સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 5 May 2015

ગુજરાતના રાજવંશ સમયના હિન્દુ સંસ્કૃતિનાં પ્રાચીન સ્મારકોની ઉપેક્ષા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતના રાજવંશ સમયના હિન્દુ સંસ્કૃતિનાં પ્રાચીન સ્મારકોની ઉપેક્ષા

શિક્ષણવિદો અને સંશોધનકારોના મતે

ઈતિહાસનાં પુસ્તકોમાં મૂળભૂત શાસકીય પ્રણાલીને બદલે મુગલવંશના શાસકો અને તેમણે બાંધ

અમદાવાદ,મંગળવાર
તાજેતરમાં ૧૮મી એપ્રિલના રોજ ભારત સહિત સમગ્ર દુનિયાએ વર્લડ હેરિટેજ એટલે કે ઈન્ટરનેશનલ મોન્યુમેન્ટસ ડેની ઉજવણી કરી ત્યારે ભારતના પ્રાચીન સ્મારકો અને ખાસ કરીને ગુજરાતના પ્રાચીન સ્મારકો અને ભવ્ય વારસની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા એક હજાર વર્ષમાં શાસન કરી ચુકેલા વિવિધ રાજવંશો અને ભારતીય મૂળના શાસકો તેમજ તેમના  સમયમાં બંધાયેલા પ્રાચિન સ્મારકોની અવગણના કરાઈ છે.આજે સ્કૂલોની ઇતિહાસના પુસ્તકોથી માંડી ગુજરાત અને ભારતના ઈતિહાસના મોટા ભાગના પુસ્તકોમાં મુઘલવંશના શાસકો અને તેમણે બાંધેલા સ્મારકોનું વધુ પડતુ પ્રભુત્વ જોવા મળ્યું છે.જ્યારે શિક્ષણવિદ્દો અને સંશોધનકારોનું કહેવું છે કે પૂર્વ ઈતિહાસવિદોએ એક વ્યુહનીતિ હેઠળ આપણા પ્રાચીન સ્મારકોની ઉપેક્ષા કરી છે અને આજે ગુજરાતના રાજવંશોની ગાથાઓ અને તેમના કાળમાં બનેલા પ્રાચિન સ્મારકોનું ગુજરાતી ભાષામાં જોઈએ તેટલુ ક્યાંય લખાયુ જ નથી.
ઈસવીસન કાળનો પ્રારંભ થયા બાદ ભારતમાં છેલ્લા બે  હજાર વર્ષમાં અનેક રજવાડાઓ,વંશ પરંપરાઓ અને શાસકો આવી ગયા. ગુજરાતમાં ચૌલુક્ય વંશ, સોલંકી વંશ અને ચાવડાવંશના રાજાઓના શાસકોનો કાળથી માંડી મૌર્ય વંશ અને રાજપુત વંશ સહિતના અનેક રાજવંશો તેમજ શાસકોએ રાજ કર્યુ અને આ વિવિધ રાજવંશ અને શાસનકાળ દરમિયાન તે સમયના શાસકોએ ભારતની ૫૦૦૦ વર્ષથી પણ જૂની હિન્દુ સંસ્કૃતિ,પરંપરાને ઉજાગર કરતા સ્મારકો બનાવ્યા છે.ગોહીલવાડ અને ગાયકવાડના રાજાઓએ પણ અનેક સ્થાપત્યો ઉભા કર્યા હતા.
પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ રાણકીવાવથી માંડી, મોઢેરા સૂર્યમંદિર,રુદ્રમહેલ, અડાલજની વાવ, તેમજ ચાંપનેરના કિલ્લા , વડનગરના તોરણ મંદીરો સહિતના અનેક મોન્યુમેન્ટસ ઉભા કરવામા આવ્યા છે,પરંતુ આ સ્મારકોની ઉપેક્ષા કરવામા આવી છે.આ સંદર્ભે બેંકના રીટાયર્ડ મેનેજર ડી.પી.સોનીએ ઈગ્નોર હેરીટેઝીસ નામનું એક પુસ્તક પણ લખ્યું છે,જેમાં તેઓએ સોલંકીયુગ અને તેના પછીના થોડા સમયનો સમાવેશ કરતા સોલંકીકાળ દરમિયાનના ગુજરાતના વિભિન્ન વારસાગત સ્થળો અને સ્મારકોની ઉપેક્ષા અંગે વાત કરી છે.રાજવંશ સમયની સભ્યતા ,હિન્દુ સંસ્કૃતિ અને વિશ્વાસને પુનઃજીવત ન થવા દેવા પ્રયત્નો કરાયો છે.તેઓએ આ પુસ્તકમાં સોલંકીકાળના વિવિધ સ્મારકોના ચિત્રો સાથે તેમની હાલ દુરર્દા,ભૂતકાળની પ્રાચિન સભ્યતા ,સંસ્કૃતિ અને મહિમાને ભૂંસી નાખવા થતી ઉપેક્ષાઓનું બારીકાઈથી અવલોકન કરાયુ છે.તેઓનું કહેવુ છે કે આજે સ્કૂલોના ધો.૩થી૯ સુધીના ઈતિહાસના પુસ્તકોમાં પણ આપણા ગુજરાતના રાજવંશોના પ્રાચીન સ્મારકોને બદલે સૌથી વધુ ઉલ્લેખ મુઘલ સામ્રાજ્યના સ્થાપકો અને તેમના કાળમાં બનેલા સ્મારકોનો જોવા મળે છે. પ્રાચીન સ્મારકોની ઉપેક્ષા અંગે એજ્યુકેશન રિસર્ચર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે આપણા ભારતના એન ગુજરાતના જે હિન્દુ રાજાઓ તેમજ મૂળભૂત શાસકો અને તેમની મૂળભૂત શાસકીય પ્રણાલીનો તથા તેમની શૌર્યગાથાઓનો જોઈએ તેટલો ઉલ્લેખ આજે પુસ્તકોમાં જોવા મળતો નથી અને ડાબેરી વિચારાધારાથી પ્રભાવિત લોકોએ મુઘલ શાસન અને અંગ્રેજનો શાસકોના સ્મારકોને વધુ પ્રભુત્વ આપ્યું છે.
જ્યારે આ સંદર્ભે  અમદાવાદની ભો.જે.અધ્યન સંશોધન વિદ્યાભવનના કાર્યકારી નિયામક રામજીભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રાજવંશોના સમયની અનેક વાવો અને સ્મારકો આવેલા છે પરંતુ આજે તેમાના ઘણા બધા વિશે આપણને ખબર જ નથી કે ગુજરાતી ભાષામાં તેનો ક્યાંય ઉલ્લેખ પણ નથી.પ્રાચીન સ્મારકોની જાળવણીમાં સ્થાનિક લોકોને જ અવગણીને તેનો જોઈએ તેટલો પ્રચાર અને પ્રસાર કરવામા નથી આવ્યો કે જોઈએ તેટલુ સંશોધન પણ થયુ નથી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment