સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 18 February 2016

અનામત આંદોલન આનંદીબેન અમિત શાહના રાજકારણમાં અટવાયું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અનામત આંદોલન આનંદીબેન અમિત શાહના રાજકારણમાં અટવાયું

- મૂળ મુદ્દો બાજુએ રહ્યો, પાટીદાર નેતાઓ રાજકીય આટાપાટામાં ફસાયા

પાટીદારોનું એક જૂથ આનંદીબેનની સરકાર બચાવવાની મથામણમાં, બીજુ અસંતુષ્ટોનું જૂથ આદોલનને વેગ આપીને અમિત શાહની ખુશામતમાં
અમદાવાદ , ગુરૃવાર
અનામતની માંગણી કરતા પાટીદારો મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના રાજકારણના આટાપાટામાં ફસાઇ પડયાં છે જેથી અનામતનો મુદ્દો એકબાજુએ રહ્યો છે ને પાટીદારોમાં જ એટલી હદે ફાંટા પડયાં છે કે, પાટીદારોનું એક જૂથ આનંદીબેનની સરકાર બચાવવા આંદોલનના સમાધાન માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે તો બીજુ અસંતુષ્ટોનું જૂથ આંદોલનને પાછલા બારણે વેગ આપીને રાષ્ટ્રીય પ્રમુખની રાજકીય ખુશામતમાં લાગી પડયું છે.
ઓબીસીમાં સમાવેશ કરીને પાટીદારોને અનામતનો લાભ મળે તે દિશામાં કેટલાય દિવસોથી ચાલી રહેલાં આંદોલનને હવે રાજકીય રંગ લાગ્યો છે. અત્યાર સુધી પાટીદાર સમાજ એકસમૂહમાં લડી રહ્યો હોય તેવુ પ્રસ્થાપિત થઇ રહ્યું હતું પણ ભાજપની જ ભાગલા પાડોને રાજ કરોની અંગ્રેજોની નીતિનો પાટીદારો જ શિકાર થયા છે. હાલમાં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતી ભાજપવિરોધી સર્જાઇ છે ત્યારે અમિત શાહના ઇશારે ભાજપના અસંતુષ્ટો આનંદીબેનની સરકાર ગબડાવવા બેતાબ બન્યાં છે એટલે જ હાર્દિક કોઇપણ ભોગે સમાધાન માટે રાજી ન થાય તેવા ભરપૂર પ્રયાસો થઇ રહ્યાં છે. હાર્દિક પટેલ રોજ લેટરબોમ્બ ફોડે છે. હાર્દિકના ઇશારે પટેલો ભૂખ હડતાલ પર બેઠાં છે.
આ તરફ, આનંદીબેનની સરકાર બચાવવા પાટીદાર નેતાઓને મેદાનમાં ઉતારાયાં છે. સચિવાલયમાં જ પડયાંને પાથરા રહેતાં નેતાઓ હવે આનંદીબેનની ખુરશી બચાવવામાં તનતોડ મહેનત કરી રહ્યાં છે એટલે જ આંદોલનકારીઓને નાણાં, ભાજપના પદોની ઓફરો થઇ રહી છે. ભાજપના બંન્ને નેતાઓના આંતરિક રાજકારણમાં અનામત આંદોલન અટવાઇ પડયું છે જેથી પાટીદારોની અનામત પર હાલ તો પૂર્ણવિરામ મૂકાયું છે કેમ કે,પાટીદાર નેતાઓ જ અમિત શાહ અને આનંદીબેનનો અહમ સંતોષવા પ્રયાસો કરી રહ્યાં છે.
પંચાયતોમાં ભૂંડી હાર મેળવ્યાં બાદ ૨૦૧૭માં વિધાનસભામાં હારનો સામનો કરવો પડે તે પહેલાં જ પાટીદારો સાથે સમાધાન કરવુ ભાજપની મજબૂરી છે પણ આનંદીબેન અને અમિત શાહની રાજકીય જીદને પગલે આખુયે આંદોલન બીજા પાટે ચડયું છે સરવાળે પાટીદારોને નુકશાન થઇ રહ્યુ છે તેમ ખુદ પાટીદારો જ કહી રહ્યાં છે.




Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment