સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 17 September 2015

પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરવાની સંપૂર્ણ સત્તા ઓઈલ કંપનીઓને સોંપી દેવા માંગ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરવાની સંપૂર્ણ સત્તા ઓઈલ કંપનીઓને સોંપી દેવા માંગ

સરકારે પોતાનો હસ્તક્ષેપ સંપૂર્ણપણે છોડી

ઓઈલ કંપનીઓને મોટો ફાયદો થાય છે અને ગ્રાહકોને નુકસાન થાય છે

સરકારના હસ્તક્ષેપના કારણે જયારે ક્રુડના ભાવ ઘટે છે ત્યારે ઓઈલ કંપનીઓને મોટો ફાયદો થાય છે અને ગ્રાહકોને નુકસાન થાય છે
અમદાવાદ, ગુરૃવાર
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સરકારે હસ્તક્ષેપ સંપૂર્ણ પણે છોડી દેવો જોઈએ અને આ ભાવ ખરા અર્થમાં નિરંકુશ કરી દેવા જોઈએ તેવી માંગ પેટ્રોલ-ડિઝલ ડિલર્સ એસોસિએશન કરી રહ્યું છે. તેનું કારણ એ છે કે જયારે ક્રુડના ભાવ ઘટે છે ત્યારે ભાવ પર અંકુશ રાખીને ઓઈલ કંપનીઓ ફાયદો ઉઠાવી લે છે અને જયારે ભાવ વધે છે ત્યારે ખોટ થઈ રહી છે તેવું કહીને ભાવ વધારી દેવામાં આવે છે. ચૂંટણીઓમાં લાભ લેવા માટે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારવામાં આવતાં નથી, આ રીતે બધુ જ જો પેટ્રોલીયમ મંત્રલાય નક્કી કરતું હોય તો ભાવ નિરંકુશ કરવાનો અર્થ શો ?
ગુજરાતમાં મહિને આશરે ૧૦ લાખ લીટર પેટ્રોલ અને ૫૦ લાખ લીટર ડિઝલનું વેચાણ થાય છે. જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓના ડિલર્સનું કહેવું છે કે દેશમાં એક એમ.આર.પી. નક્કી કરી દેવી જોઈએ. જેમ કે કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ અમદાવાદમાં જે ભાવે મળે તે જ ભાવે બેંગલોરમાં મળે છે. પેટ્રોલ અને ડિઝલમાં પણ સરકારે પોતાનો સંપૂર્ણ અંકુશ દૂર કરીને દેશભરમાં એક ભાવ નક્કી કરી દેવો જોઈએ. જો કે આ માટે તમામ રાજયોએ પણ પેટ્રોલિયમ પેદાશો પર એક સરખો ટેકસ સ્લેબ નક્કી કરવો પડે. પરંતુ તેનાથી જયારે ભાવમાં ઘટાડો થાય ત્યારે ડિલર્સને નુકસાન નહીં થાય.ડિલર્સનું કહેવું છે કે ઓઈલ કંપનીઓને ભાવ નક્કી કરવાની સત્તા આપી દેવામાં આવશે તો તેનો ફાયદો ડિલર્સને પણ મળશે. જેમ કે અત્યારે જાહેરક્ષેત્રની કંપનીએ પોતાના ડિલર માટેનું કમિશન ફિકસ રાખ્યું છે, જયારે ખાનગી કંપનીઓ પોતાનો ડિલર ગ્રાહકોને કેટલી સુવિધા આપે છે અને કેટલું વેચાણ કરે છે જેના આધારે કમિશન આપે છે. આ કારણથી ખાનગી કંપનીઓના પેટ્રોપંપની સંખ્યા જુજ હોવા છતાં તેના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. જાહેરક્ષેત્રની ઓઈલ કંપનીઓ પણ પોતાના ડિલર દ્વારા ગ્રાહકોને અપાતી સુવિધા અને વેચાણના જથ્થા મુજબ કમિશન ત્યારે જ નક્કી કરી શકશે જયારે પેટ્રોલ-ડિઝલના ભાવ બજાર મુજબ નક્કી કરવાની સત્તા આ ઓઈલ માર્કેટીંગ કંપનીઓને આપવી દેવામાં આવે. તેનાથી ગ્રાહકને પણ ફાયદો થશે, જે તે ડિલર ગ્રાહકને વધુ સારી સુવિધા આપવા માટે પ્રેરાશે, જેના કારણે પોતાનું વેચાણ વધે. જયારે દેશભરમાં એક એમઆરપી થઈ જશે ત્યારે ગુજરાતના પેટ્રોલિમય ડિલર્સને હજારો લીટરના વેચાણનું દર મહિને નુકસાન જાય છે તે પણ બંધ થઈ જશે. જેમ કે ગુજરાતમાં પેટ્રોલ પરનો વેટ ૨૩ ટકા પ્લસ ૨ ટકા સેસ છે જયારે ડિઝલ પરનો વેટ ૨૧ ટકા વતા ૩ ટકા સેસ છે. આ સામે રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં વેટનો દર ઓછો છે. બહારના રાજયોમાંથી પાસ થતી ગુજરાતની ટ્રક પણ હજારો લીટર પેટ્રોલ બીજા રાજયોમાં ભરાવે છે. ટ્રક ગુજરાતમાં પ્રવેશતા પહેલા જ ટાંકી ફુલ કરાવી લે છે. આ સમસ્યાનો પણ અંત આવી જશે.




Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment