સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 14 December 2015

કર્મચારી ભરતીનો વી.એમ. સહાયનો નિર્ણય મનસ્વી, સત્તા બહારનો ઃ હાઇકોર્ટ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

કર્મચારી ભરતીનો વી.એમ. સહાયનો નિર્ણય મનસ્વી, સત્તા બહારનો ઃ હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટની પૂર્વ એક્ટિંગ ચીફ જસ્ટિસના નિર્ણય અંગે ચૂકાદો

અમદાવાદ, સોમવાર
પૂર્વ એકટીંગ ચીફ જસ્ટિસ વી.એમ. સહાય દ્વારા બંધારણના અનુચ્છેદ ૨૨૯ હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને ભરતી કરાયેલા અને બાદમાં બરતરફ કરાયેલા કર્મચારીઓએ હાઈકોર્ટમાં કરેલી પિટિશનને જસ્ટિસ સોનિયા ગોકાણીએ ફગાવી દીધી છે. સાંજે સાડા છ વાગ્યા સુધી ચુકાદો લખાવતા હાઈકોર્ટેે જસ્ટિસ સહાય દ્વારા લેવાયેલા ભરતીના નિર્ણયને મનસ્વી અને સત્તા વગર લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો. કોર્ટે ઠેરવ્યું હતું કે ચીફ જસ્ટિસની સત્તા સુપ્રીમ છે આમ છતાં હાઈકોર્ટ અને નીચલી કોર્ટોમાં નિમણૂંકો બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૬ અનુસાર થવી જોઈએ. એટલે કે તમામ નાગરિકોને નિમણૂંકની પ્રક્રિયામાં ભાગ લેવા માટે સમાન તક મળવી જોઈએ.
૪૧ કર્મીઓએ કરેલી પિટિશન ફગાવાઈઃ હાઈકોર્ટ વહીવટી તંત્રમાં આવી રીતે થયેલી ભરતીને હાઈકોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે રેનુના ચુકાદામાં સુપ્રીમકોર્ટના આદેશને ઓબિટર ડીકટા (માત્ર સલાહ) ગણાવીને હાઈકોર્ટના ભરતીના નિયમોમાં નોમિનેશન શબ્દ ઉમેરાયો તે અયોગ્ય હતું. સુપ્રીમકોર્ટનો ચુકાદો દેશના તમામ નાગરિકોને બાધ્ય છે. કોર્ટે પૂર્વ અકટીંગ ચીફ જસ્ટિસ દ્વારા વહીવટી બાજુ પર લેવાયેલા નિર્ણયને નવા આવનારા એકટીંગ ચીફ જસ્ટિસ બદલી શકે કે કેમ તે અંગે વિવિધ ચુકાદાઓ સાથે ઓર્ડરમાં વિસ્તારથી રજૂઆત કરતાં નોંધ્યું છે કે પૂર્વ વહીવટીય વડા દ્વારા લેવાયેલા કોઈ નિર્ણયમાં ભુલ હોઈ, મનસ્વી હોઈ, કોઈને તરફદારી કરતો હોઈ તો આવા નિર્ણયને યોગ્ય કરવાની નવા વહીવટીય વડા પાસે સત્તા છે. કોર્ટે નોંધ્યું હતું કે નવા વહીવટીય વડાને લાગે કે તેમની પૂર્વ રહેલા વડાએ પોતાની સત્તાનો ઉપયોગ સત્તા વગર અને મનસ્વીપણે કર્યો છે ત્યારે બંધારણ અનુસાર પોતાની સત્તાનો ઉપયોગ કરવાની તેમની ફરજ બને છે. કોર્ટે ચુકાદામાં એમ પણ નોંધ્યું છે કે સુપ્રીમકોર્ટે જયારે નિર્દેશો જારી કર્યા હોઈ ત્યારે હાઈકોર્ટ નિયમો અને કાયદાની વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય લઈ શકે નહીં. કોર્ટે જસ્ટિસ સહાય દ્વારા એકલા હાથે હાઈકોર્ટના ભરતી નિયમોમાં સુધારીને નોમિનેશન નામનો શબ્દ ઉમેરવાની ઘટના અંગે ટીપ્પણી કરતાં કહ્યું હતું કે વહીવટીય બાજુએ અન્ય ન્યાયમૂર્તિઓની ભાગીદારી અનિવાર્ય છે. કોર્ટે નોંધ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૧૬નું ઉલ્લંઘન કરીને જેમની ભરતી થઈ છે તે લોકોને દૂર કરવા જરૃરી થઈ જાય છે અને આવી ઘટના હાઈકોર્ટ વહીવટીતંત્રમાં બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે કહ્યું હતું કે ન્યાયમૂર્તિઓ પર અનેકગણી જવાબદારીઓ છે.
બરતરફ કરાયેલા હાઈકોર્ટ કર્મીઓની ફરિયાદ હતી કે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન તેમની બરતરફીમાં કરવામાં આવ્યું નથી અને તેઓને સાંભળવામાં આવ્યા નથી. આ દલીલને ફગાવતા કોર્ટે ઠેરવ્યું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન કયાંય કરવામાં આવ્યું નથી, તમામ કર્મીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી, અને તેમની વાત રજૂ કરવાની પુરી તક આપવામાં આવી હતી. દરેક વખતે વ્યકિગત સુનાવણી કરવી જરૃરી હોતી નથી. કર્મચારીઓની બરતરફી કરવી કે નહીં તે અંગે નિમાયેલી પાંચ જજીસની કમિટિએ આ કર્મચારીઓના જવાબને સંપૂર્ણપણે ધ્યાનમાં લીધા બાદ એકટીંગ ચીફ જસ્ટિસને બરતરફી અંગે ભલામણ કરી હતી.
પૂર્વ એસીજે સહાય દ્વારા ૧૦ ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના વર્તમાન અને પૂર્વ ન્યાયમૂર્તિઓને ફાળવેલી જમીનમાં કહેવાતી ગેરરિતી અંગે સુઓ મોટો જાહેરહીતની અરજી દાખલ કરી હતી તેનું રિએકશન તેમના દ્વારા ભરતી કરાયેલા કર્મચારીઓની બરતરફી છે તેવી દલીલને ફગાવતા હાઈકોર્ટે નોંધ્યું હતું કે હાઈકોર્ટ વહીવટીતંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય પૂર્વાગ્રહ યુક્ત નથી કેમ કે ૨૩ એપ્રિલના રોજ જસ્ટિસ કુરેશી દ્વારા નોમિનેશન મારફતે નિમણૂંક નહીં કરવાના મુદ્દે પ્રથમ પત્ર તત્કાલીન એસીજે સહાયને લખવામાં આવ્યો હતો.
જસ્ટિસ સહાયે ૧૧મેથી ૧૦ જુન વચ્ચે ૯૪ લોકોની વર્ગ-૩ અને વર્ગ-૪માં નિમણૂંકો કરી હતી જેમાંથી ૨૬ લોકોએ એસીજેએ નિમેલી પાંચ જજીસની કમિટિના રિપોર્ટ પછી રાજીનામું આપી દીધું હતું, પાંચને રહેમરાહે નોકરી અપાઈ હતી જયારે ૬૩ લોકોને બરતરફ કરવામાં આવ્યાં હતાં. આ ૬૩માંથી ૪૧ લોકોએ આ બરતરફીને પડકારી હતી. હાઈકોર્ટ વહીવટીતંત્રનું કહેવું હતું કે નવા નિમાયેલા લોકોમાંથી ૩૫ ટકાને સરકારી કવાર્ટર પણ ફાળવી દેવાયા હતા જયારે જુના કર્મીઓ વર્ષોથી સરકારી કવાર્ટરની રાહ જોતા હતાં.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment