સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 11 June 2015

ઉગ્રવાદીઓ ભારતમાં ઘૂસ્યાનો ભય ઃ ઉ.પૂર્વમાં એલર્ટ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઉગ્રવાદીઓ ભારતમાં ઘૂસ્યાનો ભય ઃ ઉ.પૂર્વમાં એલર્ટ

રાજનાથની પર્રિકર, દોવલ, સૈન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક

જુદા જુદા સંગઠનોના ૧૫-૨૦ ઉગ્રવાદીઓની ફિદાઇન ટૂકડી ભારતમાં ઘૂસ્યાની આશંકા

ઉલ્ફાના વડા પરેશ બરુઆ સાથે મળીને ચાર-પાંચ સંગઠનો એક છત્ર હેઠળ સક્રિય બન્યા હોવાની પણ દહેશત
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૧
મ્યાંમારમાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની કાર્યવાહીનો બદલો લેવા એનએસસીએન(કે) સંગઠનના ઉગ્રવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાના ગુપ્તચર અહેવાલોના પગલે દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આજે હાઇ એલર્ટ ઘોષિત કરાયો હતો. ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે કે ઉગ્રવાદીઓ બદલો લેવા મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે.
ગુપ્તચર અહેવાલોની આપ-લે માટે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં અને સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ તથા આર્મીના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફિલિપ કેમ્પોસની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં હાઇ એલર્ટ ઘોષિત કરાયો હતો.
કેટલાક ગુપ્તચર અહેવાલોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે ઉલ્ફાના વડા પરેશ બરુઆ સાથે ચાર-પાંચ ઉગ્રવાદી સંગઠનો એક છત્ર હેઠળ સક્રિય બન્યા છે, જેને વેસ્ટર્ન સાઉથ એશિયા રિવોલ્યુશનરી ફોરમ નામ અપાયું છે. મ્યાંમારમાં ભારતની સૈન્ય કાર્યવાહીનો બદલો લેવા એનએસસીએન(કે), પીએલએ, ઉલ્ફા તથા નવા રચાયેલા યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ વેસ્ટ સાઉથ ઇસ્ટ એશિયા સહિતના સંગઠનોના ૧૫-૨૦ ઉગ્રવાદીઓની આત્મઘાતી ટુકડી ભારતમાં ઘૂસી હોવાની આશંકા છે.
બીજી તરફ સૂત્રોનું એમ પણ કહેવું છે કે ભવિષ્યમાં જરૃર જણાશે તો સરકાર મ્યાંમારમાં મંગળવારે સવારે કરાયેલી સૈન્ય કાર્યવાહી જેવા વધુ હુમલાના આદેશ પણ કરી શકે છે. જોકે, મ્યાંમારમાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણી યોજાવાની હોવાથી સરકાર હવે સાવચેતીપૂર્વક આગળ વધી શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં મ્યાંમારની મુલાકાતે જનારા દોવલ ભારતે કયા સંજોગોમાં મ્યાંમારની ધરતી પર ઉગ્રવાદીઓ વિરુદ્ધ 'સર્જિકલ સ્ટ્રાઇક્સ' કરવા પડયા તે અંગે મ્યાંમારની નેતાગીરીને માહિતગાર કરશે. ભારતે ઓપરેશન પૂરું થયા બાદ તે અંગે જાણ કરી હોઇ મ્યાંમાર નારાજ થયું હોવાનું મનાય છે. ઉગ્રવાદીઓએ ચોથી જૂને મણિપુરના ચંદેલમાં સૈન્યના જવાનો પર કરેલા હુમલા બાદ પણ ફરી ચારથી પાંચ વખત જવાનોને નિશાન બનાવવા પ્રયાસ કર્યા હોવાની પણ બેઠકમાં નોંધ લેવાઇ હતી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment