સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 9 August 2015

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયનો લૂક બદલાશેઃ ઝૂ એજ્યુકેશન પ્લાન ઘડાશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયનો લૂક બદલાશેઃ ઝૂ એજ્યુકેશન પ્લાન ઘડાશે

- પ્રાણીસંગ્રહાલય હવે પિકનિક સેન્ટર નહીં, ઇન્ફર્મેશન સેન્ટર બનશે

- કાંકરિયા ઝૂના મુલાકાતીઓ માટે ઇન્ટરપ્રિટેશન કેન્દ્ર બનશે

ગાઇડો જાણકારી આપશે,માસ્ટર પ્લાન આધારે જ ઝૂની કામગીરી થશે
અમદાવાદ , રવિવાર
અત્યાર સુધી લોકો તહેવાર-રજા દરમિયાન પિકનીક તરીકે લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે પણ હવે પ્રાણીસંગ્રહાલયનો આખોય લૂક બદલાશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના આદેશને પગલે હવે પ્રાણીસંગ્રહાલયમાં આવનાર મુલાકાતી માત્ર પક્ષી-પ્રાણીને જોવાનો આનંદ જ નહીં માણે બલ્કે તેના વિશેની ભરપૂર જાણકારી મેળવશે. અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય સહિત દેશના ૧૯૫ પ્રાણીસંગ્રહાલયો હવે ૧૦ વર્ષનો ઝૂ એજ્યુકેશન માસ્ટર પ્લાન ઘડશે તે અનુસાર પ્રાણીઓની જાણકારી આપીને લોકજાગૃતિ કેળવવાના પ્રયાસો થશે.
આગામી દિવસોમાં પ્રાણીસંગ્રહાલય હવે જંગલી પ્રાણીઓ વિશે જાણકારી મેળવવાનું એક મહત્વનું કેન્દ્ર બની રહેશે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના સિનિયર પ્રોફેસર ડૉ.બિતાપી સિંહાએ જણાવ્યું કે,હવે દરેક પ્રાણીસંગ્રહાલયનો અલગ માસ્ટર પ્લાન હશે.પ્રાણીસંગ્રહાલયમાં ઇન્ટરપ્રિટેશન કેન્દ્ર હશે જયાં પ્રાણી વિશેની ભરપૂર માહિતી,સાહિત્ય ઉપલબ્ધ હશે. મુલાકાતીઓને ફિલ્મ દર્શાવાશે.  ગાઇડ મુલાકાતીઓને દરેક પ્રાણી વિશેની જાણકારી આપશે. પ્રાણીને હેરાન કરનારાં માટે શિક્ષાત્મક પગલાઓ લેવાશે. માસ્ટર પ્લાન આધારે જ ઝૂ ડાયરેક્ટરે કામગીરી કરવાની રહેશે. ઝૂ એજ્યુકેશન પ્લાન માટેની માર્ગદર્શિકા બનાવાઇ છે. જો માસ્ટર પ્લાન આધારે કામગીરી નહીં થાય તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઝૂને નોટિસ આપશે.

પ્રાણીની હેરાનગતિની જાણ કરનારને ઇનામ અપાશે
પ્રાણીસંગ્રહાલયમાં હવે પ્રાણીઓના સરંક્ષણના પાઠ મુલાકાતીઓને શિખવાડાશે. પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતી પ્રાણીને હેરાન કરતાં હોય તે માટે ટેલિફોન નંબર સાથેના બોર્ડ હશે જે કોઇ હેલ્પનંબર પર જાણ કરશે તેને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાશે. જયારે પ્રાણીને હેરાન કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે.
શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ ઝૂ વોલિયન્ટર તરીકે કામ કરશે
વિદ્યાર્થીઓને પ્રાણીના સરંક્ષણને લઇને જાણકારી મળે તેમજ લોકજાગૃતિ કેળવાય તે માટે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પણ પ્રાણીસંગ્રહાલયમાં વોલિયન્ટર તરીકે સેવા લેવાશે. વિદ્યાર્થીઓ મુલાકાતીઓને પ્રાણી વિશે માહિતી પણ આપશે. વિદ્યાર્થીઓ પ્રાણીઓની વર્તનને નજીકથી જાણી શકશે પરિણામે લોકોને સારી રીતે માહિતી આપશે.
ઝૂમાં વિવિધ ભાષામાં પિકચર સહિતના સાઇનબોર્ડ હશે
હવે કાંકરિયામાં કયા પાંજરામાં કયું પ્રાણી છે તેની તમામ માહિતી સાઇનબોર્ડ પર ચિત્ર સાથે હશે. અંગ્રેજી,ગુજરાતી અને હિન્દી ભાષામાં સાઇનબોર્ડ લગાવાશે. મુલાકાતીઓને સરળતાથી સમજાય અને માહિતી મળી શકે તે રીતે માહિતીસભર બોર્ડ લગાવાશે. મૂળ હેતુ એછેકે, અશિક્ષિત મુલાકાતીને પણ સરળતાથી સમજાય તે માટે માહિતી સાથેના બોર્ડ લગાવાશે.
હવે અમદાવાદમાંથી પકડાયેલાં જાનવરોને પણ જોવા મળશે
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં હવે અમદાવાદના કોઇ વિસ્તારમાંથી પકડાયેલી પાટલા ઘો અથવા તો સાપને પણ અલાયદા પાંજરામાં મૂકવામાં આવશે તેની પણ સાઇનબોર્ડ પર માહિતી મૂકવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી પકડાતાં જંગલી જાનવરોને અલગ પાંજરામાં પુરાશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment