સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 22 April 2016

અરૃણાચલમાં ભારે વરસાદથી ભૂસ્ખલન : ૧૬ મજૂરોનાં મોત - ગરમીથી દેશની હાલત ખરાબ: 15 દિવસમાં 150નાં મોત, સુકાયા તળાવો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અરૃણાચલમાં ભારે વરસાદથી ભૂસ્ખલન : ૧૬ મજૂરોનાં મોત

- છેલ્લા એક સપ્તાહથી વરસાદનું પ્રમાણ વધ્યું

નદીઓએ ભયજનક સપાટી પાર કરતા પૂરની સ્થિતિ પેદા થવાનો ભય, સૈન્યની મદદ લેવાઇ
ઇટાનગર તા. ૨૨
અરૃણાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ થઇ રહ્યો છે, જેને પગલે ભૂસ્ખલનના અનેક બનાવો સામે આવ્યા છે. અહીંના તવાંગ જિલ્લામાં ભૂસ્ખલન થતા ૧૬ મજૂરોએ જીવ ગૂમાવ્યો હતો. જે વિસ્તારમાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યાં જ આ ભૂસ્ખલન થતા અરેરાટી મચી જવા પામી હતી.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ૧૯ મજૂરો તવાંગ વિસ્તારમાં એક ઇમારતનું બાંધકામ કરી રહ્યા હતા ત્યારે જ આ ભૂસ્ખલન થયું હતું, જેમાં ૧૬ લોકો દબાઇ જવાથી મોતને ભેટયા હતા. આ મજૂરોના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યા છે. એક મજૂર ગંભીર રીતે ઘવાયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, એટલે હાલ ૧૯માંથી માત્ર બે મજૂરો જ સુરક્ષીત રહ્યા.
મૃતદેહોને બહાર કાઢવા માટે સૈન્યની મદદ લેવી પડી હતી.  ઉત્તરાખંડમાં કેટલીક નદીઓ ભયજનક સપાટી વટાવી ચુકી છે અને બે જિલ્લા નામસાઇ અને ચાંગલેંગમાં હાલ પુરની સ્થિતિ પેદા થાય તેવો ભય છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-arunachal-landslides-heavy-rains-16-miners-killed


 ગરમીથી દેશની હાલત ખરાબ: 15 દિવસમાં 150નાં મોત, સુકાયા તળાવો  

નવી દિલ્હી: છેલ્લા 15 દિવસમાં ગરમીના કારણ દેશમાં 150 જેટલા લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે ઓરિસ્સામાં ટિટલાગઢમાં ટેમ્પરેચર 47 ડિગ્રી અને તેલંગાણાના રામાગુંડમમાં 46 ડિગ્રી સુધી ગરમી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રામણે દેશના 91 મોટા તળાવો સુકાઈ ગયા છે અને રિસોર્સના વોટર લેવલમાં 22 ટકાનો ઘટાડો થયો છે. ક્યાં કેટલુ તાપમાન...
 
- તેલંગાણાના નિઝામાબાદમાં 45.1 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.
- આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં તાપમાન 44 ડિગ્રી અને કરનૂલમાં 43.4 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.
- તુરિપતીમાં પણ શુક્રવારે ખૂબ ગરમી નોંધવામાં આવી હતી. ત્યાં 42.1 ડિગ્રી સુીધી તાપમાન પહોંચી ગયુ હતું.
- યુનિયન વોટર રિસોર્સ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે દેશના 91 તળાવો સુકાઈ ગયા છે.
- શુક્રવારે જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે 21 એપ્રિલ સુધી આ તળાવોમાં 34.082 બિલિયન ક્યૂબીક મીટર પાણી વધ્યું છે.
- હિમાચલ, તેલંગાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, ઝારખંડ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ,કર્ણાટક અને કરેળ જેવા રાજ્યોમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વોટર લેવલમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. 
 
અત્યાર સુધીમાં 150 લોકોના મોત

- છેલ્લાં બે સપ્તાહમાં દેશમાં કુલ 150 લોકોના મૃત્યુ થયા છે.
- જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા 15 દિવસમાં 90 લોકોના મૃત્યુ થયા છે.
- ઓરિસ્સામાં છેલ્લા એક મહિનામાં અત્યારસુધીમાં 72 લોકોના મૃત્યુ થયા છે.
 
કેમ છે આટલી ગરમી ?
 
- હવામાન વિબાગે અલનીનો અને ગ્લોબલ વોર્મિગને કારણ બતાવ્યું છે. બે વર્ષથી ઓછા વરસાદના કારણે પણ ગરમી વધારે પડી રહી છે. 
 
આ ગરમીથી શું છે જોખમ?

- સૌથી વધારે જોખમ લૂ અને હીટ સ્ટ્રોકનું છે. આ ગરમીમાં અત્યાર સુધી કુલ 220 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધારે મૃત્યુ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં થયા છે. ગયા વર્ષે અહીં ગરમીના કારણે 1100 લોકોના મૃત્યુ થયા હતા અને સમગ્ર દેશમાં કુલ 2035 લોકોના મૃત્યુ થયા હતાં. 
 
આ વર્ષે શું છે શક્યતા?

- 2016નું વર્ષ સૌથી ગરમ હોઈ શકે છે. 1880માં શરૂ થયેલા રેકોર્ડ પ્રમાણે 2015માં સરેરાશ તાપમાન 0.90 ડિગ્રી વધારે હતું.
 
ખેતી ઉપર પણ અસર
 
- વેપારી સંગઠન એસોચેમના જણાવ્યા પ્રમાણે વધારે ગરમીના કારણે ઉત્પાદન ઓછુ થઈ શકે છે. કારણકે જમીનમાં પણ પાણીની અછત હોવાથી વાવણી ઓછી થઈ છે.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/NAT-heat-wave-in-india-150-dead-in-last-15-days-5306695-PHO.html



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment