સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 9 September 2015

ગુજરાતમાં રોગચાળો વકર્યો ઃ CMએ તમામ જિલ્લા પાસેથી રિપોર્ટ મંગાવ્યો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં રોગચાળો વકર્યો ઃ CMએ તમામ જિલ્લા પાસેથી રિપોર્ટ મંગાવ્યો

આરોગ્ય તંત્રના અધિકારીઓ ઘાંઘા થઈ ગયા

સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં સ્વાઈન ફ્લૂ તથા ડેન્ગ્યુના દર્દીઓમાં ચિંતાજનક વધારો
અમદાવાદ, બુધવાર
ભરઉનાળા જેવી સ્થિતિમાં ગુજરાતમાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને જીવલેણ ગણાતા સ્વાઈન ફ્લુ અને ખતરનાક ડેન્ગ્યૂનાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચોક્કસ રોગચાળાને કાબુમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. કેબીનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ રોગચાળાની ગંભીર નોંધ લીધી છે. તેમજ તમામ જિલ્લા પાસેથી ક્યાં રોગના કેટલા દર્દીઓ છે, સારવાર માટેની વ્યવસ્થા કેવી છે તેની માહિતી પણ મંગાવી છે.
સામાન્ય રીતે શિયાળામાં ફેલાતો સ્વાઈન ફ્લુ ધીમે ધીમે વધુ શહેરોમાં પ્રસરી રહ્યો છે. સુરતમાં જ સ્વાઈન ફ્લુથી ૧૪ અને અમદાવાદમાં ૧૬ જેટલા નાગરિકોનાં મોત થયા છે. ઉપરાંત સુરતમાં સ્વાઈન ફ્લુનાં બીજા ૭૦ જેટલા જ્યારે અમદાવાદમાં પણ ૬૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે રાજ્યભરમાં ૩૦૦થી વધુ દર્દીઓ હોવાનું અનુમાન છે. તેમજ રાજ્યભરમાં ડેન્ગ્યૂના પણ ૭૦૦થી વધુ દર્દીઓ છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં સૌથી વધુ દર્દીઓ છે. જાણકાર સૂત્રો કહે છે કે ઓક્ટોબરના બીજા અઠવાડીયાથી ઠંડીનો માહોલ શરૃ થઈ જશે. શિયાળાની સીઝન શરૃ થયા બાદ સ્વાઈન ફ્લુ હજુ વધુ વકરે તેવી શક્યતાઓ છે. વડોદરામાં ડેન્ગ્યૂની સાથે મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. આજ રીતે રંગીલા રાજકોટનો પાંચ દિવસનો લોકમેળો પૂરો થયા બાદ ઝાડા ઉલ્ટીનાં ૨૦૦થી વધુ કેસો નોંધાયા છે. મેળામાં અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થયો હોવાથી તેમજ મેળાને કારણે ભારે ગંદકી ફેલાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારી વધી ગઈ છે. રાજકોટમાં ડેન્ગ્યૂનાં પણ ૧૫થી વધુ દર્દીઓ છે.
ગાંધીનગરમાં મળેલી કેબીનેટની મીટીંગમાં પણ રોગચાળા અંગે ગંભીર ચર્ચા થઈ હતી. વધી રહેલા રોગચાળાથી ચિંતિત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તમામ જિલ્લાઓ પાસેથી રોગચાળા અંગેનો સંપૂર્ણ અહેવાલ મંગાવ્યો છે. જ્યારે રોગચાળો નાથવા માટે જેની સીધી જવાબદારી છે તેવા આરોગ્ય કમિશનર જે.પી. ગુપ્તા આ અંગે કોઈ વાત કરવા જ તૈયાર નથી. બીમાર દર્દીઓની સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે ? રોગચાળો કેવી રીતે અને ક્યારે કાબુમાં આવશે તેની તેઓ કોઈ જાહેરાત કરી શકતા નથી.



Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment