સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 17 August 2015

અનામત રેલીમાં સ્ટેજ ઉપર ભાષણ આપતા ગોરધન પટેલનું હાર્ટએટેકથી મોત

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અનામત રેલીમાં સ્ટેજ ઉપર ભાષણ આપતા ગોરધન પટેલનું હાર્ટએટેકથી મોત

આણંદ જિલ્લાના પેટલાદની ઘટના

અમૂલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને પાટીદાર અગ્રણીના અવસાનથી ઘેરા શોકની લાગણી

આણંદ,સોમવાર
પાટીદારોની અનામતની આગ સમગ્ર ગુજરાતભરમાં દાવાનળની જેમ પ્રસરી રહી છે. સોમવારના રોજ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં અનામતની માંગણી સાથે પાટીદારોના યોજાયેલા એક કાર્યક્રમમાં ભાષણ કરી રહેલા અમૂલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન ગોરધનભાઈ પટેલ (શેખડીવાળા)નું સંભવિત હાર્ટએટેકથી મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. અનામતની આગમાં એક પાટીદાર હોમાતા ચરોતરના પાટીદારોમાં ભારે રોષ  ફાટી નીકળ્યો છે. બપોર બાદ તેમના શેખડી ગામેથી સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.
આ અંગે વધુમાં મળતી વિગત મુજબ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં તાલુકાના પાટીદારો દ્વારા અનામતના પ્રશ્ને રેલી અને મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સવારના સુમારે તાલુકાના અંદાજિત ૩૦૦૦ જેટલા પાટીદારો પેટલાદ શહેરની કોલેજ ચોકડી ખાતે આવેલા પાલિકાના સ્ટેડિયમમાં એકત્રિત થયા હતા અને ત્યાં આગેવાનો દ્વારા ભાષણો શરૃ કરાયા હતા. પાટીદાર સમાજની વિશાળ જનમેદનીને અનામતના પ્રશ્ને સંબોધન કરી રહેલા અમૂલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન ગોરધનભાઈ આશાભાઈ પટેલની તબિયત એકદમ જ લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ પડી જવા પામ્યા હતા. જેને લઈને તુરંત જ તેમને એમ્બ્યુલન્સ વાનમાં નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર વાયુવેગે રેલીમાં ફેલાઈ જતાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
દરમ્યાન રેલીએ મામલતદાર કચેરીએ જઈને પોતાની પાટીદારોને અનામત આપવાની માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલીને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર પેટલાદ શહેરમાં ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો કે રેલી દરમ્યાન જ અમૂલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેનનું મોત થતાં પાટીદારોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાટીદાર અનામતની માંગણી કરતાં જ મોતને ભેટેલા ગોરધનભાઈ પટેલનું પાર્થિવ શરીર તેમના વતન શેખડી ગામે લઈ જવામાં આવ્યો હતો અને બપોરના સુમારે તેઓની અંતિમયાત્રા નીકળી હતી.  જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.ગોરધનભાઈ પટેલે પાંચ વર્ષ સુધી અમૂલ ડેરીના વાઈસ ચેરમેનપદે અને પાંચ વર્ષ ડીરેક્ટરપદે સેવા આપી હતી. આ ઉપરાંત ૩૦ વર્ષ સુધી તેઓ શેખડી દૂધ મંડળીના ચેરમેનપદે પણ રહ્યા હતા. તેમના અકાળે નિધનથી પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment