સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 25 November 2015

જાણી લો ગુજરાતીઓના ભેજા વિશે, કેનેડાથી બેઠાં બેઠાં સુરતની ‘આ’ બેંકને લગાવ્યો કરોડોનો ચુનો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

જાણી લો ગુજરાતીઓના ભેજા વિશે, કેનેડાથી બેઠાં બેઠાં સુરતની ‘આ’ બેંકને લગાવ્યો કરોડોનો ચુનો

ગીર સોમનાથ જિલ્લાના વતની અને કેનેડામાં સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરતાં યુવકે આઇસીઆઇસીઆઇ બેન્કની મની ટુ ઇન્ડિયા સ્કીમના લૂ ફોલ્ટનો ગેરલાભ ઉઠાવી ૩.૩૧ કરોડનું ફુલેકું ફેરવ્યાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ યુવકે કેનેડાની ચાર બેન્કમાં ખોલાવેલા ૬૩ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોવા છતાં આઇસીઆઇસીઆઇ બેન્ક હસ્તક સુરતની પાંચ બેન્કના ૧૮ એકાઉન્ટમાં આ માતબર રકમ ટ્રાન્સફર કરાવીને ઉપાડી લીધી હતી. આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા કસ્ટમરના ઓર્ડર પ્રમાણે પહેલાં રૂપિયા તેમના એકાઉન્ટમાં જમા કરાવી દીધા બાદ ૪૮થી ૭૨ કલાક પછી તેના એકાઉન્ટમાંથી રકમ ડેબિટ કરાતી હતી. આ ટાઇમિંગનો ગેરલાભ ઉઠાવી આઇટીના વિદ્યાર્થીએ આ ખેલ કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

પૂણા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આઇસીઆઇસીઆઇ બેન્કના એરિયા મેનેજર રાજકુમાર સીરાસરણસિંહે આ ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી છે. સવા ત્રણ કરોડના ફ્રોડનો માસ્ટર માઇન્ડ કપીલ ભગવાનભાઇ વસોયા છે.

ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના જસપરા ગામનો વતની કપીલ વસોયા કેનેડામાં આઇટી કહો કે સાયબર સિક્યુરિટીને લગતો અભ્યાસ કરે છે. કપીલ વસોયાએ નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે કેનેડાની બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું છે. વસોયાએ એક વખત તેના સંબંધીના બેન્ક એકાઉન્ટમાં કેેનેડાથી નાણાં ટ્રાન્સફર કર્યા હતાં. આઇસીઆઇસીઆઇ બેન્કની મની ટુ ઇન્ડિયા સ્કીમ હેઠળ તેણે આ ટ્રાન્ઝેક્શન કર્યુ હતું.

વસોયાએ મોકલેલા નાણાં તેના સંબંધીના એકાઉન્ટમાં તો જમા થઇ ગયા પણ કેનેડાની બેન્કના તેના એકાઉન્ટમાંથી ડેબિટ થયા ન હતાં. કપીલે આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે આઇસીઆઇસીઆઇ બેન્ક કસ્ટમરના ઓર્ડર અનુસાર નાણાં ચૂકવી દીધાના ૪૮થી ૭૨ કલાક બાદ નાણાં ડેબિટ કરે છે. ટ્રાન્ઝેક્શન વેળા માત્ર કસ્ટમરના બેન્ક એકાઉન્ટનું બેલેન્સ જ ચેક કરવામાં આવે છે.

આ વાત જાણી આઇટી એક્સપેર્ટ કપીલ વસોયાના દિમાગમાં મોટા ફ્રોડની યોજના આકાર લેવા માંડી હતી. તેણે કેનેડામાં નોવા સ્કોટિયા બેન્ક, બેન્ક ઓફ મોન્ટ્રીયલ તથા કેનેડિયન ઇમ્પ્રીયલ બેન્ક ઓફ કોમર્સ અને ધ ટોરેન્ટ ડોમિનિયન બેન્કમાં જુદા જુદા નામે ૬૩ એકાઉન્ટ ખોલાવ્યા હતાં.

ત્યારબાદ કપીલે તલાલાના જસપરમાં રહેતાં તેના પિતા ભગવાન વસોયા, મુક્તાબહેન વસોયા તથા સુરતમાં મોટા વરાછા વિસ્તારની વેદાંત સિટીમાં રહેતાં કાકાભાઇ વિપુલ વસોયા વગેરેના નામે અહીંની બેન્કોમાં એકાઉન્ટ ખોલાવ્યા હતાં. આઇસીઆઇસીઆઇ બેન્કમાં ત્રણ, એક્સિઝ બેન્કમાં બે, એચડીએફસી બેન્કમાં ત્રણ, બેન્ક ઓફ બરોડામાં ચાર એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતાં. બેન્કોમાં એકાઉન્ટનો સેટઅપ ગોઠવાઇ ગયા બાદ કપીલે કેનેડાની બેન્કોમાં ખોલાવાયેલા ૬૩ બેન્ક એકાઉન્ટના નામે આઇસીઆઇસીઆઇ બેન્કની મની ટુ ઇન્ડિયા સ્કીમમાં યુઝર આઇડી બનાવ્યા હતાં.

આ આઇડી પરથી તેણે સુરતની બેન્કોમાં સંબંધીઓના નામે ખોલાવાયેલા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા માંડયા હતાં. ૬૩ આઇડી પરથી તેણે ૧૮ એકાઉન્ટમાં કુલ ૩ કરોડ ૩૧ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. અહીંના એકાઉન્ટમાં આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા જમા કરાયેલી રકમ કપીલની સૂચના અનુસાર તેના સંબંધીઓએ ઉપાડી લીધી હતી. જો કે આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા જ્યારે રૂપિયા ટ્રાન્સફર કરનારના એકાઉન્ટમાં ડેબિટ માટે પ્રોસિઝર શરૂ કરી ત્યારે તેમાં પુરતું બેલેન્સ જ ન હોવાનું બહાર આવ્યું હતું.

કપીલે મની ટ્રાન્સફર માટે કાર્યવાહી કરી તે સમયે આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રોસ વેરિફિકેશન પૂરતું બેલેન્સ રાખ્યા બાદ તે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાયું હતું. જે એકાઉન્ટમાં આ બેલેન્સ ટ્રાન્સફર થયું એના યુઝર આઇડી પરથી ફરી ભારત પૈસા મોકલાયા હતાં. આ રીતે સીમિત બેલેન્સને ફરતું રાખી આઇસીઆઇસીઆઇ બેન્ક પાસે ૩.૩૧ કરોડ રૂપિયા કપીલ વસોયાએ પડાવી લીધા હતાં. બેન્કને આ ફ્રોડની જાણ થતાં તેમણે પોલીસ કમિશનરને મળી રજૂઆત કરી હતી. કમિશનરે મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરવા માટે પુણા પોલીસને આદેશ કર્યો હતો.

અહીંના ઈનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરીએ બેંકના એરિયા મેનેજરની ફરિયાદ લઈ તુરંત તપાસ હાથ ધરતાં કપીલ વસોયા ભારત આવ્યો હોવાનું જાણવા મળતાં તુરંત તેનું લોકેશન ટ્રેસ આઉટ કરી ધરપકડ કરી હતી. આ સાથે જ પુણા પોલીસ દ્વારા કપીલના પિતા ભગવાનભાઇ તથા પિતરાઇ વિપુલની ફરતે પણ કાયદાનો સકંજો કસવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3180876

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 24 November 2015

ગુજરાતમાં ભાજપના સામ્રાજ્યને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર હચમચાવશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં ભાજપના સામ્રાજ્યને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર હચમચાવશે

ગુજરાતની શાસન ધૂરા સંભાળ્યાના દોઢ જ વર્ષમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના નેતૃત્વમાં ભાજપ પહેલી વખત લોકચુકાદો મેળવવા જઇ રહ્યો છે. ૩૧ જિલ્લા, ૨૩૦ તાલુકા અને ૫૬ નગરપાલિકાની મહત્વની ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન થનાર છે તે પૂર્વે ભાજપની નેતાગીરીને ઠેર ઠેર કપરાં ચઢાણનો સામનો કરવો પડી રહ્યો છે. પાટીદારોની નારાજગી ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બારથી વધારે જિલ્લા અને તેની મોટાભાગની તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં પાટીદારો ઉપરાંત આંતરિક હિસાબો પતાવવાની પેરવી ભાજપના વીસ વર્ષ જૂના સામ્રાજ્યના પાયા હચમચાવી જશે એવા સંકેતો મળી રહ્યા છે. આ બન્ને પ્રાંતમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા, મહામંત્રી મનસુખ માંડવીયા, સાંસદો અને ધારાસભ્યો પછી આજે ખુદ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને મહેસાણા જિલ્લામાં પાટીદારોની નારાજગીનો ભોગ બનવું પડતાં નેતાગીરી રીતસર ચિંતિત બની ગઇ છે.

જુલાઇથી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનની આગ બુઝાવવામાં નિષ્ફળ નીવડેલી ભાજપની નેતાગીરીને હવે રીતસર આંખે પાણી આવી ગયા હોય એવી સ્થિતિ ઉત્તર ગુજરાતના પાટીદાર વર્ચસ્વવાળા ગામો, નગરો અને મોટા શહેરોમાં થઇ રહી છે. ઊંઝા જેવા કડવા પટેલોના આદ્યશક્તિના કેન્દ્ર સમાન ઉમિયા ધામમાં નગરથી માંડીને તાલુકા અને જિલ્લાની બેઠકો પર ભાજપના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કમળના ચિન્હ વગર ચૂંટણી લડાવવી પડી છે. પાટીદારોનો રોષ એટલો તીવ્ર છે કે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની જાહેરસભાઓને પાટીદાર વર્ચસ્વવાળા વિસ્તારોથી દૂર રાખવી પડી રહી છે. પાટીદાર ધારાસભ્યો ગામો, નગરોમાં સમજાવવા જાય છે એમને 'અહીં ભાજપના વોટ માગવા આવવુ નહીં' એવુ રોકડું પરખાવી દેવાય છે. આને લીધે ભાજપની નેતાગીરી રીતસર મુંઝાઇ ગઇ છે.

મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા જેવા પાટીદાર બહુમતીવાળા જિલ્લાઓમાં ત્રણથી સાત ટકા જેટલા મતોથી મેળવેલી સ્થાનિક સત્તામંડળની સત્તા જાળવી રાખશે કે કેમ તેના અંગે ભાજપનો એકેય પાટીદાર નેતા ખોંખારીને કહી શકતો નથી. આવી જ કંઇક અંશે સ્થિતિ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં જોવા મળી છે. કલોલ, માણસા, દસક્રોઇ, દહેગામ, વિરમગામ, બાવળા, સાણંદ તાલુકાઓમાં ભાજપ સામે પાટીદારો ઉપરાંત પણ સ્થાનિક સમસ્યાઓ, ભાજપની આંતરિક જૂથબંધી જેવા વિરાટ પડકારો પરિણામો બદલવા માટે પૂરતા છે, તેમ ભાજપના જ કાર્યકરો માની રહ્યા છે. ભાજપની સત્તાને હચમચાવવા માટેનું બવંડર મહેસાણાથી ઊભું થયું હતું અને એની પાછળ સૌરાષ્ટ્રના પાટીદારો પણ જોડાયા હતા. પ્રથમ વખત કડવા અને લેઉવા પટેલે એક થયા અને સંયુક્ત બની લડત આપી હતી.

એની સૌથી વધારે અસર મોરબી, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ,આંશિક રીતે સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાઓમાં જોવા મળી હતી. આ જિલ્લાઓમાં ભાજપના નેતાઓની રાજનીતિ પણ હાલની પાટીદાર નેતાગીરીની સામે પડી છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલાને અમરેલીમાં જ વિરોધનો સામનો કરવો પડે છે એવી જ રીતે મહામંત્રી મનસુખ માંડવીયાને ભાવનગર નજીકના એક નાનકડા ગામેથી સભા કર્યા વગર પાછા વળવુ પડ્યું છે. આવા અનેક કિસ્સાઓ રૂપાલા અને માંડવીયાના નામે નોંધાયેલા છે. આ ચાર જિલ્લાઓમાં ભાજપની સ્થાનિક નેતાગીરી હિસાબ સરભર કરી દેવાના મુડમાં છે તો સૌરાષ્ટ્માં ઉમેદવારોની પસંદગીને લઇને પણ ખાસ્સો વિરોધ-આક્રોશ ભાજપના સ્થાનિક કાર્યકરોમાં છે. સ્થાનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચારની ફરિયાદોને પ્રદેશ નેતાગીરીએ નજરઅંદાજ કરી છે એનો રોષ આ ચૂંટણીના પરિણામોમાં જોવા મળી શકે છે તેવુ સૌરાષ્ટ્રના આગેવાનો કબુલે છે. બન્ને પ્રાંતમાં પાટીદાર નવનિર્માણ સેના અને અપક્ષ પાટીદાર ઉમેદવારો પણ ભાજપને ખાસ્સુ નુકશાન પહોંચાડશે.

બહેને જ્યાં સભા કરી ત્યાં પાટીદારો કોંગ્રેસમાં જોડાયા
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ બે દિવસથી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. મુખ્યપ્રધાને આજે પાટણ અને મહેસાણાનો પ્રવાસ કર્યો હતો. પરંતુ આ પૂર્વે જ પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પાટીદારો કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. પાટણ અને સિદ્ધપુર શહેર અને તાલુકાના ભાજપના ૨૩ હોદ્દેદારો સહિત ૩૫૦૦ પાટીદારોએ ભાજપને હરાવવાની નેમ સાથે જ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે. આમાંથી પાંચ કોંગ્રેસ અને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ગઇકાલે હિંમતનગરમાં રોડ શો કર્યો અને આજે એક હજાર પાટીદારો સહિત કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.

Source :-http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/north-gujarat-saurashtra-will-shaken-bjps-rule-from-pillar/articleshow/49913044.cms

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 19 November 2015

અમદાવાદને વૈશ્વિક કક્ષાનું સ્માર્ટ સિટી બનાવવાનું ભાજપનું વચન

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમદાવાદને વૈશ્વિક કક્ષાનું સ્માર્ટ સિટી બનાવવાનું ભાજપનું વચન

> ટ્રાફિકની સમસ્યા હલ કરવા વધુ ફલાયઓવર
> મેટ્રો ટ્રેન પ્રોજેકટનો ઝડપી અમલ કરાશે: જાડેજા

નવગુજરાત સમય > અમદાવાદ

આગામી પાંચ વર્ષમાં અમદાવાદને વૈશ્વિક કક્ષાની માળખાકીય સુવિધા સાથેનું સ્માર્ટ સિટી બનાવવાનું તથા ટ્રાફિકની સમસ્યા હલ કરવા સઘન પ્રયાસો કરવાનું વચન શાસક ભાજપે આપ્યું છે.

મ્યુનિ. ચૂંટણીને આડે હવે ત્રણ દિવસ બાકી રહયાં છે ત્યારે શાસક ભાજપે અમદાવાદના નાગરિકો માટે ચૂંટણી ઢંઢેરાને બદલે પાંચ વર્ષની કાર્યયોજના જાહેર કરી છે. જેની વિગતો આપતાં સંગઠન પ્રભારી આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસયાત્રાને દરેક નાગરિક સુધી પહોંચાડવા તથા શહેરને લિવેબલ અને લવેબલ સિટી બનાવવા માટે મ્યુનિ.ને રાજય અને કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય તરફથી વિશેષ પ્રકારની વિકાસ ગ્રાંટનો લાભ મળી રહ્યો છે, તેથી શહેરને વિકાસની વધુ ઊંચાઇએ પહોંચાડવાનું ભાજપનું લક્ષ્ય છે, જેનો દરેક નાગરિકને લાભ મળશે.

તેમણે કહ્યું કે, શહેરના સમતોલ વિકાસની ગતિને વેગવાન બનાવવા શહેરને વાઇફાઇ સિટી બનાવાશે. પૂર્વ વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાને રાખી એક ખાસ મહિલાઓ માટેની અને મહિલાઓ થકી સંચાલિત હોય તેવી ડેડીકેટેડ વુમન હોસ્પિટલ બનાવાશે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વધુ જંકશનો ઉપર ફલાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની સાથે સાથે મેટ્રો ટ્રેન પ્રોજેકટનુ ઝડપી અમલીકરણ કરવામાં આવશે.

શહેરીજનોની પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે શેઢી રાસ્કા ઓપન કેનાલની જગ્યાએ શેઢી કેનાલમાંથી સીધી રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાઇપલાઇન નાખવામાં આવશે. શહેરના ખાડાખૈયાવાળા રસ્તાઓની જગ્યાએ નવીનત્તમ સ્માર્ટ રોડ બનાવવાની સાથે આરસીસી અને મોડલ રોડ બનાવવામાં આવશે તેવી ખાતરી ભાજપ નેતાઓએ ઉચ્ચારી હતી.

મ્યુનિ.ના જંગી લાઇટબિલમાં ઘટાડો કરવા તથા વીજબચત થકી પર્યાવરણને મદદરૂપ થવા માટે શહેરની તમામ સ્ટ્રીટ લાઇટને એલઇડી લાઇટમાં પરિવર્તિત કરવામાં આવશે અને શહેરમાં કચરાની સમસ્યા હલ કરવા માટે રિસાયકલીંગ પ્રોજેકટનું અસરકારક અમલીકરણ કરીને ઝીરો સ્લમ સિટી તેમજ સોલાર પાવરનો મહત્તમ ઉપયોગ કરીને શહેરને ગ્રીન સિટી, કલીન સિટી અને સોલાર સિટી બનાવી નમૂનારૂપ સિટી બનાવાશે તેમ આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું.

શહેરના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે આશીર્વાદરૂપ એવી ગરીબ અને લોઅર ઇન્કમગ્રૃપ આવાસ યોજના અંતર્ગત વધુ આવાસનુ નિર્માણ કરી નાગરિકોને ઘરનુ ઘર આપવામાં આવશે અને નાગરિકોના આરોગ્યની ચિંતા કરતાં હયાત આરોગ્ય સેવાઓનુ આધુનિકરણ કરવાની સાથે સાથે તમામ બગીચાઓમાં યોગ સેન્ટર શરૂ કરવામાં આવશે. તેમજ યુવાનો માટે સ્પોર્ટસ કોમ્પ્લેકસ, હેલ્થ કલબ અને ક્રિકેટ કોચીંગ ગ્રાઉન્ડનુ નિર્માણ કરાશે.

બધા જાણે છે કે કોંગ્રેસે કેવા કાળા કામ કર્યા હતા

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની પ્રસિધ્ધિ સમયે ભાજપ ઉપર કરેલાં આક્ષેપોને ફગાવતાં ભાજપ નેતાઓએ કહયું કે, કોંગ્રેસે અત્યાર સુધી ફકત વાતો જ કરી છે અને તેમની પાસે કોઇ મુદ્દો જ નથી તેથી પાયાવિહિન આક્ષેપો કરે છે, પરંતુ શહેરીજનો જાણે છે કે, કોંગ્રેસે મ્યુનિ.માં પાંચ વર્ષ દરમિયાન કેવા કાળા કારનામા કર્યા છે.

ઉત્સવો-મેળાવડા માટે પૂર્વમાં સિટી કન્વેશન સેન્ટર

પૂર્વ વિસ્તારમાં સામાજિક ઉત્સવો અને મેળાવડાઓ યોજવા માટે કોઈ ચોક્કસ સુવિધા ઉપલબ્ધ નથી, તેથી પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે સિટી કન્વેશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત પૂર્વના નાગરિકોને હરવાફરવા માટે કાંકરિયા સુધી લાંબા ન થવું પડે તે માટે આધુનિક એમ્યુઝમેન્ટ પાર્ક સાથેનું સિટી પિકનિક પોઇન્ટ તૈયાર કરાશે. માણેકચોક જેવા ખાણીપીણી બજાર તમામ ઝોનમાં ઊભા કરવામાં આવશે.

કોટ વિસ્તાર ફરતે એલિવેટેડ કોરિડોરરૂપી રીંગરોડ

શહેરના કોટ વિસ્તારની ટ્રાફિક સમસ્યા ગેરકાયદે બાંધકામો અને પાર્કિંગના અભાવે અત્યંત જટિલ બની ગઈ છે. પશ્ચિમ અને પૂર્વના નાગરિકો કામ વગર કોટ વિસ્તારના રસ્તાનો ઉપયોગ ટાળી રહયા છે. તેવા સંજોગોમાં કોટ વિસ્તાર ફરતે એલિવેટેડ કોરિડોરરૂપી રીંગરોડનું નિર્માણ થઇ શકે તે માટે શકયતાદર્શી અહેવાલ તૈયાર કરાશે અને શકય હશે તો તેનો ઝડપથી અમલ કરાશે.

151 કરતાં વધુ બેઠક જીતવાનો દાવો

મ્યુનિ. ચૂંટણી પૂર્વે શહેરમાં જે રીતનુ વાતાવરણ છવાયુ છે તેના કારણે ખુદ ભાજપના ઉમેદવારો અને કાર્યકરોમાં હતાશા વ્યાપી ગઇ છે અને પાર્ટીના જ નારાજ લોકો ભાજપને ૧૧૦-૧૨૦ બેઠક મળશે તેવો પ્રચાર કરી રહયાં છે તેના સંદર્ભે સંગઠન પ્રભારી આઇ.કે.જાડેજાએ આગામી ચૂંટણીમાં પણ ભાજપ જ વિજયી બનશે અને ૧૫૧ કરતાં વધુ બેઠકો સાથે જીતીશું તેવો દાવો કર્યો હતો.

ભાજપની સ્માર્ટ કાર્ય યોજના ઉપર એક નજર

> સ્માર્ટ વાઇફાઇ સિટી
> સ્માર્ટ બીઆરટીએસ
> સ્માર્ટ મેટ્રો ટ્રેન
> સ્માર્ટ ઝીરો સ્લમ સિટી
> સ્માર્ટ એલઇડી લાઇટસ
> સ્માર્ટ સિટી રોડ
> સ્માર્ટ લર્નીંગ સાથેની સ્માર્ટ શાળાઓ
> સ્માર્ટ ગ્રીન સિટી-સ્માર્ટ ગાર્ડન સિટી
> સ્માર્ટ અર્બન હેલ્થ સેન્ટરો
> સ્માર્ટ એએમટીએસ સુવિધા
> સ્માર્ટ ટેકસ સિસ્ટમ
> સ્માર્ટ પ્રવેશ દ્વાર
> સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ
> સ્માર્ટ જીમ્નેશિયમ
> સ્માર્ટ એમ્યુઝમેન્ટ પાર્ક
> સ્માર્ટ સિટીઝન ચાર્ટર
> સ્માર્ટ હોકિંગ ઝોન
> સ્માર્ટ રોડ ઉપર સાયકલ ટ્રેક
> સ્માર્ટ માર્ગદર્શન કેન્દ્રો
> સ્માર્ટ સાંસ્કૃતિક અમદાવાદ
> સ્માર્ટ ડસ્ટ ફ્રી સિટી
> સ્માર્ટ વિમેન્સ હોસ્પિટલ
> સ્માર્ટ સિટી કન્વેન્શન સેન્ટર
> સ્માર્ટ સિટી પીકનીક પોઇન્ટ
> સ્માર્ટ આંગણવાડીઓ
> સ્માર્ટ મોબીલીટી કાર્ડ
> સ્માર્ટ ફૂટઓવર બ્રિજ

Source :-http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-/articleshow/49850603.cms

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 18 November 2015

‘મોટા’ નહીં તો ‘છોટા મોદી’થી કામ ચલાવાશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

‘મોટા’ નહીં તો ‘છોટા મોદી’થી કામ ચલાવાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પાટીદાર આંદોલનને લઇને ભાજપ ચિંતીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જોરદાર પ્રચાર કર્યો હોવા છતાં બિહારમાં ભાજપને પછડાટ મળી છે. મહાપાલિકા, પંચાયતોની સ્થાનિક કક્ષાની ચૂંટણીમાં વડાપ્રધાન કે રાષ્ટ્રીય પ્રમુખ પ્રચાર માટે નહીં આવે તે નિશ્ચિત છે. હવે મોદીની લઢણમાં અને તેના જેવો પોશાક પહેરીને મોદીના હાવભાવમાં જાહેર સભાઓ ગજવતો અને મણિનગરમાં રહેતો આરવ પંકજ નાયક ઉર્ફે છોટા મોદી આજકાલ ડિમાન્ડમાં છે. આરવે બાપુનગરથી જાહેરસભા શરૂ કરી દીધી છે. ભાજપ ચૂંટણી પ્રચારમાં 'છોટા મોદી'ની જરૂર જણાશે ત્યાં મદદ લેશે. મતલબ, ભાજપ 'મોટા' નહીં તો 'છોટા મોદી'થી કામ ચલાવશે.

દિવાળી જેવી મંદી ચૂંટણીમાં પણ...

દિવાળીમાં આ વખતે મંદી જેવું લાગતું હતું. ગિફ્ટના બજેટથી લઈ ઘરના સામાનમાં પણ કાપ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. ઝાકઝમાળને મંદીની ઝાંખપ લાગી હતી. મ્યુનિ.એ ટેક્સના નાણાંથી બ્રિજ અને મ્યુનિ. કચેરીઓને તો સજાવી પણ 'આમ આદમી' પોતાના ઘર જોઈએ એ રીતે સજાવી ન શક્યો. આવું જ આ વખતની ચૂંટણીમાં પણ છે. નાણાંની રેલમછેલ ક્યાંય દેખાતી નથી. ચૂંટણી પંચને ક્યાંય રોકડા રૂપિયા પણ ના મળ્યા, કાર્યકર્તાને હજુ ચૂકવણું થયું નથી. પાટીદાર હોય કે ઈત્તર, મતદારના મન કળી ન શકતાં ઉમેદવારો કે રાજકીય પક્ષ 'કંજુસ' બન્યાં છે. આ કારણે પ્રચારનો માહોલ નિરસ દેખાય છે.

ભદ્ર સમાજની હિલચાલથી કોંગ્રેસના 'અચ્છે દિન'!

સામાન્ય રીતે એવું મનાય છે કે, કોંગ્રેસ ગરીબો, દલિતો અને ગ્રામીણ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતો રાજકીય પક્ષ છે. તેથી તેના કાર્યાલય ખાતે સામાન્ય અને ગરીબ વર્ગના લોકોની અવરજવર વધુ રહે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ ભવન ખાતે સમાજના ભદ્ર વર્ગના ધાડેધાડાં ઉતરતાં ખુદ કાર્યકરો નવાઇ પામ્યા છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરોમાં આપસમાં એવી વાતો કરતા પણ સાંભળવા મળ્યા હતા કે,'જોયું, જ્યાં હંમેશાં કાગડા ઉડતા હતાં તેવા કોંગ્રેસ ભવનની બહાર ગાડીઓની કેવી લાઇનો લાગી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસને ઉમેદવારો મળતા નહોતા અને હવે આ જ વિસ્તાર સમૃદ્ધ નાગરિકો હોંશેહોંશે કોંગ્રેસના દાદરા ચઢી રહ્યા છે. આગામી 22 તારીખે મતદાન પછી પરિણામ આવે ત્યારની વાત ત્યારે. અત્યારે તો, કોંગ્રેસના કાર્યકરો 'અચ્છે દિન' આવ્યાના આનંદાશ્ચર્યમાં વિહરી રહ્યાં છે!'

'ચા'થી PM, તો 'કપ-રકાબી'થી કોર્પોરેટર બનાય

ચા વેચનારી વ્યક્તિ વડાપ્રધાન બની શકે તો 'કપ-રકાબી'નું ચિહ્ન રાખનાર કોર્પોરેટર કેમ નહીં ! અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ૧૨૧ જેટલા અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊભા રહ્યા છે. અપક્ષને ચૂંટણી અધિકારી દ્વારા પ્રતિકની ફાળવણી કરવામાં આવી ત્યારે ઘણા ઉમેદવારોની પસંદ 'કપ-રકાબી' હતી. 'ચા' વેચનારા વડાપ્રધાન બન્યા બાદ 'કપ-રકાબી'ના ચૂંટણીચિહ્ન પ્રત્યે અપક્ષ ઉમેદવારોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. જો કે એક વોર્ડમાં કોઈ એક જ અપક્ષ ઉમેદવારને કપ-રકાબી મળી શકે તેમ હોઈ અન્ય ઉમેદવારોને બીજા પ્રતિક પસંદ કરવા પડ્યા હતા. એકંદરે, દર ત્રણ વોર્ડમાં એક અપક્ષ ઉમેદવારે ચૂંટણી પ્રતિક તરીકે કપ-રકાબી પર પસંદગી ઉતારી છે. 'ચાય પે ચર્ચા' પછી સ્થાનિક ચૂંટણીમાં 'કપ-રકાબી'ની ચિહ્ન પસંદગી પણ ચર્ચામાં છે.

પાટીદારો બાદ જૈનોએ કોંગ્રેસનો સંપર્ક સાધ્યો!

ભાજપ પ્રત્યે પાટીદાર સમાજની નારાજગી સપાટી પર આવી ગઇ છે અને અનેક સ્થળે પાટીદારો ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે, જૈનો પણ ભાજપ વિરોધી વાતાવરણ ઊભું કરી રહ્યાં છે. એક સમયે પાટીદારો ધીમેધીમે કોંગ્રેસમાં જોડાયા એવી જ રીતે જૈનોના આગેવાનોના ફોન પણ કોંગ્રેસના કાર્યાલયમાં રણકવા લાગ્યા છે! અલબત્ત હજુ સુધી જૈનોએ કોંગ્રેસને સત્તાવાર સમર્થન ઘોષિત કર્યું નથી. પરંતુ, કોંગ્રેસ માટે તો 'દોડવું હતું ને ઢાળ મળ્યો' જેવો ઘાટ સર્જાયો છે. કોંગ્રેસ અને જૈન અગ્રણી વચ્ચેની વાતચિતનો સૂર કંઇક આવો હતો. 'જૈનો ભલે કોંગ્રેસના સમર્થનમાં સીધેસીધાં સામે ના આવે પણ ભાજપને કોઇ કાળે મત ન આપવો એવો મેસેજ સમાજના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો.' કોંગ્રેસ ભવનમાં થતી આવી ટેલિફોનિક ચર્ચાઓ ભાજપ માટે લાલબત્તી સમાન છે!
ભટ્ટ પરિવારના ઉમેદવાર વિના ખાડિયામાં સુસ્તિ!

ખાડિયામાં રાજકારણનું નામ આવે એટલે અશોક ભટ્ટનું નામ આવે. જેમણે પાંચ દાયકાથી વધુ સમય સુધી આ વિસ્તારમાં રાજ કર્યું અને જીવનપર્યંત આ વિસ્તારના ધારાસભ્ય પણ રહ્યા. તેમના પુત્ર ભુષણ ભટ્ટ પણ કોર્પોરેટર તરીકે ચુંટાઇ આવતા હતા. આમ ભટ્ટ પરિવારનો દબદબો હતો. પરંતુ, 2010માં અશોક ભટ્ટના અવસાન અને ત્યારબાદ તેમના પુત્ર ભૂષણ ભટ્ટ ધારાસભ્ય બનતા હવે તેમના પરિવારના કોઇ સભ્યને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટ મળી નથી. આથી ખાડિયા પોલીસ ચોકી પાસે જામતી રંગતમાં આ વખતે ભટ્ટ પરિવારનો દબદબો નથી. તેમના સમર્થકો પણ હવે અન્ય ધંધામાં જોતરાઇ ગયા છે. આમ પહેલી વખત એવું બન્યુ છે કે, ભટ્ટ પરિવારની ઉમેદવારી અને સમર્થકોના ઉત્સાહ સિવાય ચૂંટણી યોજાઇ રહી છે. કદાચિત, આ કારણે ખાડિયામાં ચૂંટણી પ્રચાર સુસ્ત જણાય છે.

આચારસંહિતા છે તો'ય પોલીસ માનતી જ નથી

ચૂંટણી આચારસંહિતામાં ઉપરી અધિકારીના આદેશનું તરત પાલન થતું હોવાની માન્યતા છે. પણ, અમુક બાબતોમાં પોલીસ કર્મચારીઓ 'સાહેબ'નો આદેશ માનતાં જ નથી. ઈ-ગુજકોપ પ્રોજેક્ટના મામલે પોલીસ સ્ટેશનોનું વલણ અધિકારીઓને નાપસંદ છે અને ગંભીરતા દાખવવા સૂચનાઓ છતાં કાર્યવાહી થતી નથી. પોલીસ કમિશનરે વધુ એક વખત પોલીસ સ્ટેશનોને 'મેસેજ' આપવો પડ્યો છે કે, 'ઈ ગુજકોપ અંતર્ગત પોલીસ સ્ટેશનની અરજી, સમન્સ, વોરન્ટ, નોટિસ, મેમો અને તપાસ સંબંધિત અરજીઓની 'ઓનલાઈન' કામગીરી ખૂબ ઓછી છે. આ બાબત ગંભીર છે અને અંગત લક્ષ આપીને ઓનલાઈન ડેટા એન્ટ્રી પૂર્ણ કરાવવી.' ઓનલાઈન પ્રોજેક્ટ માટે આ વર્ષે પણ પોલીસ 'નવા નાકે દિવાળી' કરશે કે સુધરશે?

દિવાળી તો ઠીક, 'છઠ્ઠ'માં પણ ગિફ્ટની ઉઘરાણી!

લોભને 'થોભ' નહીં. આ કહેવત પ્રજાજનો માટે છે પણ પોલીસ તંત્રમાં 'બદલી નજીક હોય ત્યારે JCB ચાલુ થાય' એવી કહેવત અમુક ઉચ્ચ અધિકારીઓ માટે જાણીતી છે. હજુ દિવાળીમાં મન માંગી 'શુભેચ્છા' મેળવનાર એક અધિકારીએ 'છઠ્ઠ'માં પણ ગિફ્ટની ઉઘરાણી કરી હતી. ઉત્તર ભારતમાં પ્રચલિત પરંપરા મુજબ 'છઠ્ઠની પુજા' કરી સ્વજનોને ભેટ સોગાદ આપવાનો રીવાજ હોય છે. પરંતુ, પોલીસમાં આ વાત તદન ઊંધી સાબિત થઈ છે. કેમ કે, ગિફ્ટ આપવાના બદલે એક અધિકારીએ ગિફ્ટ ઉઘરાવવાનો 'ઉંધો વ્યવહાર' શરૂ કર્યો છે. શહેર પોલીસમાં એક જ વાતની ચર્ચા છે, 'દિવાળીની ગિફ્ટ તો ઉચ્ચ અધિકારીને આપી. હવે, છઠ્ઠની ગિફ્ટ પણ ફરજીયાત આપવી પડી છે.' એક જ અઠવાડિયાના સમયગાળામાં તહેવારમાં બે-બે વખત ગિફ્ટ અને વ્યવહાર કરવો પડ્યો હોવાથી અનેક પોલીસ ઇન્સ્પેક્ટરો ડઘાઈ ગયા છે. પણ, સાહેબની આ નવી પરંપરાને જા'કારો આપે કોણ?

Source :-http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-/articleshow/49836571.cms

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 17 November 2015

તુવેરની દાળ પછી ટામેટાં આમ આદમીને રડાવી રહ્યાં છે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

તુવેરની દાળ પછી ટામેટાં આમ આદમીને રડાવી રહ્યાં છે

રૃા.૪૦ કિલો મળતાં ટામેટાનો ભાવ રૃા. ૬૨

દક્ષિણ ભારતમાં પડેલા ભારે વરસાદના કારણે અન્ય શાકભાજીનો પૂરવઠો પણ ખોરવાયો
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૭
દેશના પાટનગર દિલ્હીમાં આજે ટામેટાના ભાવ આકાશને આંબતા હતા કારણ કે એકજ મહિનામાં  એના ભાવમાં ૫૦ ટકાનો વધારો થઇ ગયો હતો અને આજે એનો ભાવ કિલો દીઠ રૃપિયા ૬૨ હતો.

દક્ષિણ ભારતમાંથી થતાં સપ્લાયમાં ઘટાડો થતાં એ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર, દિલ્હીમાં  એક મહિના પહેલાં ટામેટા કિલો દીઠ રૃ. ૪૫ના ભાવે વેચાતા હતા, પરંતુ આજે એનો ભાવ રૃ. ૬૨ થઇ ગયો હતો.
દક્ષિણ ભારતમાં પડેલા ભારે વરસાદના કારણે ટામેટાનો પાક ખરાબ થઇ ગયો હતો અને ચેન્નાઇમાં તો  છુટકમાં ટામેટા કિલો દીઠ રૃપિયા ૧૩૦ના ભાવે વેચાયા હતા. આસપાસના રાજ્યોમાંથી પણ પુરવઠો ચેન્નાઇ સુધી આવ્યો નહતો.'નવિન વેરાઇટીના ટામેટાનો ભાવ ૧૦૦ હતો અને નટ્ટુ થક્કાલીનો ભાવ રૃપિયા ૯૦ હતો. સ્વભાવિક છે કે છુટક બજારમાં આના કરતાં પણ વધારે ભાવે ટામેટા વેચાશે' એમ કોયામ્બેધુ શાક માર્કેટના પ્રમુખ એ. ચંદ્રને કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે  આંઘ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી પણ પુરવઠો બંધ થઇ ગયો હતો.કોયામ્બેધુ શાક માર્કેટ તામીલનાડુમાં ફળ અને ફુલો તેમજ શાકભાજીનો સૌથી મોટો બજાર છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 15 November 2015

'સ્વચ્છ ભારત' માટે રેસ્ટોરન્ટ, કોલિંગ અને ટ્રાવેલિંગ પર અડધો ટકા સેસ લાગુ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

'સ્વચ્છ ભારત' માટે રેસ્ટોરન્ટ, કોલિંગ અને ટ્રાવેલિંગ પર અડધો ટકા સેસ લાગુ

મોદી સરકાર દ્વારા પ્રજાની તિજોરી 'સ્વચ્છ' કરવાનું શરૃ

આગામી નાણાકીય વર્ષથી દર વર્ષે રૃ. દસ હજાર કરોડ ઉઘરાવી સ્વચ્છતા પાછળ ખર્ચાશે

(પીટીઆઈ)            નવી દિલ્હી, તા.૧૫
આજે એનડીએ સરકારે હોટેલ-રેસ્ટોરન્ટ ફૂડ, ટેલિફોન કોલિંગ અને ટ્રાવેલિંગ પર ૦.૫ ટકા 'સ્વચ્છ ભારત' સેસ નાંખવાનો નિર્ણય કર્યો છે. એક અંદાજ પ્રમાણે, આ નિર્ણય પછી કેન્દ્ર સરકારને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રૃ. ૩,૮૦૦ કરોડનો ફાયદો થશે. આ નિર્ણય સાથે જ કરવેરા પાત્ર હોય એવી તમામ સેવા પરનો સર્વિસ ટેક્સ ૧૪ ટકાથી વધીને ૧૪.૫ ટકા વસૂલવામાં આવશે.
આ અંગે રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, આવતા નાણાકીય વર્ષના પહેલાં જ મહિનાથી સ્વચ્છ ભારત સેસ જમા થવાનું શરૃ થશે. આ કારણોસર સરકારને વાર્ષિક રૃ. દસ હજાર કરોડની આવક થાય એવી આશા છે. ચાલુ વર્ષે ૩૧મી માર્ચ, ૨૦૧૬ સુધીમાં કેન્દ્ર સરકાર રૃ. ૩,૮૦૦ કરોડની આવક કરી લેશે એવી આશા છે.
આ સેસની આવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી 'સ્વચ્છ ભારત' યોજના પાછળ વાપરવામાં આવશે. આ મુદ્દે નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, જે સર્વિસ ૧૫મી નવેમ્બર પહેલાં મેળવાઈ હશે અને જેના ઈનવોઈઝ ૨૯મી નવેમ્બર પહેલાં બન્યા હશે એ તમામ સર્વિસ પર સ્વચ્છ ભારત સેસ લાગુ નહીં પડે. સ્વચ્છ ભારત સેસની વસૂલાતથી સરકારને રૃ. ૧૦૦ની કરવેરા પાત્ર સેવા પર ૫૦ પૈસા કર ભરવો પડશે.
આ મુદ્દે નાણા મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે, સ્વચ્છ ભારત એ કોઈ નવો કરવેરો નથી પણ સ્વચ્છ ભારત માટે તમામ નાગરિકોનો ફાળો છે. આ સેસમાંથી થતી આવક ફક્ત સ્વચ્છતા માટે જ ખર્ચવામાં આવશે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટમાં સરકારે સર્વિસ ટેક્સમાંથી રૃ. ૨.૦૯ લાખ કરોડની આવક કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ આ સેસ પછી તેમાં લક્ષ્યાંક કરતા પણ વધારો થશે.