સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 11 April 2016

નર્મદા કેનાલમાં પાણી બંધ કરી પાણીની કૃત્રિમ તંગી સર્જી - નેટવર્કની ખામીને લીધે પર્યાપ્ત જળરાશિ છતાં શહેરમાં પાણીની તંગી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

નર્મદા કેનાલમાં પાણી બંધ કરી ભાજપ સરકારે જ પાણીની કૃત્રિમ તંગી સર્જી

- ભરઉનાળે કેનાલ સાફ કરવાના બહાને પાણી બંધ કરાયું

- બોટાદ,લીંબડી, વિરમગામ,હળવદ,મોરબી બ્રાન્ચ કેનાલમાં એક મહિનાથી પાણી બંધ કરી દેવાયું : પાણી મેળવવા ખેડૂતોને ફાંફા

અમદાવાદ ,સોમવાર
ભાજપના રાજમાં ખેડૂતો પર તવાઇ આવી છે. કૃષિમેળા યોજીને ખેડૂતોની હામી હોવાનો ડોળ કરતી ભાજપ સરકારે જ સુરેન્દ્રનગર, મોરબી ,બનાસકાઠાંમાં બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ કરી દીધું છે જેથી ૬૦૦થી વધુ ગામોના ખેડૂતો પાણી મેળવવા વલખાં મારી રહ્યાં છે. ભરઉનાળે કેનાલ સાફ કરવાના બહાને સરકારે જ પાણી બંધ કરીને જાણે પાણીની કૃત્રિમ અછત સર્જી છે.

ઉનાળામાં પાણીનું સંકટ સર્જાયુ છે. અત્યાર સુધી નર્મદાની કેનાલમાંથી પાણી મેળવતા ખેડૂતોની પણ હવે દયનીય દશા થઇ છે કેમકે, બ્રાન્ચ કેનાલમાં છેલ્લા એકાદ મહિનાથી પાણી જ છોડવામાં આવતું નથી. ખેડૂત સમાજના અગ્રણી સાગર રબારીએ જણાવ્યું કે, અત્યારે લીંબડી, ઝિઝુંવાડા,હળવદ, મોરબી, વિરમગામ, બોટાદ બ્રાન્ચ કેનાલોમાં પાણી જ છોડવામાં આવતું નથી. ભરઉનાળે જ કેનાલ પાણી બંધ કરી દેવાતા ખેડૂતો ભારે હાલાકીમાં મૂકાયા છે. નર્મદા કેનાલમાંથી ઉદ્યોગોને પુષ્કળ પાણી અપાય છે જયારે ખેડૂતોને પાણી આપવામાં આવતું નથી.

નર્મદા નિગનના અધિકારીઓનો એવો જવાબ છેકે, કેનાલો સાફ કરવાની હોઇ પાણી બંધ કરાયું છે. ખેડૂતોનો એવો રોષ છેકે, ભરઉનાળે કેનાલ સાફ કરવાને બહાને સરકાર ખેડૂતોને હેરાન કરી રહી છે. એપ્રિલ-મે સુધી કેનાલો સાફ થશે જેથી બે મહિનાથી સુધી હજુ ય પાણી મળી શકે તેમ નથી.
એક તરફ, અર્ધઅછતની સ્થિતી સર્જાઇ છે. સરકાર ગામેગામે પાણી પહોંચાડવાના વાયદા કરે છે ત્યારે કેનાલમાં આવતું પાણી યે ભાજપ સરકારે બંધ કરી કૃત્રિમ અછત સર્જી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.

ગુજરાત સરકાર દ્વારા આયોજન
પાણીની તંગીવાળા વિસ્તારોમાં ૧૨ કલાક સુધીના કંટ્રોલરૃમ શરૃ
તમામ શહેર-ગામોની માહિતી મેળવાઈ રહી છે અછતનાં મોનિટરિંગ માટે મોનિટરીંગ સેલ બનાવાશે

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં જરૃરીયાતવાળા અછતગ્રસ્ત જિલ્લાઓમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મલી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે. જે મુજબ પાણીની તંગીવાળા વિસ્તારોમાં સવારે ૮થી રાત્રીનાં ૮ વાગ્યા એમ ૧૨ કલાક સુધી કંટ્રોલરૃમ કાર્યરત કરાયા છે. આ તમામ ગામો અને શહેરોમાંથી પાણીની અછતની પળેપળ અંગેની માહિતી મેળવાશે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જરૃરીયાતવાળા વિસ્તારોમાં પાણીની તંગી અંગેની માહિતી જે-તે દિવસે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વોટસઅપથી પણ સમાચાર મેળવાઈ રહ્યા છે. રાજ્યભરનાં જિલ્લાઓમાંથી ાવીવિગતો મળી ગયા બાદ રોજ સાંજે જ તેની સમીક્ષા પણ કરાઈ રહી છે અને જ્યાં પણ જરૃર છે ત્યાં પાણી પહોંચાડવાનું આયોજન કરાઈ રહ્યું છે. સમીક્ષા કર્યા બાદ તુરંત પગલાં લેવાશે.
કોઈપણ ગામ કે જિલ્લામાં પીવાના પાણીની કે ઘાસની અછત ન રહે તે રીતેની તૈયારી કરી દેવામાં આવી છે. જિલ્લા મથકો ઉપરાંત રાજ્યમાં પણ પાણી પુરવઠા માટે સ્ટેટ  કંટ્રોલ રૃમ શરૃ કરાયો છે. ઉપરાંત આગામી સમયમાં અછતનાં મોનિટરીંગ માટે પણ અછત મોનિટરીંગ સેલ ઊભો કરાશે.

નેટવર્કની ખામીને લીધે પર્યાપ્ત જળરાશિ છતાં શહેરમાં પાણીની તંગી

- શેત્રુંજી ડેમમાં ૧૪ ફુટ અને બોરતળાવની સપાટી ૨૮ ફૂટ : રોજ ૧૨૦ એમ.એલ.ડી. પાણીનો ઉપાડો
ભાવનગર, સોમવાર
શહેરને પીવાનું પાણી પુરું પાડતા જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં જળરાશિ હોવા છતાં માત્રને માત્ર વોટરવર્કસ ખાતાની અણઆવડત અને નેટવર્કના અભાવે લોકોને પુરું અર્ધો કલાક પણ પાણી મળતું નથી. એટલું જ નહિં છાશવારે પાણીના વારાના દિવસે કાપ મુકી લોકોને ભરઉનાળામાં છતે પાણીએ પાણીની તંગી ભોગવવી પડે છે.
મ્યુનિ. વોટર વર્કસ અધિકારી દેવમુરારીના દાવા મુજબ રોજનું ૧૨૦ એમ.એલ.ડી. કરતા વધુ પાણીનું શહેરમાં વિતરણ કરવામાં આવે છે. જેમાં શેત્રુંજી ડેમમાંથી દૈનિક ૭૦ એમ.એલ.ડી. તથા બોરતળાવમાંથી ૧૪ એમ.એલ.ડી. પાણી તથા મહિ પરિએજમાંથી રોજનું ૪૦ એમ.એલ.ડી. પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આમ છતાં નેટવર્કના અભાવે લોકોને રોજ અર્ધો કલાકથી વધારે પાણી મળતું નથી તો ઘણા વિસ્તારોમાં વધારાના પાણીકાપ પૂર્વ જાણ કર્યા વગર ઠોકી બેસાડવામાં આવે છે. જેનો રોષ મહિલાઓમાં વધુ જોવા મળે છે.
હાલ ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ૧૪ ફુટ જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે બોરતળાવમાં ૨૮ ફુટ જેટલું પાણી હયાત છે. ખોડિયાર તળાવ તળિયા ઝાટક છે. ભાવનગરની આગામી ચોમાસા સુધીની જરૃરિયાતને જોતા આ જળરાશિ પર્યાપ્ત છે. તેથી ભાવનગર માથે ઉનાળામાં અથવા ચોમાસુ એકાદ માસ ખેંચાય ત્યાં સુધી પીવાના પાણીનું કોઈ ગંભીર સંકટ તંત્રને દેખાતું નથી. ઉનાળા દરમ્યાન અંદાજે ૨૫૦ એમ.સી.એફ.ટી. જેટલો પાણીનાં જથ્થાનું બાષ્પીભવન થઈ જવાની શક્યતા વર્તાઈ રહી છે હાલ ડેમમાં ૧૫૦૦ એમ.સી.એફ.પી. પાણીનો જથ્થો હયાત છે.


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

2 comments:

  1. An awesome post “thanks” for mentioning YOUR BRAND in your excellent article.

    SBI Clerks 17,168 Latest indian Jobs

    ReplyDelete
  2. Information is good in the article, Thanks for the post.

    Latest Govt Jobs

    ReplyDelete