સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 13 April 2016

ગુજરાતમાં નર્મદાની નહેરો પર સશસ્ત્ર પોલીસ પહેરો મૂકાયો - મ. પ્રદેશના નિમચમાં ડૂંગળીનો ભાવ ગગડીને ૩૦ પૈસે કિલો!

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં નર્મદાની નહેરો પર સશસ્ત્ર પોલીસ પહેરો મૂકાયો

- ભાજપ સરકારની નજરે ખેડૂતો પાણીચોર

- દાહોદ, સુરેન્દ્રનગર, બરવાળા સહિતના વિસ્તારોમાં એસઆરપીની ચાર કંપની ગોઠવાઇ

અમદાવાદ ,બુધવાર
ખેડૂતોની હામી હોવાનો દાવો કરનાર ભાજપના રાજમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. કૃષિમેળા કરીને ખેડૂતોને વાંસે હાથ પંપાળતી ભાજપ સરકારે હવે ખેડૂતો સામે જ લાલ આંખ કરી છે. ખેડૂતો જાણે પાણીચોર હોય તેમ ગુજરાત સરકારે નર્મદાની નહેરો પર પોલીસ પહેરો ગોઠવી કડક પટ્રોલિંગ શરૃ કર્યું છે.

ખોબલે ખોબલે મત મેળવી સત્તાના સિંહાસને બિરાજનાર ભાજપ સરકારની નજરે જાણે ખેડૂતો હવે પાણીચોર બન્યા છે. ખુદ રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છેકે, ડેમોમાં હવે માત્ર ૧૦ ટકા પાણી બચ્યું છે . સિંચાઇનુ પાણી મળી શકે તેમ નથી. નર્મદા નહેરો પર એસઆરપીના જવાનો સતત પેટ્રોલિંગ કરશે. હાલમાં દાહોદ, બરવાળા, સુરેન્દ્રનગર અને બનાસકાઠામાં નહેરો પર કુલ ૧૪૩ એસઆરપીના જવાનો ગોઠવી દેવાયા છે.

ભરઉનાળે ખેડૂતો સિંચાઇનું પાણી મેળવવા ફાંફા મારી રહ્યાં છે ત્યારે સરકારના ઇશારે નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પાણીના કનેક્શનો કાપી રહ્યાં છે જેથી ખેડૂતો રોષે ભરાયાં છે. ઘણાં વિસ્તારમાં તો કેનાલમાં પાણી જ બંધ કરી દેવાયું છે. આમ, ભાજપના શાસનમાં ખેડૂતો પર તવાઇ આવી છે.

થરાદ-ભાભરમાં ૩ હજાર પાણીના કનેક્શન કાપી નંખાયા
બનાસકાંઠાના ખેડૂતો પાણી વિના ફાંફા મારી રહ્યા છે ત્યારે આજે સતત બીજા દિવસે થરાદમાં તંત્ર ત્રાક્ટયું હતું. કેનાલમાંથી પાણી મેળવતા એક હજાર ખેડૂતોના આડેધડ પાઇપો કાપી નાંખવામાં આવ્યા હતા. બીજી તરફ,ભાભર પંથકમાં ય બે હજારથી વધુ ખેડૂતોના કનેકશન કાપી નાંખવામાં આવ્યા હતા. ઉનાળામાં ખેતી માટે તો ઠીક પણ પશુધન માટે ખેડૂતોને પાણી મેળવવુ અઘરૃ બન્યું છે.નિગમના અધિકારીઓ આડેધડ પાઇપો કાપતા ખેડૂતો રોષે ભરાયાં હતા. ખેડૂતોએ હવે કોર્ટનો આશરો લેવા પણ નકકી કર્યું છે.

નેટવર્કની ખામીને લીધે પર્યાપ્ત જળરાશિ છતાં શહેરમાં પાણીની તંગી


- શેત્રુંજી ડેમમાં ૧૪ ફુટ અને બોરતળાવની સપાટી ૨૮ ફૂટ : રોજ ૧૨૦ એમ.એલ.ડી. પાણીનો ઉપાડો
ભાવનગર, સોમવાર
શહેરને પીવાનું પાણી પુરું પાડતા જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં જળરાશિ હોવા છતાં માત્રને માત્ર વોટરવર્કસ ખાતાની અણઆવડત અને નેટવર્કના અભાવે લોકોને પુરું અર્ધો કલાક પણ પાણી મળતું નથી. એટલું જ નહિં છાશવારે પાણીના વારાના દિવસે કાપ મુકી લોકોને ભરઉનાળામાં છતે પાણીએ પાણીની તંગી ભોગવવી પડે છે.
મ્યુનિ. વોટર વર્કસ અધિકારી દેવમુરારીના દાવા મુજબ રોજનું ૧૨૦ એમ.એલ.ડી. કરતા વધુ પાણીનું શહેરમાં વિતરણ કરવામાં આવે છે. જેમાં શેત્રુંજી ડેમમાંથી દૈનિક ૭૦ એમ.એલ.ડી. તથા બોરતળાવમાંથી ૧૪ એમ.એલ.ડી. પાણી તથા મહિ પરિએજમાંથી રોજનું ૪૦ એમ.એલ.ડી. પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આમ છતાં નેટવર્કના અભાવે લોકોને રોજ અર્ધો કલાકથી વધારે પાણી મળતું નથી તો ઘણા વિસ્તારોમાં વધારાના પાણીકાપ પૂર્વ જાણ કર્યા વગર ઠોકી બેસાડવામાં આવે છે. જેનો રોષ મહિલાઓમાં વધુ જોવા મળે છે.
હાલ ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ૧૪ ફુટ જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે બોરતળાવમાં ૨૮ ફુટ જેટલું પાણી હયાત છે. ખોડિયાર તળાવ તળિયા ઝાટક છે. ભાવનગરની આગામી ચોમાસા સુધીની જરૃરિયાતને જોતા આ જળરાશિ પર્યાપ્ત છે. તેથી ભાવનગર માથે ઉનાળામાં અથવા ચોમાસુ એકાદ માસ ખેંચાય ત્યાં સુધી પીવાના પાણીનું કોઈ ગંભીર સંકટ તંત્રને દેખાતું નથી. ઉનાળા દરમ્યાન અંદાજે ૨૫૦ એમ.સી.એફ.ટી. જેટલો પાણીનાં જથ્થાનું બાષ્પીભવન થઈ જવાની શક્યતા વર્તાઈ રહી છે હાલ ડેમમાં ૧૫૦૦ એમ.સી.એફ.પી. પાણીનો જથ્થો હયાત છે.

મ. પ્રદેશના નિમચમાં ડૂંગળીનો ભાવ ગગડીને ૩૦ પૈસે કિલો!

- વર્ષે મબલખ પાક થતાં વિસ્તારના સૌથી મોટા શાકબજારમાં ડૂંગળીનો ખરાદદાર નથી

(પીટીઆઇ)    નીમચ, તા.૧૩
મબલખ પાક અને ઓછી માગના કારણે નીમચના જથ્થાબંધ શાક બજારમાં ડૂંગળી કિલો દીઠ માત્ર ૩૦ પૈસાના ભાવે વેચાય છે અને છતાં એનો કોઇ ખરીદદાર મળતો નથી. પરિમામે ખેડુતોને આ વખતે રોવાનો વારો આવ્યો છે. નીમચ આ વિસ્તારનું એક મોટું  માર્કેટ છે.' મબલખ પાકના કારણે ડૂંગળીના ભાવ ઘટીને ૩૦ કે ૩૫ પૈસા કિલોના થઇ ગયા છે. જો કે આ જ બજારમાં થોજા સમય પહેલાં ડૂંગળીના ભાવ ૧૫થી ૨૦ રૃપિયા કિલો હતો' એમ ડિકેનના એક ખેડુત દયારામ પાટીદારે કહ્યું હતું.

'ડૂંગળીને ખેતરોમાંથી બજારમાં લાવવાના  વાહનના ભાડાના પૈસા પણ નીકળતા નહીં હોવાના કારણે અમને તમામ જથ્થાને  ફેંકી દેવાની ફરજ પડે છે' એમ તેમણે કહ્યું હતું. દરરોજ નીમચના શાકબજારમાં આશરે ૫૦૦૦ ગુણો ભરીને ડૂંગળી આવે છે. આજે ૪૦૦૦ ગુમોને ઉતારવામાં આવી હતી, પરંતુ એને પણ ખરીદનાર કોઇ નથી' એમ તેમણે કહ્યું હતું.

'અમને તો એવી આશા હતી કે ડૂંગળી ૨૦ કે ૩૦ રૃપિયા કિલોના ભાવે વેચાશે, પરંતુ આ ભાવે અમારો માલ વેચવો ખૂબ મુશ્કેલ છે.
ડૂંગળીના એક વેપારી સત્યાનારાયણ રાઠીએ કહ્યું હતું કે આ વર્ષે પાક ખૂબ વધારે ઉત્યો હોવાના કારણે ડૂંગળીના ભાવ નીચે ગયા છે. કૃષિ ઉપજ મંડીના ડાયરેકટર રાજેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે આ વર્ષે મબલખ પાક થતાં ડૂંગળીની આ હાલત થઇ છે


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment