સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 28 September 2015

ચંદ્ર પૃથ્વીની નજીક આવતા પાંચ ટકા મોટો અને ૧૨ ટકા વધુ તેજસ્વી દેખાયો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ચંદ્ર પૃથ્વીની નજીક આવતા પાંચ ટકા મોટો અને ૧૨ ટકા વધુ તેજસ્વી દેખાયો

૧૯૮૨ પછી 'સુપર મૂન'નો નજારો જોવા મળ્યો

અમેરિકા અને યુરોપના લોકો સંપૂર્ણ ચંદ્રગ્રહણની સાથેે 'સૂપર મૂન'ની પણ મજા માણશે

(પીટીઆઇ)    કોલકાતા, તા. ૨૮
ચંદ્ર પૃથ્વીથી સામાન્ય કરતા વધુ નજીક આવી જતાં ચંદ્ર વધુ તેજસ્વી અને મોટો દેખાતો હતો. આવી ઘટના કયારેક જ જોવા મળતી હોય છે. એમ પી બિરલા પ્લેનેટેરિયમ, કોલકાતાના ડાયરેક્ટર ડો. દેવીપ્રસાદ દુઆરીએ જણાવ્યું હતું કે ચંદ્રના સામાન્ય કદ અને તેની સામાન્ય તેજસ્વિતા કરતા આજે ચંદ્ર ૫ ટકા મોટો અને ૧૨ ટકા વધુ તેજસ્વી દેખાતો હતો. સામાન્ય રીતે ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૦૦૦ કિમી દૂર હોય છે પણ આજે તે પૃથ્વીથી ૩,૫૬,૮૦૦ કિમી દૂર હતો.
ખગોળશાસ્ત્રીઓના મતે આજે જોવા મળેલી ઘટનાને 'સૂપર મૂન' તરીકે ઓળખવામાં આવે છે.
ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતી વખતે અમુક વખતે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક આવી જાય છે. આજે પણ ચંદ્ર પણ પૃથ્વીની નજીક આવી ગયો હતો અને આજે પૂનમ હતી.
ભારતીયો 'સૂપર મૂન'નો નજારો માણી શક્યા હતા પણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઇ શકશે નહીં કારણકે ચંદ્રગ્રહણની શરૃઆત આવતીકાલે સવારે સાત કલાકથી થશે.
ખગોળશાસ્ત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉત્તર અને દક્ષિણ અમેરિકા તથા યુરોપના લોકો ચંદ્રગ્રહણની સાથે સાથે 'સૂપર મૂન'ની પણ મજા માણી શકશે. અહીંના લોકોને ચંદ્ર મોટો અને લાલ રંગનો જોવા મળશે.
'સૂપર મૂન' અને સંપૂર્ણ ચંદ્રગ્રહણ આ બંને વસ્તુઓ આ અગાઉ ૧૯૮૨માં જોવા મળી હતી. હવે પછી આ ઘટના ૨૦૩૩માં જોવા મળશે.
Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 27 September 2015

પાટીદાર આંદોલનના દરેક મૃતકને ૧ કરોડની સહાય

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

પાટીદાર આંદોલનના દરેક મૃતકને ૧ કરોડની સહાય

સમસ્ત પાટીદાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટની જાહેરાત

દેશવિદેશમાં વસતા પાટીદારો પાસેથી રૃા.૧૦૦ લઇ ફંડ એકત્ર કરાશે

પ્રથમવાર મૃતકોને ૧ કરોડની સહાય આપવાની ઘટના બનશે
અમદાવાદ ,રવિવાર
પાટીદારો હવે અનામતની લડાઇ આરપાર રીતે લડવા મકક્મ બન્યાં છે. અનામત આંદોલનમાં માર્યા ગયેલાં પાટીદારો યુવાનોને આર્થિક મદદરૃપ થવા હવે સમસ્ત પાટીદાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટે બીડું ઝડપ્યું છે.પાટીદાર મૃતકોને રૃા.૧ -૧ કરોડની નાણાંકીય સહાય કરવા ઘોષણા કરવામાં આવી છે. કદાચ પ્રથમવાર તોફાનોમાં માર્યા ગયેલાઓને આટલી મોટી રકમની સહાય કરવામાં આવશે.
અનામતની માંગણી સાથે છેલ્લાં બે મહિનાથી લડત ચલાવી રહેલાં પાટીદારો હવે આક્રમક મૂડમાં છે. અનામત આંદોલનમાં આઠ પાટીદારોએ જાન ગુમાવ્યાં છે. આ મૃતકોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૃપ થવા માટે અમદાવાદમાં સમસ્ત પાટીદાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.
ટ્રસ્ટના અગ્રણી ડૉ.મનસુખ કાનાણીએ જણાવ્યું કે, સમસ્ત પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટનુ દરેક પાટીદારોને બેક એકાઉન્ટ આપવામાં આવશે જેમાં પ્રત્યેક પાટીદારોએ રૃા.૧૦૦ લઇ જમા કરાશે. ગુજરાતમાં ૭ હજાર પાટીદાર ડૉકટરોએ નાણાં એકત્ર કરવા માટેની જવાબદારી ઉપાડી છે,. ભારતમાં કુલ ૧૭ હજાર પાટીદાર ડૉકટરો છે. દેશવિદેશમાં વસતાં પાટીદારો પાસેથી ફંડ એકત્ર કરીને પ્રત્યેક મૃતકના પરિવારને રૃા.૧-૧ કરોડની સહાય કરવા નકકી કરાયું છે.
તોફાનોમાં માર્યા ગયેલાં પાટીદાર યુવાનોના પરિવારોને અત્યાર સુધી વિવિધ પાટીદાર સંગઠનોએ પણ નાણાંકીય મદદ કરી છે પણ સમસ્ત પાટીદાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટની જાહેરાતથી આંદોલનને નવુ જોમ મળે તેમ જણાઇ રહ્યું છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-1-crore-each-deceased-assistance-patidar-movement

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 24 September 2015

ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસે લાખો શ્રધ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસે લાખો શ્રધ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું

અગિયારસ હોવાથી યાત્રિકોના પ્રવાહમાં ભારે ધસારો બજારોમાં

કીડીયારૃ ઉભરાયું ચાચર ચોક લાલ ધજાઓથી રંગાયો

અંબાજી, તા.૨૪
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના આજે ત્રીજા દિવસે પદયાત્રિકોના પ્રવાહમાં ભારે ધસારો જોવા મળતો હતો. તમામ માર્ગો પર પદયાત્રિકોનો અવિરત પ્રવાહ આગળ વધતો જોવા મળી રહ્યો હતો. સંઘો માંડવીઓ સાથે આવતાં પદયાત્રિકો અનેરા થનગનાટ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ઠેર-ઠેર લાલ ધજાઓ સાથે પ્રવાહ વહી રહ્યો છે.
આજે અગિયારસ હોઈ યાત્રિકોનો ધસમસતો પ્રવાહ આગળ વધી રહ્યો જોવા મળી રહ્યો હતો. અંબાજીથી ૨૦ કિ.મી.ના માર્ગો પદયાત્રિકોથી ઉભરાઈ રહ્યા છે. બોલ માડી અંબે જય જય અંબેના ગગનભેદી નારાઓથી અરવલ્લીની ગિરીમાળાઓ ગુંજી રહી છે. માર્ગો પર જ્યાં જુઓ ત્યાં બસ પદયાત્રિકો જ નજરે પડતા હતા. સેવા કેમ્પોમાં પણ યાત્રિકો તેનો લાભ ઉઠાવી રહ્યા હતા.
સંઘો, માંડવીઓ સાથે નાચતા-કૂદતા જોશભેર આગળ વધતા યાત્રિકોના ચહેરા પર કોઈપણ પ્રકારનો થાક જોવા મળતો ન હતો. ર્માં અંબાના સાનિધ્યમાં જવાની અદમ્ય નેમ સાથે તેઓ સતત આગળ વધી રહ્યા હતા. ધીરે-ધીરે માર્ગો પદયાત્રિકોથી ઉભરાવા લાગ્યા હતા.
ર્માં અંબાનો ચાચર ચોક લાલ ધજાઓથી શોભી રહ્યો હતો. આજે પણ વહેલી સવારથી જ ધજાઓ ચઢાવવામાં આવી રહી હતી. ર્માં અંબાના ચાચર ચોકમાં બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષોથી ચાચર ચોક ગુંજી ઉઠયો હતો. દર્શન પણ સરળતાથી થઈ રહ્યા હતા અને પ્રસાદ પણ સરળતાથી મળી રહ્યો હતો. બજારોમાં પદયાત્રિકોનું કીડીયારૃ ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરચક યાત્રિકો નિર્ભય પણે હરી ફરી રહ્યા હતા. ર્માં અંબાની યાદ રૃપે વિવિધ વસ્તુઓ ખરીદી યાત્રાધામમાં ભાદરવી પૂનમનો મહામેળો રંગત જમાવી રહ્યો છે. સમગ્ર પંથક ભક્તિ રંગના રંગે રંગાઈ જવા પામ્યો હતો.

૧૧૧૧૧ કિલો લાડુ પ્રદર્શનમાં ખુલ્લો મુકાશે
દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત ૧૧૧૧૧ કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે આજે શક્તિદ્વાર પાસે પ્રદર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે જેના દર્શન કરીને લાખો યાત્રિકો આશ્ચય વ્યક્ત કરી રહ્યા છે. વિશાળ લાડુ ર્માં ના પ્રસાદરૃપે વહેંચવામાં આવશે તેવું ટ્રસ્ટ દ્વારા જાણવા મળેલ છે.

લાલ ધજાઓનો મહાસંગમ રચાયો
ભાદરવી મેળામાં આવતાં વિવિધ સંઘોની આસ્થા અને શ્રધ્ધાસમી ધજાઓ લઈને ર્માં ના શિખર પર અચૂક આવતાં હોઈ આજે જાણે કે લાલ ધજાઓના સંગમનો સમન્વય રચાયો હોય તેવો ભાસ થઈ રહ્યો હતો.ખેડબ્રહ્મામાં દર્શન કરીને
ચાર લાખથી વધુ યાત્રીકો અંબાજીના માર્ગે આગળ વધ્યા
હરણાવનદીમાં પવિત્ર સ્નાન કરીને પાવન થયા

ખેડબ્રહ્મા, તા. ૨૪
ખેડબ્રહ્મામાં બિરાજમાન જગતજનની માઁ અંબા જગદંબા દર્શન કરી પદયાત્રીઓ તેમના રથ સાથે આગળ વધે છે.
ખેડબ્રહ્મામાં પ્રવેશનાર વચ્ચે હરણાવ નદીમાં સ્નાન કરી પછી જ પદયાત્રીઓ માઁ અંબાના દર્શન કરી તેમના રથ સાથે આગળ વધે છે. છેલ્લાં ચાર દિવસથી રાત અને દિવસ પદયાત્રીઓનો પ્રવાસ ચાલી રહ્યો છે. અત્યાર સુધી ખેડબ્રહ્મામાંથી માઁ અંબાના દર્શન કરી અંદાજે ચાર લાખ ઉપર પદયાત્રી ભક્તો પસાર થયા છે.
ખેડબ્રહ્માથી અંબાજી સુધી સતત પદયાત્રીઓ તેમજ સંઘો રથો સાથે ખેડબ્રહ્મામાંથી ૪ લાખથી વધુ પદયાત્રીઓ પસાર થયા છે.
Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 23 September 2015

સેટેલાઇટ ધોડે દહાડે પાંચ લાખની લૂંટથી સનસનાટી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

સેટેલાઇટ ધોડે દહાડે પાંચ લાખની લૂંટથી સનસનાટી

- કંપનીના કર્મચારી બેન્કમાંથી પૈસા કઢાવી જતા હતા

- બાઇક પર આવેલા બે શખ્સ લૂંટ કરી ફરાર

અમદાવાદ  તા 23 સપ્ટેમ્બર 2015

સેટેલાઇટમાં એક બેન્કમાંથી પાંચ લાખ રૂપિયા કઢાવીને જઇ રહેલા કંપનીના કેશીયર પાસેથી રૂપિયા ભરેલી બેગ લૂંટીને બે શખ્સ ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ હતી.

સાતેજની શાહ એલોય કંપનીમાં કેશીયર તરીકે ફરજ બજાવતા અને સેટેલાઇટમાં પ્રેરણા વિરાજ ફ્લેટમાં રહેતા શાહ હસમુખ ભાઇ કાંતીલાલ શાહ (63) બુધવારે બપોરે 2 વાગ્યે સેટેલાઇટના શિવાલીક-2 કોમ્પલેક્સમાં આવેલી ICICI બેન્કમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડીને બહાર આવ્યા હતા. જ્યાં બહાર કારમાં કંપનીનો સિક્યોરિટી ગાર્ડ બેઠો હતો. હસમુખ ભાઇ કારમાં બેસવા જાય તે પહેલા જ 20થી 25 વર્ષના બે યુવક બાઇક પર ત્યાં આવ્યા હતા. તેમણે હસમુખભાઇના હાથમાંથી પાંચ લાખ રૂપિયા ભરેલો થેલો ઝુટવી લીધો હતો અને ત્યાંથી ભાગી ગયા હતા.

સેટેલાઇટ પોલીસના જણાવ્યા મુજબ કાળા કલરના બાઇક પર આવેલા બે શખ્સ પૈકી એક શખ્સે હેલમેટ પહેરેલું હતું. આ બનાવ બેન્કના CCTVમાં કેદ થઇ ગયો હતો. જોકે તેમાં બાઇક પર આવેલા શખ્સો નજરે ચડે છે પરંતુ પિક્ચર ક્લિયર દેખાતું નથી. પોલીસે ગુનો નોંધીને બંન્ને ફરાર આરોપીઓની શોધ આદરી છે.
Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 22 September 2015

ગણેશ વિસર્જનના દિવસે શહેરની ટ્રાફિક વ્યવસ્થા રહેશે કંઇક આ પ્રમાણે, જાણો એક ક્લિક પર

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગણેશ વિસર્જનના દિવસે શહેરની ટ્રાફિક વ્યવસ્થા રહેશે કંઇક આ પ્રમાણે, જાણો એક ક્લિક પર

શહેરમાં આગામી 27-9-2015એ રવિવારના રોજ ગણેશ વિસર્જનનો તહેવાર છે. જેને લઈને અનેક લોકો ગણપતિની મૂર્તિનું નદીના પુલ પરથી વિસર્જન કરતા હોવાથી ટ્રાફિક જામ ન થાય અને વિસર્જનમાં પણ સરળતા રહે તે માટે શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં મોટાભાગના વાહનો માટે શહેરના તમામ બ્રિજ બંધ બપોરથી રખાયા છે અને તેના માટે બ્રિજની બીજીબાજુ જવા માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયા છે.

આ રસ્તો બંધ રહેશે

એસટીથી જમાલપુર બ્રિજ પર થઈ સરદારબ્રિજ થઈ પાલડી તરફનો રોડ બંધ

એસટીથી રાયપુર થઈ સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તરફનો રોડ બંધ

રેલવે સ્ટેશનથી આસ્ટોડિયા દરવાજાથી ખમાસા થઈ એલિસબ્રિજ સુધી જવાશે નહિ

વૈક્લિપક રૂટ

જમાલપુર બ્રિજ નીચે ડાબી બાજુ બહેરામપુરા- દાણીલીમડાથી જમણીબાજુ વળી ચંદ્રનગરથી પાલડી

એસટીથી ભુલાભાઇ- કાંકરિયા ચોકી- ખોખરા બ્રિજના પૂર્વ છેડેથી ડાબી બાજુ વળી સરસપુર- કાલુપુર

કાલુપુર સર્કલ- ગોમતીપુર રેલવે કોલોની- અપ્સરા સિનેમાથી દાણીલીમડા- ચંદ્રનગર- પાલડી
Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 21 September 2015

વોટ્સએપ, ગૂગલ ટોક કે આઇ મેસેજ ડિલીટ કરવા ગેરકાયદે બની શકે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

વોટ્સએપ, ગૂગલ ટોક કે આઇ મેસેજ ડિલીટ કરવા ગેરકાયદે બની શકે

સરકારે નવી નેશનલ એન્ક્રિપ્શન પોલિસી અંગે સૂચનો માગ્યા

તો ૯૦ દિવસ સુધી મેસેજ ડિલીટ નહીં કરી શકાય

જો નવી નેશનલ એન્ક્રિપ્શન પોલિસીનો અમલ થશે તો ૯૦ દિવસ સુધી મેસેજ ડિલીટ નહીં કરી શકાય
નવી દિલ્હી, તા. ૨૧
જો નવી નેશનલ એન્ક્રીપશન પોલીસીનો અમલ તેના વર્તમાન સ્વરૃપમાં કરવામાં આવશે તો તમારે વોટ્સએપ, ગૂગલ હેન્ગઆઉટ્સ કે એપલના આઇમેસેજ દ્વારા મોકલવામાં આવેલા તમામ મેસેજની નકલ ૯૦ દિવસ સુધી રાખવી પડશે. ઓનલાઇન બિઝનેસ ઉદ્યોગોને પણ આ સમયગાળા માટે તમારા પાસવર્ડ સહિતની સંવેદનશીલ માહિતી સાદા ટેક્સ ફોર્મમાં રાખવી પડશે. જેના કારણે હેકિંગ હુમલા માટે તમારી માહિતી જાહેર થઇ જવાનો ભય ઉભો થશે.
સરકારે આ નીતિનો ડ્રાફ્ટ ઓનલાઇન જાહેર કર્યો છે અને સામાન્ય પ્રજા અને ઉદ્યોગો પાસેથી આ અંગે સૂચનો માગ્યા છે. સરકારે રજૂ કરેલી નીતિની જોગવાઇ મુજબ ભારત કે ભારત બહારના સર્વિસ પ્રોવાઇડર કે જેઓ ભારતમાં એન્ક્રીપશન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે ફરજિયાતપણે સરકાર સાથે આ કરાર કરવો પડશે.
વોટ્સએપ પર ચાલતા અંગત અને ગેરકાયદેસર ગુ્રપ માટે પણ ૯૦ દિવસ સુધી મેસેજ ડિલિટ નહીં કરવાનો નિયમ લાગૂ પડશે. જો આ નીતિ વર્તમાન સ્વરૃપમાં અમલમાં મૂકાશે અને જો વોટ્સએપ, ગૂગલ કે આઇમેસેજ સરકાર સાથે આ કરાર નહીં કરે તો તેઓ તેમને ગેરકાયેદસર જાહેર કરવામાં આવશે.
જો તમે ૯૦ દિવસ અગાઉ મેસેજ ડિલીટ કરી નાખશો તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૦માં પણ સરકારે જણાવ્યું હતું કે તે બીબીએમ(બ્લેકબેરી મેસેજ સર્વિસ) પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેશે. જેના કારણે તેને પણ સરકાર સાથે કરાર કરવાની ફરજ પડી હતી.
Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 20 September 2015

સૌરાષ્ટ્રમાં સચરાચર મેઘમહેર કલ્યાણપુર તાલુકામાં ૧૧ ઇંચ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

સૌરાષ્ટ્રમાં સચરાચર મેઘમહેર કલ્યાણપુર તાલુકામાં ૧૧ ઇંચ

મેઘાવી માહોલ યથાવતઃ ક્ષણિક વરાપ બાદ ફરી વરસાદ

રાજકોટ, જૂનાગઢ, જામનગર, સોમનાથ, અમરેલી, દ્વારકા, પોરબંદર જિલ્લામાં વધુ બે થી પાંચ ઇંચ વરસાદઃ નદી-નાળા છલકાયા, જળાશયોમાં નવા નીર
(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, રવિવાર
સૌરાષ્ટ્રમાં ડિપ-ડિપ્રેશનની અસર હેઠળ આજે ત્રીજા દિવસે પણ સચરાચર બે થી પાંચ ઇંચ મેઘણહેર વરસી હતી. કલ્યાણપુર તાલુકામાં તો આજે બપોરથી બે-ત્રણ કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ વરસાદ ખાબકી જતાં અનેક ગામડા બેટમાં ફેરવાઇ ગયા હતા. આજે રાજકોટ, જૂનાગઢ, જામનગર, સોમનાથ, અમરેલી, દ્વારકા, પોરબંદર જિલ્લાને મેઘરાજાએ જળતરબોળ કરી દીધા હતા. પરિણામે નદી-નાળા છલકાયા હતા અને જળાશયોમાં નવા નીરની આવક ચાલુ થઇ હતી. રાજકોટ સહિત અનેક શહેરો-ગામોમાં બપોરે ક્ષણિક વરાપ બાદ ફરી વરસાદ ચાલુ થયો હતો.
રાજકોટ જિલ્લામાં ધીમી ધારે મેઘમહેર ચાલુ જ રહી હતી. ગતરાત્રિ બાદ આજે દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં ઝરમર બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં આજે ચાર ઇંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતા. જામકંડોરણા અને કોટડાસાંગાણીમાં આજે વધુ બે ઇંચ તથા ભાયાવદરમાં અઢી ઇંચ અને જેતપુરમાં દોઢ ઇંચ તમજ ધોરાજી, જસદણ અને લોધીકામાં અડધો ઇંચ ઉપરાંત ઉપલેટામાં એક ઇંચ મેઘમહેર વરસી હતી. ધોરાજીનાં કલાણા ગામે મુશળધાર ૪ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગોંડલનાં ગોમટામાં ચાર ઇંચ, અનિડા વાછરામાં ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે કોલીથડમાં આજે વધુ છ ઇંચ વરસાદ સાથે બે દિવસમાં ૧૫ ઇંચ મેઘમહેર વરસી જતાં ખેડૂતો ખુશ થઇ ગયા છે.
જામનગર અને દ્વારકા જિલ્લો ચાલુ ચોમાસે મહદઅંશે કોરાધાકોડ જેવો રહ્યા બાદ ચાલુ અંતિમ તબક્કામાં આજે કલ્યાણપુર તાલુકો જળબંબોળ બન્યો હતો. આજે મેઘાવી માહોલ વચ્ચે કલ્યાણપુરમાં ચાર ઇંચ, કાલાવડમાં ત્રણ ઇંચ, જોડીયામાં દોઢ ઇંચ, ધ્રોલ અને જામનગરમાં એક ઇંચ તથા દ્વારકા, ખંભાળિયા, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. બીજી તરફ ભાટીયામાં બે ઇંચ તો આસપાસનાં કલ્યાણપુર તાલુકાનાં જ સૂર્યાવદર, ટંકારીયા, ચંદ્રાવાડ, સણોસરી વગેરે ગામોમાં ૧૧ ઇંચ વરસાદ ખાબકી જતાં તમામ વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. જામરાવલમાં સાત ઇંચ તો લાંબામાં ચાર ઇંચ તેમજ નંદાણા, મેવાસા અને વિરપરમાં ત્રણ ઇંચ મેઘમહેર વરસી હતી.
જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં આજે ત્રીજા દિવસે પણ અવિરત રહેલી મેઘમહેરમાં વધુ બે થી છ ઇંચ વરસાદ વરસ્યો હતો. માંગરોળ, વિસાવદર, ઉના, ગીરગઢડા અને ગડુ શેરબાગમાં મુશળધાર પાંચ ઇંચ તથા ડોળાસામાં છ ઇંચ ઉપરાંત માળીયા હાટીના, કોડીનાર, વંથલી, આંબેચાગીરમાં ચાર ઇંચ જેવા વરસાદથી ઠેર-ઠેર ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. ચોરવાડમાં સાડાત્રણ ઇંચ તથા મેંદરડા, માણાવદર અને તાલાલામાં ત્રણ ઇંચ મેઘણહેર વરસી હતી. સુત્રાપાડામાં અઢી ઇંચ તથા જૂનાગઢ કેશોદ અને ભેસાણમાં બે ઇંચ, વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે થી છ ઇંચ જેવી મેઘમહેર વરસતા નદી-નાળા-જળાશયો જળતરબોળ બ્યા છે.
અમરેલી જિલ્લાને ગઇકાલ બાદ આજે પણ મેઘરાજાએ ધમરોળવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં જાફરાબાદ અને લાઠીમાં ધોધમાર સાડાચાર ઇંચ તથા બગસરા, ખાંભા, લીલીયા, રાજુલામાં ચાર ઇંચ ઉપરાંત બાબરા, ધારી અને વડીયામાં સાડાત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો હતો. અમરેલીમાં ત્રણ ઇંચ અને સાવરકુંડલામાં બે ઇંચ વરસાદથી માર્ગો પાણી પાણી થઇ ગયા હતા અને દિવસભર ઠંડક પ્રસરેલી રહી હતી.
પોરબંદર જિલ્લામાં અંતે આજે મેઘરાજા મન મુકીને વરસી પડયા હતા. પોરબંદરમાં ચાર ઇંચ તથા રાણાવાવ અને માઘવપુરમાં પાંચ ઇંચ તેમજ કુતિયાણામાં ત્રણ ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા હતા. ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે અડધાથી બે ઇંચ જેવી મેઘમહેર વરસી હતી.
તાલાલા પંથકમાં સાર્વત્રિક ત્રણથી ચાર ઇંચ વરસાદ
કાચા સોના જેવા વરસાદથી ખેડૂતો ખુશ, કમલેશ્વર ડેમમાં સવા ફૂટ નવા નીર, અનેક નદી-નાળા છલકાયા

તાલાલા, તા. ૨૦
તાલાલા શહેર તથા આખા તાલુકામાં આજે બીજા દિવસે પણ મેઘમહેર ચાલુ રહી હતી. આજે સવારથી તાલાલા શહેર તથા આખા પંથકમાં મેઘરાજા મન મુકી વરસ્યા હતા. અને દિવસ દરમિયાન તાલાલા પંથકમાં ૩ થઈ ૪ ઇંચ વરસાદ પડયો હતો.
આજનાં ધીમી ધારે કોઇપણ જાતના નુકસાન વગર પડેલ વરસાદથી તાલાલા શહેરની હિરણનદી સહિત આખા વિસ્તારમાં અનેક નદી-નાળામાં નવા નીરની આવક થતાં બંધ પડેલ નદી-નાળા નવા નીર સાથે વહેતા થઇ ગયા હતા. તાલાલ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસ દરમિયાન છ થી સાત ઇંચ વરસાદ પડયો છે.
તાલાલ પંથક ઉપરાંત ગીરનાં જંગલમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડતા તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે. હિરણ-૧ સિંચાઇ વિભાગનાં સુત્રોના જણાવ્યા પ્રમાણે કમલેશ્વર ડેમમાં આજે સવા ફુટ નવું પાણી આવ્યું છે. હજી ડેમમાં નવા પાણીની આવક ચાલુ છે. ડેમમાં પાણીના નવા જથ્થા સાથે ડેમમાં કુલ સવા ચોવીસ ફૂટ પાણીનો જથ્થો એકઠો થયો છે.

માણાવદર પંથકમાં ૨૪ કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ
ટીકરમાં પ્રૌઢ પર વીજળી પડતા માંડ બચ્યા

માણાવદર, તા. ૨૦
માણાવદર પંથકમાં ૨૪ કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ પતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. ટીકર ગામે પ્રૌઢ પર વીજળી પડતાં ૧૦૮ની ઝડપી સેવાથી માંડ બચ્યા હતા.
માણાવદર શહેર તથા પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પતા ૪ ઇંચથી વધુ વરસાદ પડી ચૂકયો છે. ખેડૂતો માટે આ વરદાનરૃપ સાબીત થયો છે. ખેડૂતો ગેલમાં આવ્યા છે તો ગઇકાલે સાંજનાં ૭ વાગ્યા આસપાસ ભારે વરસાદ વચ્ચે વીજળી ટીકર ગામે અગાસીમાં કામે લાગેલા કાળાભાઇ રામાભાઇ ડેર (ઉ.વ.૬૦) પર પડતાં ગંભીર ઇજા થઇ હતી. જેને ૧૦૮ માણાવદરની ટીમે અનરાધાર વરસાદમાં રસ્તો પણ ન દેખાય તેવી સ્થિતિમાં પહોંચી સારવાર ચાલુ કરી જૂનાગઢ રીફર કર્યા હતા જેથી બચી ગયા હતા.

પોરબંદર જિલ્લામાં અંતે મેઘરાજા રીઝયાઃ ૩ થી ૫ ઇંચ વરસાદ
પોરબંદરનાં કુંભારવાડામાં ઘરોમાં પાણી ઘુસ્યા, ભૂગર્ભ ગટરોનાં આડેધડ ખોદકામથી ટ્રક અને કાર ખાડામાં ખાબકયા

પોરબંદર, તા. ૨૦
પોરબંદર જીલ્લા ઉપર મેઘરાાજએ અંતે રૃસણા છોડીને છેલ્લા ૨૪ કલાક દરમિયાન વિજળી અને કાળા વાદળાની ગર્જના સાથે જીલ્લાનાં કુલ ૪ થી ૬ ઇંચ વરસાદ વરસાવી દેતા ધરતીપુત્રો સહિત લોકોના મન આનંદથી ભરાયા છે.
પોરબંદર શહેરમાં ૪ ઇંચ, રાણાવાવ અને માધવપુરમાં ૫-૫ ઇંચ, કુતિયાણામાં ૩ ઇંચ વરસાદ વરસતા તમામ ગામોની મુખ્ય બજારો સહિત ચારે તરફ પાણી ભરાયા હતા.
પોરબંદરનાં બરડા પંથકમાં પણ ૨ થી ૩ ઇંચ વરસાદ રવિવારે સાંજ સુધીમાં નોંધાયો હોવાનું જાણવા મળે છે. પોરબદંર શહેર તાલુકામાં કુલ વરસાદ ૧૨ ઇંચ થવા જાય છે. રામાવાના કુલ મોસમનો ૧૯ ઇંચ અને કુતિયાણામાં ૧૨ ઇંચ નોંધાયો છે.
પોરબંદર શહેરમાં રવિવારે વરસાદ સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહેતા શહેરના કુંભારવાડા વિસ્તારની શેરી નં.૭ માં ભુગર્ભ ગટરના કામ બાદ તેને યોગ્ય રીતે સમથળ નહીં કરાતા અનેક લોકોના ઘરમાં વરસાદથી સાથે ગટરનું પાણી ઘુસ્યું હ તું. અને ઘરના ફળીયા ઉપરાંત રૃમ સુધી પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ ભૂગર્ભ ગટરના કામ અર્થે રોડનું ખોદકામ કર્યા બાદ તેને સમથળ નહીં કરતા રવિવારે સાંજે વરસાદ સાથે આ રોડ પરથી પસાર થયેલા ટ્રક અને કાર ડૂબ્યા હતા. જેસીબીની મદદથી રેતી ભરેલ ટ્રક અને કારને કાઢવામાં આવ્યો હતો.
 
ક્યાં કેટલો વરસાદ
રાજકોટ

ગોંડલ

ભાયાવદર
૨ાા
ધોરાજી
૦ાા
જામકંડોરણા

જસદણ
૦ાા
જેતપુર
૧ાા
કો.સાંગાણી

લોધીકા
૦ાા
અનિડા વા

ઉપલેટા

કલાણા

ગોમટા

કલ્યાણપુર

દ્વારકા
૦ાા
કાલાવડ

જામનગર

જોડીયા
૧ાા
ધ્રોલ

લાલપુર
૦ાા
જામરાવલ

ભાટીયા

ફ.પુર-ગ્રામ્ય
૧૧
માંગરોળ

વિસાવદર

ઉના

ગીરગઢડા

મા.હાટીના

વંથલી

મેંદરડા

જૂનાગઢ

ભેસાણ

માણાવદર

કેશોદ

આંબેચાગીર

ગડુશેરબાગ

ચોરવાડ
૩ાા
તાલાલા

કોડીનાર

સુત્રાપાડા
૨ાા
વેરાવળ
૧ાા
અમરેલી

બાબરા
૩ાા
બગસરા

ધારી
૩ાા
જાફરાબાદ
૪ાા
ખાંભા

લાઠી
૪ાા
લીલીયા

રાજુલા

સા.કુંડલા

વડીયા
૩ાા
ડોળાસા

ગઢડા

બોટાદ
૦ાા
પોરબંદર

રાણાવાવ

માધવપુર

કુતિયાણા