સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 8 May 2015

મહિલા આપઘાત કરવા તેની પુત્રીને લઇને રેલવે ટ્રેક પર બેસી ગઇ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

મહિલા આપઘાત કરવા તેની પુત્રીને લઇને રેલવે ટ્રેક પર બેસી ગઇ

છૂટાછેડાની માંગણી સાથે પતિએ પાંચ દિવસથી ઘરમાંથી કાઢી મૂકી હતી

મણિનગર રેલવે ટ્રેક પર ટ્રેન આવે તે પહેલાં લોકો મદદે દોડી આવ્યા ઃમહિલાને એલ.જી.હોસ્પિટલમાં ખસેડાઇ
અમદાવાદ,શુક્રવાર
નિકોલ ખાતે રહેતી પરિણીતા તેના સાસરીયાના ત્રાસથી કંટાળી જઇને આજે બપોરે તેની છ વર્ષની દિકરી સાથે આપઘાત કરવા માટે મણિનગર રેલવે ટ્રેક પર બેસી ગઇ હતી. સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોઇને બુમાબુમ કરી મુકી હતી. ટ્રેન તેમના માટે યમદૂત બને તે પહેલા જ લોકોએ તેઓને બચાવી લીધા હતા. અસહ્ય  માનસિક તાણ અને આધાતના કારણે આ મહિલા બેભાન થઇ જતા તેને ૧૦૮ મારફતે એલ.જી.હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડાવાની ફરજ પડી હતી.
નિકોલ-કઠવાડા રોડ પર આવેલા સદગુરૃ સાનિધ્યમાં રહેતા જીજ્ઞાાબહેન મેહુલભાઇ રાઠોડને તેમના પતિ, સાસુ, દિયર સહિતના સાસરી પક્ષના સભ્યો છૂટાછેડા લઇ લેવા દબાણ કરીને અસહ્ય માનસિક-શારીરિક ત્રાસ આપી રહ્યા હતા. જેને લઇને તેના પતિએ તેને છેલ્લા પાંચ દિવસથી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ મહિલાએ મદદ માટે મહિલા હેલ્પલાઇન નંબર ૧૮૧ અને ૧૦૯૧ ની મદદ માંગી હતી , મહિલા પોલીસ સ્ટેશન મીઠાખડી અને ઓઢવ પોલીસ સ્ટેશન વચ્ચે સતત ધક્કાખાતી રહી હતી. છતા પણ પોલીસ અને મહિલા હેલ્પલાઇનોની ઢીલી અને બિનઅસરકાર કામગીરીના કારણે આ મહિલાને પુરતો ન્યાય ન મળતા તે એકલી અટૂલી પડી હતી.
હવે તેને કોઇ મદદ નહી કરે અને તેના માટે કોઇ કશું નહી કરી શકે તે વિચારીને આ મહિલા આજે બપોરે સાડા ત્રણ વાગ્યે આપઘાત કરવાના ઇરાદે તેની છ વર્ષની દિકરી આર્યા સાથે મણિનગર રેલવે ટ્રેક પર જઇને બેસી ગઇ હતી.જ્યાં રહેતા લિનાબહેન શાહ નામની મહિલાએ આ દ્રશ્ય જોઇને લોકોને મદદ માટે બોલાવ્યા હતા. સામાજીક કાર્યકર હર્ષદભાઇ પટેલ અને તેમના સાથીઓ દોડી આવ્યા હતા અને ટ્રેન આવીને મહિલા અને તેની પુત્રી માટે યમદૂત બની જાય તે પહેલા તેને બચાવી લીધી હતી. હાલ ખોખરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે જીજ્ઞાાબહેનના બનેવી દિપક નરેન્દ્રભાઇ સોલંકીના જણાવ્યા મુજબ મેહુલને અમેરિકા જવુ છે અને તે તેની પત્ની અને દિકરીને લઇ જવા માંગતો નથી તે છૂટાછેડા માંગી રહ્યો છે તેને લઇને તેણે તેની પત્ની અને પુત્રીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જીજ્ઞાાબહેને આપઘાત કરવાનો પ્રયાસ કરતા પહેલા સૂઇસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે સાસરીયાઓના અત્યાચારનો ઉલ્લેખ કર્યો છે. જે પણ પોલીસે કબજે લઇને તપાસ આરંભી છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

9 comments:

  1. hey your blog design is very nice,
    clean and fresh and with updated content, make people feel peace and I always like browsing your site.

    charoli
    semolina benefits
    lassi benefits
    amla candy benefits
    tulsi benefits
    rice flakes

    ReplyDelete