સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 4 August 2015

અમદાવાદમાં સરકારી બાબુએ તેની પત્નિની પ્રેમલીલા પકડવા બેડરૂમમાં લગાડ્યા ‘સ્પાઇ કેમેરા’

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમદાવાદમાં સરકારી બાબુએ તેની પત્નિની પ્રેમલીલા પકડવા બેડરૂમમાં લગાડ્યા ‘સ્પાઇ કેમેરા’


અમદાવાદ શહેરના તણાવભર્યા જીવનમાં સફળતા મેળવવા માટે રાત-દિવસ દોડતો શહેરી વ્યકિતગત જીવનમાં વિશ્વસનીયતાની દોર તોડી રહ્યો છે. શહેરમાં વિભક્ત પરિવારોમાં પતિ અને પત્નિના સંબધોમાં વિશ્વાસ સૌથી મહત્વનો છે પણ હવે પત્નિને પતિ ઉપર અને પતિને પત્નિ ઉપર વિશ્વાસ રહ્યો નથી તેવા કિસ્સા બને છે. પતિ-પત્નિના સંબધમાં વિશ્વાસ ઉઠી જાય ત્યારે પોતાની શંકાને સત્યમાં ફેરવવા માટે જાસુસી કરાવવાથી માંડીને સ્પાઇ કેમેરા ગોઠવવા સુધીની તરકીબો લોકો અજમાવતા હોય છે તેવો સમાજની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં રહેતા સરકારી બાબુને પોતાની પત્નિની લાંબા સમય સુધી મોબાઇલ ઉપર ચીટકી રહેવાની આદતે કોઇ અન્ય સાથે અફેર હોવાની શંકા ઉપજાવી હતી. જેથી પોતાની પત્નિની પ્રેમલીલા પકડી પાડવા માટે સરકારી બાબુએ પોતાના જ બેડરૃમમાં સ્પાઇ કેમેરા ગોઠવી દીધા હતા. સરકારી બાબુ પોતે નોકરી ઉપર નિકળી ગયા બાદ તેની પત્નિ પોતાના પ્રેમી સાથે રંગરલીયા મનાવતી હતી આ અંગતપળો સ્પાઇ કેમેરામાં કેદ થઇ ગઇ હતી જેથી સરકારી બાબુએ પોતાની પત્નિના પ્રેમી સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વ્યભિચારની ફરિયાદ નોંધાવી છે.

ચાંદખેડા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા સચિન શાહ કેન્દ્ર સરકારના એક વિભાગમાં સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે. સચીન શાહે પાંચ વર્ષ પહેલા સમાજના રિતરિવાજ મુજબ બિપાશા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બિપાશા સાથે લગ્ન કર્યા બાદ સચિન શાહને જાણે તમામ ખુશીઓ મળી ગઇ હોય તેમ સુખેથી પાંચ વર્ષ પસાર થઇ ગયા હતા. સચિન અને બિપાશાએ લગ્ન કર્યાના પાંચ વર્ષ દરમિયાન સુખેથી જીવન પસાર કરી રહ્યાં હતા તેમણે સંતાન ન હતુ. થોડા મહિનાઓ પહેલા અચાનક સચિનને તેમની પત્નિના વ્યવહારમાં થોડો બદલાવ દેખાયો હતો. હવે બિપાશા મોબાઇલ ઉફર કોઇ સાતે કલાકો સુધી વાતોમાં સમય પસાર કરતી હતી તો મેસેજ કરવામાં પણ લાંબો સમય ગાળતી હતી. બીજી તરફ બિપાશાની લાંબા સમય સુધી મોબાઇલ ઉપર ચીટકી રહેવાની આદતને લીધે સચિનના મનમાં શંકાના બીજ રોપી દીધા હતા.

સચિન પોતાની શંકાના સમાધાન માટે કેટલીક વાર મોકો મળે તો બિપાશાનો ફોન તપાસી લેતો પણ બિપાશા હવે ફોન કોડ લોક રાખવા લાગી હતી જેથી સચિનના વારંવારના પ્રયત્નો છતાં પણ તેની શંકાનું સમાધાન થઇ રહ્યું ન હતુ જેથી તેણે પોતાની શંકાને નાબુદ કરવા માટે અનોખો રસ્તો અપનાવવાનો નિર્ણય કરી લીધો હતો.

એક દિવસ બિપાશાની ગેરહાજરીમાં સચિને પોતાના બેડરૃમમાં સ્પાઇ કેમેરા લગાડી દીધો હતો. સચિને પોતાના બેડરૃમમાં કેમેરો લગાડીને દિવસભર તેની પત્નિ શું કરી રહી છે તેની ઉપર નજર રાખતો હતો બે-ત્રણ દિવસમાં એવું કઇ સામે આવ્યું ન હતુ. જોકે, એક દિવસ રાબેતા મુજબ સચિન નોકરી ઉપર જવા નિકળ્યો હતો તે દિવસે બિપાશાએ તેના જૂનાગઢથી પોતાના પ્રેમી અક્ષયને ઘરે બોલાવ્યો હતો. સચિનની ગેરહાજરીમાં બિપાશા તેના પ્રેમી અક્ષય સાથે અંગતપળો માળી હતી પછી અક્ષય જતો રહ્યો હતો. ત્યારે સચિન ઘરે આવ્યો હતો તેને બિપાશાનો વ્યવહાર નોર્મલ લાગ્યો હતો જોકે, તેણે બિપાશાની ગેરહાજરીમાં જ્યારે સ્પાઇ કેમેરાનું રેર્કોિડગ જોયું તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. બિપાશા તેના પ્રેમી અક્ષય સાથે રંગરલીયા મનાવતા પકડાઇ હતી.(નામ બદલ્યા છે.)

બિપાશાની ચોરી પકડાઇ, તેણે સચિનના પગમાં પડી માફી માંગી
સ્પાઇ કેમેરામાં બિપાશાની તેના પ્રેમી સાથેની અંગત પળોનું રેર્કોિડગ જોયા બાદ સચિને તેની સાથે વાત કરવાની કોશીષ કરી હતી જેમાં તેણે બિપાશાને પ્રેમી અક્ષય માટે વારંવાર પુછપરછ કરી હતી પણ તે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતી જેથી ના છુટકે સચિનની ધીરજ ખુટી પડી હતી તેથી તેણે વીડિયો ક્લિપ બતાવી હતી. જેથી બિપાશા પાસે કોઇ જવાબ ન હતો. બિપાશાએ વિડિયો ક્લીપ જોયા બાદ ધ્રુસકે ધ્રુસકે રડી હતી પણ બિપાશાની અશ્રુધારાની કોઇ અસર સચિન ઉપર થઇ ન હતી. આખરે બિપાશાએ સચિનના પગમાં પડીને માફી માગી હતી. બીજી તરફ સચિને બિપાશાને માફ કરી દીધી હતી પણ તેના પ્રેમી અક્ષય સામે વ્યભિચારની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બિપાશા અને અક્ષય સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યાને પ્રેમ પાંગર્યો
બિપાશા અને અક્ષય બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા સચિન નોકરી ગયા પછી બિપાશા એકલી હોવાથી સતત અક્ષયના સંપર્કમાં રહેતી હતી અને અક્ષય સાથે વાતો કરતી હતી. બાદમાં ફોટાની આપલે થઈ અને એકબીજાને પ્રેમ સંબંધ બંધાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

પોલીસ યુવતીનું નિવેદન લઈ કોર્ટને રિપોર્ટ કરશે
આ અંગે પીઆઈ કે. કે. દેસાઇએ જણાવ્યું હતું કે, 'આ અંગે એનસી વ્યભિચારની ફરિયાદ દાખલ થઈ છે તેની તપાસ ચાલી રહી છે યુવતીનું નિવેદન લઈ આ અંગે રિપોર્ટ કરીશું કોર્ટ હુકમ કરશે તે મુજબ આગળ તપાસ થશે.'



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment