સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 24 June 2015

અમરેલી જિલ્લામાં ૨થી ૨૬ ઈંચ મેઘ-પ્રકોપઃ જાનમાલની ભારે ખુવારી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમરેલી જિલ્લામાં ૨થી ૨૬ ઈંચ મેઘ-પ્રકોપઃ જાનમાલની ભારે ખુવારી

બગસરા, ધારી, વડીયા, રાજુલા પંથકમાં આભ ફાટયું


શેત્રુંજી નદીનાં ઘોડાપુરમાં માનવી-પશુઓ તણાયા, અનેક શહેરો-ગામોનાં સંપર્ક તૂટયા, વિજળી-ટેલિફોન સેવા ઠપ, અવિરત રેસ્ક્યુ ઓપરેશન
અમરેલી, તા.૨૪
અમરેલી જીલ્લામાં ૧૯૮૨ના વાવાઝોડાની યાદ અપાવતા તોફાની વરસાદે જીલ્લાભરમાં તારાજી સર્જી દેતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. હેલીકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ટીમ દ્વારા ૫૦ જેટલા લોકોને બચાવી લેવામાં આવેલા અને ગાવડકા ગામનાં એક ખેતમજુર પરીવારના ત્રણ બાળકો લાપતા બનેલા હતા.
અમરેલી જીલ્લામાં છેલ્લા ૨૨ કલાકમાં વરસાદે રૌદ્ર સ્વરૃપ ધરતા ગત રાતના બે વાગ્યા બાદ સુપડાધારે શરૃ થયેલા વરસાદે ભારે તારાજી સર્જી દીધી હતી. જેમાં બગસરા-બાબાપુર વિસ્તારમાં ૧૯૮૨ના વાવાઝોડા જેવો માહોલ સર્જાતા બંને ગામો બેટમાં ફેરવાઈ ગયેલા હતા. બગસરા પંથકમાં વાદળ ફાટયું હોય તેમ ૨૬ ઈંચ વરસાદ ખાબકી જતા કુંકાવાવ જકાત નાકા વિસ્તારના તમામ ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોનાં જીવ પડીકે બંધાયેલા હતા. અતિ વરસાદનાં કારણે લોકો સંપર્ક વિહોણા બની ગયેલા હતા. સૌથી ખરાબ અને વિકટ સ્થિતિ અમરેલીથી ૧૨ કિ.મી. દૂર આવેલા બાબાપુર ગામની બની હતી. બાબાપુર ગામના પાદરમાંથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા આ પાણી ગામમાં ધસી જતા રહેણાંક મકાનોમાં ૫થી ૭ ફુટ પાણી ઘુસી ગયેલા હતા. બાબાપુર ગામ નજીક ખાનગી બસ પાણીમાં સપડાતા અમરેલી ફાયર ફાઈટરની રેસ્ક્યુ ટીમ અમરેલીથી ગાવડકા પહોંચતા રસ્તા ઉપર ૪-૪ ફુટ પાણી ભરાઈ ગયેલા હોવાથી બાબાપુર ગામે જવું મુશ્કેલ બનતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ કલેકટર એચ.આર. સુથાર દ્વારા ફસાયેલા લોકોને બચાવવા તાત્કાલીક ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી બે હેલીકોપ્ટર તેમજ સ્ટેટ રીઝર્વ પોલીસની તાત્કાલીક મદદ લઈ બસમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવેલા હતા. બાદમાં ધારી રોડ ઉપર આવેલ શેત્રુંજી નદીનો પુલ બંને સાઈડમાંથી તુટી જતા પુલ ઉપર ફસાયેલી બે બસ અને એક ટ્રકમાં રહેલા લોકોને સહી સલામત લઈ અમરેલી લાવવામાં આવેલા હતા. શેત્રંજી પુલ નજીક આવેલો રેલ્વે પુલ પણ તુટી જતા રેલ્વેના પાટા લટકી પડેલા હતા અને ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ધારી રોડ ઉપર શેત્રુંજી નદી પરના પુલની બંને સાઈડનો રોડ તહેશ-નહેશ થઈ ગયો હતો. રોડની જગ્યાએ સમથળ જમીન થઈ ગઈ હતી. હેલીકોપ્ટરની રેસ્ક્યુ ટીમ દ્વારા ૫૦ જેટલા લોકોના જીવ બચાવી અમરેલી સલામત જગ્યાએ ખસેડાયેલા હતા.
બાબાપુર નજીક આવેલા જાળીયા ગામનું તળાવ તુટતા જમીનોનું ધોવાણ થઈ ગયું હતું. વડી નદીમાં ઘોડાપુર આવતા ડેમ છલકાઈ જવાના કારણે ૬ દરવાજા આઠ ફુટ ખોલવામાં આવેલા હતા. ભંડારીયા ગામમાં પણ બે કલાકમાં ૧૦ ઈંચ વરસાદ પડી જતા ગામમાં જળબંબાકાર થઈ ગયેલો અને ગામના મકાનોમાં પાણી ઘુસી ગયેલા હતા. મેઘરાજાના તાંડવથી સર્જાયેલી તારાજીમાં પીઠડીયા ગામ પાસે ફસાયેલી બગસરા- રાજકોટ એસ.ટી. બસનાં પાંચ મુસાફરો તણાઈ ગયેલા હતા. સીમરણ ગામ નજીક જેટકોની જીપ ઉંધી વળી જતાં વિજ કંપનીના પાંચ કર્મચારીઓમાંથી ચારનો બચાવ થયો હતો, જ્યારે એક રમેશભાઈ સોલંકી નામના કર્મચારી પાણીમાં તણાઈ ગયેલા હતા. મોટા ભંડારીયા ગામ નજીકથી એક અજાણી લાશ મળી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ આજે કુદરતની ક્રૂરતા સામે વામણું પુરવાર થયું હતું. તાલુકા લેવલે લોકોને કોઈ પ્રકારની સહાય નહીં મળતા ભારે મુશ્કેલીમાં સપડાઈ ગયેલા હતા. વાઘણીયા ગામે પાંચ મકાનો ધરાશાયી થતાં એક જ પરિવારના સાત સભ્યો તેમજ એક પરિવારના પાંચ સભ્યોના દબાઈ જવાથી મોત નિપજેલા હતા.
અમરેલી જિલ્લામાં આજે બગસરા બાદ ધારીમાં ૨૨ ઈંચ અને વડીયામાં ૧૭ ઈંચ તથા રાજુલામાં ૧૦ ઈંચ મુશળધાર વરસાદે જબ્બર ખાનાખરાબી સર્જી હતી. ધારી અને વડીયા આજે સંપર્ક વિહોણા બની ગયા હતા. પોલીસ અને મામલતદાર કચેરીનાં ટેલિફોન પણ ઠપ થઈ ગયા હતા. ધારીમાં પાંચ જેટલા મકાનો ધરાશાયી થયાનાં સમાચાર મળ્યા હતા. આજે બાબરામાં બે ઈંચ, જાફરાબાદમાં સાડા છ ઈંચ, ખાંભામાં સાત ઈંચ, લાઠીમાં સાડા ચાર ઈંચ, લીલીયામાં પાંચ ઈંચ અને સાવરકુંડલામાં સાડા પાંચ ઈંચ વરસાદ પડયો હતો.

ભારે વરસાદના પગલે ૩૦૦ વીજપોલ તુટી પડયા
અમરેલીના ૩૩૬ સહિત સૌરાષ્ટ્રના ૧૧૪૨ ગામડાઓમાં અંધારપટ
અમરેલીના દાંડી, તોરી, ગાવડકા અને ગોંડલના સુલતાનપુર સબડિવિઝનમાં પાણી ભરાયા; વડીયાની ૬૬ કે.વી.ની લાઈનમાં ટ્રીપીંગ

રાજકોટ, બુધવાર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે આજે ૧૧૪૨ ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં આ વિસ્તારમાં રાત્રી દરમિયાન અંધારપટ જેવી સ્થિતિ લોકોએ અનુભવી પડી હતી.
સૌરાષ્ટ્રમાં ગઈકાલ મધરાતથી ધોધમાર વરસાદનું આગમન શરૃ થઈ જતાં રાજકોટ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાનાં ૩૦૦ વીજપોલ તુટી પડયા હતાં. એ જ રીતે રાજકોટ ગ્રામ્યનાં ૪૨ પોરબંદરનાં ૧૩૭, જુનાગઢના ૨૦૮, ભુજનાં ૩૦, ભાવનગરનાં ૩૩૯ બોટાદનાં ૨૧, અમરેલીના ૩૫૬ ગામોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદનાં કારણે ૯૨૬ ફીડર બંધ થઈ ગયા હતાં. વધુમાં અમરેલી જિલ્લાનાં પાંચ સબસ્ટેશનમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા જેમાં અમરેલીનાં દાંડીનાં ૬૬ કે.વી. સબસ્ટેશનમાં તથા ગાવડકા અને તોરીના સબસ્ટેશનમાં તથા ગોંડલના સુલતાનપુર સબ ડિવિઝનમાં પાણી ભરાયા હતાં. જયારે વડીયા નજીકની વીજલાઈન ટ્રીપીંગ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો બંધ થઈ ગયો હતો. ભારે વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં વીજતાર તુટી પડયા હતાં. વરસાદમાં રાજકોટમાં વીજ ફોલ્ટનું સેન્ટર જ ફોલ્ટમાં ગયું હોય તેમ કલાકો સુધી કોઈએ ફોન નહી ઉપાડતા હજારો ગ્રાહકો રાત્રી દરમિયાન વીજળી વિના હેરાન થયા હતાં.

ચિતલમાં ઠેબી નદીનાં પુરમાં યુવાન તણાયોઃ ભારે તારાજી
ગ્રામ પંચાયત ફરતે આઠ ફૂટ પાણી ફરી વળતા તલાટી અને ૧૦૮ વાનની ટીમ સહિતનાં કર્મચારીઓ ફસાયા

ચિતલ, તા.૨૪
અમરેલી પાસેનાં ચિતલ ગામે આજે બાર કલાકમાં સાંબેલાધારે ૯ ઈંચ વરસાદ વરસી પડતા ઠેબી નદીમાં આવેલા ઘોડાપુરમાં રમેશભાઈ દલાભાઈ દલીત (ઉ. ૪૦) નામનો યુવાન તણાઈ જતાં શોધખોળ શરૃ કરાઈ હતી, પણ મધરાત સુધી પત્તો લાગ્યો નહોતો.

ચિતલમાં નવ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાતા અનેક મકાનો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ત્રણ મકાનોની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. વિજળીનાં થાંભલા અને વૃક્ષો તૂટતા વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો. આ દરમિયાન ગ્રામ પંચાયત કચેરી આસપાસ આઠ ફૂટ પાણી ફરી વળતા તલાટી મંત્રી અજયભાઈ જોશી સહિતનાં કર્મચારીઓ અને ૧૦૮ ઈમર્જન્સી વાન સહિતની ટીમ પણ બપોરે ૪ કલાક સુધી ફસાઈ ગઈ હતી અને નજર સામે મોત નિહાળી લીધું હતું. પરિણામે કલેકટર તંત્રને હોડી કે હેલીકોપ્ટર મોકલવા જાણ કરાઈ હતી. જો કે, બાદમાં ઠેબી ડેમનાં દરવાજા ખોલાતા પાણી ઓસરવા લાગતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પીઠવડી નદીમાં ૨૧ મુસાફરો સાથે એસ.ટી. બસ ફસાઈ
બગસરા-અમરેલી રોડ ઉપર જળબંબાકારથી ફાયર બ્રિગેડની બચાવ ટીમ પહોંચી શકી નહીં

અમરેલી, તા.૨૪
બગસરામાં આજે ૨૦ ઈંચથી વધુ મુશળધાર વરસાદનાં કારણે પીઠવડી નદીમાં આવેલા ઘોડાપુર વચ્ચે ૨૧ મુસાફરો સાથેની એસ.ટી. બસ ફસાઈ જતાં રેસ્ક્યુ ઓપરેશન શરૃ કરાયું હતું.

અમરેલીથી ૩૩ કિ.મી.નાં અંતરે બગસરા રોડ ઉપર આજે બપોરનાં સમયે પસાર થઈ રહેલી એસ.ટી. બસ પુઠવડી નદીનાં પુલ ઉપર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ હતી. જેથી બસમાં બેઠેલા ૨૧ મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અંગે જાણ થતાં અમરેલીથી ફાયર બ્રિગેડની રેસ્ક્યુટીમ રવાના થઈ હતી. પરંતુ અમરેલી- બગસરા રોડ ઉપર પણ પાંચેક કિ.મી. સુધી ત્રણથી પાંચ ફૂટ પાણી ભરાયેલા હોવાથી રેસ્ક્યુ ટીમને અડધે રસ્તેથી પરત આવી જવું પડયું હતું. બાદમાં કલેકટર અને ડિઝાસ્ટર તંત્રને જાણ કરાતા હેલિકોપ્ટર અથવા હોડી મંગાવવાની વ્યવસ્થા માટે તજવીજ શરૃ કરી હતી.

રેસ્ક્યુ ટીમને પહોંચવું પણ બન્યું અશક્ય
બાબાપુરમાં આઠ ફૂટ પાણી વચ્ચે ૨૦૦૦ લોકો ફસાયા
૧૫થી ૨૦ ઈંચ વરસાદ ખાબકતા નદીમાં ઘોડાપુર આવતા ધસમસતા પાણી ગામમાં ફરી વળ્યા

અમરેલી, તા.૨૪
અમરેલીથી ૧૫ કિ.મી.નાં અંતરે આવેલું ૩૦૦૦ લોકોની વસ્તી ધરાવતું બાબાપુર ગામ સાંબેલાધારે વરસાદ બાદ નદીનાં ઘોડાપુરથી જળબંબોળ બની જતાં ૨૦૦૦ જેટલા ગ્રામજનો ફસાઈ ગયા હતા.
બાબાપુર અને ઉપરવાસમાં ગત મધરાતથી આજે બપોરે સુધીમાં ૧૫થી ૨૦ ઈંચ વરસાદ ખાબકી પડતા જળબંબાકાર સર્જાયો હતો. ઉપરવાસમાં પણ પુષ્કળ વરસાદનાં કારણે નદીમાં ઘોડાપુર આવતા આખ્ખા બાબાપુર ગામમાં ધસમસતા પાણી ફરી વળ્યા હતા. અમુક વિસ્તારોમાં પાંચ ફૂટ તો ક્યાંક આઠ ફૂટ પાણી ભરાઈ જતાં ગ્રામજનોનાં જીવ તાળવે ચોટી ગયા હતા. તમામ મકાનોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં ખાના-ખરાબી સર્જાઈ હતી. બે માળનાં મકાનો ઉપર લોકોએ આશરો લેવો પડયો હતો. આસપાસનાં તમામ માર્ગો ઉપર પણ ત્રણથી પાંચ ફૂટ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. કલેકટર તંત્રને જાણ કરાતા રેસ્ક્યુટીમ મોકલી હતી, પણ જળબંબાકારને કારણે બાબાપુર સુધી પહોંચી શકી નહોતી. જેથી કલેકટર તંત્રએ હેલિકોપ્ટર અને હોડીની વ્યવસ્થા કરવા દોડધામ શરૃ કરી હતી.
તળાવમાં ૮ ફૂટ નવા નીર
દામનગરમાં ૯ ઈંચ વરસાદ પાણી પ્રશ્ન હલ થતાં રાહત
કોયીવાસમાં મકાન ધસી પડયું ઃ ત્રણ વૃક્ષ ધરાશાયી ઃ તમામ ચેકડેમો છલકાઈ ગયા

દામનગર,તા.૨૪
અમરેલી જિલ્લામાં દામનગરમાં ધોધમાર ૯ ઈંચ વરસાદે ગામનો પાણી પ્રશ્ન એક ઝાટકે હલ કરી નાખ્યો છે. કુંભનાથ મહાદેવ મંદિર પાસેનાં તળાવમાં ૮ ફૂટ નવા પાણીની આવક થતાં પાણી પ્રશ્ન ઉકેલાયો છે.
દામનગર આસપાસનાં તમામ ચેકડેમ ઓવરફલો થઈ ગયા છે. ઠાંસા રોડ ઉપર આવેલો સૌથી મોટો ચેકડેમ પણ છલકાઈ ગયો છે. ભારે વરસાદનાં કારણે કોળીવાસમાં આવેલું એક મકાન ધસી પડયું હતું. જયારે ત્રણ વૃક્ષો ધ્વસ્ત થયા હતાં.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: