સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 17 June 2015

ISIS ના સ્યૂસાઇડ બોમ્બર તલ્હા પટેલનું વડોદરા જિલ્લા કનેકશન

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ISIS ના સ્યૂસાઇડ બોમ્બર તલ્હા પટેલનું વડોદરા જિલ્લા કનેકશન

વર્ષોથી ઇંગ્લેન્ડમાં રહેતા અને

તલ્હા ૨૦૦૫માં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેસરાડ ગામે વતનમાં આવ્યો હતો
વડોદરા અને ભરૃચ જિલ્લાના યુવાનોને ISIS માં જોડાવા માટે તલ્હા પટેલે તૈયાર કર્યા હોવાની શંકાના આધારે પોલીસની તપાસ
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,બુધવાર
સીરીયાની રિફાઇનરીમાં આત્મઘાતી બોંબર તરીકે મૃત્યુ પામેલા માત્ર ૧૭ વર્ષની વયના બ્રિટિશ નાગરિક તલ્હા પટેલનું વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનુ કનેકશન નીકળતા આતંકવાદી સંગઠન આઇએસઆઇએસએ ગુજરાતના કેટલા યુવાનોને તૈયાર કર્યા છે તે અંગેની માહિતી મેળવવા માટે સમગ્ર પોલીસ તંત્ર તેમજ ગુપ્તચર ખાતુ એલર્ટ બની ગયું છે.
કરજણ તાલુકાના મેસરાડ ગામનો મુળ વતની અને આઇએસઆઇએસ આતંકવાદી સંગઠનનો ખુબ જ નાની વયના આત્મઘાતી બોંબર તલ્હાના કુટુંબીજનોનો ઇતિહાસ જાણવા આજે સવારથી જ પોલીસ કાફલો નાનકડા ગામમાં ઉતરી પડયો હતો અને આત્મઘાતી બોંબર તલ્હા પટેલના ગામમાં રહેતા કુટુંબીજનોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તલ્હાના દાદા દાઉદ પટેલ વર્ષો પહેલા બ્રિટન જઇને સ્થાયી થયા હતા અને ત્યાં જ તેમના સંતાનો તેમજ પૌત્ર તલ્હાનો જન્મ થયો હતો. તલ્હા પટેલ ઇન્ટરનેટ દ્વારા આઇએસઆઇએસના સંપર્કમાં આવ્યો હતો અને મિત્રના ઘેર જઉ છું તેમ ખોટુ બોલીને નીકળ્યા બાદ નકલી પાસપોર્ટ દ્વારા સીરીયા પહોંચ્યો હતો અને અન્ય સાથીદારો સાથે આત્મઘાતી બોંબર તરીકે કામ કર્યુ હોવાની વિગતો પોલીસને જાણવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે કરજણ તાલુકાના મેસરાડ ગામમાં વડોદરા જિલ્લાના એસઓજીના પીઆઇ એમ.પી. ભોજાણી તેમજ સ્ટાફના માણસોએ ધામો નાંખ્યો હતો. પોલીસને આત્મઘાતી બોંબર તલ્હાનાં પિતાનાં પિતરાઇ ભાઇ મુસ્તાકભાઇ મહંમદભાઇ વોરા પટેલ મળ્યા હતા. મુસ્તાકભાઇએ તલ્હા પટેલના પૂર્વજોની મિલકત જેમાં મેસરાડ ગામનું મકાન અને સાત વિઘા જમીન ખરીદી લીધી છે. પોલીસ તપાસમાં એવી વિગત જાણવા મળી હતી કે તલ્હાનાં દાદા દાઉદભાઇ પટેલ મેસરાડ ગામે ખેતીકામ કરતો હતો. અને તેઓ વર્ષ ૧૯૬૮-૭૦નાં સમયગાળા દરમિયાન પરિવારના સભ્યો સાથે લંડન જતાં રહ્યા હતા. અને પછી ત્યાંજ સ્થાયી થઇ ગયા હતા.
દાઉદભાઇને પાંચ સંતાનોમાં બે પુત્રો ઇસ્માઇલભાઇ મહંમદભાઇ અને ત્રણ પુત્રીઓ રાબીયા, સલમા, શાહીદાનો સમાવેશ થાય છે. આ પાંચેય સંતોનોનો જન્મ લંડનમાં જ થયો છે.
ઇસ્માઇલભાઇ લંડનના યોર્કશાયર ડયુઝબરી વેસ્ટ ખાતે રહે છે. અને મોબાઇલ શોપમાં નોકરીકરે ચે. તેઓ સૌ પ્રથમ વખત વર્ષ ૧૯૮૯નાં સમયગાળા દરમિયાન કરજણ તાલુકાનાં મેસરાડ ગામે પોતાના વતનમાં આવ્યા હતા. અને તે સમયે મેસરાડની નજીક ભરૃચ તાલુકાના કંબોલી ગામના રહેવાસી અબ્દુલભાઇ મુસાભાઇ ઝીણાની સૌથી મોટી પુત્રી નુરજહાં સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ ઇસ્માઇલભાઇ અને નુરજહાં લંડન ગયા હતા. અને ત્યારબાદ ત્યાંજ તેઓ પાંચ સંતાનોના માતા પિતા બન્યા હતા. જેમાં સૌથી મોટો ૧૭ વર્ષનો પુત્ર તલ્હા, ૧૫ વર્ષનો બીજો પુત્ર યાસીન, ૧૨ વર્ષનો ત્રીજો પુત્ર યુસુફ, ૧૦ વર્ષનો ચોથો પુત્ર દાઉદ અને સાત વર્ષની પુત્રી મરીયમનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તલ્હા જ્યારે પાંચ- સાત વર્ષનો હતો ત્યારે માતા-પિતા સાથે નાના-નાનીનાં ઘેર કંબોલી ગામે આવ્યો હતો અને ચાર દિવસનાં રોકાણ દરમિયાન મેસરાડ ગામે પણ આવ્યો હતો. તલ્હા પટેલ તેમજ તેનાં પરિવારજનોની વર્ષ-૨૦૦૫ દરમિયાન આ છેલ્લી મુલાકાત હતી. મેસરાડ ગામે રહેતા મુસ્તાકભાઇએ પોલીસને જણાવ્યું હતું કે લંડનમાં રહેતા સગાભાઇ નિઝામનો રવિવારે સવારે પોન આવ્યો હતો અને તેમણે જાણ કરી કે ઇસ્માઇલનો પુત્ર તલ્હાનું મૃત્યુ થયું છે. અને બ્રિટિશ પોલીસે જણાવે છે કે સીરીયામાં બોંબ બ્લાસ્ટ કરવા જતા તે મૃત્યુ પામ્યો છે. મુસ્તાકનો ભાઇય નિઝામ લંડનમાં ટેક્ષી ડ્રાયવર તરીકે કામ કરે છે. અને ફોરેક્ષગેટ વિસ્તારમાં રહે છે.
દરમિયાન જિલ્લાની એસઓજી પોલીસ દ્વારા મેસરાડ ગામના સરપંચ ઝાકીરભાઇ વ્હોરા પટેલની પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ગામમાં રહેતાં કેટલાંક વયોવૃધ્ધ વ્યક્તિઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ વર્ષોથી લંડન જતા રહ્યા છે. અને અત્યાર સુધી બે વખતજ ગામમાં આવ્યા છે. પોલીસે તલ્હા પટેલનાં પૂર્વજોનો રેકર્ડ તપાસતાં કોઇ ક્રિમીનલ રેકર્ડ ન હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ઇસ્લામીક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા (આઇએસઆઇએસ) નાં સભ્યનું કુટુંબ કનેક્શન આતંકવાદીઓ માટે ફેવરીટ એવું વડોદરા નીકળતાં પોલીસ તેમજ ગુપ્તચર તંત્ર એલર્ટ બની ગયું છે. તલ્હા ઇન્ટરનેટનો ખુબ સારો યુઝર્સ હતો. અને ઇન્ટરનેટનાં માધ્યમ થકી જ તેનો આઇએસઆઇએસ સાથે સંપર્ક થયો હતો. જેથી તલ્હાએ પોતાનાં મુળ વતન એવા વડોદરા તેમજ પાડોશી ભરૃચ જિલ્લામાં પણ અન્ય કોઇ કયુવાનોને આઇએસઆઇ એસમાં જોડાવવા સંપર્ક કર્યો છે કે નહીં તે અંગે પણ ઊંડી તપાસ હાથ ધરી છે.

સીરીયાની રિફાઇનરીને ઉડાવી દેવા
મિત્રના ઘેર પ્રિસ્ટન જઉં છું તેમ કહી તલ્હા નિકળ્યો હતો
ડુપ્લીકેટ પાસપોર્ટથી તલ્હા સીરીયા પહોંચ્યો અને ISISનાં ઇશારે  સ્યુસાઇડ બોમ્બર તરીકે કામ કર્યું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
સીરીયાની રિફાઇનરીને આત્મઘાતી બોંબર બની ઉડાવી દેનાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનાં મેસરાડ ગામના મૂળ વતની તલ્હા પટેલ ઘેર ખોટું બોલીને  નિકળ્યા બાદ બોગસ પાસપોર્ટથી સીરીયા પહોંચ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે લંડનનાં યોર્કશાપર વિસ્તારમાં રહેતા તલ્હાએ ઘરમાં દાદી બીબીબેનને સાંજે ૬ વાગે જણાવ્યું હતું કે હું મિત્રને ત્યાં પ્રિસ્ટન જઉં છુ. તેમ કહી ઘેરથી નિકળ્યો હતો. અને મોડી રાત્રી સુધી તે ઘેર પરત ફર્યો ન હતો. સવારે પણ તે ઘેર આવ્યો ન હતો. દરમિયાન શાળાના શિક્ષકે નુરજહાં બીબી પર ફોન કરી જણાવ્યું હતું કે તમારો પુત્ર તલ્હા શાળામાં આજે  આવ્યો નથી.
દરમિયાન ઘરનાં સભ્યોએ તલ્હાની શોધખોળ અને મિત્રો તેમજ સંબંધીઓને પૂછપરછ કર્યા બાદ છેલ્લે યોર્કશાયર ડયુસબરી વેસ્ટ ખાતેની પોલીસને ફરિયાદ આપી હતી. ત્યારબાદ શનિવારે પોલીસે ઇસ્માઇલભાઇ અને નુરજહાંબીબીને જાણ કરી હતી કે તમારો પુત્ર તલ્હા સીરીયાની રિફાઇનરી બોંબ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો છે. સીસી ટીવી કેમેરાનાં ફુટેજનાં આધારે પોલીસને માહિતી મળી હતી કે તલ્હા તેના મિત્રનાં ઘેર જવાના બહાને ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે સીરીયા ગયો હતો અને આઇએસઆઇએસની સુચના મુજબ આત્મઘાતી બોંબર તરીકે કામ કર્યું હતુ. તલ્હા સાથીદારો સાથે રિફાઇનરીમાં જતો દર્શાવાયો છે. ડુપ્લીકેટ પાસપોર્ટમાં દર્શાવેલા તલ્હાનાં ફોટોને તેના પિતાએ ઓળખી કાઢ્યો હતો.

લંડનમાં જન્મેલો તલ્હા ભણવામાં હોશિયાર હતો
ઇન્ટરનેટનાં માધ્યમથી ISIS નો સંપર્ક થયો અને રિફાઇનરી ઉડાવવા નીકળી પડયો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
સીરીયાની રિફાઇનરીને આત્મઘાતી બોંબર બની ઉડાવી દેનાર તલ્હા પટેલ મુળ વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાના મેસરાડ ગામનો વતની હોવાની વાતે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. લંડનમાંજ જન્મેલો તલ્હા અભ્યાસમાં હોશિયાર હતો અન તે એક દિવસ સ્કૂલે ના પહોંચે એટલે તુરંતજ ઇન્કવાયરી આવતી હતી.
કરજણ તાલુકાના મેસરાડ ગામનાં લોકોનું કહેવું છે કે તલ્હાના પૂર્વજો ખુબ સારા સ્વભાવના હતા પરંતુ આવું બનશે તેનો બિલકુલ અંદાજ ન હતો. તલ્હા પટેલ ખૂબ હોશિયાર હતો તેમજ શાળામાં તેનું પરફોર્મન્સ આઉટ સ્ટેન્ડીંગ હતું. તેમ તેનાં વાલીઓ ગામમાં વાતચીત વખતે કહેતાં હતાં. તલ્હાનું મુળ ગામ મેસરાડ હતુ તેમજ તેનું મોસાળ નજીકમાંજ ભરૃચ તાલુકાનું કંબોલી ગામ છે.
ઉલ્લેખનીય છે કે કંબોલી ગામે તલ્હાનાં નાના અબ્દુલભાઇ મુસાભાઇ ઝીણા તેમજ નાની હમીદાબેન રહે છે. ઇન્ટરનેટનો ખુબ સારો ઉપયોગ કરતો તલ્હા પટેલ આ માધ્યમથી જ આઇએસઆઇએસના સંપર્કમાં આવ્યો હતો. મોબાઇલ શોપમાં નોકરી કરતાં પિતા ઇસ્માઇલભાઇ તેમજ માતા નુરજહાંને સહેજ પણ અંદાજ ન હતો કે પુત્ર ખતરનાક આતંકવાદી સંગઠનનાં સતત સંપર્કમાં છે.

ઈસ્માઈલ-નુરજહાંના પાંચ સંતાનોમાં ૧૭ વર્ષનો તલ્હા સૌથી મોટો પુત્ર હતો
તલ્હા અને તેના ત્રણ ભાઈ તથા એક નાની બહેન બધા જ ઈગ્લેન્ડમાં જન્મેલા છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
દાઉદભાઇને પાંચ સંતાનોમાં બે પુત્રો ઇસ્માઇલભાઇ મહંમદભાઇ અને ત્રણ પુત્રીઓ રાબીયા, સલમા, શાહીદાનો સમાવેશ થાય છે. આ પાંચેય સંતોનોનો જન્મ લંડનમાં જ થયો છે.
ઇસ્માઇલભાઇ લંડનના યોર્કશાયર ડયુઝબરી વેસ્ટ ખાતે રહે છે. અને મોબાઇલ શોપમાં નોકરીકરે ચે. તેઓ સૌ પ્રથમ વખત વર્ષ ૧૯૮૯નાં સમયગાળા દરમિયાન કરજણ તાલુકાનાં મેસરાડ ગામે પોતાના વતનમાં આવ્યા હતા. અને તે સમયે મેસરાડની નજીક ભરૃચ તાલુકાના કંબોલી ગામના રહેવાસી અબ્દુલભાઇ મુસાભાઇ ઝીણાની સૌથી મોટી પુત્રી નુરજહાં સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ ઇસ્માઇલભાઇ અને નુરજહાં લંડન ગયા હતા. અને ત્યારબાદ ત્યાંજ તેઓ પાંચ સંતાનોના માતા પિતા બન્યા હતા. જેમાં સૌથી મોટો ૧૭ વર્ષનો પુત્ર તલ્હા, ૧૫ વર્ષનો બીજો પુત્ર યાસીન, ૧૨ વર્ષનો ત્રીજો પુત્ર યુસુફ, ૧૦ વર્ષનો ચોથો પુત્ર દાઉદ અને સાત વર્ષની પુત્રી મરીયમનો સમાવેશ થાય છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment