સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 25 November 2015

જાણી લો ગુજરાતીઓના ભેજા વિશે, કેનેડાથી બેઠાં બેઠાં સુરતની ‘આ’ બેંકને લગાવ્યો કરોડોનો ચુનો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

જાણી લો ગુજરાતીઓના ભેજા વિશે, કેનેડાથી બેઠાં બેઠાં સુરતની ‘આ’ બેંકને લગાવ્યો કરોડોનો ચુનો


ગીર સોમનાથ જિલ્લાના વતની અને કેનેડામાં સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરતાં યુવકે આઇસીઆઇસીઆઇ બેન્કની મની ટુ ઇન્ડિયા સ્કીમના લૂ ફોલ્ટનો ગેરલાભ ઉઠાવી ૩.૩૧ કરોડનું ફુલેકું ફેરવ્યાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ યુવકે કેનેડાની ચાર બેન્કમાં ખોલાવેલા ૬૩ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોવા છતાં આઇસીઆઇસીઆઇ બેન્ક હસ્તક સુરતની પાંચ બેન્કના ૧૮ એકાઉન્ટમાં આ માતબર રકમ ટ્રાન્સફર કરાવીને ઉપાડી લીધી હતી. આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા કસ્ટમરના ઓર્ડર પ્રમાણે પહેલાં રૂપિયા તેમના એકાઉન્ટમાં જમા કરાવી દીધા બાદ ૪૮થી ૭૨ કલાક પછી તેના એકાઉન્ટમાંથી રકમ ડેબિટ કરાતી હતી. આ ટાઇમિંગનો ગેરલાભ ઉઠાવી આઇટીના વિદ્યાર્થીએ આ ખેલ કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

પૂણા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આઇસીઆઇસીઆઇ બેન્કના એરિયા મેનેજર રાજકુમાર સીરાસરણસિંહે આ ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી છે. સવા ત્રણ કરોડના ફ્રોડનો માસ્ટર માઇન્ડ કપીલ ભગવાનભાઇ વસોયા છે.

ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના જસપરા ગામનો વતની કપીલ વસોયા કેનેડામાં આઇટી કહો કે સાયબર સિક્યુરિટીને લગતો અભ્યાસ કરે છે. કપીલ વસોયાએ નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે કેનેડાની બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું છે. વસોયાએ એક વખત તેના સંબંધીના બેન્ક એકાઉન્ટમાં કેેનેડાથી નાણાં ટ્રાન્સફર કર્યા હતાં. આઇસીઆઇસીઆઇ બેન્કની મની ટુ ઇન્ડિયા સ્કીમ હેઠળ તેણે આ ટ્રાન્ઝેક્શન કર્યુ હતું.

વસોયાએ મોકલેલા નાણાં તેના સંબંધીના એકાઉન્ટમાં તો જમા થઇ ગયા પણ કેનેડાની બેન્કના તેના એકાઉન્ટમાંથી ડેબિટ થયા ન હતાં. કપીલે આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે આઇસીઆઇસીઆઇ બેન્ક કસ્ટમરના ઓર્ડર અનુસાર નાણાં ચૂકવી દીધાના ૪૮થી ૭૨ કલાક બાદ નાણાં ડેબિટ કરે છે. ટ્રાન્ઝેક્શન વેળા માત્ર કસ્ટમરના બેન્ક એકાઉન્ટનું બેલેન્સ જ ચેક કરવામાં આવે છે.

આ વાત જાણી આઇટી એક્સપેર્ટ કપીલ વસોયાના દિમાગમાં મોટા ફ્રોડની યોજના આકાર લેવા માંડી હતી. તેણે કેનેડામાં નોવા સ્કોટિયા બેન્ક, બેન્ક ઓફ મોન્ટ્રીયલ તથા કેનેડિયન ઇમ્પ્રીયલ બેન્ક ઓફ કોમર્સ અને ધ ટોરેન્ટ ડોમિનિયન બેન્કમાં જુદા જુદા નામે ૬૩ એકાઉન્ટ ખોલાવ્યા હતાં.

ત્યારબાદ કપીલે તલાલાના જસપરમાં રહેતાં તેના પિતા ભગવાન વસોયા, મુક્તાબહેન વસોયા તથા સુરતમાં મોટા વરાછા વિસ્તારની વેદાંત સિટીમાં રહેતાં કાકાભાઇ વિપુલ વસોયા વગેરેના નામે અહીંની બેન્કોમાં એકાઉન્ટ ખોલાવ્યા હતાં. આઇસીઆઇસીઆઇ બેન્કમાં ત્રણ, એક્સિઝ બેન્કમાં બે, એચડીએફસી બેન્કમાં ત્રણ, બેન્ક ઓફ બરોડામાં ચાર એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતાં. બેન્કોમાં એકાઉન્ટનો સેટઅપ ગોઠવાઇ ગયા બાદ કપીલે કેનેડાની બેન્કોમાં ખોલાવાયેલા ૬૩ બેન્ક એકાઉન્ટના નામે આઇસીઆઇસીઆઇ બેન્કની મની ટુ ઇન્ડિયા સ્કીમમાં યુઝર આઇડી બનાવ્યા હતાં.

આ આઇડી પરથી તેણે સુરતની બેન્કોમાં સંબંધીઓના નામે ખોલાવાયેલા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા માંડયા હતાં. ૬૩ આઇડી પરથી તેણે ૧૮ એકાઉન્ટમાં કુલ ૩ કરોડ ૩૧ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. અહીંના એકાઉન્ટમાં આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા જમા કરાયેલી રકમ કપીલની સૂચના અનુસાર તેના સંબંધીઓએ ઉપાડી લીધી હતી. જો કે આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા જ્યારે રૂપિયા ટ્રાન્સફર કરનારના એકાઉન્ટમાં ડેબિટ માટે પ્રોસિઝર શરૂ કરી ત્યારે તેમાં પુરતું બેલેન્સ જ ન હોવાનું બહાર આવ્યું હતું.

કપીલે મની ટ્રાન્સફર માટે કાર્યવાહી કરી તે સમયે આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રોસ વેરિફિકેશન પૂરતું બેલેન્સ રાખ્યા બાદ તે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાયું હતું. જે એકાઉન્ટમાં આ બેલેન્સ ટ્રાન્સફર થયું એના યુઝર આઇડી પરથી ફરી ભારત પૈસા મોકલાયા હતાં. આ રીતે સીમિત બેલેન્સને ફરતું રાખી આઇસીઆઇસીઆઇ બેન્ક પાસે ૩.૩૧ કરોડ રૂપિયા કપીલ વસોયાએ પડાવી લીધા હતાં. બેન્કને આ ફ્રોડની જાણ થતાં તેમણે પોલીસ કમિશનરને મળી રજૂઆત કરી હતી. કમિશનરે મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરવા માટે પુણા પોલીસને આદેશ કર્યો હતો.

અહીંના ઈનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરીએ બેંકના એરિયા મેનેજરની ફરિયાદ લઈ તુરંત તપાસ હાથ ધરતાં કપીલ વસોયા ભારત આવ્યો હોવાનું જાણવા મળતાં તુરંત તેનું લોકેશન ટ્રેસ આઉટ કરી ધરપકડ કરી હતી. આ સાથે જ પુણા પોલીસ દ્વારા કપીલના પિતા ભગવાનભાઇ તથા પિતરાઇ વિપુલની ફરતે પણ કાયદાનો સકંજો કસવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.




Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3180876

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment