સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 14 April 2016

ચૈત્ર સુદ નોમના દિવસે મર્યાદા પુરૃષોત્તમનો જન્મોત્સવ - ભાજપ સરકારે ૨૬૨૧૦ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી આપવાનું બંધ કરી દીધું

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

આજે ચૈત્ર સુદ નોમના દિવસે મર્યાદા પુરૃષોત્તમનો જન્મોત્સવ

- ડાકોર મંદિરમાં ભગવાનને પંચામૃત સ્નાન કરાવાશે

- નડિયાદ-કઠલાલમાં પણ કાર્યક્રમો

નડિયાદ, તા.ર૬
શુક્રવારે ચૈત્ર સુદ નોમના  દિવસે મર્યાદા પુરૃષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે રામનવમીના પાવન પર્વની નડિયાદ સહિત જિલ્લાભરમાં  આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. રામનવમી નિમિત્તે યાત્રાધામ ડાકોરના  રણછોડજી મંદિરમાં બપોરે ૧ર વાગ્યે ગોપાલલાલજી મહારાજને પંચામૃત સ્નાન કરાવી ભગવાન રામના સ્વરૃપમાં દાગીનાનો શણગાર સજવામાં આવશે. નડિયાદ ઉપરાંત કઠલાલ સહિત જિલ્લાના અન્ય સ્થળોએ શુક્રવારે ભગવાનની રામની શોભાયાત્રા કાઢી રામનવમીના પર્વની ઉજવણી કરાશે ત્યારે મંદિરો જયશ્રી રામના નારાથી ગૂંજી  ઉઠશે.

યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં શુક્રવારે પરંપરાગત રીતે રામનવમીની ઉજવણીરૃપે બપોરે ૧ર વાગ્યે ગોપાલલાલજી મહારાજને પંચામૃત સ્નાન કરાવી આરતી કરવામાં આવશે. ભગવાનને કાલે વિશેષ શણગાર કરાશે. મંદિર પરિસરને આસોપાલના તોરણોથી સજાવવામાં આવશે. આ ઉપરાંત નડિયાદ, કઠલાલ સહિત જિલ્લાના જુદા જુદા સ્થળોએ આવેલા રામમંદિરોમાં ભગવાનનું વિશેષ પૂજન કરી શણગાર સજવામાં આવશે. ભગવાનને અન્નકૂટની સામગ્રી ધરાવી શોભાયાત્રા કાઢવામાં આવનાર છે.  વાજતેગાજતે નીકળનાર આ શોભાયાત્રા દરમ્યાન રામલલ્લા નગરચર્યા કરી ભક્તોને દર્શન આપશે. રામનવમી નિમિત્તે અનેક મંદિરોને તોરણોથી શણગારવામાં આવ્યા છે. મંદિરોમાં રામધૂન અને ભજનો સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ચૈત્ર સુદ નોમના રોજ ઉજવાતા રામનવમીન પર્વનો અનેરો મહિમા છે.

મંદિરમાં ભગવાનને પંજાજીરી ધરાવી ભાવિકોને પ્રસાદીરૃપે આપવામાં  આવશે. મંદિરોમાં સવારથી રાત સુધી  શ્રીજીના દર્શન માટે ધસારો રહેશે. રામનવમી નિમિત્તે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી કૃતજ્ઞાતા અનુભવશે. આ પ્રસંગે મંદિરો જયશ્રીરામના જયઘોષથી ગૂંજી ઉઠશે.

ભાજપ સરકારે ૨૬૨૧૦ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી આપવાનું બંધ કરી દીધું

- ખેતીની જમીનો પાણીના મૂલે પડાવી લેવા ભાજપનો કારસો

- રાજ્ય સરકારે શહેરીકરણ,ઉદ્યોગો માટે ડિકમાન્ડ વિસ્તાર જાહેર કર્યો

ખેતીથી વંચિત ખેડૂતો ફળદ્રુપ જમીનો વેચવા મજબૂર બન્યા
અમદાવાદ ,ગુરૃવાર
ગુજરાતમાં સિંચાઇના પાણીના અભાવે ખેડૂતો મોંઘી-ફળદ્રુપ જમીનો વેચવા મજબૂર બન્યાં છે. ઉદ્યોગપતિઓ માટે જમીનો લેવા માટે ભાજપ સરકારે એવો કારસો રચ્યો છેકે, નર્મદા કેનાલનું પાણી જ બંધ કરી દેતા ફળદ્રુપ જમીનો આજે પાણી વિનાની બની છે જેથી મોંઘી જમીનો આજે પાણીના મૂલે ખેડૂતો વેચવા મજબૂર બન્યાં છે. ભાજપ સરકારે ખેડૂતોને અવગણીને ઉદ્યોગપતિઓને લાભ કરાવવા સાત જિલ્લામાં કુલ ૨૬૨૧૦ હેક્ટર જમીનને ડિકમાન્ડ જાહેર કરી દીધી હતી અને નર્મદા કેનાલનું પાણી જ આપવાનું બંધ કરી દીધુ હતુ.
ખુદ રાજ્ય સરકારે એવી કબૂલાત કરી છેકે, ઉદ્યોગો અને શહેરીકરણને લીધે ડિકમાન્ડ વિસ્તાર જાહેર કરાયો છે. જયાં ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી મેળવી હરિયાળીભરી-ફળદ્રુપ જમીનોમાં ખેડૂતો પાક મેળવતા હતા પણ ઉદ્યોગોને આગળ ધરીને ભાજપ સરકારે જાણે ખેડૂતોને ખેતીથી વંચિત રાખ્યાં છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૩૭૫૪ હેક્ટર જમીન સેઝ,સર,ઉદ્યોગોને કારણે ડિકમાન્ડ કરી દેવાઇ છે. પાટણમાં પણ સરકારે ડિકમાન્ડ માટે શહેરીકરણનું કારણ આગળ ધર્યુ છે. ડિકમાન્ડ વિસ્તાર જાહેર કરીને નર્મદા કેનાલનું પાણી ન આપતા ખેડૂતો ખેતી વ્યવસાય છોડવા મજબૂર બન્યાં છે કેમ કે, સિંચાઇના પાણી વિના ખેતી કરવી અઘરી બની છે.
અત્યાર સુધી પાણી-ફળદ્રુપતાને લીધે મોંઘાભાવની જમીનો ડિકમાન્ડ વિસ્તાર જાહેર થતાં જ સુકીભઠ્ઠ જમીનો બની છે જેથી ખેડૂતો નાછૂટકે ખેતીની જમીનો વેચવા માંડયાં છે. ભાજપ સરકારે પાણી નહી આપીને મોંઘી -ફળદ્રુપ જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવા નવી રીત અપનાવી છે. આમ, ભાજપ સરકારે જ ખેડૂતોને ખેતીથી વંચિત રાખવાનો જાણે કારસો રચ્યો હોય તેમ જણાઇ રહ્યું છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment