સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 12 June 2015

સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદનાં શ્રી ગણેશ ઃ ધારીમાં ધોધમાર ૪ ઈંચ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદનાં શ્રી ગણેશ ઃ ધારીમાં ધોધમાર ૪ ઈંચ

પાંચ સ્થળે વિજળી ત્રાટકી, એક યુવાન અને સાત પશુઓનાં મોત

ભેસાણ અને ગોંડલ ગ્રામ્યમાં બે ઈંચ, આટકોટમાં દોઢ ઈંચ, લાટીમાં સવા ઈંચ, કાલાવડ, લાલપુર, બગસરા, સાવરકુંડલા જેતલસરમાં એક ઈંચ વરસાદ
રાજકોટ, તા.૧૧
સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદનાં શ્રી ગણેશ થઈ જતાં ધરતીપુત્રોમાં હરખની હેલી ઉમટી છે. આજે ધારીમાં મુશળધાર ચાર ઈંચ અને ભેંસાણ તથા ગોંડલ ગ્રામ્યમાં ધોધમાર બે ઈંચ મેઘમહેર વરસી હતી. આટકોટમાં દોઢ ઈંચ, લાઠીમાં સવા ઈંચ તથા કાલાવડ, લાલપુર, બગસરા, સાવરકુંડલામાં એક ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળયા હતાં. બીજી તરફ કાલાવડ, બાબરા, ખાંભા, જૂનાગઢ અને ભેસાણ પંથકમાં પાંચ સ્થળે વિજળી પડતા એક યુવાન અને સાત પશુઓનાં મોત થયા હતાં.
રાજકોટ જિલ્લામાં આજે પણ ધુંપછાંવનાં માહોલ વચ્ચે બપોર બાદ કયાંક હળવાભારે ઝાપટા વરસ્યા હતાં. જસદણ અને જામકંડોરણામાં ધીમીધારે પોણો ઈંચ તથા આટકોટમાં ગાજવીજ સાથે ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસી પડયો હતો. ગોંડલમાં જોરદાર ઝાપટું તેમજ ગુંદાળા, અનિડા ભાલોડી, ગોમટા, ઉમવાડા, મોટા મહિકામાં ધોધમાર એક - બે ઈંચ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા હતાં. જેતપુરમાં બપોરે જોરદાર ઝાપટાથી માર્ગો પાણી પાણી થઈ ગયા હતાં. જયારે જેતલસરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. મંડલીકપુરમાં પણ ૧.૫ ઈંચ જેવી મેઘમહેર થઈ હતી.
અમરેલી જીલ્લામાં બપોરનાં સમયે આકાશમાં કાળાડિબાંગ વરસાદી વાદળો છવાતાં વિજળીનાં કડાકા ભડાકા સાથે પ્રથમ ધારી - સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં ધારીમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી પડતાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયેલો હતો. ધારીની બજારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયેલા હતાં અને શેત્રુંજી નદીમાં પ્રથમ પુર આવતા જોવા માટે લોકો ઉમટયા હતાં. આજુબાજુનાં મોરઝર, મેર, ચલાલા તેમજ ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વાવણી જોગ વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી છવાઈ છે. લાઠી વિસ્તારમાં સવા ઈંચ, સા.કુંડલામાં ૧ ઈંચ, બગસરામાં ૧ ઈંચ, બાબરામાં અડધો ઈંચ તેમજ વડિયામાં અડધો ઈંચ વરસાદ પડેલો હતો. જાફરાબાદ, રાજુલા, લીલીયા, ખાંભા તેમજ અમરેલી શહેર કોરા ધાકોડ રહ્યા હતાં. આ દરમિયાન વિજળી પડવાનાં કારણે સર્જાયેલી દુર્ઘટના માં બાબરાતાલુકાનાં ગળકોટડી ગામની સીમમાં આજે ચાર વાગ્યે વીજળી પડતાં મૂળ સુકવા ગામનાં દેવીપૂજક અજય જીવરાજભાઈ જીલીયા (ઉ.વ.૨૫) નું મોત નિપજેલું હતું. જયારે ખાંભા તાલુકાનાં પચપચીયા ગામનાં ચિમનભાઈ લખમણભાઈ શિરોયાની વાડીમાં વિજલી પડતાં તેમનાં એક બળદનું મોત નિપજેલું હતું. ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડુતો લાપસીનાં આંધણ મૂકી આવતીકાલથી વાવણી કામમાં જોતરાઈ જશે. સાવરકુંડલાનાં નેસડી, કરમળા, સિમરણ, ઓળીયા, શેલાણા, ચરખડીયા વગેરે ગામોમાં અડધાથી એક ઈંચ મેઘમહેર વરસી હતી. બાબરાનાં ચમારડી, ધરાઈ, વાવડી, વાંડલીયા, ફૂલઝર, ત્રંબોડા વગેરે ૧૦ જેટલા ગામોમાં એકથી બે ઈંચ વાવણીલાયક વરસાદ પડયો હતો અને નાના ચેકડેમો પણ ભરાયા હતાં. બગસરા પંથકનાં જેઠીયાવદર, પાણીયા, ટીંબલામાં વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા હતાં.
હાલારમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ત્રણ દિવસથી વાતાવરણ બદલાતા દિવસે તડકો અને સાંજે ધાબડીયું હવામાન રહે છે. બે દિવસથી મેઘરાજા છુટા છવાયા વરસે છે. ગુરૃવારે ત્રીજા દિવસે સાંજે ચાર વાગ્યાથી ધાબડીયા હવામાન વચ્ચે કાલાવડમાં ધીમી ધારે વરસી બે કલાકમાં એક ઈંચ પાણી વરસાવ્યું હતું. જશાપર, નિકાવા, મોટી વાવડી, નવાગામ સહિતનાં ગામોમાં એકથી દોઢ ઈંચ પાણી પડયું હતું. જયારે મોટી વાવડીમાં વરસાદની સાથે વીજળી પડતા ત્રણ બળદનાં મોત નીપજયા હતાં. લાલપુરમાં ધીમી ધારે બે કલાકમાં એક ઈંચ પાણી વરસ્યું હતું જયારે જામનગર, જામજોધપુર, ધ્રોલ, જોડિયા કોરા ધાકોડ રહ્યા હતાં.
બપોર બાદ મેઘાડંબર વાતાવરણ થયું હતું. આ દરમ્યાન ભેંસાણમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે વિસાવદરમાં ઝાંપટુ વરસતા ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે ગ્રામ્ય પંથકમાં લાલપુર, વેકરીયામાં સારો વરસાદ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જૂનાગઢ શહેરમાં બપોર બાદ હળવું ઝાંપટુ પડયું હતું. અને રસ્તાઓ માંડ ભીના થયા હતાં, ત્યાં તો વરસાદ બંધ થઈ ગયો હતો. આ દરમિયાન જૂનાગઢ તાલુકાનાં રામેશ્વર ગામ નજીક આજે બપોર બાદ એક ખેતરમાં વીજળી પડતા એક પાડીનું મોત થયું હતું. આ ઉપરાંત ભેંસાણ તાલુકાનાં વાંદરવડમાં મનસુખ જેઠાભાઈ કાનપરીયાના ખેતરમાં વીજળી પડતા એક બળદ તથા એક પાડરડાનું મોત થયું હતું. એમ આજે કુલ બે સ્થળે વીજળી પડતા ત્રણ પશુના મોત થયા હતાં આજે ઉનામાં ઝરમર વરસાદથી કાદવ કિચડ છવાયા હતાં.

કયાં કેટલો વરસાદ
ધારી
 ૪
લાઠી
૧ા
સા.કુંડલા

બગસરા
૦ાા
વડીયા
૦ાા
ભેસાણ

જસદણ
૦ાાા
આટકોટ
૧ાા
ગોંડલ ગ્રામ્ય

જામકંડોરણા
૦ાાા
કાલાવડ

લાલપુર

જેતલસર

 



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment