સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 21 July 2015

નારણપુરા અકસ્‍માત : બેના કરૂણ મોત, અન્‍ય બે ગંભીર માલેતુજાર યુવક-યુવતીનાં કરતૂત બહાર ના પડે માટે FSLની મદદ ના લીધી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

નારણપુરા અકસ્‍માત : બેના કરૂણ મોત, અન્‍ય બે ગંભીર
શરાબ અને ડ્રગ્‍સની પાર્ટીનો કરૂણ અંજામ : ધાયલ યુવક-યુવતીને સારવાર માટે વીએસમાં ખસેડાયા અમીકુંજ ચાર રસ્‍તા પાસે માણેકલાલ કોલોની પાસે બનાવ
   અમદાવાદ, તા.૧૯,અમદાવાદ શહેરના નારણપુરા વિસ્‍તારમાં શરાબ અને ડ્રગ્‍સના નશાનો કરૂણ અંજામ આવ્‍યો હતો. અમીકુંજ ચાર રસ્‍તા પાસે માણેકલાલની કોલોની નજીક વધારે પડતી સ્‍પીડમાં રહેલી કાર વૃક્ષ સાથે અથડાઈ જતાં નજીક રહેલી બીજી કારમાં ધુસી ગઇ હતી. બંને કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ બનાવમાં બેના મોત થયા છે ત્‍યારે એક યુવક અને યુવતીને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. વીએસમાં તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્‍યું છે. આજે વહેલી સવારે સાત વાગ્‍યાના સુમારે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો.  આ અકસ્‍માતમાં કાર પુરપાટ ઝડપે પસાર થઇ ઝાડ સાથે અથડાઈ હતી. આ ધટનામાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. આ અકસ્‍માતમાં બે લોકોના મોત થયા જ્‍યારે અન્‍ય બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વીએસ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આ અકસ્‍માતમાં આકાશ સંજય પટેલ (૧૯) રહે. સેટેલાઇટના નંદી હીલ અને દિવ્‍યા સૌરભભાઈ પટેલ (૨૦) રહે. શ્‍યામવિહાર એપાર્ટમેન્‍ટ, બોડકદેવના ધટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્‍યારે અન્‍ય બે લોકો દિપાલી નયનભાઈ પટેલ (૨૦) રહે. શ્રેણીક સોસાયટી, નારણપુરા અને રાહુલ ચેતનભાઈ નાયક (૨૦) રહે. ક્રિષ્‍ના કોમ્‍પલેક્ષ, થલતેજને ગંભીર ઇજાઓ થઇ હતી. ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે આ બંનેને વીએસ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આ ધટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તુરંત ધટના સ્‍થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ મળતકોના મળતદેહને બહાર કાઢવામાં આવ્‍યા હતી. મળતકોના મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલમાં મોકલી દેવાયા હતા. આ ધટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ધટનાસ્‍થળે દોડી આવી હતી. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી હુક્કો મળી આવ્‍યો હતો જેને પગલે પોલીસ ભારે નશામાં હોવાનું માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મળતકોમાં આકાશ અને દિવ્‍યા  બીકોમના થર્ડ યરના વિદ્યાર્થીઓ હતા. જ્‍યારે ઇજાગ્રસ્‍તોમાં દિપાલી એલએલબીના થર્ડયરની વિદ્યાર્થીની છે અને રાહુલ બીકોમ થર્ડ યરનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્‍યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
   મૃતક-ધાયલની યાદી
            અમદાવાદ, તા. ૧૯,અમદાવાદમાં નારણપુરા અમીકુંજ ચાર રસ્‍તા પાસે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો જેમાં બેના મોત થયા હતા અને અન્‍ય બે ગંભીરરીતે ધાયલ થયા હતા. મૃતકો અને ધાયલ લોકોની યાદી નીચે મુજબ છે.
   મૃતકોની યાદી
   *    આકાશ સંજયભાઈ પટેલ (૧૯)
   *    દિવ્‍યા સૌરભ પટેલ (૨૦)
   ધાયલની યાદી
   *    દિપાલી નયનભાઈ પટેલ (૨૦)
   *    રાહુલ ચેતનભાઈ નાયક (૨૦)
દિવ્યા ડાન્સમાં અવ્વલ હતી

નારણપુરાના કમનસીબ અકસ્માતમાં મૃત્યુ પામેલી દિવ્યા પટેલ (સુરેજા) SM પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેના મિત્રવર્તુળમાં એવી ચર્ચા છે કે, દિવ્યા કોલેજની ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતી. તાજેતરમાં એક ડાન્સ કોમ્પિટીશનમાં પાર્ટ લઈને તે બીજા ક્રમે વિજેતા બની હતી. અભ્યાસમાં પણ હોંશિયાર દિવ્યાના મિત્ર વર્તુળ અને કોલેજના ગ્રુપમાં અકસ્માતની ઘટનાથી અરેરાટી પ્રસરી ગઈ છે.

માલેતુજાર યુવક-યુવતીનાં કરતૂત બહાર ના પડે માટે FSLની મદદ ના લીધી

નારણપુરા અકસ્માત કેસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા

દારૃની બોટલ-હુક્કા છૂપાવવા એફએસએલને જાણ ના કરાઇ

બે દિવસ બાદ કારની સ્પીડ જાણવા ટ્રાફિક ક્રેસલેબની મદદ
અમદાવાદ, મંગળવાર
નારણપુરામાં ૧૦૦ કિ. મીટરની સ્પીડે આવતી કાર ઝાડ સાથે અથડાઇ હતી આ ગમખ્વાર અકસ્માતમાં આકાશ પટેલ અને દિવ્યા પટેલનું મોત થયુ હતું, જ્યારે અન્ય યુવક-યુવતીને ગંભીર ઇજા થઇ હતી. આ હાઇપ્રોફાઇલ અકસ્માત કેસમાં માલેતુઝાર પરિવારના નબીરાઓના કરતૂત બહાર ના પડે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ નારણપુરા પોલીસ કામ કરી રહી હતી. પોલીસ પ્રથમથી જ આ કેસને ભીનું સંકેલવા માટે પ્રયાસ કરી રહી હતી જેથી એફએસએલની મદદ લીધી ન હતી અને આજે બે દિવસ બાદ કારની સ્પીડ જાણવા માટે ટ્રાફિકની ક્રેસલેબની મદદ લીધી.
અમદાવાદમાં હત્યા કે પછી ગંભીર પ્રકારના અકસ્માત કેસમાં પોલીસ પ્રથમ એફએસએલની મદદ લેવાતી હોય છે. ત્યારબાદ કેસની તપાસ શરૃ કરતી હોય છે. પરંતુ નારણપુરામાં રવિવારે પોસ્ટ ઓફિસ સામે માલેતુઝાર પરિવારના યુવકે કાર ૧૦૦ની સ્પીડે હંકારીને અકસ્માત કર્યો હતો, જો કે અકસ્માતમાં કાર ચાલક યુવક અને યુવતીનું મોત થયું હતું. અકસ્માતની તપાસ કરતી નારણપુરા પોલીસે કારમાંથી મળેલી દારૃની બોટલ અને હુકા સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓ બહાર ના પડે માટે એફએસએલની મદદ લીધી ન હતી.
વાહનની સ્પીડ જાણવા માટ પોલીસે આરટીઓની મદદ લીધી હોવાની વાત કરીને કેસને રફેદફે કરવા માટેના પ્રયાસો કર્યો હતા આજે બે દિવસ બાદ કારની સ્પીડ નક્કી કરવા માટે ટ્રાફિકના ક્રેસલેબની મદદ લેવામાં આવી છે. આ સોફ્ટવેરની મદદથી કારના ફોટોગ્રાફ પરથી અકસ્માત સમયે વાહનની સ્પીડ સહિતની માહિતી મળવી શકાય છે. ટ્રાફિક અધિકારીના જણાવ્યા મુજબ અમોએ નારણપુરાના કેસમાં વાહન અકસ્માતના ફોટા પાડયા બાદ વિડિયો શુટિંગ કરીને ક્રેસલેબ સોફ્ટવેર દ્વારા પ્રથમ વખત તપાસ હાથ ધરી છે. નારણપુરા પોલીસે યુવક અને યુવતીઓ ક્યાં પાર્ટી કરીને આવતા હતા તેમજ દારૃના નશામાં હતા કે નહી તે સહિતની માહિતી છૂપાવવા માટે મિડિયાને મળતા પણ નથી અને ફોન પર ઉપાડતા નથી.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment