સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 5 August 2015

આંદોલનકારીઓને પહેલીવાર મંત્રણા માટે સરકારનું આમંત્રણ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

આંદોલનકારીઓને પહેલીવાર મંત્રણા માટે સરકારનું આમંત્રણ

પટેલ આંદોલન સંદર્ભે સરકાર ચિંતિત

ભાજપ સરકાર પટેલોને અનામત આપવામાં માને છે ? એવું પૂછાતા પ્રવક્તા- પ્રધાને ગોળગોળ કહ્યું, સરકાર બંધારણ પ્રક્રિયાને અનુસરશે
(પ્રતિનિધિ દ્વારા)  ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પટેલોના અનામત આંદોલનથી ચિંતિત બનેલા મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે બુધવારે રાજ્ય પ્રધાનમંડળની બેઠક બાદ સિનિયર પ્રધાનો સાથે ચર્ચા- વિચારણા કરી હતી. ત્યારબાદ પત્રકારો સમક્ષ સરકારી પ્રવક્તા- પ્રધાન મારફત જણાવાયું હતું કે, આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવા માટે સરકારનું મન ખુલ્લું છે, સરકાર આંદોલનકારીઓને તેમના પ્રશ્નો રજૂઆતો માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપર આવી મંત્રણા કરવાનું આમંત્રણ આપે છે. પ્રધાન મંડળમાં સૌથી વધુ પટેલ સમાજના અડધો ડઝન જેટલા પ્રધાનોના સમાવેશ સાથે પટેલ સરકાર તરીકે છાપ ધરાવતી આનંદીબહેનની સરકારે પહેલીવાર આંદોલનકારીઓ સાથે સીધી વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે.
જો કે, વર્તમાન આંદોલન પાછળ કોંગ્રેસની જ ભૂમિકા હોવાનું રટણ કર્યા કરી કોંગ્રેસને ભાંડવામાં સરકારી પ્રવક્તા- પ્રધાન નીતિન પટેલે કોઈ કસર બાકી રાખી ન હતી. એમણે એવા આક્ષેપો કર્યા હતા કે, કોંગ્રેસ પક્ષ દૂધ- દહીમાં પગ રાખી આંદોલન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતો નથી, કોંગ્રેસના ધારાસભ્યો, વોર્ડ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો એક તરફ પટેલ સમાજના લોકોને- આંદોલનકારીઓને ઉત્તેજન આપવાનું ઉશ્કેરવાનું, પલિતો ચાંપવાનું નિમ્ન સ્તરનું કાર્ય કરી સરકારને અસ્થિર કરવાનો રાજકીય હેતુ પાર પાડી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસના આ જ આગેવાનો અત્યારે અનામતનો લાભ લઈ રહેલા સમાજોમાં જઈ તેમનો અનામતનો અધિકાર છિનવાઈ જશે તેવો પ્રચાર કરી ભડકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એટલે કોંગ્રેસ પક્ષ પડદા પાછળ એક બાજુ આંદોલનને ટેકો આપી બીજી બાજુથી તેનો વિરોધ પણ કરી બેવડી નીતિ અપનાવી રહ્યો છે. આ તબક્કે નીતિન પટેલને પૂછાયું હતું કે, કોંગ્રેસ બન્ને બાજુ ચાલ રમી રહ્યો છે એવું તમે કહો છો ત્યારે તમારી ભાજપ સરકારની નીતિ પટેલ અનામત સંદર્ભે શું છે એ તો સ્પષ્ટ કરો ? એમણે એવો ગોળ ગોળ રાજકીય જવાબ આપ્યો હતો કે, 'અમારી ભાજપ સરકાર બંધારણીય પ્રક્રિયા અનુસરવામાં માને છે અને સૌનો સાથ, સૌનો વિકાસની નીતિને અનુસરે છે, એટલે હાલની સ્થિતિમાં જે વ્યવસ્થા કરવાની થતી હશે તે કરવામાં આવશે.' આ તબક્કે 'બંધારણીય પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા' એમ પૂછવામાં આવ્યું હતું. જો કે, એ સંદર્ભે કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હતો.
એમ પણ વારંવાર પૂછવામાં આવ્યું હતું કે, કોંગ્રેસના કયા ધારાસભ્યો- આગેવાનો આંદોલનની પાછળ છે ? જો કે, મુખ્યપ્રધાનને આંદોલન સંદર્ભે પત્ર લખનારા વિજાપુરના કોંગી ધારાસભ્ય પી. ડી. પટેલ સિવાય કોઈના ય નામ નીતિન પટેલ આપી શક્યા ન હતા.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment