સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 6 May 2015

રાણાબોરડીમાં પાણી મફત અપાય છે, વૉટર ટેક્સ વસૂલાતો નથી !

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

રાણાબોરડીમાં પાણી મફત અપાય છે, વૉટર ટેક્સ વસૂલાતો નથી !

પોરબંદર જિલ્લાના ટચુકડા ગામ

ગામમાં સૌર ઊર્જા સંચાલિત સ્ટ્રીટલાઈટ, સીસી રોડ, ગટર, શિક્ષણ-આરોગ્યની પર્યાપ્ત વ્

અમદાવાદ, બુધવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જ્યાં પીવાનું પાણી પૂરું નથી પાડતું ત્યાં પણ જે હાઉસ ટેક્સ વસૂલે છે તેમાં બંધારણીય રીતે વોટર ટેક્સ વસૂલી લે છે. કોઈ જવાબદારી સ્વીકારતું નથી. તેથી ઉલટું ચિત્ર પોરબંદરનું રાણાબોરડી ગામનું ચિત્ર છે. અહીં દરેક ઘરને નળ દ્વારા પીવાનું પાણી અપાય છે અને તે પણ વિનામૂલ્યે ! બીજા શબ્દોમાં કહીએ તો પૈસાનો ય પાણીવેરો ઉઘરાવાતો નથી.
સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અને માંડ ૨૧૦૦-૨૨૦૦ની વસતિ ધરાવતા આ ગામે નાગરિક સુવિધાઓ માટે કંઈક અનોખું કરી બતાવ્યું છે અને એ માટે ગામને અનેક એવોર્ડથી સન્માનિત પણ કરાયું છે. આજે તો ગુજરાતનાં ગામડાંઓમાં ચૂંટણીઓનાં કારણે આંતરિક ખટપટ વધુ અને પ્રજાકીય કામો ઓછા એવી સ્થિતિ છે ત્યારે રાણાબોરડી ગામ રણમાં મીઠી વીરડી જેવું સાબિત થઈ રહ્યું છે.
વિનામૂલ્યે પાણી, સોલાર સ્ટ્રીટલાઇટ, ગટરની સુવિધા, પાકા ક્રોન્ક્રિટ રોડ (સીસીરોડ), આરોગ્ય-શિક્ષણની પૂરતી સુવિધા ઊભી થયેલી છે. જેની નોંધ હમણાં રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે. ગામના સરપંચપદે સાગાભાઈ જીવાભાઈ મોરી છે. ઈલેક્ટ્રિકલ એન્જિનીયર એવા સાગાભાઈએ સરકારી-ખાનગી નોકરી સ્વીકારવાના બદલે ગામમાં રહીને યથાશક્તિ કામગીરી કરવાનું નક્કી કરેલું છે. વ્યવસાયે ખેડૂત એવા આ સરપંચ પ્રગતિશીલ ખેડૂત તરીકે ચીનની યાત્રા પણ કરી આવ્યા છે.
હમણાં ગામને નવી દિલ્હીમાં યોજાયેલા એક સરકારી સમારોહમાં રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભાનો એવોર્ડ અને રૃા. ૧૦ લાખનો પુરસ્કાર અપાયો છે. એવોર્ડ વિજેતા ગામના સરપંચ સાંગાભાઈ કહે છે કે અમારા ગામમાં આંતરિક એકતાના કારણે ચૂંટણીની ખટપટમાં કોઈ પડયું નથી. અમારું ગામ 'સમરસ' બનેલું છે. ૧૫ વર્ષથી અહીં ચૂંટણી યોજાઈ નથી. અમારા ગામે અગાઉ ૨૦૦૧, ૨૦૦૬, ૨૦૧૧ના વર્ષમાં 'સમરસ ગ્રામ'નો એવોર્ડ, ૨૦૦૮માં 'નિર્મલ ગ્રામ' અને ૨૦૧૨માં સ્વર્ણિમ ગ્રામનો એવોર્ડ પ્રાપ્ત કરેલો છે.
પીવાના પાણી માટે ઘરે ઘરે નળ
રાણાબોરડી ગામે પીવાના પાણી માટે ઘેર ઘરે નળ આવેલા છે. જેમાં નિઃશુલ્ક પાણી પુરવઠો અપાય છે. એટલે કે એકપણ રૃપિયાનો પાણીવેરો ગ્રામ પંચાયત દ્વારા વસૂલાતો નથી. ગામમાં પાણીના બોર પણ હોવાથી સરકારી પાણીની યોજના ઉપર આધારીત રહેવું પડતું નથી. વળી બોરનું જે લાઇટ બીલ આવે છે તેની રકમ ગ્રામ પંચાયત પાસેથી લેવાને બદલે સરપંચ પોતે ખુદની રકમ ખર્ચીને ભરી દે છે.
ગામમાં ઝળહળે છે સોલાર લાઇટો
ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આધુનિક સુવિધા અપાઇ છે. ગામમાં વધુ વીજ પાવર ન બળે, વીજ બિલ ન આવે તે માટે સોલાર લાઇટો મૂકવામાં આવી છે. આમ રાત્રે ગામમાં સોલાર લાઇટો ઝળહળી અંધારા ઉલેચે છે.
શાળા, સીસી રોડ, આંગણવાડી ઉપરાંત આરોગ્ય સુવિધા
માત્ર ૨૧૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં આદર્શ ગામને છાજે તેવી તમામ સુવિધા છે. ગામમાં સીસી રોડ, શાળા, આંગણવાડી ઉપરાંત આરોગ્ય અને ગટરની પણ સુવિધા છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment