સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 20 August 2015

પાટીદાર NRI, ઉદ્યોગપતિઓએ આંદોલન માટે ફંડ આપવા તૈયારી દર્શાવી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

પાટીદાર NRI, ઉદ્યોગપતિઓએ આંદોલન માટે ફંડ આપવા તૈયારી દર્શાવી

અનામત આંદોલનને એનઆરઆઇ ગુજરાતીઓએ સમર્થન આપ્યું

કલાસવન અધિકારીઓ પણ આંદોલનકારીઓને કાયદાકીય સહિતનું માર્ગદર્શન પુરૃંં પાડે છે

પૂર્વ આઇએસ, કલેક્ટર, ડીડીઓ, કલાસવન અધિકારીઓ પણ આંદોલનકારીઓને કાયદાકીય સહિતનું માર્ગદર્શન પુરૃંં પાડે છે
અમદાવાદ , ગુરૃવાર
ગુજરાતમાં પૂરજોશથી ચાલી રહેલાં પાટીદાર આંદોલનને સરકાર વિરોધીઓનું તો સમર્થન સાંપડી રહ્યું છે સાથે સાથે હવે વિદેશમાં વસતાં પાટીદારોએ પણ અનામત આંદોલનને સમર્થન આપ્યું છે એટલું જ નહીં, આંદોલન માટે ફંડ આપવાની પણ તૈયારી દર્શાવી છે. પાટીદાર આંદોલનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે ત્યારે ભાજપ સરકારે પીઠપાછળના મુખ્ય ભૂમિકા ભજવતાં પરિબળોની શોધખોળ તેજ કરી છે.
પાટીદાર આંદોલન સમિતીએ આજે એવો દાવો કર્યો છેકે, વિદેશમાં વસતાં એનઆરઆઇ પાટીદારોએ અનામત આંદોલનને સમર્થન આપ્યું છે.અનામત આંદોલન કરી પાટીદારોની એકતા બદલ પાટીદાર આંદોલન સમિતિને અભિનંદન પાઠવ્યાં છે. આ ઉપરાંત અનામત આંદોલન માટે નાણાંકિય સહાય આપવા તૈયારી દર્શાવી છે. વિદેશથી એવા સંદેશા આવી રહ્યાં છે કે, તમે જે કાર્ય કરી રહ્યાં છો તે બદલ ધન્યવાદ. બીજી તરફ, એવી પણ માહિતી મળી છેકે, અનામત આંદોલનની પાછળ પૂર્વ આઇએસ, કલેક્ટર , ડેપ્યુટી મ્યુનિ.કમિશ્નર,ડીડીઓ સહિત કલાસવન પાટીદાર અધિકારીઓને એક ફોજ આંદોલનકારીઓને કાયદાકીયથી માંડીને તમામ માર્ગદર્શન પુરૃ પાડી રહ્યાં છે. આંદોલનની રણનિતીમાં સરકારી પાટીદાર અધિકારીઓનો પણ મુખ્ય રોલ છે.એવી પણ ચર્ચા છેકે, હાલમાં જે અનામત આંદોલન ચાલી રહ્યુ છે જેમા કેટલાંક પાટીદાર ઉદ્યોગપતિ,કોર્પોરેટ ઉદ્યોગગૃહો પણ નાણાંકીય મદદ કરી રહ્યાં છે. અનામત આંદોલનને વ્યાપક સમર્થન મળતાં સરકાર હવે એકલી અટુલી પડી રહી છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

કિસાન મોરચાના ઉપાધ્યક્ષ પદ અને ભાજપમાંથી બેચર ભાદાણીનું રાજીનામું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

કિસાન મોરચાના ઉપાધ્યક્ષ પદ અને ભાજપમાંથી બેચર ભાદાણીનું રાજીનામું

અનામત આંદોલનની તરફેણમાં ભાજપના નેતાઓ બહાર આવ્યા

ભાજપને અનામત આંદોલન કરતાં ભીતરઘાતનો ડર વધુ સતાવી રહ્યો છે

પટેલ ધારાસભ્યો પર સરકારની વોચ
ગાંધીનગર, ગુરૃવાર
પટેલોને ઓબીસીમાં સમાવવાની માંગણી સાથે શરૃ થયેલા પાટીદાર આંદોલનના સમર્થનમાં એક પછી એક નેતાઓ ખુલ્લમખુલ્લા સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં આજે પૂર્વ મંત્રી બેચર ભાદાણીએ ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી તેમજ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે.
પટેલોને અનામતનો લાભ મળવો જોઈએ તેવી માંગણીના સંદર્ભમાં છેલ્લ દોઢ માસથી સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૃ થયું છે. આંદોલને વિકરાળ સ્વરૃપ ધારણ કરતાં સરકાર દોડતી થઈ ગઈ છે. સરકારમાં ૪૪ પાટીદાર ધારાસભ્યો છે. પાંચ પટેલ સાંસદો છે. ત્યારે સરકારને જેટલો ડર અનામત આંદોલનથી નથી લાગતો એટલો ડર એ લાગે છે કે જો ભાજપના પટેલો પાર્ટીથી છેડો ફાડવા માંડશે તો પાર્ટીને બહુ મોટું નુકસાન જશે.
રખેને આગામી દિવસોમાં ભાજપમાં રહેલાં ધારાસભ્યો અને સાંસદો ખુલ્લેઆમ પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં આવી જાય અને ભાજપમાંથી રાજીનામા આપવા માંડે તો સરકાર અને ભાજપ બન્ને મુશ્કેલીમાં આવી જાય તેમ છે. તેથી ભાજપને અત્યારે સૌથી વધુ ડર ભીતરઘાતનો છે. આ માટે સરકારે દરેક પાટીદાર ધારાસભ્ય અને સાંસદો પર આઈબીનો વોચ ગોઠવી દીધી છે.
દરમિયાનમાં આજે ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેચર ભાદાણીએ ઉપાધ્યક્ષ પદેથી તેમજ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપીને પટેલોના અનામત આંદોલનને સરાજાહેર સમર્થન જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ર૦૦૭માં પણ તેમણે ભાજપ સરકાર સામે બળવો કર્યો હતો. બાદમાં પાર્ટી સાથે છેડો ફાટી ગયો હતો. જેના ઘણા વર્ષ પછી પાર્ટીએ ફરી તેમને સ્વિકાર્યા હતાં.
આ ઉપરાંત અન્ય એક પટેલ નેતા હનુભા ધોરાજિયા કે જેઓ અગાઉ ભાજપમાં હતાં અને બાદમાં આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા તેઓએ પણ આજે પાટીદાર અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. હવે અગામી તા.રપ સુધીમાં ભાજપના અન્ય હોદ્દેદારો ધડાધડ રાજીનામા ફેંકવા લાગશે તો શું કરવું તેની અજમંજસતામાં સરકાર મુકાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ પણ અનામત આંદલનના સમર્થનમાં જરૃર પડયે ભાજપમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 17 August 2015

૨૫મીની મહારેલી માટે ૧૫ હજાર પાટીદાર યુવાઓની ટીમ કામે લાગશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

૨૫મીની મહારેલી માટે ૧૫ હજાર પાટીદાર યુવાઓની ટીમ કામે લાગશે

ઉમિયા કેમ્પસ,સોલામાં મહારેલીની તૈયારીઓ માટે બેઠક મળી

રહેવા-જમવા,પાર્કિગની સુવિધા સહિતની જવાબદારી સોંપવામાં આવી

જિલ્લા-તાલુકા કક્ષાએથી પાટીદારોને અમદાવાદ લાવવાથી માંડીને રહેવા-જમવા,પાર્કિગની સુવિધા સહિતની જવાબદારી સોંપવામાં આવી
અમદાવાદ , સોમવાર
સુરતમાં મહારેલીની સફળતા બાદ પાટીદાર આંદોલનકારીઓના મન વધુ મક્કમ બન્યાં છે. હવે અમદાવાદમાં ૨૫મીએ મહાક્રાંતિ રેલીને સફળ બનાવવા પાટીદારોએ કમર કસી છે. આજે અમદાવાદમાં ઉમિયાધામ કેમ્પસ,સોલામાં ૨૫મીએ રિવરફ્રન્ટ પર યોજાનારી મહારેલીના આયોજનમાં ૧૫ હજાર પાટીદાર યુવાઓની ટીમને કામ લગાડવા નક્કી કરાયું છે.
ઉમિયાધામ કેમ્પસમાં આજે પાટીદાર આગેવાનોની એક બેઠક યોજાઇ હતી જેમાં અમદાવાદમાં મહારેલીમાં ભાગ લેનારાં પાટીદારોની રહેવા-જમવા અને વાહન પાર્કિગની વ્યવસ્થા કયાં કયાં કરવી તે મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ હતી. આ ઉપરાંત પાટીદાર યુવાઓને અમદાવાદમાં વોર્ડ વાઇઝ કામગીરી સોંપવામાં આવી હતી. જિલ્લા-તાલુકા કક્ષાએ પણ ટીમો બનાવીને પાટીદારોને અમદાવાદ સુધી લાવવા વાહન સહિત માર્ગો પર નાસ્તા-પાણીની સુવિધા કરવા આયોજન કરવા નકકી કરાયું છે. પાટીદાર સંગઠનોને અગાઉથી જાણ કરીને અમદાવાદમાં રહેતાં સગાઓને ત્યાં ૨૩મી પહોંચી જવા આદેશ પણ કરાયો છે. આમ, ૨૫મી મહારેલીને સફળ બનાવવા હવે પાટીદાર આંદોલનકારીઓ તૈયારીઓ શરૃ કરી દીધી છે.

આજે બ્રહ્મ સમાજની અમદાવાદમાં બેઠક મળશે
પાટીદારો બાદ હવે બ્રહ્મ સમાજે પણ અનામતની માંગણી ઉગ્ર બનાવી છે. આવતીકાલે તા.૧૮મીએ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજે સારંગપુર ખાતે એક બેઠક બોલાવી છે જેમાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં અનામતના મુદ્દે રણનિતી ઘડવા એક કમિટીની રચના કરાશે. આંદોલન માટેની નિતી ઘડવામાં આવશે.
ભાવસાર સમાજ પણ અનામતના મુદ્દે આંદોલનના માર્ગે
ભાવસાર સમાજે પણ ઓબીસીમાં સમાવવા માંગણી કરી છે. ભાવસાર અનામત સંઘર્ષ સમિતિએ જણાવ્યું છેકે, અન્ય રાજ્યોમાં ભાવસાર સમાજને અનામતનો લાભ મળ્યો છે. ૧૯૯૭-૯૮ના વર્ષથી ભાવસાર સમાજની આ માંગ પેન્ડીંગ છે. જો હવે અનામત નહીં મળે તો આગામી દિવસોમાં ભાવસાર સમાજ પણ આંદોલન કરશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

અનામત રેલીમાં સ્ટેજ ઉપર ભાષણ આપતા ગોરધન પટેલનું હાર્ટએટેકથી મોત

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અનામત રેલીમાં સ્ટેજ ઉપર ભાષણ આપતા ગોરધન પટેલનું હાર્ટએટેકથી મોત

આણંદ જિલ્લાના પેટલાદની ઘટના

અમૂલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને પાટીદાર અગ્રણીના અવસાનથી ઘેરા શોકની લાગણી

આણંદ,સોમવાર
પાટીદારોની અનામતની આગ સમગ્ર ગુજરાતભરમાં દાવાનળની જેમ પ્રસરી રહી છે. સોમવારના રોજ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં અનામતની માંગણી સાથે પાટીદારોના યોજાયેલા એક કાર્યક્રમમાં ભાષણ કરી રહેલા અમૂલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન ગોરધનભાઈ પટેલ (શેખડીવાળા)નું સંભવિત હાર્ટએટેકથી મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. અનામતની આગમાં એક પાટીદાર હોમાતા ચરોતરના પાટીદારોમાં ભારે રોષ  ફાટી નીકળ્યો છે. બપોર બાદ તેમના શેખડી ગામેથી સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.
આ અંગે વધુમાં મળતી વિગત મુજબ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં તાલુકાના પાટીદારો દ્વારા અનામતના પ્રશ્ને રેલી અને મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સવારના સુમારે તાલુકાના અંદાજિત ૩૦૦૦ જેટલા પાટીદારો પેટલાદ શહેરની કોલેજ ચોકડી ખાતે આવેલા પાલિકાના સ્ટેડિયમમાં એકત્રિત થયા હતા અને ત્યાં આગેવાનો દ્વારા ભાષણો શરૃ કરાયા હતા. પાટીદાર સમાજની વિશાળ જનમેદનીને અનામતના પ્રશ્ને સંબોધન કરી રહેલા અમૂલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન ગોરધનભાઈ આશાભાઈ પટેલની તબિયત એકદમ જ લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ પડી જવા પામ્યા હતા. જેને લઈને તુરંત જ તેમને એમ્બ્યુલન્સ વાનમાં નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર વાયુવેગે રેલીમાં ફેલાઈ જતાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
દરમ્યાન રેલીએ મામલતદાર કચેરીએ જઈને પોતાની પાટીદારોને અનામત આપવાની માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલીને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર પેટલાદ શહેરમાં ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો કે રેલી દરમ્યાન જ અમૂલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેનનું મોત થતાં પાટીદારોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાટીદાર અનામતની માંગણી કરતાં જ મોતને ભેટેલા ગોરધનભાઈ પટેલનું પાર્થિવ શરીર તેમના વતન શેખડી ગામે લઈ જવામાં આવ્યો હતો અને બપોરના સુમારે તેઓની અંતિમયાત્રા નીકળી હતી.  જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.ગોરધનભાઈ પટેલે પાંચ વર્ષ સુધી અમૂલ ડેરીના વાઈસ ચેરમેનપદે અને પાંચ વર્ષ ડીરેક્ટરપદે સેવા આપી હતી. આ ઉપરાંત ૩૦ વર્ષ સુધી તેઓ શેખડી દૂધ મંડળીના ચેરમેનપદે પણ રહ્યા હતા. તેમના અકાળે નિધનથી પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 12 August 2015

પાટીદારો પછી બ્રાહ્મણો પણ હવે અનામત માટે કૂદયા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

પાટીદારો પછી બ્રાહ્મણો પણ હવે અનામત માટે કૂદયા

વલસાડમાં રવિવારે બેઠક યોજાશે

વલસાડ,બુધવાર
સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા ચાલેલું અનામતનું આંદોલન જોર પકડી રહ્યું છે. ત્યારે અનામતના કારણે બ્રહ્મ સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અન્યાયના મુદ્દે રવિવારના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં બ્રહ્મ સમાજના આગેવાનોની સેન્સ લીધા બાદ આગળની કાર્યવાહી નક્કી કરાશે.
વલસાડ સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ બી.એન.જોશી જણાવ્યું આઝાદીના સાત દાયકા વીત્યા બાદ પણ હજુ અનામતના નામે તરી ગયેલી જ્ઞાાતિઓને અનામતમાંથી બાકાત કરી દેવા જોઈએ. જ્યારે સામાજિક સમરસતા જળવાય તે માટે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૃરિયા મંદ લોકોને જ અનામત આપવું જોઈએ. જ્ઞાાતિપ્રથા સમરસ સમાજ માટે કાળું ભોરિંગ હોવાથી અનામતપ્રથા જ નાબુદ કરવાની હિમાયત કરી છે. પરંતુ જો અનામતપ્રથા નાબુદ ના થાય તો તેવા સંજોગોમાં બ્રહ્મ સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ સાથે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહેલા અન્યાય મુદ્દે આગામી રવિવારે વલસાડ જિલ્લાના ધરમપુર, ઉમરગામ, વાપી, વલસાડ, દમણ, સેલવાસ અને પારડીના બ્રહ્મ સમાજના ૧ હજારથી વધુ ભુદેવો પારડીના એકલિંગ શિવ મંદિર હોલમાં ભેગા થશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 11 August 2015

ડેન્ગ્યૂ છે કે નહિ તે જાણવા હવે એલાઇઝા ટેસ્ટ કરાશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ડેન્ગ્યૂ છે કે નહિ તે જાણવા હવે એલાઇઝા ટેસ્ટ કરાશે

ડેન્ગ્યૂના કેસો વધતાં અમદાવાદ સિવિલમાં ઉચ્ચકક્ષાની બેઠક યોજાઇ

ડેન્ગ્યૂ સેક્ન્ડરી સ્ટેજમાં જોખમી છે ઃ ડેન્ગ્યૂ કાબૂમાં હોવાનો દાવો

અમદાવાદ,મંગળવાર
ચોમાસામાં ડેન્ગ્યૂના કેસોમાં વધારો થઇ રહ્યો છે પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં એવી ભલામણ કરાઇ હતી કે, ડેન્ગ્યૂ છે કે કેમ તેના કન્ફર્મેશન માટે હવે એલાઇઝા ટેસ્ટ કરાશે. ઘણાં કિસ્સામાં રેપિડ ટેસ્ટમાં ડેન્ગ્યૂના રિપોર્ટ ખોટા પડયાં હોવાનું બહાર આવ્યું છ. ગુજરાતમાં ગત વર્ષની જેમ ડેન્ગ્યૂના કેસો વધે તેની તકેદારીરૃપે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ભેજયુક્ત વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યૂએ દેખા દીધી છે.ચાલુ વર્ષ અમદાવાદમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૩૨૭ ડેન્ગ્યૂના કેસો નોંધાયાં છે. ચાલુ સપ્તાહમાં ડેન્ગ્યૂના ૩૭ કેસો નોંધાયાં છે. રેપિડ ટેસ્ટથી ૧૫-૨૦ મિનીટમાં લોહીના સેમ્પલ પરથી ડેન્ગ્યૂ પોઝીટીવ કે નેગેટીવ છે તે જાણી શકાય છે પણ તેની વિશ્વનીયતા હોતી નથી. ઘણાં કિસ્સામાં પરિણામ ખોટા પણ હોય છે. એલાઇઝા ટેસ્ટ પરથી ચોક્કસપણે ડેન્ગ્યૂ છે કે કેમ તે જાણી શકાય છે જેથી હવે સરકારી હોસ્પિટલમાં ફરજિયાતપણે એલાઇઝા ટેસ્ટ કરવા ડોકટરોને ભલામણ કરાઇ છે.
તબીબોનું કહેવુ છેકે , કર્ણાટક ,કેરાલા કરતાં ગુજરાતમાં ડેન્ગ્યૂનુ પ્રમાણ ઓછું છે. પ્રાયમરી સ્ટેજમાં ડેન્ગ્યૂને પેરાસિટામોલથી કાબૂમાં લઇ શકાય છે. સેક્ન્ડ સ્ટેજમાં ડેન્ગ્યૂ જોખમી બની શકે છે. સિવિલમાં આયોજીત બેઠકમાં ડેન્ગ્યૂના દર્દીઓને કેવી કેવી સારવાર આપવી તે મુદ્દે માર્ગદર્શિકા આપવામાં આવી હતી. જોકે, ગુજરાતમાં ડેન્ગ્યૂ કાબૂમાં છે તેવો સરકારી અધિકારીઓ દાવો કર્યો હતો.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 9 August 2015

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયનો લૂક બદલાશેઃ ઝૂ એજ્યુકેશન પ્લાન ઘડાશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયનો લૂક બદલાશેઃ ઝૂ એજ્યુકેશન પ્લાન ઘડાશે

- પ્રાણીસંગ્રહાલય હવે પિકનિક સેન્ટર નહીં, ઇન્ફર્મેશન સેન્ટર બનશે

- કાંકરિયા ઝૂના મુલાકાતીઓ માટે ઇન્ટરપ્રિટેશન કેન્દ્ર બનશે

ગાઇડો જાણકારી આપશે,માસ્ટર પ્લાન આધારે જ ઝૂની કામગીરી થશે
અમદાવાદ , રવિવાર
અત્યાર સુધી લોકો તહેવાર-રજા દરમિયાન પિકનીક તરીકે લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે પણ હવે પ્રાણીસંગ્રહાલયનો આખોય લૂક બદલાશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના આદેશને પગલે હવે પ્રાણીસંગ્રહાલયમાં આવનાર મુલાકાતી માત્ર પક્ષી-પ્રાણીને જોવાનો આનંદ જ નહીં માણે બલ્કે તેના વિશેની ભરપૂર જાણકારી મેળવશે. અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય સહિત દેશના ૧૯૫ પ્રાણીસંગ્રહાલયો હવે ૧૦ વર્ષનો ઝૂ એજ્યુકેશન માસ્ટર પ્લાન ઘડશે તે અનુસાર પ્રાણીઓની જાણકારી આપીને લોકજાગૃતિ કેળવવાના પ્રયાસો થશે.
આગામી દિવસોમાં પ્રાણીસંગ્રહાલય હવે જંગલી પ્રાણીઓ વિશે જાણકારી મેળવવાનું એક મહત્વનું કેન્દ્ર બની રહેશે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના સિનિયર પ્રોફેસર ડૉ.બિતાપી સિંહાએ જણાવ્યું કે,હવે દરેક પ્રાણીસંગ્રહાલયનો અલગ માસ્ટર પ્લાન હશે.પ્રાણીસંગ્રહાલયમાં ઇન્ટરપ્રિટેશન કેન્દ્ર હશે જયાં પ્રાણી વિશેની ભરપૂર માહિતી,સાહિત્ય ઉપલબ્ધ હશે. મુલાકાતીઓને ફિલ્મ દર્શાવાશે.  ગાઇડ મુલાકાતીઓને દરેક પ્રાણી વિશેની જાણકારી આપશે. પ્રાણીને હેરાન કરનારાં માટે શિક્ષાત્મક પગલાઓ લેવાશે. માસ્ટર પ્લાન આધારે જ ઝૂ ડાયરેક્ટરે કામગીરી કરવાની રહેશે. ઝૂ એજ્યુકેશન પ્લાન માટેની માર્ગદર્શિકા બનાવાઇ છે. જો માસ્ટર પ્લાન આધારે કામગીરી નહીં થાય તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઝૂને નોટિસ આપશે.

પ્રાણીની હેરાનગતિની જાણ કરનારને ઇનામ અપાશે
પ્રાણીસંગ્રહાલયમાં હવે પ્રાણીઓના સરંક્ષણના પાઠ મુલાકાતીઓને શિખવાડાશે. પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતી પ્રાણીને હેરાન કરતાં હોય તે માટે ટેલિફોન નંબર સાથેના બોર્ડ હશે જે કોઇ હેલ્પનંબર પર જાણ કરશે તેને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાશે. જયારે પ્રાણીને હેરાન કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે.
શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ ઝૂ વોલિયન્ટર તરીકે કામ કરશે
વિદ્યાર્થીઓને પ્રાણીના સરંક્ષણને લઇને જાણકારી મળે તેમજ લોકજાગૃતિ કેળવાય તે માટે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પણ પ્રાણીસંગ્રહાલયમાં વોલિયન્ટર તરીકે સેવા લેવાશે. વિદ્યાર્થીઓ મુલાકાતીઓને પ્રાણી વિશે માહિતી પણ આપશે. વિદ્યાર્થીઓ પ્રાણીઓની વર્તનને નજીકથી જાણી શકશે પરિણામે લોકોને સારી રીતે માહિતી આપશે.
ઝૂમાં વિવિધ ભાષામાં પિકચર સહિતના સાઇનબોર્ડ હશે
હવે કાંકરિયામાં કયા પાંજરામાં કયું પ્રાણી છે તેની તમામ માહિતી સાઇનબોર્ડ પર ચિત્ર સાથે હશે. અંગ્રેજી,ગુજરાતી અને હિન્દી ભાષામાં સાઇનબોર્ડ લગાવાશે. મુલાકાતીઓને સરળતાથી સમજાય અને માહિતી મળી શકે તે રીતે માહિતીસભર બોર્ડ લગાવાશે. મૂળ હેતુ એછેકે, અશિક્ષિત મુલાકાતીને પણ સરળતાથી સમજાય તે માટે માહિતી સાથેના બોર્ડ લગાવાશે.
હવે અમદાવાદમાંથી પકડાયેલાં જાનવરોને પણ જોવા મળશે
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં હવે અમદાવાદના કોઇ વિસ્તારમાંથી પકડાયેલી પાટલા ઘો અથવા તો સાપને પણ અલાયદા પાંજરામાં મૂકવામાં આવશે તેની પણ સાઇનબોર્ડ પર માહિતી મૂકવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી પકડાતાં જંગલી જાનવરોને અલગ પાંજરામાં પુરાશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 7 August 2015

નેપાળ-ભારત ફોલ્ટલાઈન પર ભવિષ્યમાં વિનાશક ભૂકંપ આવી શકે છે ઃ સંશોધન

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

નેપાળ-ભારત ફોલ્ટલાઈન પર ભવિષ્યમાં વિનાશક ભૂકંપ આવી શકે છે ઃ સંશોધન

નેપાળમાં આવેલા ભૂકંપ પછી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાાનીઓની ટીમનો અભ્યાસ

વિશ્વભરના સિસ્મોલોજિકલ આંકડા અને ઉપગ્રહોએ લીધેલી તસવીરોના આધારે કાઢ્યું તારણ

જીપીએસ-એક્સેલરોમીટરના ડેટા, વિશ્વભરના સિસ્મોલોજિકલ આંકડા અને ઉપગ્રહોએ લીધેલી તસવીરોના આધારે કાઢ્યું તારણ  
(પીટીઆઈ)             લોસ એન્જલસ, તા.૭
ભવિષ્યમાં પશ્ચિમ નેપાળ અને ઉત્તર ભારતમાં જોરદાર ભૂકંપ આવવાની સંભાવના છે. નેપાળમાં આવેલા ૭.૮ રિક્ટર સ્કેલ તીવ્રતાના ભૂકંપ અંગે તપાસ કરી રહેલા વિજ્ઞાાનીઓએ કહ્યું છે કે, તાજેતરમાં નેપાળમાં આવેલા ભૂકંપની ફોલ્ટલાઈનમાં છેલ્લાં ભૂકંપ વખતે 'એનર્જી'નો સંગ્રહ થઈ ગયો છે.
નેપાળમાં થયેલા ભૂકંપના દિવસે જીપીએસ સ્ટેશનના ડેટા, કાઠમંડુનું ગ્રાઉન્ડ મોશન માપતા એક્સેલરોમીટરના ડેટા, ઉપગ્રહોએ લીધેલી તસવીરો તેમજ વિશ્વભરમાં ગોઠવાયેલા સિસ્મોલોજિકલ સ્ટેશનના ડેટાના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાાનીઓની ટીમ આ નિષ્કર્ષ પર આવી છે. ૨૫મી એપ્રિલે નેપાળના ગોરખામાં આવેલા ભૂકંપમાં આશરે નવ હજાર લોકોના મૃત્યુ થયા હતા. આ ભયાનક ભૂકંપનો આ પહેલો સંપૂર્ણ વૈજ્ઞાાનિક અભ્યાસ છે.
આ અભ્યાસ સાથે સંકળાયેલા બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના પ્રો. જિન-ફિલિપ ઓવુકે કહ્યું છે કે, આ જગ્યા પર ખૂબ ધ્યાન આપવાની જરૃર છે. આ ફોલ્ટલાઈન પર આવનારો બીજો ભૂકંપ પણ વિનાશ નોંતરશે કારણ કે, આ સમગ્ર વિસ્તારમાં ખૂબ મોટી વસતી છે. આ ફોલ્ટલાઈનમાં ફક્ત પશ્ચિમ નેપાળ નહીં પણ ઉત્તર ભારતનો પણ બહુ મોટો હિસ્સો આવે છે.  આ સંશોધનમાં જણાવાયું છે કે, આ ભૂકંપ હિમાલયમાં થઈ રહેલા ભૌગોલિક ફેરફારોના કારણે થાય છે. હિમાલય સાથે જોડાયેલી ફોલ્ટલાઈન ઉત્તર ભારતની જમીન નીચેનો પણ બહુ મોટો હિસ્સો રોકે છે. વિજ્ઞાાનીઓએ જીપીએ ડેટાના આધારે સાબિત કર્યું છે કે, આ ફોલ્ટલાઈનનો બહુ જ મોટો વિસ્તાર 'લોક' થઈ ગયો છે, જેમાં નાનો મોટો ફેરફાર પણ ભયાનક વિનાશ નોંતરવા સક્ષમ છે.
વિજ્ઞાાનીઓ સાદી સમજણ આપતા કહે છે કે, ભૂકંપ વખતે ફોલ્ટલાઈનમાં થયેલા ફેરફારોમાં એક પ્રકારની એનર્જીનો સંગ્રહ થઈ જાય છે. બાદમાં જ્યારે પણ ફોલ્ટલાઈનમાં મોટો ફેરફાર થાય ત્યારે તે ધીમે ધીમે રિલીઝ થાય છે અને તેને આપણે ભૂકંપ કહીએ છીએ. નોંધનીય છે કે, આ ફોલ્ટલાઈન પર ઈસ. ૧૫૦૫માં ૮.૫નો ભૂકંપ આવ્યો હતો.