર્ડિગ્સ લગાવવાની પરવાનગી આપી દેવામાં આવી. જેની સામે વાર્ષિક ફીમાં નજીવો દસ લાખનો વધારો કરવામાં આવ્યો. કોર્પોરેશને આ મુદ્દે કોર્ટમાં એવી દલીલ કરી કે નવા જીડીસીઆર મુજબ જમીનથી ૩ મીટર (દસ ફુટ)માં કોઈ હોર્ડિગ્સ ના લગાવી શકાય આથી બસ સ્ટેન્ડની ઉપર લગાવાતા હોર્ડિગ્સની સાઈઝ વધારી દેવામાં આવી છે. આ કોન્ટ્રાકટ ૨૦૧૭ સુધીનો છે.
આ સામે કોર્ટમાં પીટીશન કરનારી સેલસાઈટ અને એવરેસ્ટ પબ્લીસીટી તરફથી એવી દલીલ મુકવામાં આવી હતી કે કોર્પોરેશને કોન્ટ્રાકટ મંજુર થયા બાદં સુધારો કરીને હોર્ડિગ્સની જે સાઈઝ કરી આપી તેની ફી ૨૦૧૪માં પોણાચાર કરોડ થાય અને અત્યારે ૪.૫૦ કરોડ થાય. કોર્ટે કોર્પોરેશનને એવો પણ સવાલ પુછયો હતો કે જો કાયદો જ બદલાઈ ગયો તો આ કોન્ટ્રાકટ રદ કેમ ના કરવામાં આવ્યો ? કોન્ટ્રાકટરને રિફંડ કેમ ના આપવામાં આવ્યું ? આ સામે કોર્પોરેશને એવી દલીલ રજૂ કરી હતી કે કોન્ટ્રાકટર નવા નિયમોને સ્વિકારવા તૈયાર છે અને હોર્ડિગ્સની સાઈઝ મોટી કરવામાં આવશે જેના કારણે હોર્ડિગ્સ બસ સ્ટેન્ડની બહાર જતુ રહેશે તો બસ સ્ટેન્ડ કોન્ટ્રાકટર પોતાના ખર્ચે મોટા કરશે.
ખાનગી સંપતિ પરના હોર્ડિગ્સ અંગે નવી પિટીશન કરવા નિર્દેશ
ખાનગી સંપતિ પર લગાવાતા હોર્ડિગ્સની સાઈઝની બાબતમાં નવા જીડીસીઆર મુજબ ૧૦૦૦ સ્કવેર મીટર કે તેનાથી વધુની જગ્યા પર મહતમ બે હોર્ડિગ્સ લગાવવાના નિયમ અનુસાર કોર્પોરેશને વધારાના હોર્ડિગ્સ ઉતારવા માટે કોન્ટ્રાકટરોને નોટિસ આપી હતી. આ નોટિસને હાઈકોર્ટના ૭ માર્ચ ૨૦૧૪ના ઓર્ડર હેઠળ પડકારવામાં આવી હતી. કોર્પોરેશને ખાનગી સંપતિ પર મહતમ ચાર હોર્ડિગ્સ લગાવવાની મંજુરી આપવા માટે સરકારને કરેલી રજૂઆતનો જવાબ આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. જો કે કોર્ટે જુના ઓર્ડર પર કરાયેલી નવી અરીજીમાં સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને કોન્ટ્રાકટરોને કોર્પોરેશન કે સરકારનો નિર્ણય વાંધાજનક લાગતો હોય તો નવેસરથી પીટીશન કરવાના નિર્દેશો આપ્યા હતાં. કોન્ટ્રાકટરોની વિનંતિને ધ્યાનમાં લઈને કોર્ટે નવી પીટીશન કરવા માટે કોર્પોરેશનની નોટિસ પર બે દિવસનો સ્ટે આપ્યો છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment