સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 28 December 2015

રાજકોટમાં મોતીયાના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવતા હોબાળો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

રાજકોટમાં મોતીયાના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવતા હોબાળો

ઉજાશને બદલે અંધત્વ આવી જતા તીવ્ર આક્રોશ

રાજકોટ, સોમવાર
રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલી સાધુ વાસવાણી હોસ્પિટલમાં મોતીયાનાં ઓપરેશન કરાવ્યા બાદ ૨૫માંથી ૧૨ દર્દીને  એક આંખમાં અંધાપો આવી જતાં હોબાળા સાથે ખળભળાટ મચી ગયો છે. દર્દી અને તેમના પરિવારજનોએ આજે સવારે હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ઓપરેશન કરનાર ડો. હેતલ બખાઈની બેદરકારીનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી કેમ્પમાં થતા મોતીયાનાં ઓપરેશનની સલામતી બાબતે વધુ એક વખત પ્રશ્નો ઉઠયા છે. ૧૨-૧૨ દર્દીને અંધાપો અપાવનાર આ ઘટનાની રિઝયોનલ ડેપ્યુટી ડાયરેકટર ઓફ હેલ્થે તપાસ શરૃ કરી દઈ આજે ઓપરેશન થિયેટર સીલ કરી દીધું હતું. હોસ્પિટલ ખાતે આજ સવારથી દર્દીઓ અને તેમનાં પરિવારજનોનાં ટોળેટોળા ભેગા થતાં રહ્યા હતા. દર્દીઓ સમક્ષ ડોકટર અને ટ્રસ્ટીઓએ ઈન્ફેકશનને કારણે આ ઘટના બન્યાનો લૂલો બચાવ કર્યો હતો.

પાંચ મહિલાઓ અને સાત પુરુષોએ સાધુ વાસવાણી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાના ૪૮ કલાકમાં એક આંખમાં દ્રષ્ટિ જતી રહી
ગાયકવાડી વિસ્તારમાં આવેલી સાધુ વાસવાણી હોસ્પિટલમાં નિયમીત રીતે મોતીયાનાં ઓપરેશનનો કેમ્પ યોજાય છે. આવો જ એક કેમ્પ ગત સોમવારે યોજાયો હતો. જેમાં ડો. હેતલ બખાઈએ ૨૫ દર્દીના ઓપરેશન કર્યા હતા. આ ૨૫ દર્દીમાંથી ૧૨ દર્દીઓએ બીજા દિવસે એટલે કે મંગળવારે આંખે દેખાતુ બંધ થઈ ગયાની, આંખમાંથી સતત પાણી નિકળતું હોવા સહિતની ફરિયાદો કરી હતી.

આ દર્દીઓ બીજા જ દિવસે ફરીથી સાધુ વાસવાણી હોસ્પિટલે ગયા હતા ત્યારે તેમને તબીબોએ રિએકશન આવી ગયાનું જણાવી ડો. મિલન ઠક્કર પાસે મોકલી દીધા હતા. જેમણે આ દર્દીઓનાં ફરીથી ઓપરેશન કર્યા હતા.

બીજું ઓપરેશન કરાવ્યા પછી પણ દર્દીઓની દ્રષ્ટિ પાછી આવી ન હતી. આજે તમામ દર્દીઓ ફરીથી સાધુ વાસવાણી હોસ્પિટલે ગયા હતા અને તબીબોની બેદરકારીનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

દ્રષ્ટિ ગુમાવનાર દર્દી રમણીકભાઈ દામાણીએ કહ્યું કે, તેણે ડાબી આંખનાં મોતીયાનાં ઓપરેશન માટે સાધુ વાસવાણી હોસ્પિટલમાં ૪૦૦ રૃ. ટીપાનાં અને ૪ હજાર રૃપિયા મણીના મળી કુલ રૃા. ૪૪૦૦ ભર્યા હતા. ઓપરેશનનાં બીજા દિવસે એટલે કે મંગળવારે ખબર પડી હતી કે ડાબી આંખે દેખાતું બંધ થઈ ગયું છે અને માથુ સતત દુઃખતુ હતું..

જેથી બુધવારે સવારે ફરીથી સાધુ વાસવાણી હોસ્પિટલે આવ્યા હતા. ત્યારે બીજા દર્દીઓએ પણ દ્રષ્ટિ ગુમાવ્યાની જાણ થઈ હતી. આ વખતે ડો. બખાઈએ કહ્યું કે તમારા પડદામાં સોજો આવી ગયો છે. રીએકશનને કારણે હવે પડદાનું ઓપરેશન કરાવવું પડશે તેમ કહી ડો. મિલન ઠક્કર પાસે મોકલ્યા તો તેમણે આ ઓપરેશન માટે રૃા. ૬ હજારનો ચાર્જ કહ્યો હતો.

સાથોસાથ સ્પષ્ટ કહ્યું કે, દ્રષ્ટિ પાછી આવે તેની કોઈ ગેરંટી નથી. દ્રષ્ટિ પાછી આવે અને ન પણ આવે. હું મહેનત કરીશ તેમ કહેતા ડો. ઠક્કર પાસે ઓપરેશન કરાવ્યા હતા. આમ છતાં દ્રષ્ટિ પાછી નહીં આવતા આજે સવારે ફરીથી સાધુ વાસવાણી હોસ્પિટલે દેખાડવા આવ્યા હતા.
આ વખતે ડો. બખાઈએ એવું કહ્યું હતું કે, છ માસ પછી કદાચ દ્રષ્ટિ પાછી આવી જશે. જો કે ડો. બખાઈની આ વાત દર્દીઓને લુખ્ખા આશ્વાસન જેવી લાગી હતી. દર્દીઓને પોતે કાયમી દ્રષ્ટિ ગુમાવ્યાની જાણ થતાં તેમના અને પરિવારના સભ્યોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને તેમણે ડોકટરોની બેદરકારીને કારણે આમ થયાનો આક્ષેપ કર્યો હતો.

દ્રષ્ટિ ગુમાવનાર મોટા ભાગના દર્દીઓ ગરીબ છે અને મજૂરી કરે છે. ઘણાં નિવૃત જીવન ગાળે છે. ઘણાંએ તો વ્યાજે પૈસા લઈ ઓપરેશન કરાવ્યા હતા.
દ્રષ્ટિ ગુમાવનાર આ છે ૧૨ હતભાગી દર્દીઓ
રાજકોટ, સોમવાર
મોતીયાનાં ઓપરેશન બાદ જેને અંધાપો આવી ગયો છે તે દર્દીના નામ આ પ્રમાણે છે. રમણીકભાઈ ભગવાનજીભાઈ દામાણી (૬૪), સૂરજબા દિલુભા જાડેજા (૬૫), ઈબ્રાહીમભાઈ હબીબભાઈ જુણાચ (૮૫), રજાક ઈબ્રાહીમભાઈ સંધી (૪૦), પ્રવિણસિંહ ભગવાનજીભાઈ ચૌહાણ (૬૦), ભીખુભાઈ હયાતખાન પઠાણ (૫૨), જ્ઞાાનીબેન જે. છતાણી (૬૩), રમણીકલાલ ચાવડા (૭૨), હિરાબેન મોટવાણી (૭૦), નંદાબેન રામચંદાણી (૫૦), મેમુદાબેન (૬૦) અને દશરથબા દિલુભા સોઢા (૬૦)નો સમાવેશ થાય છે.
દ્રષ્ટિ ગુમાવનાર તમામ દર્દીઓ ગરીબ પરિવારનાં
રાજકોટ, સોમવાર
જેણે દ્રષ્ટિ ગુમાવી તે દર્દી રમણીકભાઈ દામાણી રિક્ષા ચલાવે છે અને પેડક રોડ પર રહે છે. પ્રવિણસિંહ ચૌહાણ નિવૃત જીવન ગાળે છે અને દોઢસો ફૂટ રીંગ રોડ પર નાણાંવટી ચોકની બાજુમાં રહે છે. રજાકભાઈ સંધી રિક્ષા ચલાવે છે અને ભગવતીપરા ૨૫ વારીયામાં રહે છે. ઈબ્રાહીમભાઈ પણ નિવૃત જીવન ગાળે છે અને બજરંગવાડી, ગાયકવાડીમાં રહે છે. ભીખુભાઈ વિનોદનગરમાં રહે છે અને મજૂરી કરે છે. જ્ઞાાનીબેન દુધની ડેરી પાસેની આકાશદીપ સોસાયટીમાં રહે છે. સૂરજબા ભગવતીપરામાં ૨૫ વારીયામાં રહે છે.

તબીબી બેદરકારીનો આક્ષેપઃ બેક્ટેરિયા માલૂમ પડતા ઓપરેશન થિયેટર સીલ

દ્રષ્ટિ ગુમાવનાર તમામ ગરીબ પરિવારના સભ્યો

વ્યાજે રૃપિયા લઇ ઓપરેશન કરાવ્યા પરંતુ નાણા ને નયન બંને ગયા




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment