સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 3 May 2015

મિસ કોલ કરો તો ૧પ લાખ ખાતામાં આવશે કહીને ભાજપના સભ્ય બનાવ્યા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

મિસ કોલ કરો તો ૧પ લાખ ખાતામાં આવશે કહીને ભાજપના સભ્ય બનાવ્યા

ભાજપના નેતાઓ પાસે કેટલાકે તો ઉઘરાણી શરૃ કરી

મિસ કોલના જવાબમાં આવેલો મેસેજ દેખાડી અસામાજિક તત્વો પોલીસ સામે પણ રોફ મારે છે

ગાંધીનગર, રવિવાર
ભાજપ દ્વારા ચાલી રહેલી સભ્ય નોંધણી ઝુંબેશમાં ભાજપના કાર્યકરોએ નવા સભ્યોને કેવી રીતે લલચાવીને સભ્ય બનાવ્યા છે તેના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કેટલાક કાર્યકરોએ લોકોને કહ્યું કે તમે જો મીસ કોલ કરશે તો જ તમારા ખાતામાં ૧પ લાખ આવશે. કાર્યકરોની વાત માનીને મીસ કોલ માર્યા બાદ હજુ સુધી નાણા ન આવતાં આવા લોકોએ ભાજપના નેતાઓ સમક્ષ ઉઘરાણી શરૃ કરી છે.
રાષ્ટ્રીય કક્ષાએ શરૃ કરાયેલી ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશમાં ગુજરાત ભાજપે પણ નવા સભ્યો નોંધવા માટે એડીચોટીનું જોર લગાડી દીધું છે. પરંતુ લોકો સહેલાઈથી સભ્ય ન બનતાં હોવાથી ભાજપના કાર્યકરોએ ખોટાં-ખોટાં પ્રલોભનો આપીને તેઓને સભ્ય બનાવ્યાં છે. ભાજપે સભ્ય બનવા માટે મીસ કોલ કરવાની વ્યવસ્થા રાખી હતી.
આથી ભાજપના કાર્યકરોએ નાગરિકોને એવી લાલચ આપી કે કાળું નાણું જે પાછું આવવાનું છે અને તેમાંથી જે દરેક વ્યક્તિના ખાતામાં ૧પ લાખ જમા થવાના છે. તે ૧પ લાખ તમારા ખાતામાં મેળવવા માટે તમારે મીસ કોલ મારવો જરૃરી છે. જેથી તમારો નંબર ઉપર નોંધાઈ જશે અને તે નંબર બેંકના ખાતા સાથે લીંક કરીને તમારા ખાતામાં પૈસા જમા કરી દેવાશે.
આ વાતને સાચી માનીને અનેક લોકોએ ભાજપના આપેલા નંબર પર મીસ કોલ કર્યા હતાં. આ મીસ કોલ કર્યાને મહિનો-દોઢ મહિનો વિતી ગયા છતાં ખાતામાં કોઈ પૈસા ન આવતાં આવા લોકોએ ભાજપના સ્થાનિક નેતાઓ સમક્ષ ઉઘરાણી શરૃ કરી છે કે મીસ કોલ તો કરી દીધો હવે પેલા ૧પ લાખ ક્યારે જમા થશે? આ ઉઘરાણીથી ભાજપના નેતાઓ પણ માથું ખંજવાળવા માંડયાં છે કે આમને ઉત્તર શું આપવો.
આવી જ એક બીજી ઘટના એવી પ્રકાશમાં આવી છે કે કોઈપણ વ્યક્તિ ભાજપનો સભ્ય બનવા મીસ કોલ મારે એટલે તેને સામે મેસેજ સ્વરૃપે કન્ફર્મેશન આવે છે. બાદમાં વિગત આપવા માટે જણાવાય છે. અને વિગત આપ્યા બાદ સામેથી મેસેજ આવે છે કે તમે ભાજપના પ્રાથમિક સભ્ય બની ગયા છો. કેટલાંક અસામાજીક તત્વોએ પોતાના ગોરખધંધાને પોષવા માટે આ મેસેજનો ઉપયોગ શરૃ કર્યો છે. પોલીસ રોકે, પોલીસ પકડે કે પુછપરછ કરે તો અસામાજીક તત્વો આવો મેસેજ દેખાડીને રોફ મારે છે કે જુઓ હું ભાજપનો સભ્ય છું, આ તેનો મેસેજ. મને જવા દો, નહીંતર તમારી ખેર નથી. આવી રીતે કાયદાની પકડમાંથી છટકવા ભાજપના મેસેજનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. હવે ભાજપ એક તરફ ભલે દાવો કરે કે ગુજરાતમાં ૧.૧૩ કરોડ સભ્યો નોંધાયા છે. પરંતુ તેમાં આવા અસામાજીક તત્વો પણ મોટી સંખ્યામાં આવી ગયા હોવાની પુરી શક્યતા છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment