સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 26 July 2015

વર્ષ ૨૦૩૦ સુધીમાં પૃથ્વી પર હિમયુગ શરૃ થવાની શક્યતા ઃ સંશોધન

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

વર્ષ ૨૦૩૦ સુધીમાં પૃથ્વી પર હિમયુગ શરૃ થવાની શક્યતા ઃ સંશોધન

આ પહેલાં ઈસ ૧૬૪૫થી ૧૭૧૫ વચ્ચે આવી ખગોળીય ઘટના સર્જાઈ હતી

અમેરિકન વિજ્ઞાાનીઓના અભ્યાસ પ્રમાણે આશરે દોઢ દાયકામાં સૂર્યનો અગ્નિ ૬૦ ટકા ઘટશે

ન્યૂયોર્ક, તા.૨૬
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સૂરજનો અગ્નિ ક્યારેક શાંત થઈ શકે છે? આ મુદ્દે કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૩૦ સુધી સૂર્યની ગરમી શાંત થઈ જશે અને જો એવું થશે તો પૃથ્વી પર હિમયુગની શરૃઆત થઈ જશે. અમેરિકામાં પ્રોફેસર વેલેન્ટિના જારકોવાએ નેશનલ એસ્ટ્રોનોમી મીટિંગમાં રજૂ કરેલા અભ્યાસમાં કહ્યું છે કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં જ સૂરજની ગતિવિધિમાં આશરે ૬૦ ટકાનો ઘટાડો થશે.
વિજ્ઞાાનીઓનું કહેવું છે કે, ઈસ. ૧૬૪૫માં પણ આવી સ્થિતિનું સર્જન થયું હતું. એ વખતે ધરતી પર લઘુ હિમયુગની શરૃઆત થઈ હતી. આ સ્થિતિ અમુક સદી સુધી જ રહી હોવાથી તેને લઘુ હિમયુગ કહ્યો છે. પ્રો. જારકોવાએ કેલિફોર્નિયાના વિલ્કોક્સ સોલર ઓબ્ઝર્વેટરીમાં 'પ્રિન્સિપલ કોમ્પોનન્ટ એનાલિસિસ'ના આધારે બનાવેલા મોડેલથી સૂર્યના ચુંબકીય ક્ષેત્રનું ઊંડું સંશોધન કર્યું છે.
આ દિશામાં સંશોધન કરી રહેલા સંશોધકોએ વર્ષ ૧૯૭૬થી ૨૦૦૮ સુધી ત્રણ સૌર્ય ચક્રનો પણ અભ્યાસ કર્યો છે. આમ તો એક સૌર્ય ચક્ર પૂરું થાય એ પછી ૧૧ વર્ષ બાદ બીજું સૌર્ય ચક્ર શરૃ થાય છે પરંતુ હકીકતમાં આ સૌર્ય ચક્રનું વિજ્ઞાાન અત્યંત જટિલ છે.
ખગોળશાસ્ત્રીઓએ એ પણ જાણ્યું છે કે, સૌર્ય ચક્રોમાં હવે નિશ્ચિત સમયગાળો નથી રહ્યો. આ સૌર્ય ચક્રો વખતે ચુંબકીય તરંગોનું સ્તર પણ અલગ અલગ હોય છે. જારકોવાએ પોતાના અભ્યાસના આધારે કહ્યું છે કે, વર્ષ ૨૦૩૦થી ૨૦૪૦ વચ્ચે સૂર્યના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં એક જ સમયે તરંગો ઊઠશે. આ દરમિયાન તે બંને એકબીજાના પ્રભાવમાં લગભગ વિનાશ નોંતરશે અને ધરતી પર હિમયુગની શરૃઆત થશે.
નોંધનીય છે કે, આ પ્રકારની ઘટના ઈસ ૧૬૪૫થી ૧૭૧૫ વચ્ચે થઈ ચૂકી છે અને એ વખતે લંડનની થેમ્સ નદી થીજી ગઈ હતી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment