સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 22 December 2015

ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડોઃ હાઈકોર્ટનો આદેશ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડોઃ હાઈકોર્ટનો આદેશ

તુક્કલ અને ગુબ્બારાના કારણે આગ લાગવાની ઘટના બનતી હોવાથી

અમદાવાદ, મંગળવાર
ઉત્તરાયણમાં આકાશને ભરી દેતા તુક્કલ અને ગુબ્બારા આ વર્ષે જોવા મળશે નહીં. સળગતા ચાઈનીઝ તુક્કલ અને ગુબ્બારા ગમે ત્યાં પડે છે અને તેનાથી આગ લાગવાની, સંપતિને નુકસાનની અને જાનહાનીની ઘટના બનતી હોવાથી તુક્કલ ચગાવવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુંત્રણ દિવસમાં બહાર પાડવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. એકટીંગ ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે ગૃહ સચિવને કરેલા આદેશમાં આ જાહેરનામાનો અમલ ૩૧ જાન્યુઆરી સુધી કરાવવાનો આદેશ કર્યો છે.
ગૃહ વિભાગે રાજયભરમાં તુક્કલના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ ંમૂકતું જાહેરનામું બહાર પાડવાનું રહેશે જે ૩૧ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે
ગત ઉત્તરાયણમાં ચાઈનીઝ તુક્કલના કારણે આગ લાગવાની અને લોને ઈજા થવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓ બાદ ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે એક જાહેરહીતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજીમાં રાજય સરકાર તરફથી કોર્ટને બાહેંધરી આપવામાં આવી હતી કે સરકાર રાજયમાં ચાઈનીઝ તુક્કલના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકી દેશે. સરકારે આ જાહેરહીતની અરજીમાં સ્વિકાર્યુ હતું કે આ તુક્કલ અને ગુબ્બારા માત્ર ખતરારૃપ જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનીકારક છે. જો કે આ જાહેરહીતની અરજીનો નિકાલ થયા બાદ સરકારે કોર્ટમાં આપેલા વચનનું પાલન કર્યુ નહોતું અને રાજયમાં ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન કે વેચાણ પર કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો નહોતો. જેના કારણે ઉત્તરાયણ પાછી આવતાં ફરી પાછુ અરજદારોએ લોકોના જાન માલની રક્ષા માટે કોર્ટની શરણે આવવું પડયું હતું. જેમાં સરકાર પાસે પોતાનું વચન પળાવવાની માંગ કરવામાં આવી હતી. જો કે ફરી પાછુ સરકારે જાહેરનામું બહાર પાડવાનું વચન કોર્ટને આપ્યું હતું. કોર્ટે ઉત્તરાયણ નજીક હોવાથી સરકારે આપેલા વચન છતાં જાહેરનામું બહાર પાડવાના નિર્દેશો જારી કર્યા છે.
ઉલ્લેખનિય છે કે ગત ઉત્તરાયણમાં સળગતી તુક્કલ જમીન પર પડતા એક સાથે ત્રણ બાળકોના મોત થઈ ગયા હતા અને તેમની માતાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આકાશમાં ઉડતા સળગતા ગુબ્બારા કયાં લેન્ડ થશે તે કોઈ કહી શકતુ નથી, આ તુક્કલ અને ગુબ્બારાઓ હવાના રૃખના આધારે ૨૦ માઈલ સુધી દૂર જઈ શકે છે અને કયાંય પણ આગ લગાવી શકે છે. આ તુક્કલો ઈકો ફ્રેન્ડલી નથી મહત્વના એસ્ટાબ્લીશમેન્ટસ જેવા કે એરપોર્ટ, ડિફેન્સ એસ્ટાબ્લીશમેન્ટ અને ઉદ્યોગો માટે મોટા ખતરારૃપ સાબિત થઈ શકે છે.
માત્ર જાહેરનામું નહીં અમલ કરાવવાની પણ જવાબદારી
હાઈકોર્ટે લાલ આંખ કર્યા બાદ આદેશ મુજબ જાહેરનામું તો બહાર પડી જશે પરંતુ કોર્ટે જે રીતે ચિંતા વ્યક્ત કરી હતી તેમ આ જાહેરનામાના અમલની પણ મોટી જવાબદારી છે. સામાન્ય રીતે સત્તાવાળાઓ દ્વારા જાહેરનામું તો બાહર પાડી દેવાઈ છે પરંતુ તેટલો જ ઉત્સાહ તેનો અમલ કરાવવામાં બતાવાતો નથી. આથી આ જાહેરનામાનો કડકાઈ પૂર્વક અમલ કરાવવામાં આવે તો જ કોર્ટે જે હેતુથી આદેશ આપ્યો છે તે હેતુ સિદ્ધ થશે અને જાનહાની અને માલહાની ટાળી શકાશે.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment