સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 15 September 2015

દિલ્હીમાં ડેન્ગ્યુ, ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

દિલ્હીમાં ડેન્ગ્યુ, ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર

અમદાવાદ ,સુરત જેવા શહેરોમાં સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યૂના કેસો વધ્યા

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી અઢી મહિનામાં ૨૭નાં મોત

૭૫ દર્દીઓ સારવાર હેઠળ  ઃ અમદાવાદમાં ડેન્ગ્યુથી ૨૪ કલાકમાં બે દર્દીનાં મોત, ૪૦૦થી વધુ કેસ
નવી દિલ્હી, તા.૧૫
દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે વધુ એક મોત થતાં મૃત્યુ આંક ૧૧એ  પહોંચ્યો છે. દરમિયાન ગુજરાતમાં સ્વાઇનફ્લૂનો ફરીવાર ઘાતક સાબિત થઇ રહ્યો છે. છેલ્લા અઢી મહિનામાં ૨૭ દર્દીના મોત થયા છે તો અમદાવાદમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બે દર્દીના મોત થયાં છે. આ ઉપરાંત શહેરમાં આજે ડેન્ગ્યુના નવા ૩૫ દર્દીના ઉમેરા સાથે વર્તમાન સિઝનમાં ડેન્ગ્યુનો ભોગ બનેલાઓનો આંક ૪૦૦ને પાર કરી ગયો છે. સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ અંગે રાજ્ય સરકાર તેમજ મ્યુનિ. કોર્પોરેશને હોસ્પિટલો માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.
સ્વાઇન ફ્લૂ ગુજરાતમાં ફરી ઘાતર બની ત્રાટકયો છે. છેલ્લાં અઢી મહિનામાં સ્વાઇન ફ્લૂના કુલ કેસોનો આંક ૧૮૭ સુધી પહોંચ્યો છે અને સ્વાઇન ફ્લૂ ૨૭ લોકોને ભરખી ગયો છે.અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં સ્વાઇન ફ્લૂની સાથે સાથે ડેન્ગ્યૂના કેસો વધતાં રાજ્ય આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં એક દિવસમાં સ્વાઇન ફ્લૂના કુલ ૧૨ નવા કેસો નોંધાયાં છે.ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂ ધીરે ધીરે શહેરોથી ગામડા સુધી પ્રસરી રહ્યો છે.
રાજ્ય આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, આજે સુરતમાં ૪ , વડોદરામાં ૨ સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા છે.આ ઉપરાંત અમદાવાદ , આણંદ,જૂનાગઢ , મહેસાણા,પોરબંદર અને ભાવનગરમાં એક-એક કેસ નોધાયાં છે. જલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં ૧૮૭ કેસો નોંધાયા જે પૈકી હાલમાં ૭૫ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે,૮૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.
સ્વાઇન ફ્લૂની સાથે ડેન્ગ્યૂના કેસો વધતાં રાજ્ય આરોગ્ય વિભાગે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા સૂચના આપી છે. દવાથી માંડીને વેન્ટિલેટર સહિતની સુવિધાથી સજજ રહેવા આદેશ આપી દેવાયો છે.


સુરતમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો,હોમ ટુ હોમ સર્વે
ગુજરાતમાં હાલમાં સુરત સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ કારણોસર રાજ્ય આરોગ્ય વિભાગે હોમ ટુ હોમ સર્વે કરાવવા આદેશ કર્યો છે.  સુરતમાં સ્વાઇન ફ્લૂની સાથે ડેન્ગ્યૂના કેસો પણ વધતાં સરકારી હોસ્પિટલને ખાસ સતર્ક રહેવા સૂચના ઔઅપાઇ છે.


રાજય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી
સ્વાઇન ફ્લૂ- ડેન્ગ્યૂનો કહેર વધતાં રાજ્ય આરોેગ્ય વિભાગે આજે માર્ગદર્શિકા જાહેર કરી છે. એપેડેમિક વિભાગના અધિકારીના મતે, રાજ્યમાં તમામ મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓને તાકીદની સારવાર મળી તે માટે તમામ સુવિધાથી સજજ રહેવા આદેશ કરાયો છે સાથે સાથે જો કેસો વધે તો સ્વાઇન ફ્લૂની અલાયદી ઓપીડી શરૃ કરવા માર્ગદર્શિકામાં જણાવાયું છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને શરદી-તાવની અસર હોય તો પાંચ દિવસની રજા આપવા જણાવી દેવાયું છે.સગર્ભા બહેનો, બાળકો, વૃધ્ધો દર્દીઓની તકેદારી રાખવામાં આવી રહી છે. શરદી-ખાંસી,તાવની અસર હોય તો જાહેર સ્થળોએ ન જવા માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો છે.




Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment