સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 10 December 2015

અચરજ કે આઘાત ઃ 'ગુનેગાર' સલમાન નિર્દોષ નીચલી કોર્ટે જેને સજા આપે છે તેને હાઇકોર્ટ નિર્દોષ જાહેર કરે છે !!

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અચરજ કે આઘાત ઃ 'ગુનેગાર' સલમાન નિર્દોષ

નીચલી કોર્ટે જેને સજા આપે છે તેને હાઇકોર્ટ નિર્દોષ જાહેર કરે છે !!

૨૦૦૨ના આ કેસમાં સલમાનને પાંચ વર્ષની સજા ફટકારતા સેશન્સ કોર્ટના ચૂકાદાથી તદ્દન વિપરિત નિર્ણય

સરકારી પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયાની કોર્ટની ટકોર ઃ સલમાનનો પાસપોર્ટ પરત કરવા પોલીસને આદેશ ઃ નવેસરથી રૃા. ૨૫ હજારનો બોન્ડ ભરવો પડશે ઃ મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં જવાની છૂટ

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૦
ફિલ્મસ્ટાર સલમાન ખાનને બોમ્બે હાઈ કોર્ટેે ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત કરતો ચુકાદો આપીને સેશન્સ કોર્ટે અભિનેતાને કરેલી પાંચ વર્ષની સજાને રદ કરી છે. ન્યાયમૂર્તિ એ. આર. જોશીએ ચુકાદામાં નોંધ્યું હતું કે અભિનેતા બનાવના દિવસે દારૃ પીને વાહન ચલાવ્યું હોવા  સહિતના તમામ આરોપો પુરવાર કરવામાં સરકારી પક્ષ નિષ્ફળ ગયો છે. ચુકાદો સાંભળવા માટે કોર્ટમાં હાજર સલમાન ખાનને કોર્ટેે નીચલી અદાલતમાં ભરેલા  બોન્ડ રદ થવા પર નવેસરથી રૃ. ૨૫ હજારના બોન્ડ ભરવા જણાવ્યું છેે. આ ઉપરાંત બાંદરા પોલીસ સ્ટેેશનને તેનો પાસપોર્ટ પણ ચકાસ્યા બાદ પાછો આપવાનું જણાવ્યું છે. સરકારી પક્ષને સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવલાની પરવાનગી આપી છે અને ત્યાં સુધી સલમાનને કસ્ટડીમાં રાખવાની આવશ્યકતા ન હોવાનું  જણાવ્યું છે. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ અપીલમાં જવા અંગેનો નિર્ણય લેવાશે, એમ જણાવ્યું છે.

હાઈ કોર્ટના જજે કેસમાં કરેલા મુખ્ય નિરીક્ષણો
-    સરકારી પક્ષે રજૂ કરેલા પુરાવાને આધારે સલમાનને કસૂરવાર ઠેરવી શકાય નહીં.
-    સરકારી પક્ષનો મુખ્ય સાક્ષીદાર અને સલમાન ખાનનો પોલીસ બોડીગાર્ડ રવીન્દ્ર પાટીલ સંપૂર્ણ રીતે આધારભૂત નથી.
-    સલમાન ખાને દારૃ પીધો હતો અને ડ્રાઈવિંગ કરી રહ્યો હતો એ કોઈ શંકાને સ્થાન આપ્યા વિના પુરવાર કરાયું નથી.
-    બારની રસીદો જેવા પુરાવા જે રીતે એકઠા કરાયા હતા એ પરથી બનાવટ થઈ હોવાનું જણાય છે.
-    ઘટના સમયે સલમાન સાથે કારમાં હાજર સિંગર કમાલ ખાનની પણ પૂછપરછ થવી જોઈતી હતી.

સલમાન તો છૂટી ગયો, પણ ઘાયલો હજી  પિડાય છે
એક ઘાયલ કહે છે, કોર્ટે અમારા વિશે પણ વિચારવું જોઈતું હતું

(પી.ટી.આઈ.)    મુંબઈ/ગોડાં,તા.૧૦
૨૦૦૨ના હીટ એન્ડ કેસમાંથી સલમાન ખાન તો નિર્દોષ છૂટી ગયોપણ, એ અકસ્માતમાં ઘાયલ થયેલો શખ્સ ઘટનાના તેર વર્ષ બાદ  પણ ન્યાય  અને વળતરની રાહ જોઈ રહ્યો છે.
અકસ્માતમાં  ઘાયલ અબ્દુલાનો  એક પગ ભાંગી ગયો હતો અને એને લીધે એ કામે પણ જઈ શક્તો નથી.
એણે કહ્યું હતું કે તેર વર્ષ ચુકાદાની રાહ જોઈ છે અને અંતે સલમાનને નિર્દોષ દેવાયો છે. કોર્ટે એની તરફેણમાં આ જ ચુકાદો આપવો હતો તો  એ વર્ષો પહેલા આપી શકી હોત.  અમને  આટલા વર્ષ પ્રતિક્ત જોવડાવવાની શું જરૃર હતી.
એ દિવસે સલમાન ગાડી ચલાવતો હતો કે કેમ એવા પ્રશ્નનો જવાબમાં   એણે નનૈયો ભણ્યો હતો. અબ્દુલ્લાએ કહ્યું  હતું કે  મેં એને નહોતો જોયો, પણ બીજાએ જોયો હતો.
અકસ્માતમાં ઘાયલ અબ્દુલ શેખે પણ એના બન્ને પગ ગુમાવ્યા હતા.   એણે પણ મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા અંગે નારાજગી વ્યકત કરી હતી તથા અભિનેતા પાસેથી યોગ્ય વળતર અને ભથ્થાની  માગણી કરી હતી. એણે કહ્યું હતું કે કોર્ટે અમારો પણ વિચાર કરવો જોઈતો હતો.
શેખ અત્યારે ઉત્તર પ્રદેશના ગોન્ડામાં  પોતાની પત્ની  અને ચાર બાળકો સાથે રહે છે  અને તેની આર્થિક હાલત ખરાબ છે.

કોર્ટનો ચૂકાદો સાંભળીને સલમાનની આંખ ભરાઈ આવી
કઠેડામાં ઊભેલા સલમાને માથું ઝુકાવ્યું, નિસાસો નાખ્યો અને ફરી જજ સામે જોઈને જાણે આભાર માનતો હોય એવો ભાવ ચહેરા પર જોવા મળ્યો

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૦
બૉમ્બે હાઈ કોર્ટે આજે હિટ ઍન્ડ રન કેસમાં સલમાન ખાનને તમામ આરોપમાંથી મુક્ત કરતાં એણે ભારે રાહત અનુભવી હતી અને કોર્ટમાં એ લાગણીશીલ થઈ જતાં એની આંખમાંથી આંસુ નીકળી આવ્યા હતા. નીચલી અદાલતે ૨૦૦૨ના હિટ ઍન્ડ રન કેસમાં  બોલીવૂડના આ સુપરસ્ટાર અભિનેતાને પાંચ વર્ષની સજા કરી હતી, જેને સલમાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારી હતી.

જસ્ટિસ એ આર જોશીએ આજે સલમાન ખાનને તમામ આરોપમાં નિર્દોષ જાહેર કરતાં બ્લૅક ઍન્ડ વ્હાઈટ ચેક્સના શર્ટમાં કોર્ટમાં હાજર સલમાન ખાને પોતાનું માથું ઝુકાવ્યું હતું, નિસાસો નાખ્યો હતો અને ફરી માથું ઊંચું કરીને જજ સામે વિટનેસ બૉક્સમાં ઊભો રહીને જોયું હતું.
ચૂકાદો આપ્યા બાદ જજ કોર્ટ રૃમમાંથી બહાર નીકળી જતાં સલમાન કોર્ટમાં હાજર પોતાના પરિવારજનો અને વકીલોને જઈને મળ્યો હતો. એના વકીલો કાનૂની પ્રક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે સલમાન દીવાલની સામે ઊભો હતો અને એ કોઈક ગીત ગણગણી રહ્યો હતો. આ સમયે સલમાન સંવેદનશીલ બની જતાં એની આંખમાંથી આંસુ નીકળી આવ્યા હતા.
સ્થિતિ સમજી ગયેલા સલમાન ખાનના વર્ષો જૂના બોડીગાર્ડ શેરાએ અભિનેતાના આંસુ કોઈ જોઈ ન જાય એ માટે એને દીવાલ તરફ મોં રાખીને ઊભો કરી દીધો હતો. ચૂકાદો સાંભળ્યા બાદ સલમાનની બહેન અલવિરાનું મોં મલકાઈ ઊઠયું હતું અને એણે અંગૂઠો ઊંચો કરીને વિજયની ઊજવણી કરી હતી.
જસ્ટિસ એ આર જોશીએ ચૂકાદો સંભળાવતી વખતે સલમાન ખાનને કોર્ટમાં હાજર રાખવાનું ફરમાન એના વકીલોને કર્યું હોવાથી ૪૯ વર્ષનો સલમાન ખાન હાઈ કોર્ટમાં ૧.૩૦ વાગ્યે પહોંચ્યો હતો. ચૂકાદા બાદ સલમાન બહેન અલવિરા ખાન-અગ્નિહોત્રી, બનેવી આયુષ શર્મા અને બોડીગાર્ડ શેરા સાથે કોર્ટની બહાર નીકળ્યો હતો.
સલમાને પોતાના સિનિયર વકીલ અમીત દેસાઈ સહિત બધા વકીલોનો આભાર માન્યો હતો. અમીત દેસાઈએ જણાવ્યું હતું આ આ વિજય માત્ર સલમાનની નહીં, અમારો પણ છે.

સલમાનની કંપનીના ભાવમાં અફડાતફડી

હિટ એન્ડ રન કેસમાં કોર્ટના  ચુકાદા બાદ સલમાન ખાનની બિન્ગ હ્યુમન તરીકે જાણીતી બિન સરકારી સંસ્થા સાથે વિશિષ્ટ લાયસન્સ કરાર ધરાવતી મંધાના ઉદ્યોગના શેરભાવમાં ઈન્ટ્રાડેમાં ૧૨ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે છેવટે આગલા બંધથી ૨.૪૧ ટકા વધીને  રૃપિયા ૨૭૧.૫૦ બંધ આવ્યો હતો. વોલ્યુમ ૨.૩૯ ગણું થયું હતું. દિવસ દરમિયાન શેરમાં ૩૦ રૃપિયાની અફરાતફરી થઈ હતી.  
મુંબઈસ્થિત મંધાના ઉદ્યોગ બિન્ગ હ્યુમન કલોથિંગ અને મર્ચંડાઈઝના વિતરણ અને વેચાણના  વૈશ્વિક લાયસન્સ ધરાવે છે. મંધાના ઉદ્યોગની આવકમાં બિન્ગ હ્યુમનનો હિસ્સો ૧૦ ટકા જેટલો છે. અન્ય બ્રાન્ડ જેમાં સલમાન ખાને કરાર કર્યા છે તેમાં પણ આ ચુકાદાથી રાહત થઈ છે.
એક અંદાજ પ્રમાણે ફિલ્મ ઉદ્યોગના સલમાન પર હાલમાં રૃપિયા ૨૦૦ કરોડ લાગેલા છે, જેને કારણે ચુકાદાની ઉદ્યોગ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું.

જુમ્મે કી રાત હૈ... ચાહકો ઝૂમી ઊઠયા
અભિનેતાનો જન્મદિવસ ૨૭ ડિસેમ્બરે છે, પણ આજથી ચાહકોએ એની ઊજવણી શરૃ કરી દીધી

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૦
સલમાન ખાનને આજે બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૦૨ના હિટ ઍન્ડ રન કેસના તમામ આરોપમાંથી મુક્ત કરતાં એના ચાહકો ઝૂમી ઊઠયા હતા. રસ્તા પર આવી જઈને સલમાનની જ ફિલ્મ કિકનું ગીત જુમ્મે કી રાત હૈ ગીત ગાવા માંડયું હતું. ઉર્દૂમાં ગુરુવારને જુમ્મેરાત કહે છે. ગુરુવારે કોર્ટનો સલમાનની તરફેણમાં ચૂકાદો આવ્યો હોવાથી ચાહકોએ આ ગીત ગાઈને ઊજવણી કરી હતી.

સલમાન ખાનને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હોવાના સમાચાર આવ્યા બાદ એના બાંદરા ખાતેના નિવાસસ્થાન ગૅલેક્સી ઍપાર્ટમેન્ટની બહાર મોટી સંખ્યામાં ભેગા થયેલા એના ચાહકો ઝૂમી ઊઠયા હતા.
કોર્ટે ૧.૪૦ વાગ્યે ચૂકાદો આપ્યો ત્યારે સલમાનના આ ઘરે એકમાત્ર એની ગર્ભવતી બહેન અર્પિતા જ હતી. સલમાન કર્જતમાં એની આગામી ફિલ્મ સૂલતાનનું શૂટિંગ કરતો હતો ત્યાંથી જાતે કાર ચલાવીને એક કલાકે બૉમ્બે હાઈ કોર્ટ પહોંચ્યો હતો.

સલમાનના પિતા સલીમ ખાન સવારના ઘરેથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, જ્યારે સલમાનની બહને અલવીરા અને એનો વિશ્વાસુ બોડીગાર્ડ શેરા કોર્ટમાં પહોંચ્યા હતા.
બપોર પછી સલમાનના ઘરની બહાર એના પ્રંશસકો ભેગા થવા માંડયા હતા. કેટલાંક ચાહકો તો કોલકાતા અને નાગપુરથી અહીં આવી પહોંચ્યા હતા. એમણે જણાવ્યું હતું કે આ ચૂકાદાથી અમને બહુ જ રાહત થઈ છે. સલમાનથી કોઈ ભૂલ થઈ હશે, પણ એ આકસ્મિક હતી.
કાશ્મીરથી આવેલી એક મહિલાએ તો ચૂકાદાથી ખુશ થઈને જણાવ્યું હતું કે સલમાન ખાન બજરંગી ભાઈજાનના શૂટિંગ વખતે પોતાના વતનમાં આવ્યો હતો ત્યારે એને જોયો હતો.
કેટલાંક ચાહકોએ જણાવ્યું હતું કે સલમાનનો જન્મદિવસ ૨૭ ડિસેમ્બરે છે, પણ આજે એ નિર્દોષ છૂટયો હોવાથી એના જન્મદિવસની પાર્ટી તો આજથી થઈ ગઈ છે.

સલમાન કેસ ઃ ક્યારે શું બન્યું?
*૨૮ સપ્ટમ્બર ૨૦૦૨ઃ બાન્દ્રાના હિલ રોડ પર આવેલી અમેરિકન એક્સપ્રેસ બેકરી નજીકના ફૂટપાથ પર સલમાનની સફેદ રંગની ટોયાટા લેન્ડ ક્રુઝર ચડી ગઈ. ફૂટપાથ પર સૂતેલી એક વ્યક્તિનું મોત થયું અને અન્ય ચાર ઘાયલ થયા.
* સલમાનના લોહીના નમૂના લેવાયા.
* બાન્દ્રા પોલીસે એની ધરપકડ કરી અને એને જામીન પર છોડી મૂકાયો.
* સલમાન સામે આઈપીસી ૧૯૮૮ના મોટર વેહિક્લ એક્ટ અને ૧૯૪૯ના દારૃબંધીના કાયદાની કલમો લાગુ કરાઈ.
* ઓક્ટોબર ૨૦૦૨ ઃ મુંબઈ પોલીસે આઈપીસીની ૩૦૨ પાર્ટ ટુ કલમ પણ લગાડી. આ સદોષ માનવવધની કલમ હતી અને ગુનો પુરવાર થાય તો સલમાનને દસ વર્ષની સજા થઈ શકે.
* ૭ ઓક્ટોબર ૨૦૦૨ઃ સલમાન ખાન બાન્દ્રા પોલીસ સ્ટેશન સમક્ષ શરણે આવ્યો.
* ૨૧ ઓક્ટોબર ૨૦૦૨ઃ મુંબઈ પોલીસે બાન્દ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી.
* ૨૪ ઓક્ટોબર ૨૦૦૨ઃ સલમાન ખાનને જામીન મળ્યા.
* માર્ચ ૨૦૦૩ઃ સલમાન ખાને સેશન્સ કોર્ટમાં સદોષ માનવવધની કલમ (૩૦૨ પાર્ટ ટુ) ઉમેરવાના નિર્ણયને પડકાર્યો.
* મે ૨૦૦૩ઃ સેશન્સ જજે સલમાનની અરજી કાઢી નાખી અનએ મેજિસ્ટ્રેટોને આરોપ ઘડવાનો આદેશ આપ્યો.
* જૂન ૨૦૦૩ઃ સલમાન ખાને મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી અને જજે એવો ચૂકાદો આપ્યો કે ા કેસમાં કલમ ૩૦૨ પાર્ટ ટુ લાગુ કરી ન શકાય.
* ઓક્ટોબર ૨૦૦૩ઃ મુંબઈ હાઈકોર્ટના ચૂકાદાને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
* ડિસેમ્બર ૨૦૦૩ઃ સુપ્રીમ કોર્ટે એવા ચૂકાદો આપ્યો કે કલમ ૩૦૨ પાર્ટ ટુ લાગુ પાડવી કે કેમ એ મેજિસ્ટ્રેટ કોર્ટ નક્કી કરી શકે છે.
૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૨ની રાત્રે દારૃના નશામાં બેફામ કાર ચલાવીને બાંદરામાં ફૂટપાથ પર સૂતેલા મજૂરોને કચડી નાખીને એકનું મૃત્યુ નીપજાવવા અને ચારને ઈજાગ્રસ્ત કરવાના કેસમાં સેશન્સ કોર્ટે કરેલી પાંચ વર્ષની જેલની સજા સામે ખાનની અપીલનો નિકાલ લાવતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે સરકારી પક્ષ કેસને સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે.  જજ અપીલનો નિકાલ લાવીને જણાવ્યું હતું કે અભિનેતા કોર્ટ સમક્ષ હાજર રહે ત્યાર બાદ તેઓ આદેશ આપશે. આને પગલે સલમાન ખાને તાત્કાલિક કોર્ટમાં હાજરી આપી હતી.

કોઈને કસૂરવાર ઠેરવવા માટે દૃઢ શંકા પુરતી ન કહી શકાય. કેસ પુરવાર કરવા સરકારી પક્ષે પુરતું સાહિત્ય રેકોર્ડ પર લીધું નથી અને આખા પુરાવા સાંયોગિક પ્રકારના છેે, એમ ન્યાયમૂર્તિ જોશીએ નોંધ્યું હતું. સલમાન ખાનના પોલીસ બોડીગાર્ડનું નિવેદન સરળ પ્રકારનું હોવું જોઈતું હતું, કોર્ટે અગાઉ પણ જણાવ્યું હતું કે તેનું નિવેદન ધ્યાનમાં લઈ શકાય નહીં અને નીચલી કોર્ટે  નિવેદન રેકોર્ડ પર લઈને ભૂલ કરી છે.

જજે એમ પણ જણાવ્યું હતું કે સામાન્ય જનતાની ભાવનાથી તેઓ અજાણ નથી પણ કોર્ટે રેકોર્ડ પર લીધેલા સાહિત્ય પર કેસ નક્કી કરવાનો હોય છે. સેશન્સ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજાના આપેલા આદેશ પર ન્યાયમૂર્તિ જોશીએ જણાવ્યું હતું કેે નીચલી અદાલતે પુરાવાનું મૂલ્યાંકન ગુનાહિત ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર યોગ્ય રીતે નહોતું કર્યું.

જજે નોંધ કરી હતી કે સેશન્સ કોર્ટેે રેઈન બારમાં સલમાન અને મિત્રોએ દારૃ પીધો હોવાના પુરાવા તરીકે તપાસ એજન્સીએ રજૂ કરેલા બિલોનો સ્વીકાર કરીને ભૂલ કરી છે.

હાઈ કોર્ટના જણાવ્યા અનુસાર સરકારી પક્ષ એ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે કે ખાને દારૃ પીધો હતો અને વધુમાં અકસ્માતની રાત્રે તેણે વાહન પણ ચલાવ્યું હતું.

જૈવિક પુરાવા એકઠા કરવા સંબંધી પુરાવાની ઘટનામાળને જોડવાની પ્રક્રિયા સ્થાપિત કરવામાં સરકારી પક્ષ  નિષ્ફળ ગયો છે અને આવી તપાસની ખોટી પદ્ધતિ જેવી અનેક ભ્રમણા કેસ ફરતે ઊભી કરવામાં આવી હોવાનું જજે ધ્યાન દોર્યું હતું.અન્ય મુદ્દો આરોપી માટે તરફેણવાળો આદેશ મેળવી શકાય એ રીતે અનેક બાબતે હેતૂપૂર્વક ઢીલ મૂકવા સંબંધી  હતો.

અકસ્માત બાદ સલમાન ખાન ઘટનાસ્થળેથી નાસી ગયો હોવાના આરોપમાંથી પણ તેને મુક્ત કર્યો હતો. જજે નોંધ્યું હતું કે ઘટનાસ્થળે લોકો હિંસક બની રહ્યા હતા અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. આથી ખાને ત્યાંથી ચાલ્યા જવાનું પસંદ કર્યું હતું.

૧૩ વર્ષ જૂના કેસના હાઈ કોર્ટમાં ત્રણ દિવસથી ચાલી રહેલા ચુકાદામાં કોર્ટે અગાઉ સંકેત આપ્યા હતા કે સલમાન સામે દારૃ પીને વાહન ચલાવ્યું હોવાનો આરોપ પુરવાર નથી થઈ રહ્યો. વધુમા ંકેસમાં પોલીસ બોડીગાર્ડે એફઆઈઆરમાં આપેલા નિવેદનમાં અનેકવાર ફેરફાર કર્યા છે. જો પાટીલનું નિવેદન આંશિક ર્રીતે ગ્રાહ્ય ધરી પણ લઈએ તો તેને સમર્થન આપતાા પુરાવા પણ નથી. પાટીલે એફઆઈઆરમાં સલમાને દારૃ પીધો હોવાની નોંધ કરી નહોતી. સલમાનના લોહીના નમૂનાનો અહેવાલ આવ્યા બાદ તેણે નિવેદન બદલ્યું હતું.

જજે એ વાતની પણ નોંધ લીધી હતી કે સરકારી પક્ષે ઘટના સમયે કારમા ંહાજર ખાનના મિત્ર અને સિંગર કમાલ ખાન તેમ જ ખાનનો ફેમિલી ડ્રાઈવર અશોક સિંહની ક્યારેય કોર્ટમાં તપાસ કરી નહોતી.
પ્રમાણિક ડ્રાઈવર અશોક સિંહે મેમાં સલમાનને કસૂરવાર ઠેરવવામાં આવ્યા બાદ અકસ્માતનો દોષ પોતાના માથે લીધો હતો અને સેશન્સ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે એ રાત્રે કાર પોતે ચલાવી રહ્યો હતો. સરકારી પક્ષે ૧૩ વર્ષ બાદ આપેલી કબૂલાતને ઘણી મોડી હોવાનું કહીને રદબાતલ કરી હતી.

ન્યાયમૂર્તિ જોશીએ સરકારી પક્ષની કમાલ ખાનને તપાસમાં નિષ્ફળતા મળી હોવાની દલીલ સાથે સહમતી દર્શાવી નહોતી. કમાલ ખાન વિદેશમાં સ્થાયી થયો એ પહેલાં ૨૦૦૭ સુધી ભારતમાં હતો, એ વાતની કોર્ટે નોંધ કરી હતી.

બનાવની રાત્રે અકસ્માત બાદ કારની આગળનું ડાબી બાજુનું ટાયર ફાટયું હોવાનું પુરવાર કરવામાં સરકારી પક્ષ નિષ્ફળ ગયો હોવાનું પણ કોર્ટે નોધ્યું હતું. ખાને સમગ્ર સુનાવણી દરમ્યાન દલીલ કરી હતી કે કાર નિયંત્રણ બહાર  જઈને ફૂટપાથ સાથે અથડાઈ હતી જેને પગલે ટાયરફાટયું ંહતું.
Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 9 December 2015

૩૦ થી ૪૦ જેટલા જહાજોનું વેઈટીંગ ધરાવતા કંડલા પોર્ટ પર સાત જેટીઓ ખાલી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

૩૦ થી ૪૦ જેટલા જહાજોનું વેઈટીંગ ધરાવતા કંડલા પોર્ટ પર સાત જેટીઓ ખાલી

કંડલા પોર્ટના અચ્છે દિન ક્યાં ચાલ્યા ગયા?

બુધવારે ૧રમાંથી માત્ર પ જેટી પર જ જહાજો: સવારે તો માત્ર બે જેટી પર જ જહાજો હતા

ગાંધીધામ,
તા.૯ ડિસેમ્બર ૨૦૧૫

દેશના કાર્ગો હેન્ડલીંગની દ્દષ્ટીએ પ્રાૃથમ ક્રમાંકત કંડલા પોર્ટ પર એક સમયે ૩૦ થી ૪૦ જહાજો બાર્થ ઉપર આવવા માટે રાહ જોતા હતા તેવા દબદબા વચ્ચે છેલ્લા કેટલાક સમય થી પોર્ટની દશા બગડી હોય તેવું લાગે છે. બુાધવારે સ્થિતિ એવી હતી કે, ૧ર જેટી માંથી માત્ર પાંચ જેટી પર જ જહાજ લંગારેલા હતા જ્યારે સાત જેટી ખાલી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ કરાચીને ટક્કર મારવા કંડલા પોર્ટને વિકસાવવા તેને મહાબંદરનો દરજ્જો આપવાની જાહેરાત કરાઈ હતી. કચ્છના અખાતમાં મહત્વપૂર્ણ સૃથાન પર કંડલા આવેલું  હોવાથી આટલા વર્ષોમાં કંડલાએ પોતાનો દબદબો બનાવી ભારતનું પ્રાથમ મહાબંદરગાહ બની ગયું હતું. પરંતુ ત્યાર બાદ છેલ્લા થોડા વર્ષોમાં લવાયેલા તઘલખી નિર્ણયોના કારણે કેપીટીના અનેક યોજનાઓ ટલ્લે ચડી હતી. જેટી નં.૧૩ થી ૧૬ને પીપીપી પ્રમાણે બનાવવાની યોજના અટવાઈ પડી છે જેટી નં.૧૧ અને ૧ર પર કન્ટેઈનર ટર્મીનલમાં પણ નિષ્ફળતા મળ્યા બાદ ફરી અહીં કન્ટેઈનર ટર્મીનલ બનાવવા પોર્ટ પ્રશાસન હવાતીયા મારી રહ્યું છે. પોર્ટમાં ડ્રેજીંગ, રેલવે, માળખાગત સુવિાધા અંગે પણ અનેક આક્ષેપો અવારનવાર ઉઠતા રહેતા હોય છે. આ બાધા કારણોના લીધે કંડલા પોર્ટના અચ્છે દિન જાણે લુપ્ત થઈ ગયા છે. એક સમયે કંડલાનો દબદબો હતો. કંડલામાં એક સમયે દરિયામાં ૩૦ થી ૪૦ જહાજો જેટી પર આવવા રાહ જોતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આવી પરિસિૃથતિ નાથી. બુાધવારે સવારે માત્રે બે જેટી પર જહાજ લાગેલા હતા ત્યાર બાદ બપોરે વધુ ત્રણ જહાજો જેટી પર લંગારાયા હતા. જેટી નં.૩, ૭, ૮, ૯ અને ૧ર નંબર પર જહાજો લાગેલા હતા. જ્યારે બાકીની જેટીઓ ખાલી પડી હતી. એક સાથે સાત જેટી ખાલી હોવાથી કંડલા જાણે ખાલીખમ ભાસતું હતું.
Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 8 December 2015

ગેસ સબસિડી: મોદીના 'મનની વાત' નથી સાંભળતા ભાજપના 31 ધારાસભ્યો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગેસ સબસિડી: મોદીના 'મનની વાત' નથી સાંભળતા ભાજપના 31 ધારાસભ્યો

- વડાપ્રધાન મોદીની અનેક અપીલ છતા વીઆઈપી ગાડીમાં ફરતાં જનપ્રતિનિધિઓના પેટનું પાણી પણ હલતું નથી
- સરકારી યોજનામાં જોરશોરથી ભાગ લેનારા ભાજપના ધારાસભ્યો મામૂલી રકમની લાલચ પણ નથી છોડી શકતા
- ગરીબો માટેના અભિયાનમાં પણ કોંગ્રેસેને રાજકારણ દેખાયું
 
અમદાવાદ: ગુજરાત ભાજપના ધારાસભ્યો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મનની વાત' સાંભળતા નહીં હોવાનો ચોંકાવનારો ખુલાસો divyabhaskar.comએ કરેલા ઈન્વેસ્ટીગેશનમાં સામે આવ્યો છે. ગેસની સબસિડી જતી કરી તેને ગરીબો સુધી પહોંચાડવાના ભાજપની કેન્દ્ર સરકારના ‘ગીવ ઇટ અપ' અભિયાનનો તેની જ પાર્ટીના ધારાસભ્યોએ છેદ ઉડાડ્યો છે. ગુજરાત ભાજપના કુલ 118 ધારાસભ્યોમાંથી બે મંત્રી સહિત 31 ધારાસભ્યોએ સબસિડી જતી કરી નથી. જ્યારે કોંગ્રેસના કુલ 58 ધારાસભ્યોમાંથી 35 ધારાસભ્યોનો સબસિડીવાળી ગેસની બોટલ વાપરે છે.
 
ઓક્ટોબર-2015 આંકડા મુજબ દેશભરમાં કુલ 15.3 કરોડ લોકો LPG સિલિન્ડરનો ઉપયોગ કરે છે. જેમાંથી અત્યાર સુધી ગુજરાતમાં 1.68 લાખ લોકો મળી કુલ 49.55 લાખ લોકો સબસિડી છોડી ચૂક્યા છે, ત્યારે પ્રજાના સેવકો હજી સુધી LPG સબસીડી છોડવા તૈયાર નથી. સામાન્ય રીતે વડાપ્રધાન મોદીનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા હરખપદૂડા ધારાસભ્યો મામૂલી રકમ જેવી ગેસની સબસિડી પણ કેમ છોડતા નથી? ગુજરાતના ધારાસભ્યોની લાલસાથી હજી કેટલા ગરીબોએ ચૂલા ફૂંકવા પડશે?
 
divyabhaskar.comએ એક ઈન્વેસ્ટીગેશન હાથ ધર્યું હતું. જેમાં ગુજરાતના તમામ 182 ધારાસભ્યો સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી હતી. ધારાસભ્યોને પાંચ સરળ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. (૧) તમે પાઈપલાઈન ગેસ વાપરો છો કે કેટલા એલપીજી કનેક્શન ? (૨) એલપીજી કનેક્શન કઈ કંપનીનું છે ? (૩) ડિસ્ટ્રિબ્યૂટર અથવા એજન્સીનું  નામ આપશો ? (૪) ગેસનું કનેક્શન કોના નામ પર છે ? (૫) ગેસની બોટલ પર સબસિડી લો છો કે નહીં? આ સવાલોના જવાબ પરથી આ વિશેષ અહેવાલ તૈયાર કરાયો છે.
 
* ભાજપના બે મંત્રી સહિત 31 ધારાસભ્યોને નથી છૂટ્યો સબસિડીનો મોહ

ઇન્વેસ્ટીગેશનની વિગત મુજબ ભાજપના કુલ 118 ધારાસભ્યોમાંથી 37 ધારાસભ્યોએ સબસિડી છોડી છે. જ્યારે 31 ધારાસભ્યોએ હજી સબસિડી છોડી નથી. જ્યારે ભાજપના અન્ય 37 ધારાસભ્યો પાઈપલાઈનથી ગેસ વાપરે છે અને બે ધારાસભ્યો ચૂલો તથા સ્ટવ વાપરે છે. બાકીના ભાજપના 11 ધારાસભ્યો સાથે વારંવાર કોશિષ છતાં વાત થઈ શકી નહોતી. રાજ્યકક્ષાના બે મંત્રી નાનુ વાનાણી અને કાંતિભાઈ ગામિતે ગેસની બોટલ પરની સબસિડી નથી છોડી. જોકે, આ સિવાયના તમામ મંત્રીઓએ સબસિડી જતી કરી છે. યાદ રહે, વડાપ્રધાનની અપીલ પછી ગુજરાતની કેબિનેટે ઠરાવ કરી મંત્રીઓને સબસિડી છોડવા કહ્યું હતું.

* કોંગ્રેસના માત્ર 4 ધારાસભ્યોએ જ છોડી છે સબસિડી

એ સમજી શકાય એવી વાત છે કે મોદીના મનની વાત કોંગ્રેસીઓ ક્યારેય નહીં માને, પણ સબસિડી છોડવા માટેની અપીલ ગુજરાતના ગરીબોને ફાયદો થનારી છે તે વાત કોંગ્રેસના ધારાસભ્યો સમજી શક્યા નથી. વિધાનસભામાં કોંગ્રેસના 58 ધારાસભ્યો છે, જેમાંથી ચાર ધારાસભ્યોએ જ કેન્દ્ર સરકારના અભિયાનને ટેકો આપ્યો છે. રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત ચાર ધારાસભ્યોનો આ યાદીમાં સમાવેશ થાય છે. આ સિવાયના કોંગ્રેસના 35 ધારાસભ્યોએ સબસિડી જતી કરી નથી. કોંગ્રેસના 12 ધારાસભ્યો પાઇપલાઈનથી ગેસ વાપરે છે અને એક ધારાસભ્ય જસદણના ભોળાભાઈ ગોહિલ હજી ચૂલો વાપરે છે. જ્યારે 6 ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નહોતો.
 
આગળની સ્લાઇડ્સમાં વાચોઃ ભાજપ અને કોંગ્રેસના કયા ધારાસભ્યે ગેસની સબસિડી છોડી છે? કોણે નથી છોડી? કયા ધારાસભ્ય પાઈપલાઈનથી ગેસ વાપરે છે? 
Source :-http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-gujarat-bjp-and-congress-mlas-who-not-leave-the-lpg-gas-subsidy-5188963-PHO.html

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 7 December 2015

૬૫ દેશો સાથે મળીને ઇસ્લામિક સ્ટેટનો ખાતમો બોલાવવાનું ઓબામાનું એલાન

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

૬૫ દેશો સાથે મળીને ઇસ્લામિક સ્ટેટનો ખાતમો બોલાવવાનું ઓબામાનું એલાન

વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાંથી મિ.પ્રેસિડેન્ટનું રાષ્ટ્રજોગ સંબોધન

વિશ્વભરના ઇસ્લામિક નેતાઓને IS વિરુદ્ધ અવાજ બુલંદ કરવા અમેરિકી પ્રમુખનો અનુરોધ

અમેરિકી નેતૃત્ત્વ હેઠળના ગઠબંધન સૈન્ય દ્વારા પહેલી વાર સિરિયાના સૈન્ય પર હવાઇ હુમલા

(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા.૭
ખૂંખાર ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નો ઘડોલાડવો કરવાના દ્રઢ નિર્ધાર સાથે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ આજે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા ત્રાસવાદના નવેસરના ખતરાનો સંપૂર્ણ સજ્જતાથી સામનો કરી શકશે.
ઓબામાએ વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાંથી 'રૅર' રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જોકે, ઇરાક-સિરિયામાં મોટી સંખ્યામાં દળો મોકલવાની શક્યતા તેમણે નકારી હતી. છેલ્લા ૭ વર્ષમાં ઓવલ ઓફિસમાંથી ઓબામાનું આ માત્ર ત્રીજું રાષ્ટ્રજોગ સંબોધન હતું, જેમાં તેમણે મક્કમપણે કહ્યું હતું કે અમેરિકી સૈન્યના કમાન્ડર્સ અને ત્રાસવાદ-વિરોધી નિષ્ણાતો ૬૫ દેશો સાથે મળીને આઇએસનો ખાતમો બોલાવશે.
તેમણે ઉમેર્યું હતું કે, 'આઇએસ જેવા ત્રાસવાદી સંગઠનો જાણે છે કે તેઓ રણમોરચે આપણને હરાવી શકે તેમ નથી. તેઓ એવું ઇચ્છે છે કે અમેરિકા ઇરાક-સિરિયામાં લાંબું અને ખર્ચાળ યુદ્ધ લડે, પરંતુ આપણે તેવું નહીં કરીએ.' ઓબામાએ એમ પણ જણાવ્યું હતું કે આઇએસ ઇસ્લામનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેમણે વિશ્વભરના ઇસ્લામિક નેતાઓને આઇએસ અને તેની વિચારધારા વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરવા અનુરોધ કર્યો હતો.
કેલિફોર્નિયાના સાન બર્નાર્ડિનોમાં તાજેતરમાં એક કટ્ટર મુસ્લિમ દંપતી દ્વારા આડેધડ ગોળીબારમાં ૧૪ જણાંના મોતની ઘટનાને ત્રાસવાદી કૃત્ય ગણાવી ઓબામાએ અમેરિકનોને હાકલ કરી હતી કે તેમણે કોઇ પણ વ્યક્તિના ધર્મના આધારે તેની સાથે કોઇ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઇએ નહીં. દરમિયાન, અમેરિકાના નેતૃત્ત્વ હેઠળના ગ
Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 6 December 2015

૨૦૧૭માં આપ ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બની રહેશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

૨૦૧૭માં આપ ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બની રહેશે

AAPનો નવો નારો ઃ બેઇમાન ભગાવો,ગુજરાત બચાવો

ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા નરોડામાં કાર્યકર્તા સંમેલન ઃ ભાજપથી થાકી મતદારોએ નાછૂટકે કોંગ્રેસને મત આપ્યા ઃ સંજયસિંહ
અમદાવાદ ,રવિવાર
વર્ષ ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી સક્રિય બની ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાતમા સંગઠનને વધુ મજબૂત કરવાના ભાગરૃપે અમદાવાદમાં રવિવારે નરોડા સ્થિત મેવાડા ફાર્મમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં દિલ્હીના આપના નેતાઓએ હાજરી આપી હતી. આપના નેતા સંજયસિંહે પત્રકાર પરિષદમાં ભાજપ-કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરીને જણાવ્યું કે, ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બની રહેશે.

આપના નેતા સંજયસિંહે જણાવ્યું કે, ગુજરાતમાં જનતાને હવે ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આપ જનસમર્થન મેળવવા પ્રયત્નશીલ છે. મોંઘવારી , જૂઠા વચનો સહિતના મુદ્દે ભાજપને ફટકો પડયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપથી કંટાળી હારીથાકીને મતદારોએ મજબૂરીમાં કોંગ્રેસને મત આપ્યાં છે. દિલ્હીમાં આપે જ કહ્યું હતું તે કરી દેખાડયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના મજબૂત વિકલ્પરૃપે આમ આદમી પાર્ટી હશે. આપના નેતા આશુતોષે તો બેઇમાન ભગાવો, ગુજરાત બચાવોનો નારો આપતાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામો ભાજપનો સફાયો થયો છે ત્યારે ગુજરાતમાં આપના સંગઠનને વધુ મજબૂત બનાવાશે.પાર્ટીના ટોચના નેતાઓ રાજ્યના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.આપ અત્યારથી જ ૨૦૧૭ની ચૂંટણીઓની તૈયારીમાં લાગી પડયું છે.
નરોડામાં આપના સંમેલનમાં આપના નેતા સંજયસિંહ, આશુતોષ ,ગુલાબસિંહ યાદવ સહિતના નેતાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૃ પાડયું હતું .
Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 4 December 2015

ભાજપના પાટીદાર નેતાઓની હાલત પક્ષ અને સમાજ બંનેમાં કફોડી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ભાજપના પાટીદાર નેતાઓની હાલત પક્ષ અને સમાજ બંનેમાં કફોડી

પક્ષ કહે છે 'તમે કામ ન લાગ્યા'- સમાજ પણ એમ જ કહે છે

- પાટીદાર આંદોલન વિસ્તરતું રહ્યું છતા પક્ષના પાટીદાર નેતાઓ મૂક સાક્ષી બની રહ્યા

- ચૂંટણી વખતે પાટીદારોને રીઝવવામાં મોટા ગણાતા નેતાઓની નિષ્ફળતા

વિઠ્ઠલ રાદડીયાના વિસ્તાર ધોરાજી, જેતપુર, મોહન કુંડારીયાના વિસ્તાર રાજકોટ, ટંકારા, રૃપાલાના અમરેલી જિલ્લામાં પાટીદાર આંદોલન વખતે આ નેતાઓની ભૂમિકા સામે સવાલો

રાજકોટ, શુક્રવાર
ભારતીય જનતા પક્ષમાં પંચાયતોની ચૂંટણીના પરિણામોનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે ત્યારે આરોપીના પિંજરામાં સૌથી વધુ તહોમત કોઈના ઉપર હોય તો એ ભાજપના પાટીદાર નેતાઓ છે! પાટીદારોના ૬૫%થી વધુ મતો ભાજપની વિરૃધ્ધમાં પડયા એ ભૂકંપ જેવી ઘટનાને પાટીદાર નેતાઓ કેમ રોકી ન શક્યા તેવો સવાલ પૂછાઈ રહ્યો છે.
અત્યાર સુધી પાટીદાર જ્ઞાાતિમાં હુકમનો એક્કો ગણાતા વિઠ્ઠલ રાદડીયાના મૂળ મત વિસ્તારો ધોરાજી, જેતપુર, જામકંડોરણા અને ઉપલેટામાં ભાજપનું ધોવાણ થઈ ગયું છે. રાદડીયાનું રાજકોટ જિલ્લા બેન્ક ઉપર વર્ચસ્વ છે, છતા રાજકોટ જિલ્લા પંચાયત ભાજપે ગુમાવી છે. અહીં ૩૬માંથી માત્ર ૨ બેઠક ભાજપને મળી છે.
કોંગ્રેસમાંથી રાદડીયાએ રાજીનામુ આપ્યું ત્યારે એમ કહેવાતુ હતું કે હવે કોંગ્રેસમાં ગ્રામ્યસ્તરે મોટો શૂન્યાવકાશ રહેશે પરંતુ પાટીદારોએ રાદડીયા ન હોવા છતા કોંગ્રેસને એટલી લીડ અપાવી કે જે રાદડીયાના સમયમાં પણ કદિ મળી ન હતી.
રાદડીયા નરેન્દ્ર મોદીને લોકસભામાં ફળ્યા હશે પરંતુ ગુજરાત ભાજપમાં તેના આગમનથી જબરી અસમતુલા સર્જાઈ હતી. રાદડીયાએ કેન્દ્રિય કૃષિ મંત્રી મોહન કુંડારીયા સંદર્ભે ખુલ્લેઆમ એવું વિધાન કેટલું કે તેને કૃષિનો 'ક' પણ ખબર પડતી નથી.
ભાજપે પાટીદાર અગ્રણી મોહન કુંડારીયાને કેન્દ્રિય કૃષિ મંત્રી બનાવ્યા પરંતુ તેમના સમયકાળમાં ખેડૂતો કપાસના પોષણક્ષમ ભાવ અને પાકવીમાના મામલે ભારે નારાજ થયા હતા. કુંડારીયા ન ખેડૂતોની નારાજગી દૂર કરી શક્યા કે ન પાટીદારોની!
ગુજરાત સરકારમાં મહત્વના સ્થાને બિરાજતા નાણામંત્રી સૌરભ પટેલ પાટીદાર નેતાઓ સાથે મંત્રણામાં સફળ પૂરવાર ન થયા અને ત્યાંથી પાટીદાર આંદોલન વધુુ પ્રસર્યું... આમ છતા આ પાટીદાર નેતાએ કોઈ વિશેષ ભૂમિકા ન ભજવી.
પાટીદાર નેતાઓમાં સરિયામ નિષ્ફળતા જેના વિસ્તારોમાં મળી તેમાં પુરૃષોતમ રૃપાલા, મોહન કુંડારીયા, નારણ કાછડીયા, અગ્રસ્થાને છે અમરેલી, મોરબી, ટંકારા, સહિતના વિસ્તારોમાં ભાજપને મળેલી હાર પાછળ ત્યાના પાટીદાર મતો જવાબદાર છે પરંતુ હવે પ્રશ્ન એ ઉઠે છે કે આ વિસ્તારોમાં આંદોલન બબ્બે મહિના ચાલ્યું ત્યારે આ નેતાઓ શું કરતા હતા?
સૌરાષ્ટ્રમાં ધારાસભ્યો કાંતિ અમૃતિયા, બાવનજી મેતલીયા, બાવકુ ઉંઘાડ, વી.વી. વઘાસિયા, પ્રવિણ માંકડીયા, વગેરેને પાટીદાર સમાજના નાડ પારખનારા આગેવાનો ગણાય છે, અને ભાજપ પાસે મોટી સંખ્યામાં પાટીદાર નેતાઓ હોવાથી પાટીદાર આંદોલન છતાં ભાજપ પોતાનાં નેતાઓ ઉપર મૂસ્તાક હતો. પરંતુ પરિણામોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, પાટીદાર મતદારોએ ભાજપના નેતાઓને ફગાવી દીધા છે. ભાજપે પંચાયતોમાં પાટીદારોની ટિકીટ આપી હતી તે પણ મતદારોના રોષનો ભોગ બન્યા છે. આવું કેમ બન્યું તે સમજવા ભાજપની શીર્ષસ્થ નેતાગીરી મથામણ કરી રહી છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bjp-leader-in-gujarat-saurashtra-rajkot

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 2 December 2015

ઊંઝા નગર પાલિકાની ૩૬ બેઠકમાં ૩૫ અપક્ષ ઉમેદવારો જીત્યા! - ભાજપના ઉમેદવાર બનવા કોઇ તૈયાર નહોતું થતું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઊંઝા નગર પાલિકાની ૩૬ બેઠકમાં ૩૫ અપક્ષ ઉમેદવારો જીત્યા!

ભાજપના ઉમેદવાર બનવા કોઇ તૈયાર નહોતું થતું તેવી

ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ૧૫ વર્ષ પછી કબજો ઃ જિ.પં.ની ત્રણ બેઠક પણ મેળવી
ઊંઝા, તા.૨
ઊંઝા પંથકમાં પાટીદાર પાવરની ભારે અસરને કારણે નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૩૫ ઉપર અપક્ષોના દબદબા સાથે તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ કોંગ્રેસે ભાજપાને પછાડી કબ્જે કરી છે. જ્યારે નગરપાલિકામાં અપક્ષોના જોર વચ્ચે ભાજપા અને કોંગ્રેસના જુથો વચ્ચે ભારે કશ્મકશ ઉભી થઈ છે. પ્રમુખપદ માટે મનીપાવરનું જોર વધશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

ઊંઝા નગરપાલિકાની ચૂંટણીઓમાં આજે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસના પાંચ ઉમેદવારો પૈકી એક માત્ર વોર્ડ નં-૯ના ઉમેદવારની જીત થઈ છે. જ્યારે તમામ વોર્ડમાં અપક્ષોનો દબદબો રહ્યો છે. ઊંઝામાં કેટલાક વોર્ડમાં પેનલોએ ભારે કરિશ્મા બતાવ્યો છે. નગરપાલિકાના રિપીટ થયેલા દશેક સદસ્યો પૈકી ૫૦ ટકાને કારમી હાર મળી છે જ્યારે કેટલાકે તો ડિપોઝીટ પણ ગુમાવી છે.
આજે બંસીધર સ્કૂલ ખાતે યોજાયેલા મતદાન ગણતરી પ્રક્રિયા દરમ્યાન સવારથી લોકોના ટોળેટોળા વચ્ચે ભારે નગરમાં ભારે ઉત્સુકતાનો માહોલ છવાયો હતો. ભારે બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી હતી. વોર્ડ નં-૧માં ત્રણ વોર્ડ-૮માં એક અને વોર્ડ નં-૯માં એક સાથે કુલ પાંચ કોંગ્રેસના ઉમેદવારો પૈકી વોર્ડ-૯નો ઉમેદવાર વિજયી બન્યો છે. સાથે-સાથે પાલિકાની વર્તમાન બોડીના કેટલાક દિગ્ગજ ઉમેદવારોની પણ કારમી હાર થતાં નગરમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. અનેક લાલચો તથા ખાણી-પીણીનો મારો કરવા છતાં મતદારોએ જાકારો આપેલ છે. પાલિકામાં કુલ ૨૯૬ નોટા મત અને ૩૧૮ પોસ્ટલ મત મળેલ છે.
બીજી તરફ ઊંઝા તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાંથી ૧૩ બેઠકો ઉપર કોંગ્રેસે કબ્જો મેળવી પંદર વર્ષ બાદ ફરીથી સત્તા હાંસલ કરી છે. અપક્ષોના ફાળે ચાર બેઠકો ઉપેરા, કહોડા, ભુણાવ તથા ઉનાવા-૧ ગઈ છે જ્યારે ભાજપાએ દાસજની એક માત્ર બેઠક મેળવી છે. કોંગ્રેસ સાત બેઠકો ઉપર ઠાકોર ઉમેદવારોને ટિકીટ આપી હતી. જેમાં પાંચ બેઠકો ઉપર ઠાકોર ઉમેદવારોએ જીત મેળવી છે. ભાજપા ગઢ ગણાતા ટુંડાવ, ઉનાવા-૨, વરવાડા, વણાગલા, ઐઠોર, બ્રાહ્મણવાડા, ડાભી, કામલી, કરલી, કંથરાવી, મકતુપુર, રણછોડપુરા, શિહી બેઠકો ઉપર કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે જિલ્લા પંચાયતની ઊંઝા તાલુકાની ઉનાવા, કામલી તથા કહોડા ત્રણેય બેઠકો કોંગ્રેસે કબ્જે કરી છે. ઊંઝા તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં પ્રમુખ પદની મહિલા સીટ હોવાથી અત્યારથી કશ્મકશ ચાલુ થઈ ગઈ છે. પાલિકામાં ઘણા વર્ષોથી ચુંટાતા સભ્યોની પણ કારમી હાર થઈ છે. પાલિકા તથા તાલુકા પંચાયતમાં ૯૫ ટકા જીતેલા ઉમેદવારો નવા નિશાળીયા આવ્યા છે.