સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 20 August 2015

કિસાન મોરચાના ઉપાધ્યક્ષ પદ અને ભાજપમાંથી બેચર ભાદાણીનું રાજીનામું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

કિસાન મોરચાના ઉપાધ્યક્ષ પદ અને ભાજપમાંથી બેચર ભાદાણીનું રાજીનામું

અનામત આંદોલનની તરફેણમાં ભાજપના નેતાઓ બહાર આવ્યા

ભાજપને અનામત આંદોલન કરતાં ભીતરઘાતનો ડર વધુ સતાવી રહ્યો છે

પટેલ ધારાસભ્યો પર સરકારની વોચ
ગાંધીનગર, ગુરૃવાર
પટેલોને ઓબીસીમાં સમાવવાની માંગણી સાથે શરૃ થયેલા પાટીદાર આંદોલનના સમર્થનમાં એક પછી એક નેતાઓ ખુલ્લમખુલ્લા સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં આજે પૂર્વ મંત્રી બેચર ભાદાણીએ ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી તેમજ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે.
પટેલોને અનામતનો લાભ મળવો જોઈએ તેવી માંગણીના સંદર્ભમાં છેલ્લ દોઢ માસથી સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૃ થયું છે. આંદોલને વિકરાળ સ્વરૃપ ધારણ કરતાં સરકાર દોડતી થઈ ગઈ છે. સરકારમાં ૪૪ પાટીદાર ધારાસભ્યો છે. પાંચ પટેલ સાંસદો છે. ત્યારે સરકારને જેટલો ડર અનામત આંદોલનથી નથી લાગતો એટલો ડર એ લાગે છે કે જો ભાજપના પટેલો પાર્ટીથી છેડો ફાડવા માંડશે તો પાર્ટીને બહુ મોટું નુકસાન જશે.
રખેને આગામી દિવસોમાં ભાજપમાં રહેલાં ધારાસભ્યો અને સાંસદો ખુલ્લેઆમ પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં આવી જાય અને ભાજપમાંથી રાજીનામા આપવા માંડે તો સરકાર અને ભાજપ બન્ને મુશ્કેલીમાં આવી જાય તેમ છે. તેથી ભાજપને અત્યારે સૌથી વધુ ડર ભીતરઘાતનો છે. આ માટે સરકારે દરેક પાટીદાર ધારાસભ્ય અને સાંસદો પર આઈબીનો વોચ ગોઠવી દીધી છે.
દરમિયાનમાં આજે ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેચર ભાદાણીએ ઉપાધ્યક્ષ પદેથી તેમજ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપીને પટેલોના અનામત આંદોલનને સરાજાહેર સમર્થન જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ર૦૦૭માં પણ તેમણે ભાજપ સરકાર સામે બળવો કર્યો હતો. બાદમાં પાર્ટી સાથે છેડો ફાટી ગયો હતો. જેના ઘણા વર્ષ પછી પાર્ટીએ ફરી તેમને સ્વિકાર્યા હતાં.
આ ઉપરાંત અન્ય એક પટેલ નેતા હનુભા ધોરાજિયા કે જેઓ અગાઉ ભાજપમાં હતાં અને બાદમાં આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા તેઓએ પણ આજે પાટીદાર અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. હવે અગામી તા.રપ સુધીમાં ભાજપના અન્ય હોદ્દેદારો ધડાધડ રાજીનામા ફેંકવા લાગશે તો શું કરવું તેની અજમંજસતામાં સરકાર મુકાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ પણ અનામત આંદલનના સમર્થનમાં જરૃર પડયે ભાજપમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment