સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 31 July 2015

સમુદ્રની જળસપાટીમાં વધારો થતાં વોશિંગ્ટન ડીસી ડૂબી જવાનો ભય!

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

સમુદ્રની જળસપાટીમાં વધારો થતાં વોશિંગ્ટન ડીસી ડૂબી જવાનો ભય!

યુનિવર્સિટી ઓફ વેર્મોન્ટ અને યુએસ જિયોલોજિકલનો સંયુક્ત અભ્યાસ

વૈજ્ઞાાનિક અભ્યાસ મુજબ વર્ષ ૨૧૦૦ સુધીમાં અમેરિકાની રાજધાની અડધો ફૂટ ડૂબી જશે

વોશિંગ્ટન, તા.૩૧
વોશિંગ્ટનમાં આવેલો શેસાપિક ખાડી અમેરિકાનો સૌથી મોટો મુખત્રિકોણ પ્રદેશ છે, જે છેલ્લાં ઘણાં વર્ષોથી ઝડપથી ડૂબી રહી છે. યુનિવર્સિટી ઓફ વેર્મોન્ટના સંશોધકોએ આ ખાડીનો વૈજ્ઞાાનિક અભ્યાસ કરતા માલુમ પડયું છે કે, વોશિંગ્ટનની આસપાસના દરિયાની સપાટી સતત ઊંચે જઈ રહી છે. આ કારણોસર આગામી એક સદીમાં વોશિંગ્ટન દરિયાઈ સપાટીથી છ ઈંચ નીચે જતું રહ્યું હશે. આ છ ઈંચનું ઊંડાણ સમગ્ર વોશિંગ્ટન માટે ખૂબ જ મોટો આંકડો છે કારણ કે, તેનાથી વોશિંગ્ટનના દરિયા કિનારાના અનેક વિસ્તારો પાણીથી છવાઈ જશે.
અમેરિકન સરકારે કરાવેલા પહેલા વૈજ્ઞાાનિક અનુમાનના આંકડા દર્શાવે છે કે, વર્ષ ૨૧૦૦ સુધીમાં વોશિંગ્ટન અડધો ફૂટ દરિયાની નીચે હશે. આ પ્રકારના ફેરફારોથી વોશિંગ્ટન પર પૂરનું જોખમ પણ સતત વધી રહ્યું છે. વિજ્ઞાાનીઓના જણાવ્યા પ્રમાણે, ગ્લોબલ વોર્મિંગ અને તેના કારણે હિમ ખડકો પીગળી રહ્યા હોવાના કારણે વોશિંગ્ટનની આસપાસના દરિયામાં આ સ્થિતિ સર્જાઈ છે. બરફ પીગળવાના કારણે જ દરિયાના પાણીમાં વધારો થઈ રહ્યો છે અને તેની સપાટી સતત ઊંચે જઈ રહી છે.
દરિયાઈ સપાટી ઊંચે આવવાથી આસપાસની માનવ વસતી જ નહીં પણ દરિયા કિનારાના શહેરોના ઐતિહાસિક સ્મારકો, માર્ગો, મિલિટરી ઈન્સ્ટોલેશન તેમજ પશુ-પક્ષીઓ અને વનસ્પતિ પર પણ નકારાત્મક અસર થશે. આ અભ્યાસના અગ્રણી વિજ્ઞાાની બેન ડેજોંગનું કહેવું છે કે, વોશિંગ્ટનમાં સર્જાયેલી સ્થિતિને આપણે ઘટ્ટ મધથી ભરેલા વોટર બેડની બાજુમાં સૂતા હોય એવી કલ્પના કરી શકીએ. છેલ્લાં ૬૦ વર્ષના ઝીણવટપૂર્વક તૈયાર કરાયેલા આંકડા કહે છે કે, દરિયાઈ સપાટી વધવાની વૈશ્વિક એવરેજથી વોશિંગ્ટન ડીસી બમણી ગતિએ વધે છે.
આ દરમિયાન કરેલો વૈજ્ઞાાનિક અભ્યાસ કહે છે કે, આ પ્રકારના ફેરફાર કૃત્રિમ એટલેે કે સીધેસીધા માનવસર્જિત ના કહી શકાય. જેમ કે, કેલિફોર્નિયામાં પેટાળના પાણીનું સ્તર નીચું જઈ રહ્યું હોવાથી પણ આવો કોઈ ફેરફાર નથી થયો. આ ઉપરાંત જમીનની નીચેના પાણીના સ્તરની પણ ખાસ કોઈ મુશ્કેલી નથી. અમેરિકામાં હિમયુગ વખતે એક માઈલ ઊંચા હિમ ખડકો હતા, જે આટલા વર્ષોમાં પીગળ્યા હોવાથી પણ દરિયાઈ સપાટી વધી છે. આશરે ૨૦ હજાર વર્ષ પહેલાં આ ખડકો પીગળવાની શરૃઆત થઈ હતી.
આ અભ્યાસ યુનિવર્સિટી ઓફ વેર્મોન્ટ, યુએસ જિયોલોજિકલ સર્વે અને અન્ય સંસ્થાઓએ સંયુક્ત રીતે કર્યો હતો.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment