સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 6 April 2016

દાંતીવાડા અને સીપુ ડેમમાંથી પાણી બંધ કરાતાં ખેડૂતો ચિંતિત - નર્મદા કેનાલમાંથી ૭૦૦ ખેડૂતોના પાણીનાં કનેક્શન કાપી નાખ્યાં - મહિલાઓએ માટલાં ફોડી ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના ટેબલ પર પાણી ઢોળ્યું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

દાંતીવાડા અને સીપુ ડેમમાંથી પાણી બંધ કરાતાં ખેડૂતો ચિંતિત

- ઉનાળાની શરૃઆતમાં

ઉનાળુ ખેતીમાં ચાર પિયતના પાણી જોઈએ પણ ફકત એક જ મળતા ખેડૂતોનો સરકાર સામે રોષ
ડીસા, તા.૫
બનાસકાંઠાના મુખ્ય બે ડેમ દાંતીવાડા અને સીપુ ખેત પાકો માટે જીવાદોરી સમાન છે. જોકે આજે સીપુ ડેમનું નહેરથી રવિ પાક માટે અપાતું પાણી સરકારે કોઈપણ જાતની ખેડૂતોના પાકની ચિંતા વિના અચાનક બંધ કરતા અહી ઉભા મોલ નાશ થવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારની આ હિટલર શાહી સામે રણશીંગુ ફૂકનાર આ પંથકના ખેડૂતોની વહારે સ્થાનિક ડીસા ધારાસભ્ય ગોવાભાઈ જોડાયા છે. જેમને સરકાર સામે ઉગ્રતાએ આ મુદ્દે લડી લેવા હાકલ કરતા આ ખેડૂત પ્રશ્ન ગરમાયો છે.
બનાસકાંઠાના ખેત પાક માટે નહેરો દ્વારા પાણી આપવામાં આવે છે જે પાણીનો નિયત ખર્ચ પણ સરકાર ખેડૂતો પાસે વસુલે છે. જોકે રવિ પાક માટે ચાર પિયત પાણી મુખ્ય જરૃરિયાત છે. જેમાં હાલની તાઝા સ્થિતિએ સીપુ ડેમની કેનાલમાંથી ભાચરવા અને ડીસા પંથકના ખેડુતોને આજથી પાણી આપવાનું બંધ કરાયેલ છે. આ વિસ્તારમાં ખેડૂતોને હજુ ત્રણ પિયત પાણીની જરૃરિયાત છે. અનેક ખેડૂતો માત્ર નહેરના આજ પાણીના વિકલ્પે ખેતી કરતા હોઈ આ પાણી બંધ કરાતા એક મોટો ખેડૂત વર્ગ પીડિત બન્યો છે અને હજારો વીઘા જમીનમાં ઉભો મોલ ગરમીમાં પાણી વિના નાશ પામે તેવી ભીતિ ઉભી થયું છે. આ ખેડૂતોની પરિસ્થિતિ સામે સરકારનો આ તદ્યલખી નિર્ણય જવાબદાર છે. સરકાર એ પાંગળો બચાવ કરી રહી છેકે આ ડેમમાંથી પીવાના પાણીનો સ્ટોકનો જથ્થો ડેડ સ્ટોક તરીકે રાખવો હોઈ હાલનું આ પાણી બંધ કરાયું છે. જોકે સ્થાનિક ધારાસભ્યની તપાસ બાદનું નિવેદન જોઈએ તો સરકાર પાસે ડેમના નિયત યોગ્ય અને પૂરતો જથ્થો છે ત્યારે આ મામલે ખેડૂતની પીડાતો હોઈ કોંગ્રેસ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ આ મામલે લડાઈના મંડાણ કરેલ છે અને જીલ્લા કલેકટર કચેરીથી ગાંધીનગર સુધી લડવાની વાત કરતાં રાજકારણ ગરમાયું છે.આ મુદ્દે ખેડૂતો સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચેલ ડીસા ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ તંત્રને ૨૪ કલાકમાં નહેરમાં પુનઃ પાણી છોડવા મુદ્દત આપી છે અને તેમ છતાં પાણી નહી અપાય તો ગામે ગામના ખેડૂતો કલેકટર કચેરીએ ધરણા કરવાની ચિમકી આપી છે.
આમ, સરકારના સીપુ ડેમ નહેર પાણી બંધ કરવાનો નિર્ણય વિવાદીત બનતા ખેડૂતો રોષે ભરાયા છે અને ન્યાય માંગી રહ્યા છે.

નર્મદા કેનાલમાંથી ૭૦૦ ખેડૂતોના પાણીનાં કનેક્શન કાપી નાખ્યાં

- ભાજપના રાજમાં ખેડૂતો પર તવાઇ , કેનાલ પર તંત્ર ત્રાટક્યું

- ઉભા પાક સાથે પાણી વિના ખેડૂતો બેસહારા બની ગયા

દસેક વર્ષથી સિંચાઇનું પાણી મેળવતા ખેડૂતોનાં મશીન-પાઇપો નહેરમાં ફેંકી દીધાં
અમદાવાદ ,મંગળવાર
ગુજરાતમાં ખેડૂતો ભાજપના ભારોભાર નારાજ છે પરિણામે વિધાનસભા ચૂંટણી અગાઉ જ ભાજપે ખેડૂત સંમેલન યોજીને હાથ ફેરવવા પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત કૃષિમેળા યોજીને ભાજપ પ્રત્યેની નારાજગી દુર કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે . બીજી તરફ, ભાજપ સરકારના ઇશારે નર્મદા કેનાલમાંથી સિંચાઇનું પાણી મેળવતા ખેડૂતોના પાણીના કનેક્શનો કાપી નંખાયા છે. ગાંધીનગરના અડાલજ પાસે અમલયારાથી રાઇપુર સુધી નર્મદા કેનાલમાંથી પાણી મેળળતા અંદાજે ૭૦૦ ખેડૂતોના પાણીના કનેકશનો કાપી નંખાયા હતા જેથી ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂક્યો છે.
ગાંધીનગરના અડાલજ પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેરની આસપાસના ગામડાઓ સિંચાઇના પાણી માટે નહેર પર જ નિર્ભર છે. છેલ્લાં દસેક વર્ષથી ખેડૂતો નહેરમાંથી સિંચાઇનું પાણી મેળવે છે. સોમવારે અચાનક તંત્ર નર્મદા કેનાલ પર ત્રાટક્યુ હતું અને નહેરમાંથી પાણી મેળવતા ખેડૂતોના પાણીના પાઇપો કાપી નાંખ્યા હતાં. એટલું જ નહીં, ખેડૂતોનો આક્ષેપ છેકે, પાઇપો-મશીનરી સુધ્ધાં નહેરમાં ફેંકી દેવાઇ હતી.
હવે ભરઉનાળે ઉભા પાક સાથે સિંચાઇના પાણી વિના ખેડૂતો લાચાર બન્યાં છે. કોંગ્રેસે આ મુદ્દે એવો આક્ષેપ કર્યો છેકે,ભાજપ સરકાર ખેડૂતો સામે હિલટરશાહી ચલાવી રહી છે. સિંચાઇના પાણી વિના ખેડૂતોને લાખોનુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. વર્ષોથી નહેરમાંથી સિંચાઇનું પાણી મેળવતા ખેડૂતોને કોઇપણ જાતની નોટિસ આપ્યા વિના કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં હતાં. આમ, ભાજપ ખેડૂત વિરોધી સરકાર છે તે પ્રસ્થાપિત થયું છે.

બોટાદ બ્રાન્ચ કેનાલમાં ય સિંચાઇનું પાણી છોડાતુ નથી
અમદાવાદ,મંગળવાર
ઉનાળામાં ચારેકોર પાણીનો કકળાટ જામ્યો છે ત્યારે ભાજપ બધુય સમુસુતરૃ હોવાનો દાવો કરી રહી છે. બોટાદની બ્રાન્ચ કેનાલમાં ૧૫મી માર્ચથી નહેરમાં પાણી છોડવામાં આવતુ નથી. વારંવાર રજૂઆતો કરી છતાંય પાણી છોડવામાં ન આવતા ૮૦૦ ખેડૂતો આજે સિંચાઇના પાણીની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. ખેડૂત પ્રભાતસિંહ ડોડિયાનું કહેવું છેકે, રાણપુર તાલુકામાં પાણીની ખૂબ જ ખેંચ વર્તાઇ રહી છે. નહેરમાં પાણી જ ન હોવાથી ખેતીમાં નુકશાન વેઠવુ પડશે.

મહિલાઓએ માટલાં ફોડી ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના ટેબલ પર પાણી ઢોળ્યું

- અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ

- મેગાસિટીમાં હજુ પણ અનેક વિસ્તારોમાં ટેન્કરરાજ

દક્ષિણ ઝોનમાં જ પાંચ વર્ષમાં ટેન્કરના રૃ. ૨.૭૬ કરોડ ચુકવાયા
અમદાવાદ, મંગળવાર
અમદાવાદનાં જુદાં જુદાં વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગીની બૂમો પડવાની શરૃઆત થઈ ગઈ છે. પૂર્વ વિસ્તારની પાણીની તંગીથી ત્રસ્ત મહિલાઓએ આજે ઝોનલ કચેરી સામે માટલાં સરઘસ કાઢ્યું હતું. ડે. કમિશનર દિલીપ ગોર સમક્ષ રજૂઆત વખતે વાતાવરણ ઉશ્કેરાટવાળું હતું, ત્યાં જ કોઇક નાગરિકે પાણીની બોટલ ડે. કમિશનરના ટેબલ પર ઢોળતાં મામલો  તંગ બન્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પુરૃષોત્તમનગર અને શાંતિ વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લાં કેટલાંક સમયથી પાણીની તંગી છે અને આ અંગે ફરિયાદો કરવા છતાં કોઈ સાંભળતું ના હોવાથી લોકોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. એક તરફ મ્યુનિ. તંત્ર ૧૧૫૦ એમએલડી પાણી રોજ છોડવાનો દાવો  કરે છે, છતાં મોટાભાગના વોર્ડમાં પાણી પૂરતાં સમય સુધી ના આવવું, પુરતાં પ્રેશરથી ના આવવું, પ્રદુષિત પાણી આવવું વગેરે ફરિયાદો ઊઠતી રહે છે. એક તરફ મ્યુનિ. અધિકારીઓ ૨૪ કલાક પાણીની ગુલબાંગો સાથે નાગપુરનો પ્રવાસ કરે છે અને બીજી તરફ બે કલાકના પણ ફાંફા છે.
અમદાવાદ જેવા મેગા સિટીનો દરજ્જો ધરાવતા શહેરમાં આજે પણ અનેક વિસ્તારોમાં  ટેન્કર રાજ છે. વટવામાં રંગોલીનગર, બચુભાઈના કુવા, નંદીશ સ્કૂલ પાસેનો વિસ્તાર, વટવા ગામ કેનાલ પાસે લોકો ટેન્કરનું પાણી વાપરે છે. તંગી હોય ત્યારે  ખાનગી ટેન્કરો પણ મોંઘાભાવના મંગાવવા પડે છે.
મક્તમપુરામાં એકતા મેદાન પાણીની આસપાસ જ ટેન્કરો દ્વારા લોકો પાણી મેળવે છે.  સાબિર સોસાયટી, આઈશા મસ્જીદ પાસેનો વિસ્તાર, જેનુલ સોસાયટી, અજીમ બ્લ્યુસ્ટાર, સુપર સોસાયટી વગેરે વિસ્તારોમાં ટેન્કરથી પાણી અપાય છે અને ટેન્કરો પણ ત્રણ જ હોવાથી મુશ્કેલી પડે છે.
દક્ષિણ ઝોનમાં કાંકરીયા, બહેરામપુરા, દાણીલીમડા, ઘોડાસર, ઈન્દ્રપુરી, વટવા, ઈસનપુર, ખોખરા, લાંભા વગેરે વિસ્તારોમાં પાણીના ટેન્કરો મોકલવા પાછળ જ મ્યુનિ.ને ૨.૭૬ કરોડનો ખર્ચ થયો છે. બીજી તરફ જોધપુર અને સ્ટેડિયમ-વાડજ વોર્ડમાં ૨૪ કલાક પાણીનો પ્રોજેક્ટ અમલી બનાવવાની જાહેરાતો ભાજપના સત્તાવાળાઓ દ્વારા છાસવારે થતી રહે છે. ગયા વર્ષે પણ જે વિસ્તારોમાં માટલાં સરઘસ નીકળ્યાં હતાં. ત્યાં આ વર્ષે એની એ જ સ્થિતિ ઊભી ના થાય તે માટે આગોતરી તૈયારી કરવાની જાણે કે કોઈનેય પડી ના હોય તેવી સ્થિતિ છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment