સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 26 July 2015

ટ્રાફિક ભંગના રોજ ૧,૫૦૦ મેમો દાખલ કરોઃ ટ્રાફિક પોલીસને આદેશ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ટ્રાફિક ભંગના રોજ ૧,૫૦૦ મેમો દાખલ કરોઃ ટ્રાફિક પોલીસને આદેશ

- સરકારની તિજોરીમાં રોજની રૃપિયા ૪૦ હજારની આવક થવા લાગી

- ટ્રાફીક પોલીસને દરરોજ મળતા નવા ફતવાને લીધે બીચારા વાહન ચાલકો પરેશાન

અમદાવાદ, રવિવાર
શહેર ટ્રાફીક પોલીસને દરરોજના ટ્રાફીક ભંગના ૧૫૦૦ મેમો દાખલ કરવા માટે સૂચના આપવામાં આવતા ટ્રાફીક પોલીસ હાલમાં મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. વાહન ચાલકોને દંડવા માટે ટ્રાફીક પોલીસ ચાર રસ્તાની જગ્યાએ જયા ટ્રાફીક થતો ના હોય તેવી જગ્યાએ ઉભી રહીને પસાર થતા વાહન ચાલકોને પીયુસી અથવા હેલ્મેટ વગર ફરતા હોવાથી મેમો ફાડીને ઉપલા અધિકારીઓના હુકમનું પાલન કરીને સંતોષ માની રહ્યા છે. એટલું જ નહીં ચાર રસ્તા પાસે સીસીટીવી કેમેરાની આંખ પાસે ટ્રાફીક પોલીસે ઉભા રહીને દરરોજના ૧૦૦ જેટલા મેસેજ આપવા માટે સૂચના આપી છે. જેના લીધે ટ્રાફિક પોલીસ સીસીટીવી કેમેરા પાસે ઉભા રહીને ટ્રાફીકનો ભંગ કરનાર વાહન ચાલકના વાહનનો નંબર આપી રહ્યાં છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારા સામે દરરોજ ૧૦૦ મેમા દાખલ કરવા માટે ટ્રાફીક પોલીસને સૂચના આપવામાં આવી છે. જેના લીધે વાહન ચાલકોને પીયુસી, હેલ્મેટ સહિતના મુદ્દે ટ્રાફિક પોલીસ કાયદા બતાવીને મેમા દાખલ કરી રહ્યા છે. જો વાહન ચાલક સ્થળ ઉપર દંડ ભરી તો સામાન્ય રૃા. ૫૦ અથવા રૃા. ૧૦૦નો મેમો દાખલ કરતાં હોય છે. જો વાહન ચાલક સ્થળ પર દંડ ભરવાની ના પાડે તો તેનું લાઇસન્સ જમા લઈને ટ્રાફીકની અન્ય કલમો લગાવીને મેમા આપતા હોય છે. જ્યારે વાહન ચાલક મેટ્રો કોર્ટમાં દંડ ભરવા સવારે જાય તો બપોરના ચાર વાગી જાય છે. જ્યારે આરટીઓનો દંડ ભરવાનો થાય તો તેને એજન્ટ મારફતે કામગીરી કરાવી પડતી હોય છે. જેમાં બે દિવસ બગડતા હોય છે. આમ ટ્રાફીક પોલીસને દરરોજ મળતા નવા ફતવાને લીધે બીચારા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા હોય તેમાં દેખાય તે રીતે ટ્રાફીક પોલીસે ઉભા રહેવાની સૂચના આપવામાં આવી છે.
એટલું જ નહીં ટ્રાફીક પોલીસે દરરોજના ૧૦૦ જેટલા મેસેજ કરવાના હોવાથી હેરાન-પરેશાન થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીકના ભંગ બદલ વાહન ડીટેઇન કરીને દાણીલીમડા ખાતે મુકવામાં આવતા હતા. જેમાં ટ્રાફીકના ઉચ્ચ અધિકારીઓએ કોઈપણ પરવાનગી લીધા વગર પાણીના ભાવે વાહનો વેચાણ કરી દીધા હોવાનું ટ્રાફીકના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
એટલું જ નહીં એક પોલીસની લકઝરી બસ ટ્રાફીક પોલીસે ડીટેઇન કરી છે. જેનો આરટીઓમાં ટેક્ષની રકમ ૩૫ લાખથી વધુ થતી હોવાથી તે ટ્રાફીકના ઉચ્ચ અદિકારી મારફતે બે-ત્રણ લાખમાં સેટલમેન્ટ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment