સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 29 April 2016

ગુજરાતમાં સવર્ણોને ૧૦ ટકા આર્થિક અનામત - અમદાવાદ સહિત ગુજરાતમાં આકાશમાંથી વરસે છે આગ, જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં સવર્ણોને ૧૦ ટકા આર્થિક અનામત

- ગુજરાત સરકારે જે નિર્ણય લેવાનો હતો તે ભાજપના પક્ષ પ્રમુખે લેવો પડયો !

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં સરકારની વહિવટી પાંખ અને પક્ષની કોર કમિટીની બેઠકમાં નિર્ણય
છ લાખની  વાર્ષિક આવક ધરાવનારાને આર્થિક અનામતનો લાભ : શિક્ષણ અને નોકરીઓમાં અનામત લાગુ પડશે
પહેલી મેએ ગુજરાત સ્થાપના દિને વટહુકમ બહાર પાડશે : ચાલુ વર્ષ જૂનથી અનામતનો લાભ અપાશે
કાયદાકીય ગૂંચ પડે તો સુપ્રીમ સુધી લડત આપવા ભાજપ સરકારની તૈયારી : OBC,ST,SC અનામત ક્વૉટામાં કોઇ ફેરફાર નહીં

અમદાવાદ , તા.૨૯
અનામત આંદોલનને ૨૦૦ દિવસ પૂર્ણ થયા બાદ આખરે આનંદી બહેન સરકારે રાજકીય જીદ કોરાણે મૂકીને પાટીદારો સાથે સમાધાનકારી વલણ અપનાવી સર્વણોને આર્થિક માળખાને ધ્યાનમાં રાખીને ૧૦ ટકા આર્થિક અનામત આપવા ઘોષણા કરી છે. એટલું જ નહીં, ભાજપે એવી પણ જાહેરાત કરી છેકે, જો કાયદાકીય ગૂંચ સર્જાશે તો આ મુદ્દે છેક સુપ્રિમ કોર્ટ સુધી રાજ્ય સરકાર લડત આપશે. જોકે, પાટીદાર અનામત આંદોલન સમિતી અને એસપીજીએ આર્થિક અનામતની ઘોષણાનો અસ્વિકાર કર્યો છે. બીજી તરફ, કોંગ્રેસે ૨૦ ટકા આર્થિક અનામત આપવાની માંગ દોહરાવી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં અગાઉ ઘડાયેલી રણનિતી અનુસાર માત્ર ઔપચારિક વાતચીત ચર્ચા વિચારણાના અંતે સર્વણોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરાઇ હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૃપાણીએ જણાવ્યું કે, બિનઅનામત વર્ગને ૧૦ ટકા આર્થિક અનામત આપવા ભાજપે નિર્ણય કર્યો છે. ૧લી મે એ ગુજરાત સ્થાપ્ના દિને વટહુકમ બહાર પાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ઓબીસી,એસસી,એસટીની અનામતમાં કોઇ ફેરફાર કરાયો નથી પણ સર્વણ જાતિના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રવેશ માટે અને નોકરી મેળવવા ઘણી જ મુશ્કેલી પડી રહી છે તેમને ૧૦ ટકા અનામતનો લાભ મળશે. જે કુંટુબની વાર્ષિક આવક રૃા.૬ લાખની મર્યાદામાં હશે તે આર્થિક અનામતના હકદાર હશે. આર્થિક અનામત આગામી નવા શૈક્ષણિક સત્ર જૂનથી લાગુ પડશે. સરકારે કોઇ રાજકીય દબાણમાં નિર્ણય લીધો નથી તેવો ઉલ્લેખ કરતાં રૃપાણીએ કહ્યું કે, વિવિધ જ્ઞાાતિઓની અનામતની રજૂઆત, મંતવ્યોને આધારે સરકારે તમામ પાસાઓ વિચારીને નિર્ણય લીધો છે જે બિન અનામત વર્ગના લોકો માટે ઉપયોગી નિવડશે.
આર્થિક અનામતમાં કોઇ કાયદાકીય ગૂંચ ઉભી ન થાય તે માટે ડ્રાફ્ટ બનાવવા માટે કાયદાના નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. રૃપાણીએ એમ પણ કહ્યું કે, જો જરૃર પડશે તો ગુજરાત સરકાર આ મુદ્દે હાઇકોર્ટ નહીં છેક સુપ્રિમ કોર્ટ સુધી પણ લડત આપશે.
૨૦૦ દિવસથી ગુજરાતમાં પાટીદારો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આખરે ભાજપ હાઇકમાન્ડે જ અનામત આપવા લીલીઝંડી આપી હતી. આગામ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મતદારો ભાજપ માટે પડકારજનક હોઇ કોર કમિટીની બેઠકમાં અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ઓમમાથુર , મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પુરૃષોત્તમ રૃપાલા , ભીખુ દલસાણિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.
હવે જયારે ભાજપે આર્થિક અનામતની જાહેરાત કરી છે ત્યારે કાયદાકીય અવરોધ પાર કરી અનામતનો લાભ અપાવવામાં સરકાર કેટલી સફળ થાય છે તે તો સમય જ કહેશે. અત્યારે તો સરકારે પાટીદારોને વાંસે હાથ ફેરવવા અનામતની જાહેરાત કરી દીધી છે. અન્ય રાજયોએ પણ આ અગાઉ રાજકીય લાભ ખાટવા અનામત આપી હતી પણ સુપ્રિમ કોર્ટમાં આ વાત ટકી શકી નહી. હવે ગુજરાત સરકાર કેટલી હદે સફળ રહે તે જોવુ રહ્યું .

આર્થિક અનામતના મુસદ્દાને કેબિનેટે બહાલી આપી
મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને કેબિનેટની તાકીદની બેઠકમાં મળી હતી જેમાં મુખ્ય સચિવે આર્થિક અનામતના મુસદ્દાને રજૂ કરાયો હતો. કેબિનેટે અનામતના મુસદ્દાને બહાલી આપી હતી જેથી હવે મંજૂરી માટે મુસદ્દાને રાજ્યપાલને મોકલી આપવામાં આવશે. રાજ્યપાલની લીલીઝંડી મળ્યા બાદ આર્થિક અનામતનો અમલ થશે.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-10-percent-of-economic-reserve-caste-in-gujarat

અમદાવાદ સહિત ગુજરાતમાં આકાશમાંથી વરસે છે આગ, જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ


અમદાવાદમાં ઉનાળામાં લેટેસ્ટ તાપમાન 44 ડીગ્રી નોંધાયું છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ સાથે સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. ગરમીનો પારો ઉચકાતા હવામાન ખાતાએ ભયની ચેતવણી જેવું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હકીકતમાંરાજ્યમાં પ્રવર્તી રહેલી ગરમીને કારણે તાજેતરમાં હવામાન ખાતાએ યેલો એલર્ટ જાહેર કર્યું હતું જે તાપમાન વધારે આકરું બનતા ઓરેન્જ એલર્ટમાં બદલી નાખવામાં આવ્યું છે.

નોંધનીય છે કે આગામી બે દિવસમાં ગરમીનો પ્રકોપ વધારે વધવાની શક્યતા છે. ઉનાળો તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. તોબા પોકારાવતી ગરમીથી જનજીવનને માઠી અસર પહોંચી છે.

અમદાવાદમાં સિઝનની સૌથી વધુ 44 ડીગ્રી ગરમી નોંધાઈ હતી. જેના કારણે લોકો ત્રસ્ત થઈ ઉઠયા હતા. બપોર પછી રસ્તાઓ ઉપર ચહલપહલ નહીંવત જોવા મળી રહી છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે જેના કારણે ઠંડાપીણાવાળાઓને તડાકો પડી ગયો છે.

બે દિવસ વાદળછાયા વાતાવરણ બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. લોકોએ કામ વિના બહાર નિકળવાનું ટાળ્યું હતું. હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચકાય તેવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

Source :- http://sandesh.com/article.aspx?newsid=3254777



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 25 April 2016

પ્રચંડ ગરમીને પગલે સ્કૂલ-કોલેજોમાં વેકેશન - અનામત આંદોલનનો પડઘો ઓસ્ટ્રેલિયામાં, પાટીદારોની વિશાળ રેલી - મહિલાઓ કલોલની પરિણીતા સાથે બનેલો આંખ ઉઘાડતો કિસ્સો વાંચી લો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઓડિશામાં પ્રચંડ ગરમીને પગલે સ્કૂલ-કોલેજોમાં ઉનાળુ વેકેશન જાહેર

- બેંગાલુરુમાં ગરમીનો ૮૫ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો

- હિટવેવના કારણે તેલંગણાનો કુલ મૃત્યુ આંક ૪૯

તેલંગણા, બિહાર, યુપીના અનેક શહેરોનું તાપમાન ૪૦થી ૪૮ ડિગ્રી
નવી દિલ્હી, તા. ૨૫
દેશભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. આકરા તાપથી ત્રસ્ત ઓડિશા સરકારે આજથી શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કર્યું છે. કર્ણાટકના બેંગ્લુરુમાં તાપમાનનો ૮૫ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો હતો. હિટવેવના કારણે એકલા તેલંગણામાં જ મૃત્યુ આંક ૪૯ થયો હતો હિટવેવની લપેટમાં સૌથી વધુ સપડાયેલા ઓડિશા અને તેલંગણામાં કુલ ૮૮ લોકો હિટવેવનો ભોગ બન્યા હતાં.
ઓડિશામાં ગરમીનો કહેર યથાવત રહેતા સરકારે ૧૨થી ૩ વાગ્યા દરમિયાન આકરા તાપમાં બહાર નીકળવાને બદલે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. શાળાઓના સમયમાં ફેરફાર કર્યા પછી પણ તાપમાનનો પારો સતત ઊંચો રહેતા સરકારે રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરી દીધું છે. ૨૬મી એપ્રિલથી (આજથી) રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન લાગુ પડી જશે. છેલ્લા કેટલાક દિવસથી ઓડિશાના ૧૭ શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રી થી વધુ નોંધાય છે અને કેટલાક શહેરોમાં આ પારો છેક ૪૪ ડિગ્રી સુધી પહોંચે છે.
કર્ણાટકમાં પણ બે-ત્રણ દિવસથી તાપ વધ્યો છે. બેંગલુરુમાં તાપમાનનો ૮૫ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો હતો. બેંગલુરુમાં તાપમાન ૩૯.૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. અગાઉ ૧૯૩૧ની ૩૦ એપ્રિલે આટલું તાપમાન નોંધાયું હતું. ગરમીનો પારો દેશભરમાં એકાએક વધ્યો છે. ઓડિશા, તેલંગણા અને કર્ણાટક ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાં પણ આકરો તાપ પડતા લોકો પરેશાન થયા હતા. ઉત્તર પ્રદેશ પણ તાપમાં શેકાયું હતું. ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. બિહારના પટણામાં ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો ઝારખંડના જમશેદપુરમાં ૪૪.૮ ડિગ્રી સુધી તાપમાનનો પારો ઊંચકાયો હતો. પશ્વિમ બંગાળના બાંકુડામાં ૪૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-the-enormous-heat-in-odisha


અનામત આંદોલનનો પડઘો ઓસ્ટ્રેલિયામાં, પાટીદારોની વિશાળ રેલી

જેલભરો આંદોલન વખતે મહેસાણા અને સુરતમાં થયેલા પોલીસદમનના વિરોધમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદારોએ રેલી કાઢી ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા જેલભરો આંદોલન વેળાએ પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. પાટીદારોએ જય સરદાર જ પાટીદારના નામની ટોપી પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

જેલભરો આંદોલનને ખાસ કરીને મહેસાણા અને સુરતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, મહેસાણામાં એસપીજીના વડા લાલજી પટેલ પર હુમલો થતાં મામલો ગરમાયો હતો. મહેસાણામાં પાટીદારોએ તોડફોડ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મહેસાણામાં પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના મેસેજ મળતા સુરતમાં પણ પાટીદારો દ્વારા તોડફોડ અને કેટલાંક સ્થળો પર સરકારી સાધન સામગ્રીને સળગાવવામાં આવી હતી. એટલું જ નહીં પાટીદારોએ આ  ઘટનાનો રોષ છેક ઓસ્ટ્રેલિયમાં પણ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં વસતા પાટીદારોએ પોલીસની નીતિનો વિરોધ કરીને રેલી કાઢી હતી. એટલું જ નહીં રેલી કાઢીને ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં વસતા પાટીદારો જય સરદાર જય પાટીદારની ટોપી પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. રેલી કાઢીને ભારતીય દૂતાવાસ ખાતે પહાંેચી ત્યાં ભેગા મળીને દેખાવો કર્યા હતા.

Source :- http://sandesh.com/article.aspx?newsid=3253817

મહિલાઓ કલોલની પરિણીતા સાથે બનેલો આંખ ઉઘાડતો કિસ્સો વાંચી લો


કલોલમાં રહેતા એક યુવકે પરિણીતા સાથે મોબાઈલમાં વાતો કરી તેનું રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ રેકોર્ડિંગ તેના પતિને સંભળાવવાની ધમકી આપી તેની સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકે પરિણીતાને બદનામ કરવાની તેમજ મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ યુવક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ સંદર્ફે પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર કલોલમાં રહેતો રીજવાન ઇસ્માઇલભઆઈ ઘાંચીએ એક પરિણીતા સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તે પરિણીતા સાથે મોબાઈલ પર અવાર-નવાર વાતો કરતો હતો અને આ વાતોનું તેણે મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ પરિણીતાને બદનામ કરવાની ધમકી આપી તેમજ તેના પતિને રેકોર્ડિંગ સંભળાવી દેવાની ધમકીઓ આપી પરિણીતા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.

યુવકે પરિણીતાને ફોન કરી તેના પતિ તથા બાળકને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પરિણીતાએ યુવક સામે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે

Source :- http://sandesh.com/article.aspx?newsid=3253286



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 20 April 2016

બેચરાજીમાં આજથી ચૈત્રી પૂનમના મેળાનો ભવ્ય પ્રારંભ - કલોલઃ હજારો વિદ્યાર્થીઓ પાણી માટે મારે છે વલખાં - MODI MAGIC, ભાજપ સૌથી ધનવાન , સીપીએમની આવકમાં ભારે ઘટાડો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

બેચરાજીમાં આજથી ચૈત્રી પૂનમના ત્રિદિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ



ચૈત્રી નવરાત્રી દરમ્યાન ઠેર ઠેર શક્તિ ઉપાસના કરવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં આ મહાનવરાત્રી દરમ્યાન માતાજીના ગરબાનાં આયોજન કરવામાં આવ્યાં હતાં. મહેસાણા તાલુકાના દીતાસણ ગામમાં બ્રહ્મભટ્ટ અને ઠાકોર પરિવારો દ્વારા માતાજીના ગરબાની રમઝટ બોલી હતી.  ચૈત્રી નવરાત્રી સમાપ્તિ બાદ ચૈત્રી પૂનમના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ છે. બેચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો તા.20 એપ્રિલથી 22 એપ્રિલ દરમ્યાન યોજાનાર છે. બુધવારથી જ બહુચરધામમાં ચૈત્રી પૂનમના મેળાનો શ્રધ્ધાપૂર્ણ માહોલનો ધમધમાટ જોવા મળશે.

બહુચરાજીને જોડતાં રસ્તાઓ ચેતનવંતા બનવા લાગ્યા છે. પગપાળા આવતાં માઈભકતોની સેવા માટે સેવાભાવીઓ કેમ્પો લગાવી રહયાં છે. જીલ્લા વહીવટીતંત્ર ,બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ, તાલુકા પંચાયત અને ગ્રામપંચાયત મેળાની સફળતા માટે અંતિમ ચરણ તરફ ગતિ કરી ચુકયાં છે. મેળામાં લાખોની સંખ્યામાં  માતાજીના દર્શનાથ આવનાર યાત્રિકો અને માઈભકતોને કેન્દ્બ સ્થાને રાખીને મેળાના આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવનાર ભાવિકભકતોની શ્રદ્બા અને આસ્થા અખંડ રહેતે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.જેમાં પાણી અને પુરવઠો સમિતિ, આરોગ્ય સમિતિ,સ્વચ્છતા સમિતિ, વીજપ્રવાહ સમિતિ, ખાધસામગ્રી ચકાસણી સમિતિ, વાહન નિયંત્રણ સમિતિ, રખડતાં ઢોર નિયંત્રણ સમિતિ, જેવી વિવિધ સમિતિઓના જવાબદારો નિષ્ઠાપૂર્વક કામ કરી રહયાં છે.

માતાજીના દર્શનાર્થે આવનાર માઈભકતો શાંતિથી દર્શન કરી શકે તે પ્રકારની કાયદો અને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દાતાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી માતાજીના ધામમાં આવનાર દરેક શ્રદ્બાળુને ઠંઠુ પાણી, લીંબુ શરબત,ઠંડી છાશ, ગરમા ગરમ ચા,નાસ્તો અને પુનમના દિવસે વિના મુલ્યે જમવાની સગવડ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટે દર્શન વ્યવસ્થા,પીવાના પાણીની વ્યવસ્થા, પગરખા કેન્દ્બ, વિસામાની વ્યવસ્થા,લાઈટ ડેકોરેશન અને મંદિર શણગાર,સફાઈ વ્યવસ્થા, અવાજનું પ્રદુષણ વ્યવસ્થા,આરોગ્ય સેવા,મંદિર નિયંત્રણ કેન્દ્બ,ભેટ કેન્દ્બ,મેળાનું જીવંત પ્રસારણ,સાંસ્કૃતિક કાર્યક્નમ માટે અને  અને માતાજીના ચાચરચોકમાં મંડપ ડેકોરેશન માટેની લગભગ તૈયારીઓ પુરી કરી દીધી છે.મેળાના મેદાનમાં મેળા રસિકો માટે ચકડોળ,મોતના કુવા,સર્કસ જેવા મનોરંજન સાધનો ગોઠવાઈ રહયાં છે.ખાણીપીણીના સ્ટોલ શરૂ થઈ ચુકયાં છે.ડાયરાપ્રેમીઓ માટે  વિશાળ જગ્યામાં સ્ટેજ તૈયાર થઈ ચુકયું છે.

Source :- http://www.sandesh.com/article.aspx?newsid=3251942


કલોલઃ હજારો વિદ્યાર્થીઓ પાણી માટે મારે છે વલખાં, શાળામાં નથી વર્ષોથી પાણીનું કનેક્શન


કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલી પ્રથામિક કુમાર શાળા નં.7માં પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી શાળામાં અભ્યાસ કરતા બાળકો પાણી વિના ટળવળી રહ્યા છે. 1000થી વધુ બાળકોને પાણી વગર પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. નગરપાલિકામાં અનેકવાર અરજીઓ કરવા છતાં પાણીનું કનેક્શન આપ્યું નથી પાણીનું કનેક્શન મેળવવા શાળા તંત્ર ધ્વારા મુખ્યમંત્રી સુધી અરજીઓ કરવામાં આવી છે. પણ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી અસહ્ય ગરમીમાં બાળકો પાણી પાણીના પોકારો કરી રહ્યા છે.

જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નં.7 તથા પ્રથમિક કન્યા શાળા નં.10 કલોલના પૂર્વમાં આવેલી છે. બે પાળીમાં ચાલતી આ શાળામાં શૌચાલયો પાણીની ટાંકી વગેરે બનાવવામાં આવ્યા છે. પણ પાણી વગર શૌચાલયોનો ઉપયોગ થતો હોવાથી દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. પાણીનું કનેક્શન મેળવવા માટે શાળા તંત્ર દ્વારા કલોલ નગરપાલિકામાં મૌખિક તેમજ લેખીતમાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી શાળા તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ મુખ્યમંત્રીને પણ પાણીનું કનેક્શન મેળવવા માટે અરજી કરવામાં આવી છે. ત્યારે હાલ તો શાળાના બાળકો પાણી પાણીના પોકાર કરી રહ્યા છે.

બાળકોને શૌચક્રિયા માટે જવું પડે છે ઘરે
પ્રથામિક શાળા નં.7 તથા શાળા નં.10માં પાણીનું કનેક્શન ન હોવાથી પાણી વગર બાળકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તેમાંય કોઈ બાળકને ચાલુ સ્કૂલે કુદરતી હાજતે જવું હોય તો પાણીના અભાવે બળકને ક્રિયા કરવા માટે ઘરે જવું પડે છે જેની તેના અભ્યાસ ઉપર પણ અસર પડે છે.

સ્થાનિક લોકો પાણીનું જોડાણ લેવા દેતા નથી
શાળામાં કેટલાય વર્ષોથી પાણીની કોઈ વ્યવસ્થા નથી ત્યારે પાણીનું કનેક્શન લેવા માટે શાળા તંત્ર દ્વારા રજૂઆત કરાતા નગરપાલિકા કનેક્શન આપવા તૈયાર થયું હતું અને પાલિકાના માણસો કનેક્શન આપવા સ્થળ ઉપર ગયા હતા ત્યારે સ્થાનિક રહેવાસીઓએ કનેક્શન ન લેવા દીધું. અને કહ્યું હતું કે, અમોને વર્ષો પછી પાણી મળ્યું છે તમને કનેક્શન આપે તો અમારે પાણી બંધ થઈ જાય તેમ કરી પાલિકાના માણસોને કનેક્શન આપ્યા વગર પાછા મોકલી દીધા હતા.

પાણી વગર દાનમાં મળેલા આરો અને કુલર ધુળ ખાય છે

કુમાર શાળા અને કન્યા શાળાના બાળકોને ઠંડુ પાણી મળી રહે તથા શુદ્ધ પાણી મળી રહે તે માટે બેન્ક દ્વારા આરો પ્લાન્ટ અને કુલર દાનમાં આપવામાં આવ્યું છે. પણ પાણી જ આવતુ ના હોય તો દાનમાં મળેલા સાધનો ધુળ ખાઈ રહ્યા છે.

દેશના પાંચ રાષ્ટ્રીય પક્ષોની કમાણી એક વર્ષમાં 39 ટકા વધીને 1,275.78 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ પક્ષોમાં ભાજપ, સીપીઆઇ, સીપીએમ, બસપા અને એનસીપી સામેલ છે. બધા પક્ષોમાં કમાણીની બાબતમાં ભાજપ સૌથી આગળ છે.

એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિ-ફોર્મ્સના રિપોર્ટ અનુસાર આવક મુદ્દે  ભાજપ બધા પક્ષોમાં અગ્રેસર  છે. ચૂંટણી પંચના 14-11-2014ના જાહેરનામા અનુસાર બધા રાજકીય પક્ષો માટે ઓડીટ રિપોર્ટની વિગત આપવો  જરૂરી છે. બધા પક્ષોએ પોતાના ખાતાના વાર્ષિક ઓડીટ રિપોર્ટ આપવાની અંતિમ તા.30-11-2015  હતી. જયારે કોંગ્રેસે ચૂંટણી પંચને 2014-15 નાણાકીય ઓડીટ રિપોર્ટ નથી સોંપ્યો.

રાષ્ટ્રીય પક્ષોની આવક 2013-14માં  રૂ. 920  કરોડ હતી જે 2014-15માં  વધીને 1,275.78 કરોડ થઇ ગઇ છે. આ વધારો 39 ટકા છે. રાજકીય પક્ષોને દાન, કુપનોનુ વેચાણ અને અંશદાન વગેરે થકી પૈસા મળે છે. ભાજપે 2014-15 દરમિયાન સૌથી વધુ રૂ. 970..43 કરોડની આવક મેળવી. જે તેની કુલ આવકના 76.06 ટકા છે. 2013-14 અને  2014-15 દરમિયાન ભાજપની આવકમાં 44 ટકા એટલે કે 296.62 કરોડનો વધારો થયો છે. જયારે બસપાની આવક 67.31 ટકા કે 45.04 કરોડ વધી છે.

સીપીઆઇએ સૌથી 1.84  કરોડની આવક જાહેર કરી છે. એ 2014-15માં તમામ પક્ષોની આવકના માત્ર 0.14  ટકા છે.  ફકત સીપીએમ જ એવો પક્ષ છે કે જેની આવક 24.28 ટકા એટલે રૂ. 59 લાખ ઘટી છે. રાજકીય પક્ષોને લગભગ અડધો અડધ નાણાં અજાણ્યા સ્ત્રોતોથી મળ્યા છે. જે 2014-15માં  685.36 કરોડ રૂપિયા છે અને તે રાજકીય પક્ષોની કુલ આવકના 54 ટકા છે.

દેશમાં ભાજપ, કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઇ, બસપા અને એનસીપી માત્ર છ રાષ્ટ્રીય પક્ષો છે. રિપોર્ટ અનુસાર સીપીએમ, સીપીઆઇ અને બસપા માત્ર ત્રણ એવા રાષ્ટ્રીય પક્ષો છે જેમણે સમયસર ઓડીટ રિપોર્ટ આપ્યો છે.

Source :- http://www.sandesh.com/article.aspx?newsid=3251949



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/