સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 14 July 2015

મને જ્યાં બાંધીને રાખેલો ત્યાં બીજા પણ બાળકોને બાંધેલા છે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

મને જ્યાં બાંધીને રાખેલો ત્યાં બીજા પણ બાળકોને બાંધેલા છે

અપહરણકર્તાઓ પાસેથી છટકીને આવેલો બાળક કહે છે

બાળકની આ વાત સાંભળીને પણ પોલીસ હજુ તપાસ કરતી નથી

બાળક બે મહિનાથી પાછો આવ્યો હોવા છતાં તેનું મેડિકલ ચેકઅપ પણ થતું નથી
અમદાવાદ, મંગળવાર
એક બાજુ ગુમ થયેલા બાળકોને શોધવા માટે પોલીસ મુસ્કાન ઓપરેશન ચલાવે છે ત્યાં બીજી તરફ ૩ વર્ષથી  ગુમ થયેલું બાળક પોતાની રીતે અપહરણ કરનારાઓની જાળમાંથી  ભાગીને ઘરે પરત આવ્યું છે ત્યારે પોલીસ જો આ બાળકને સાથે રાખીને તપાસ હાથ ધરે તો મહત્વની કળીઓ મળી શકે તેમ છે.પરંતુ બાળકને ઘરે આવ્યાને બે મહિના થવા આવ્યા હોવા છતાં બાળકનું મેડિકલ પણ કરવામાં આવ્યું નથી. છુટીને આવેલા બાળકે પોલીસને નિવેદનમાં લખાવ્યું છે કે જ્યાં તેને બાંધી રાખવામાં આવતો હતો ત્યાં તેની સાથે તેના જેવા બીજા બાળકો પણ હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચના ડી સી પીએ કશું જ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
સી.ટી.એમ રહેતા નરેન્દ્રભાઇ પંચાલનો ૧૧ વર્ષનો દીકરો રોનક ૨૨-૨-૨૦૧૨ ના રોજ તેમના નાના દીકરા માટે દવા લેવા માટે મેડીકલ સ્ટોરમાં ગયો હતો અને ત્યાથી ઘરે પરત ન આવતા તેના માતા પિતાએ શોધખોળ શરુ કરી હતી. અને તેની શોધખોળની કાર્યવાહી ઝડપી થાય તે માટે દરેક સરકારી કચેરી અને રાજનેતા સુધી રજૂઆત કરી હતી. તેમ છતાં બાળકનો પત્તો મળ્યો ન હતો.છેવટે ૩ વર્ષ અને ૩ મહિના બાદ અચાનક  ૧૬-૫-૨૦૧૫ના રોજ રોનક ઘરે પરત આવ્યો હતો. અપહરણ કર્તાઓ પાસેથી રોનક પંચાલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે  તે  તેના નાના ભાઇ માટે દવા લેવા માટે મેડીકલ સ્ટોરમાં ગયો હતો. રસ્તામાં તેને ત્રણ વ્યક્તિએ રોક્યો અને ચોકલેટ આપી હતી. ચોકલેટ ખાધા બાદ શું થયુ તે અંગે તેને ખબર ન હતી. પરંતુ તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એક અંધારીયા રુમમાં હતો. અને ત્યાં તેની સાથે બીજા પણ આવા બાળકો હતો. રોનક ત્યાં ત્રણ વર્ષ રહ્યો તો તે પણ હિન્દીમાં જ વાત કરતો થઇ ગયો છે. તેને આવ્યાને દોઢ મહિનો થયો પણ તેમ છતા તેની વાતમાં હિન્દી શબ્દો આવી જ જાય છે.
આ અંગે વધુ વાત કરતા ૧૪ વર્ષના રોનકે આપવિતી અંગે જણાવ્યું કે મને જમવા માટે માત્ર દાળ અને રોટલી જ આપવામાં આવતી હતી. એક દિવસ હોટેલમાં ગ્રાહકોની ખૂબ જ ભીડ રહેતી હોવાથી રોનકને પીરસવા માટે મોકલ્યો હતો.ત્યાં તેને ગ્રાહકો પાસેથી ટીપ મળેલી ટીપ લઇને શેઠનું ધ્યાન ન પડે તે રીતે તે ત્યાંથી ભાગી નિકળ્યો હતો.ત્યાંથી દોડીને રસ્તામાં કોઇને પૂછીને રેલ્વે સ્ટેશન પહોંચ્યો અને સ્ટોલવાળાને પૂછીને તે અમદાવાદ જતી  ટ્રેનમાં બેસી ગયો હતો. ટ્રેનમાં પણ તેને ડર લાગતો હોવાથી તે છુપાઇને બેસી ગયો હતો.કલાકોની મુસાફરી પછી કાલુુપુર વાંચીને તે ઉતરી ગયો હતો.રોનકનું અપહરણ થયું તે સમયે તેનો પરીવાર સીટીએમ રહેતો જેથી તે પહેલા સીટીએમ ગયો પરંતુ તેના પરિવારે ત્યાંથી ઘર બદલી નાખ્યું હતું.આથી તે નિરાશ થયો અને તેને વિરાટનગરમાં રહેતા તેના મામાનું ઘર યાદ આવ્યું પરંતુ મામાએ પણ ઘર બદલી નાખ્યું હોવાથી તે નિરાશ થઇ ગયો હતો. છેવટે તેને પપ્પાનું કારખાનું યાદ આવ્યું પરંતુ રવીવાર હોવાથી રજા હતી. આથી છેવટે નિરાશ થઇને એક ચાની કીટલી પર બેસીને રડવા લાગ્યો હતો.છેવટે કીટલીવાળાએ તેના પિતાની ફેક્ટરીમા વાત કરીને તેના પિતાનો મોબાઇલ નંબર મેળવીને તેના પિતાને ફોન કર્યો હતો.રોનકે ફોન પર વાત કરી તે તેના પિતા અવાજ સાંભળીને જ ઓળખી ગયા અને થોડીક જ વારમાં જ તેઓ કીટલી પાસે લેવા માટે પહોંચી ગયા હતા.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment