સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 13 September 2015

સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર વાંસજાળીયામાં તોફાની ૮ ઈંચ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર વાંસજાળીયામાં તોફાની ૮ ઈંચ

વિજળી ત્રાટકતા વધુ બે માનવી અને ૧૬ પશુઓનાં મોત

જામજોધપુર અને ઉપલેટા ગ્રામ્યમાં ૪ ઈંચ, બાબરા અને માણાવદરમાં ૩ ઈંચ, ભાણવડમાં ૨ ઈંચ, અમરેલી અને લોધીકામાં ૧ાા ઈંચ, જેતપુર, ટંકારા અને ભાયાવદરમાં ૧ ઈંચ વરસાદ
(પ્રતિનિધિઓ દ્વારા)    રાજકોટ, રવિવાર
સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં અંતિમ તબક્કામાં આગળ ધપી રહેલી મેઘસવારીએ આજે રવિવારે વધુ અડધાથી આઠ ઈંચ વરસાદ વરસાવી દીધો હતો. સૌથી વધુ જામજોધપુરનાં વાંસજાળીયામાં આભ ફાટયું હોય એમ આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જામજોધપુર તથા માણાવદર અને ઉપલેટા ગ્રામ્યમાં ચાર ઈંચ તેમજ મોટીપાનેલી, બાબરા, ભાણવડમાં બે-ત્રણ ઈંચ મેઘમહેર વરસી હતી. વધુ અડધો ડઝન સ્થળોએ વિજળી પડતા બે માનવી અને ૧૬ પશુઓનાં મોત નિપજ્યા હતા.
રાજકોટ જિલ્લામાં આજે પણ બપોરથી મેઘસવારી આવી પહોંચી હતી. જેતપુરમાં અડધા કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઉપલેટાનાં મોજ અને વેણું ડેમ વિસ્તાર ઉપરાંત કેટલાક ગામડાઓમાં અડધાથી દોઢ ઈંચ મેઘમહેર વરસી હતી. રાજપરા ગામે ખેતરમાં વિજળી માથે પડતા અરજણ સામતભાઈ ખુંટી (ઉ. ૨૩)નું મોત નિપજ્યું હતું. જ્યારે ઢાંક ગામે ગાજવીજ સાથે સવા ઈંચ વરસાદ વરસ્યો હતો અને વીજળી પડતા માલધારીની ભેંસનું મોત થયું હતું. ભાયાવદરમાં એક ઈંચ તો બાજુનાં અરણી ગામે સાંબેલાધારે ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. વાડી વિસ્તારમાં ૨-૨ાા ઈંચ વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. મોટી પાનેલીમાં બપોરે એક કલાકમાં ત્રણ ઈંચ તો આજુબાજુનાં સાતવડી, માંડાસણ, બુટાવદર, વાલાસણ, બગધરામાં ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ગોંડલનાં વાસાવડમાં દોઢ ઈંચ મેઘમહેર વરસી હતી. જસદણમાં આજે ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. આટકોટ, વિરનગર, કાળાસર, ભડલી, આંબરડી, જીવાપર સહિતનાં ગામોમાં પણ ગાજવીજ સાથે હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. મોરબી અને વાંકાનેર સહિત જિલ્લામાં પણ આજે ઝાપટાએ માર્ગો ભીના કર્યા હતા. ટંકારામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
જામનગર જિલ્લામાં આજે જામજોધપુર તાલુકા ઉપર મેઘરાજા મહેરબાન બન્યા હતા. જામજોધપુરમાં બપોર બાદ ૪થી ૬ વાગ્યા વચ્ચે બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. જ્યારે વાંસજાળીયા ગામે તો આભ ફાટયું હોય એમ સાંબેલા ધારે આઠ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર સર્જાયો હતો. આ ઉપરાંત માંડાસણ, બુટાવદર, બગદરા, વનાળા, બાલવા, નંદાણા, જામવાડી, સીદસર સહિતનાં ગામોમાં પણ ત્રણ-ચાર ઈંચ વરસાદ વરસતા ખુશીનો માહોલ છવાયો છે. દ્વારકા જિલ્લામાં આજે છૂટા-છવાયા ઝાપટા વટ્ટે ભાણવડમાં બે ઈંચ મેઘમહેર વરસી હતી. મોટા કાલાવડ ગામે વિજળી પડતા ભેંસનું મોત થયું હતું.
જૂનાગઢ જિલ્લામાં આજે માણાવદર પંથક ઉપર મેઘરાજા વરસી પડયા હતા. માણાવદર શહેરમાં ગાજવીજ સાથે ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. શેરડી અને જીલાણા ગામે મુશળધાર ૪ાા ઈંચ વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જીલાણાનો રસ્તો બંધ થઈ ગયો હતો. વેળવામાં ૩ાા ઈંચ અને જાંબુડામાં ૩ ઈંચ, મીતડીમાં ૨ાા ઈંચ, ઉંટડીમાં ૨ ઈંચ મેઘમહેર વરસી હતી. આ ઉપરાંત કેશોદ અને વિસાવદર પંથકમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. બિલખા, માંગરોળમાં હળવા ઝાપટા તથા જૂનાગઢમાં મેઘવિરામ રહ્યો હતો. માંગરોળનાં મીતી ગામે વિજળી પડતા ભેંસનું મોત થયું હતું.
અમરેલી જિલ્લામાં આજે પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. અમરેલી શહેરમાં બપોર બાદ દોઢ ઈંચ વરસાદથી માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. લાઠીમાં પોણો ઈંચ તથા લીલીયા સહિતનાં વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. બાબરા પંથકમાં આજે બપોર પછી તોફાની પવન અને પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. બાબરામાં ત્રણ ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. અહીં ભાદરવી અમાસનાં મેળામાં વરસાદે નાસભાગ મચાવી દીધી હતી. કરીયાણા, ખંભાળા, ચમારડી, મેટા દેવળીયા, થોરખાણ, કુંવરગઢ, વલારડી, ત્રંબોડામાં પણ સારી મેઘમહેર વરસી હતી. ખંભાળા ગામે વીજળી પડતા સુરેશ ધીરૃભાઈ સાકરીયા (ઉ. ૨૮)નું મોત થયું હતું. તાઈવદરમાં વિજળી ત્રાટકતા માલધારીનાં ૧૩ ઘેંટા મોતને ભેટયા હતા.




Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment