સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 6 April 2015

ચોરાયેલી ટ્રકને GPS સિસ્ટમથી બંધ કરી દેતાં તસ્કરોએ ભાગવું પડયું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ચોરાયેલી ટ્રકને GPS સિસ્ટમથી બંધ કરી દેતાં તસ્કરોએ ભાગવું પડયું

પલસાણાના વરેલીથી ચોરાયેલી હાઇવા ટ્રક અમદાવાદ એક્સપ્રેસના

નાકે ધીમી પડતાં જ માલિકે મોબાઇલની મદદથી બંધ કરી દીધી

બારડોલી, સોમવાર
કડોદરાથી સુરત જતા રોડ પર પલસાણા તાલુકાના વરેલી ગામની સીમમાં સર્વિસ રોડ પર પાર્ક કરેલી હાઇવા ટ્રક તસ્કરો રાત્રે ચોરી ગયા હતા. વહેલી સવારે હાઇવા ટ્રકના માલિકને જાણ થતાં તસ્કરોએ અમદાવાદના એક્સપ્રેસ હાઇવેના નાકે ટ્રક ધીમી કરતાં જ ટ્રક માલિકે જીપીએસ સિસ્ટમથી ટ્રક બંધ કરી દીધી હતી. ટ્રક ચાલુ જ ન થતાં તસ્કરો ટ્રક મુકી ભાગી ગયા હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કામરેજ ચાર રસ્તા ખાતે રહેતા રાજુ નટુભાઇ કનોજીયા (મૂળ રહે. ચમારડી, તા. વલ્લભભીપુર, જિ. ભાવનગર) પોતાની હાઇવા ટ્રક (નં.જીજે-૫, વાયવાય-૯૩૨૯) કોલસાની હેરાફેરીમાં ચલાવે છે. રાજુ કનોજીયાએ રૃ।. ૬ લાખમાં એક વર્ષ અગાઉ હાઇવા ટ્રક ખરીદેલી છે. જેના પર ડ્રાઇવર તરીકે પાંચ માસથી અભિષેક શ્રીપરમેશ્વર મિશ્રા (રહે. વરેલી, તા. પલસાણા) નોકરી કરે છે. ગતરોજ રવિવારે હાઇવા ટ્રકના ચાલક અભિષેક મિશ્રાએ સુરતના મગદલ્લા ખાતેથી કોલસો ભરીને પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલી મયુર મીલમાં ખાલી કરવા માટે ગયો હતો. કોલસો ખાલી કરીને અભિષેક શર્માએ વરેલી ગામની સીમમાં સર્વિસ રોડ પર પાર્કિંગમાં હાઇવા ટ્રક પાર્ક કરી રૃમ પર સુવા માટે ગયો હતો.
દરમિયાન આજે સોમવારે સવારે ૬ વાગે અભિષેક શર્મા હાઇવા ટ્રક લેવા જતાં પાર્કિંગમાંથી ગાયબ હતી. જેથી અભિષેક શર્માએ તરત જ માલિક રાજુ કનોજીયાને જાણ કરી હતી. રાજુ કનોજીયાએ તરત જ પોતાના મોબાઇલ ફોનમાં જીપીઆરએસ ચાલુ કરીને હાઇવા ટ્રકમાં ફીટ કરેલી જીપીએસ (ગ્લોબલ પોઝીસનીંગ સિસ્ટમ)થી જોતાં હાઇવા ટ્રક અમદાવાદના એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી હતી. રાજુ કનોજીયાએ તાત્કાલિક કડોદરા પોલીસને હાઇવા ટ્રક ચોરી અંગે જાણ કરી હતી. બાદમાં તસ્કરો હાઇવા ટ્રકને એક્સપ્રેસ હાઇવે પર રાજકોટ તરફ જવાના રોડ પર લઇ જતાં હાઇવા ટ્રકની ઝડપ ૨૦ કિ.મી.થી ઓછી થતાં જ ટ્રક માલિક રાજુ કનોજીયાએ જીપીએસ સિસ્ટમથી મોબાઇલ દ્વારા હાઇવા ટ્રક બંધ કરી દીધી હતી. બાદમાં તસ્કરોથી ટ્રક ચાલુ જ નહીં થતાં કડોદરા પોલીસની ટીમ સાથે જઇ એક્સપ્રેસ હાઇવે રથી હાઇવા ટ્રકનો કબ્જો લઇ કડોદરા લઇ આવ્યા હતા. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ હાઇવા ટ્રક ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રૃ।. ૧૦ હજારની સિસ્ટમે રૃ।. ૬ લાખની ટ્રક તરત શોધી કાઢી
વાહનની સ્પીડ ૨૦ કિ.મી.થી ઓછી થાય તો જ મોબાઇલ ફોનથી બંધ કરી શકાય છે

હાઇવા ટ્રકના માલિકે ફીટ કરેલી જીપીએસ (ગ્લોબલ પોઝીસનીંગ સિસ્ટમ)થી રૃ।. ૬ લાખની હાઇવા ટ્રકને શોધવામાં સફળતા મળી છે. અંદાજીત રૃ।. ૧૦ હજારના ખર્ચે જીપીઆરએસ ઇન્ટરનેટ દ્વારા કોઇપણ વાહનમાં ખાનગી રીતે જીપીએસ સિસ્ટમ ફીટ કરી શકાય છે. જેથી વાહન માલિકને પોતાનું વાહન ક્યાં ફરે છે અને શું સ્થિતિ છે ? તે જાણી શકાય. તેમજ જીપીએસ સિસ્ટમવાળું વાહન ચોરી થાય તો વાહનની ગતિ ૨૦ કિ.મી.થી ઓછી થાય ત્યારે મોબાઇલ ફોનથી વાહનને બંધ કરી શકાય જે વાહન ફરીથી જીપીએસ સિસ્ટમથી જ ચાલુ કરી શકાય. જીપીએસ સિસ્ટમ વાહન માલિકો ડ્રાઇવરોથી ખાનગી રાખીને ફીટ કરતા હોય છે. જેથી વાહનની હેરાફેરી તેમજ ચોરી સમયે સાચી સ્થિતિ જાણી શકાય.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment