સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 29 February 2016

ગ્રામીણ જનતાને આકર્ષવા માટે ૮૭,૭૬૫ કરોડ ફાળવાયા - જાહેર ક્ષેત્રની બેંકોને ઉગારવા ૨૫,૦૦૦ કરોડની ફાળવણી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગ્રામીણ જનતાને આકર્ષવા માટે ૮૭,૭૬૫ કરોડ ફાળવાયા

- ગ્રામીણ ક્ષેત્ર પર સૌથી વધુ ધ્યાન અપાયું

- રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના લોંચ કરાઇ

મ્યૂનિસિપાલિટી- ગ્રામ પંચાયતોને ૨.૮૭ લાખ કરોડ ગ્રાન્ટ અપાશે
(પીટીઆઇ)               નવી દિલ્હી તા. ૨૯
નાણા પ્રધાન અરૃણ જેટલીએ જાહેર કરેલા બજેટમાં સૌથી વધુ ગ્રામિણ ક્ષેત્ર પર ધ્યાન આપ્યું છે, કુલ ૮૭,૭૬૫ કરોડ રૃપિયા ગ્રામિણ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા છે. જેમાં મનરેગા યોજનાના ૩૮૫૦૦ કરોડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારે ગ્રામ પંચાયતો અને મ્યૂનિસિપાલિટી માટે ગ્રાન્ટ પેટે ૨.૮૭ લાખ કરોડ રૃપિયા આપવાની પણ જાહેરાત કરી છે, ૧૪મા ફાઇનાન્સ કમિશનની ભલામણોને ધ્યાનમાં રાખીને આ ફાળવણી થશે.
આ ઉપરાંત જે પણ તાલુકાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોય તેને દિન દયાલ અંત્યોદય મિશન હેઠળ આવરી લેવામાં આવશે. શ્યામા પ્રસાદ મુખરજી રૃર્બન મિશન  અંતર્ગત ૩૦૦ રૃર્બન ક્લસ્ટર્સ ડેવલપ કરવામાં આવશે.  આજે પણ દેશના અનેક ગામડા વિજળી વગરના છે અને ફાનસ વડે ચલાવી લેવાય છે, સરકારનો ટાર્ગેટ છે કે ૧ મે ૨૦૧૮ સુધીમાં ૧૦૦ ટકા ગામડા વિજળીનો ઉપયોગ કરતા થઇ જશે. ગ્રામિણ વિસ્તારોમાં ઘરે ઘરે વિજળી પહોંચાડવા માટે આશરે ૮૫૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે.  જોકે દર બજેટમાં વિજળી અંગે જાહેરાતો થાય છે પણ તેનો પુરતો અમલ થતો નથી.   સરકારે બે યોજના લોંચ કરી છે એક છે રાષ્ટ્રિય ગ્રામ સ્વરાજ અભિયાન અને બીજી છે નિજિટલ લિટરેસી  મિશન સ્કીમ, આ યોજના અંતર્ગત આગામી ૩ વર્ષમાં વધુ ૬ કરોડ ગ્રામિણ પરિવારને આવરી લેવામાં આવશે.  ગ્રામિણ વિસ્તારોમાં રોડ-રસ્તાની સ્થિતિ ખરાબ છે, જેને સુધારવા માટે સરકારે આ વખતના બજેટમાં આશરે ૧૯,૦૦૦ કરોડ રૃપિયા ફાળવ્યા છે.

જાહેર ક્ષેત્રની બેંકોને ઉગારવા ૨૫,૦૦૦ કરોડની ફાળવણી

- NPA સમસ્યાનો સામનો કરી રહેલી

- આઇડીબીઆઇ બેન્કમાં સરકારી હિસ્સો ૫૦ ટકાથી ઓછો કરવાની પણ વિચારણા

(પીટીઆઇ)         નવી દિલ્હી, તા. ૨૯
એનપીએની સમસ્યાનો સામનો કરી રહેલી જાહેર ક્ષેત્રની બેંકોની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા આગામી નાણાકીય વર્ષમાં ૨૫,૦૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે તેમ કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે.
લોકસભામાં ૨૦૧૬-૧૭નું બજેટ રજૂ કરતી વખતે જેટલીએ જાહેરાત કરી છે કે આઇડીબીઆઇ બેંકમાં સરકાર પોતાનો હિસ્સો ૫૦ ટકાથી ઓછું કરવાની પણ વિચારી રહી છે.
આપણી જાહેર ક્ષેત્રની બેંકો મજબૂત અને સ્પર્ધાત્મક હોવી જોઇએ. ૨૦૧૬-૧૭માં બેંક બોર્ડ બ્યૂરો પોતાની કામગીરી શરૃ કરી દેશે. આઇડીબીઆઇ બેંકની કાયાપલટ કરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. સરકાર આ બેંકનો સરકારી હિસ્સો ૫૦ ટકાથી ઓછું કરવાનું પણ વિચારી રહી છે.
જેટલીએ જણાવ્યું હતું કે વીજળી,કોલસા, હાઇવે, ખાંડ અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં માળખાગત મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.અમે બેૅકોની ધિરાણ અને અંગત બાબતોમાં હસ્તક્ષેપ કરવા માગતા નથી. અમે જાહેર ક્ષેત્રની બેંકોની સાથે ઉભા છીએ.
જો બેંકોને ૨૫,૦૦૦ કરોડથી પણ વધુ રકમની જરૃર પડશે તો અમે માટેના સ્ત્રોતની શોધ કરીશું. દેવાઓની ઝડપી ચૂકવણી થાય તે માટે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલને વધારે શક્તિશાળી બનાવવામાં આવશે.
 





Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment